જેતપુરમાં અસરગ્રસ્તોની મદદ માટે
સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજાતા રાજ્ય મંત્રી રાદડિયા
જેતપુર તા.27
જેતપુરના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડીયાએ ગઈકાલે ડાઈંગ એશોશીયેશનની ઓફીસ ખાતે શહેરની તમામ સેવાભાવી સંસ્થાના કાર્યવાહકો સાથે બેઠક યોજી, અસરગ્રસ્તોને કઈ રીતે બને તેટલી વધુ મદદ કરી શકાય તેની ચર્ચાઓ કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીએ ખાસ્સું નુકશાન કરતા આવા અસરગ્રસ્તોને કેવી રીતે મદદ કરી શકાય ? અથવાતો કઈ કઈ રાહત સામગ્રીની મદદ કરાઈ અને હવે કેવી રાહત સામગ્રીની અસરગ્રસ્તોને જરૂરીયાત છે ? વિગેરેની ચર્ચા વિચારણા માટે રાજ્ય મંત્રી જયેશ રાદડિયાએ ઉદ્યોગપતિઓ રાજુભાઈ પટેલ, જેન્તીભાઈ રામોલીયા સહીત સેવાભાવી સંસ્થાઓ માર્કેટીંગ યાર્ડ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, રોયલ જેસીઝ, રોટરી કલબ , સીટી કાઉન્સીલ, જુનિયર ચેમ્બર, સહિતની સંસ્થાઓના હોદ્દેદારોની હાજરીમાં રાહત સામગ્રી ડાઈંગ એશોશીયેશનની ઓફિસમાં એકત્ર કરી ક્રમશઃ જરૂરીયાતમંદ ગામડાઓ તરફ મોકલવા નક્કી કરાયું હતું..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો