જુના વાઘણીયા ગામે વરસાદી તારાજીમાં મોતને ભેટેલા કાઠી દરબાર પરિવારના 8 સભ્યોને
કાઠી દરબાર સમાજ જેતપુરના આગેવાનોની શોકાંજલિ
જેતપુર તા.2
તાજેતરમાં વરસાદી પુર પ્રકોપે બગસરા પંથકમાં વેરેલા વિનાસમાં જુના વાઘણીયા ગામે ક્ષત્રીય સમાજના એકજ પરિવારના 8-8 સભ્યોના નિધનથી જેતપુર ઉપરાંત સારાયે સૌરાષ્ટ્રકાઠી દરબાર સમાજમાં શોક વ્યાપ્યો છે.
પરિવારમાંથી એક સ્વજન પણ અકાળે સ્વર્ગે સિધાવે ત્યારે સ્વજનો વજ્રાઘાત અનુભવતા હોય છે, તેને બદલે બગસરાના જુના વાઘણીયા ગામના સ્વ.ભયલુંભાઈ ગીડાના પરિવારના 8-8 સભ્યો વરસાદી પ્રકોપમાં મકાન પડવાથી મોતને ભેટતા સમસ્ત ગામે ભારે હૃદયે શોક વ્યક્સ્ત કર્યો હતો..તો જેના નામથી, જ્ઞાતિથી શહેર ઓળખાય છે તેવા જેતપુર(કાઠી) ના કાઠી દરબાર(ક્ષત્રીય સમાજ)નાં આગેવાનો, અગ્રણીઓએ અહીના ધારેશ્વર સ્થિત શ્રી સૂર્યનારાયણ મંદિરે, મંદિરના મહંત જેઠીરામ બાપુની હાજરીમાં તાકીદની શોક સભા યોજીને ઉપરોક્ત કાળધર્મ પામેલ આઠેય હતભાગી આત્માઓના માનમાં 2 મિનીટ મૌન પાળી શોકાંજલિ અર્પી હતી.
જેતપુરની ગોવિંદકુંજ હવેલી ખાતે
ભગવદીય વાર્તા સપ્તાહનું આયોજન
જેતપુર તા.2
જેતપુરની ગોવિંદકુંજ હવેલી ખાતે તા.2-7. થી 8.7. ભગવદીય વાર્તા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.સવારના 10 થી 1 અને બપોરના 3 થી 6 દરમિયાન યોજાનાર આ વાર્તા સપ્તાહનો લાભ લેવા સત્સંગીઓને અનુરોધ કરાયો છે.
વીરપુર(જલારામ)ના યુવાનોની સરાહનીય સેવા
જેતપુર તા.2
જેતપુર તાલુકાના વીરપુર જલારામ ગામના સેવાભાવી યુવાનો દુષ્યંતસિંહ બી.ઝાલા, ઉમેદભાઈ ગઢવી, ધર્મેશભાઈ કંસારા, અતુલભાઈ, રોહિતભાઈ, મુકેશ બામ્ભાવા તથા કેતન ગુજરાતી વી. એ અમરેલી પંથકના આખા ચારણ પીપળી ગામમાં , ખારી ગામના દલિતવાસમાં અને ખીજડીયા ગામમાં ભરવાડવાસમાં કે જયાના લોકો વરસાદી તારાજીનો ભોગ બન્યા છે તેઓ તમામને લોટ, ચટણી, હળદર, મીઠું વી.વસ્તુની એક એક રાશનકીટ સહાયરૂપે આપી પોત પોતાનાથી બનતી સરાહનીય સેવા-મદદ કરી હતી ત્યારની તસ્વીર..(ફોટો : કશ્યપ જોશી જેતપુર)
જેતપુરના યુવાનની આં.રા.માનવ અધિકાર
સંગઠનના રાજકોટ જી.પ્રમુખ તરીકે નિમણુક
જેતપુર તા.2
જેતપુરના યુવાન સંજય પ્રવીણભાઈ જોટંગીયાની તાજેતરમાં આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન ગુજરાત રાજ્યના ચેરપર્સન જયા શર્માએ રાજકોટ જીલ્લા પ્રમુખ તરીકે નિમણુક આપી હતી. સંજયે જણાવેલ કે માનવ અધીકારને સ્પર્શતા તમામ પ્રશ્નો, ફરિયાદો, બાળમજુરી, વી. માનવ અધિકાર ભંગ થતો હોય તેવી ફરિયાદો ધ્યાને લેવાશે, અને ચકાસણી દરમિયાન ફરિયાદ સાચી જણાયે કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવાશે. વિસ્તૃત જાણકારી માટે તેમનો 99094 80380 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.(ફોટો સંજય નો મોકલેલ છે)
જેતપુર પંથકમાં ગૌ સેવકોની સેવા
જેતપુર તા.2
જેતપુર તાલુકાના જેતલસર સહીત ગામોમાં કાર્યરત કામધેનું ગૌ રક્ષક ગ્રુપના યુવાનો પણ પુરગ્રસ્ત લોકોની વહારે આવી બનતી મદદ માટે અસરગ્રસ ગામો તરફ દોડ્યા હોવાની વિગતો મળી રહી છે. તા.25.6. થી 29.6 દરમિયાન ગૌ સેવકોએ અમરેલી જીલ્લાના હડાળા, ખારી, કેરાળા, જાળિયા, બાબાપુર, કમીગઢ, પીપળી, વાંકિયા વિગેરે ગામોમાં પુર ગ્રસ્ત અસરગ્રસ્તોને મીણબત્તી, માચીસ, ટુવાલ, ચાદર, ગોદડા, ગાંઠીયા, ગુંદી, લોટ, પાણીના પાઉચ, ચપ્પલ વી જીવન જરૂરીયાત વસ્તુઓ વિતરણ કરી હતી. ગૌસેવા પ્રેમીઓના કહેવા અનુસાર તેઓને જેતપુરના રવિ આંબલીયા તરફથી 100 ચાદર, સીટી કાઉંસીલ ઓફ જેતપુર દ્વારા 250 ચાદર અને 100 ટુવાલ અસરગ્રસ્તો માટે મળ્યા હતા તે વિતરણ કરી દેવાયા છે. હવે આ યુવાનો પશુઓ માટે ખોળ, સુકો ચારો, પાલો, ડાખળી એકત્ર કરી રહ્યા છે.
જેતપુરની માર્કેટ યાર્ડે ટ્રક રાહત સામગ્રી મોકલી
જેતપુર તા.2
જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશ ભૂવાના જણાવ્યા અનુસાર અમરેલી જીલ્લામાં અને બગસરા પંથકમાં પૂરગ્રસ્ત લોકો માટે ચોથો ટ્રક ભરી રાહત સામગ્રી મોકલાઈ છે. આ માટે યાર્ડના તમામ વેપારીઓનો સારો સહકાર મળી રહ્યો છે. (ફોટો : કશ્યપ જોશી )
જેતપુરમાં પાલિકા, ડા.એશો., ચેમ્બર દ્વારા અસરગ્રસ્તોને સહાય
જેતપુર તા.2
જેતપુરમાં રાજ્ય મંત્રી જયેશ રાદડીયાને સાથે રાખી ડાઈંગ એશોશીયેશન, ચેમ્બર ઓફ કોમર્સ અને નગર પાલિકા દ્વારા શહેરના ગોંદરા વી. વિસ્તારોમાં ભારે વરસાદની અસર પામેલા લોકોની મુલાકાત લઈને તેઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, કપડાની રાહત સામગ્રી વિતરણ કરાઈ હતી. (ફોટો : કશ્યપ જોશી )
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
kashyap j joshi jetpur jetalsar





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો