અનુયાયીઓ

ગુરુવાર, 12 એપ્રિલ, 2018

ઉમર નાની હોય મૈત્રી કરાર કરી રહ્યા બાદ લગ્નનો સમય નજીક આવતા યુવક યુવતીને મુકે નાશી ગયો

મૈત્રી કરાર તરફ ઢળતી આજની પેઢી સામે લાલબત્તીરૂપ કિસ્સો !



પરિવારની સહમતીથી બંને લગ્ન કરવાની શરતે મૈત્રી કરાર કર્યા હતા : સાધુ વાસવાણી રોડ પર રહેતી યુવતીની ફરિયાદ પરથી યુવક અને તેની માતા સામે ગુનો નોંધાયો 

રાજકોટ તા.૧૨ 
આજની પેઢીમાં મૈત્રી કરાર કરી સાથે રહેવા તરફ ઝુકાવ જોવા મળી રહ્યો છે પરંતુ તેની વરવી બાજુથી તેઓ ભાગ્યેજ પરિચિત હોય છે ત્યારે મૈત્રી કરાર સામે લાલબત્તીરૂપ કિસ્સો રાજકોટમાં બનવા પામ્યો છે.
શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતી યુવતી મૈત્રી કરાર કરી જીવંતિકા નગરમાં રહેતા યુવાન સાથે રહેતી હતી. બંનેની ઉમર નાની હોય, પુખ્ત ઉમરના થતા લગ્ન કરવાની શરતે મૈત્રી કરાર કર્યા હતા પરંતુ બે વર્ષ સાથે રહ્યા બાદ લગ્નનો સમય નજીક આવતા યુવક યુવતીને મૂકી નાશી જતા આ મામલે યુવતીએ આ યુવક અને તેની માતા સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 
બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના સાધુ વાસવાણી રોડ પર પોતાની માતા સાથે રહેતી યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જીવંતિકા નગર-૨ માં રહેતા જયદીપ હરસુખભાઈ ભીમાણી અને તેમની માતા અરુણાબેન સામે વિશ્વાસઘાતની ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતી પોતાની સહેલી મારફત જયદીપના સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે અંગે બંને પરિવારજનોએ જાણ કરી હતી. બાદમાં યુવતીના પિતા હયાત ના હોય, તેના મોટા બાપુ અને યુવકના માતા સહિતના વડીલોની સહમતીથી બંનેએ ગત તા.૨૩-૪-૨૦૧૬ નારોજ મૈત્રી કરાર કર્યા હતા. જે કરારમાં તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બંને પુખ્ત વયના થયા બાદ લગ્નગ્રંથી જોડાઈ જશે.
મૈત્રી કરાર થયા બાદ યુગલ સ્વતંત્ર રીતે ભાડાના મકાનમાં રહેતું હતું. દરમિયાન યુવતી લગ્નની ઉમર નજીક હોય, જયદીપને વારંવાર લગ્ન કરી લેવાનું કહેતી હતી. પરંતુ જયદીપ યેનકેન પ્રકારે આ વાતને ટાળી દેતો હતો. ગઈ તા.૧૭.૨.૧૮ નારોજ યુવતી પોતાની માતાના ઘરે ગઈ હતી બાદમાં ઘરે પરત ફરતા જયદીપ પોતાનો સામાન લઇ નાશી ગયો હતો. યુવતી તથા તેમના પરિવારજનોએ જયદીપનો પત્તો લગાવવા તપાસ કરી હતી  પરંતુ તેનો કોઈ પત્તો નહિ મળતા યુવતી સાથે વિશ્વાસઘાત તઃયો હોવાનું માલુમ પડતા આ મામલે યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જયદીપ ભીમાણી તથા તેમની માતા અરુણાબેન સામે ફરિયાદ કરવામાં આવી છે. જે ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે બંને સામે વિશ્વાસઘાત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ ફોજદાર વી.સી.પરમારે હાથ ધરી છે.

પડધરીની હોટેલમાંથી ૬ મોબાઈલ ચોરી સબબ જામનગરના શખ્શ સામે પોલીસમાં ફરિયાદ


રાજકોટ તા.૧૨ 
આજથી બે મહિના પહેલા પડધરીની એક હોટેલમાંથી ચોરાયેલા રૂપિયા ૩૧ હજારના ૬ મોબાઈલના બનાવમાં હોટેલ સંચાલકે જામનગરના ગાંધીનગરના શખ્શ સામે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરને પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ પડધરીમાં ગીતાનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલ આઈ શ્રી ખોડિયાર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી ગઈ તારીખ ૧૪.૨.૨૦૧૮ ના રાત્રીન બારેક વાગ્યે રૂપિયા ૩૧ હજારના ૬ મોબાઈલ ચોરાઈ ગયાની ઘટના બની હતી.
દરમિયાન આ વાતમાં મોબાઈલ ટ્રેસિંગના આધારે જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં, સાંઇબાબા મંદિર પાછળ રહેતા તેજસ શાંતિલાલ પંડ્યાનું નામ શંકાના પરિઘમાં આવતા તેમને પકડી પાડી પોલીસે આકરી પૂછપરછ હાથ ધરતા ઉપરોકત ૬ મોબાઈલ આ યુવાને જ ઉપરોક્ત દિવસે હોટેલના ખુલ્લા મેદાનમાં સુતો હતો ત્યારે, હોટેલ માલિકની નજર ચૂકવી ઉઠાવી ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું. 
આ બનાવની ગઈકાલે મયુર રણજીત ડોડીયા(રહે.વિજય પ્લોટ, ગોંડલ રોડ)એ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રોબેશનલ પીએસઆઈ એમ.જે.પરમારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વેરાવળ(શાપર)ની ફેકટરીમાં ભીષણ આગ : ૧૫ કરોડની મશીનરી બળીને ખાક !


ઇન્સ્યુલેશન ફોર્મ બનાવતી ફેકટરીમાં આગ : રાજકોટથી દોડેલા ૪ અગ્નિશામક દળોના સ્ટાફે આગ કાબુમાં લીધી : ફેકટરીમાં કાઈ નાં બચ્યું : સંપૂર્ણ ફેક્ટરી બળી ગઈ 

વેરાવળ(શાપર)માં આજે વહેલી સવારે એક ફેકટરીમાં લાગેલી આગમાં સંપૂર્ણ ફેકટરીની માલમતા અને મશીનરી બળી ગઈ હોય અંદાજે રૂપિયા ૧૫ કરોડની નુકશાનીનો આંક અનુમાનિત કરાઈ રહ્યો છે. આગને ઓલવવા રાજકોટ ખાતેથી ૪ અગ્નિશામક વાહનોની મદદ લેવાઈ હતી. આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ છે, બનાવની જાણ પરથી પોલીસ સહિતના સંબંધિત સરકારી તંત્રોએ બનાવ જગ્યાએ પહોચવાની કવાયત આદરી છે. આગનું કારણ કાળઝાળ ગરમી છે કે કોઈ બીજું કારણ ? તે માટે વીજકંપની સુત્રો અને ફોરેન્સિક લેબો.નિષ્ણાંતો અને વિમાંસુત્રોએ તપાસ હાથ ધરી છે.







મળતી વિગતો મુજબ વેરાવળ(શાપર)ના રામેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોલ્ડ કોઈન ઇન્ડ.પ્રાઈવેટ લીમીટેડ નામના ઇન્સ્યુલેશન ફોર્મ બનાવવાની ફેકટરીમાં આજે વહેલી સવારે ૩ થી ૪ વાગ્યા દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસમાં અફડાતફડી મચી ગઈ હતી. 
આગ એટલી ભયંકર હતી કે જોનારાઓ માનતા હતા કે આગ બુઝાવવી કઠીન થશે. પણ ફેક્ટરી માલિકની જાણ પરથી રાજકોટ ખાતેથી કોઠારિયા, રામાપીર, માવડી અને રેલનગર એમ ચાર જગ્યાએથી દોડેલા ફાયરફાયટરના સ્ટાફે ગણતરીની કલાકોમાં જ પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણ કાબુમાં લઇ લીધી હતી.
પણ ત્યાં સુધીમાં એટલેકે પાંચેક કલાક દરમિયાન ચાલુ રહેલી આગમાં ફેક્ટરીના ટોટલી બિલ્ડીંગમાં પડેલું ઇન્સ્યુલેશન બનાવવાનું રો મટીરીયલ્સ, ૨૨ જેટલા ફોર્મ બનાવવાના કેરબા, ઇલેક્ટ્રિક વાયરો, ૧૨ મશીનો વિગેરે માલમત્તા બિલકુલ આગમાં નાશ પામ્યું હોવાનું ફેક્ટરી માલિક અશ્વિનભાઈ ગોગનભાઈ પાનસુરીયા(રહે. ૧૫૦ ફૂટ રીંગરોડ, બીગબઝાર પાછળ, રાજકોટ) દ્વારા જાહેર કરાયું હતું.
ફેક્ટરીમાલિકના જણાવ્યા અનુસાર આગમાં આશરે રૂપિયા ૧૫ કરોડની નુકશાનીનો અંદાજ છે. આ વાતની જાણ પરથી પોલીસ, ફોરેન્સિક લેબો.નિષ્ણાતો, વિમાંસુત્રો અને વીજકંપની સુત્રોએ બનાવ સ્થળે પહોચવાની કવાયત આદરી છે. આગ ક્યા કારણોસર લાગી ? કોઈ ઈલે.શોકસર્કિટનો બનાવ છે કે કાળઝાળ ગરમીએ આગ ઉપજાવી ? તે વાતની તપાસ માટે સંબંધિતો ધંધે લાગ્યા છે.
અત્રે એ નોંધનીય છે કે ગઈકાલે જ પડધરી બાઈપાસ પાસેની પટેલ કોટન નામની જીનીંગમાં આગથી રૂપિયા ૫ કરોડનો કપાસ બળીને રાખ થઇ ગયાની ઘટના બાદ સતત બીજે દિવસે ગોલ્ડ કોઈન ઇન્ડ.પ્રાઈવેટ લીમીટેડ નામની ફેકટરીમાં આગથી ૧૫ કરોડની મશીનરી ઓગળી જઈને નુકશાની થઇ હોવાની વાતથી લાગતા વળગતા વીમાકંપની સુત્રો પણ ધંધે લાગ્યા છે.
બોક્સ: શું છે આ ઇન્સ્યુલેશન ફોર્મ ?
વેરાવળ(શાપર)માં રામેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ગોલ્ડ કિન ઇન્ડ.પ્રાઈવેટ લીમીટેડના માલિક અશ્વિનભાઈ ગોગનભાઈ પાનસુરીયાએ જણાવેલ કે, મોટા મોટા મોલ અને હોસ્પિટલોમાં ગોઠવાયેલી સેન્ટ્રલી એરકંડીશનર સુવિધામાં ઠંડી નિયત સ્થળેથી બહાર ના જતી રહે તે માટે ઇન્સ્યુલેશન ફોર્મ બનાવાતું હોય છે. જે એસી ઉપર કોપરની પાઈપ ઉપર જોવા મળે છે તે ઇન્સ્યુલેશનની ટ્યુબના રૂપમાં જોવા મળે છે. ટૂંકમાં ઠંડીના મેનેજમેન્ટમાં ઇન્સ્યુલેશન ફોર્મનો મહત્વનો ફાળો હોય છે. આવા ઇન્સ્યુલેશન ફોર્મ તેઓ એલજી, સેમસંગ જેવી મોટી મોટી કંપનીઓને સપ્લાય પણ કરતા હોવાનું અશ્વિનભાઈ પટેલે “સાંજસમાચાર”ને જણાવ્યું હતું. 

બુધવાર, 11 એપ્રિલ, 2018

એસ્ટ્રોન ચોક, ટાગો૨ ૨ોડ, ભક્તિનગ૨ સ્ટેશન ૨ોડ પ૨ ૨૦ કોમ્પ્લેક્સના  ઓટલાનું ડિમોલીશન
૨ાજકોટ મ્યુનિ. કોર્પો૨ેશન ા૨ા બુધવા૨ે ક૨વામાં આવતી વન વીક, વન ૨ોડ કામગી૨ી અંતર્ગત આજે સેન્ટ્રલ ઝોનના ધમધમતા વોર્ડ નં.૭ના એસ્ટ્રોન ચોક થી ભક્તિનગ૨ સ્ટેશન ૨ોડ સુધીના ૨સ્તે કોમ્પ્લેક્ષ્ા સહિતની જગ્યાઓ બહા૨થી છાપ૨ા અને ઓટલાના બાંધકામ તોડવામાં આવ્યા હતા. હાર્ડવે૨ બજા૨માં આજે મનપાના બુલડોઝ૨ દોડયા હતા અને વાહનો માટે જગ્યા ખુલ્લી ક૨ાવવામાં આવી હતી. પ૨ંતુ આ જ ૨ોડ પ૨ અગાઉ ગે૨કાયદે બાંધકામો અંગે અપાયેલી નોટીસ બદલ સમાંત૨ કોઈ કાર્યવાહી ક૨વામાં ન આવતા અગાઉની કામગી૨ી અભે૨ાઈ પ૨ ચડી ગઈ હોય તેવી છાપ ઉપસી છે.


કમિશ્ન૨ બંછાનિધિ પાનીની સુચનાથી આજે ટીપીઓ એમ઼ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટીપી શાખાએ સવા૨ે એસ્ટ્રોન ચોકથી ટાગો૨ ૨ોડ, ભક્તિનગ૨ સ્ટેશન ૨ોડ પ૨ પાર્કિંગ તથા માર્જીનમાં થયેલા ગે૨કાયદે બાંધકામો દુ૨ ક૨વા ડિમોલીશન હાથ ધર્યુ હતું. બુલડોઝ૨ની મદદથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ૨૦ સ્થળે થયેલા ઓટા, ગ્રીલ અને છાપ૨ાના બાંધકામ દુ૨ ક૨વામાં આવ્યા હતા. તો જાહે૨માં ગંદકી અને ન્યુસન્સ ક૨વા બદલ  ૧૩ વેપા૨ીઓ પાસેથી રૂા.૪૩પ૦નો દંડ વસુલ ક૨ીને બે કિલો પ્લાસ્ટીકના ઝબલા કબ્જે ક૨વામાં આવ્યા હતા. આજે જયાં દબાણ તોડવામાં આવ્યા તેમાં નામી શોરૂમ અને કોમ્પ્લેક્ષ્ાનો પણ સમાવેશ થતો હતો.
ટીપી શાખાએ કો૨ મોબાઈલ સેન્ટ૨ અને ડોમીનોઝ પીત્ઝા બહા૨થી હોર્ડિગ બોર્ડ હટાવ્યા હતા. આ ઉપ૨ાંત જયાં જયાંથી ઓટલા, પાઈપ, પગથિયા, છાપ૨ા તોડવામાં આવ્યા તેમાં મુંબઈ સ્નેક્સ સેન્ટ૨, હ૨ેકૃષ્ણ સ્ટેશન૨ી, સંતોષ્ા હે૨ સલુન, મોમાઈ ટી સ્ટોલ, ૨ામનાથ ટી સેન્ટ૨, જય ૨ાજમંદિ૨ ફ૨સાણ, ગોપાલ ભજીયા,  હ૨ી પેલેસ કોમ્પ્લેક્ષ્ામાં આદર્શ હાર્ડવે૨, મોલ અને ગી૨ી૨ાજ હાર્ડવે૨, પાર્થ ડેવલોપર્સ, ચંદન સેનેટ૨ી વુડ, ૨ેડ એપલ વુડ, યુનિકોન સિસ્ટમ કોમ્પ્લેક્ષ્ા, ડીકો સીટી એસેસ૨ીઝ, બાવીસી પ્લાયવુડ, જે.પી.ટાવ૨ કોમ્પલેક્ષ્ાનો સમાવેશ થાય છે.
આજની કામગી૨ીમાં એટીપી આઈ.યુ.વસાવા, એસ.એસ.ગુપ્તા, વિજય બાબ૨ીયા, ૠષ્ાિ ચૌહાણ, દિલીપ પંડયા, તુષ્ાા૨ લીંબડીયા, એસ.એફ.કડીયા સહિતનો ટીપી સ્ટાફ હાજ૨ ૨હયો હતો.
ઉપ૨ાંત સોલીડ વેસ્ટના નાયબ ઈજને૨ ઝીંઝાડા, બાંધકામ શાખાના ઈજને૨ જી.જે.સુત૨ીયા, એસ્ટેટ અધિકા૨ી કાથ૨ોટીયા, ડોડીયા, ૨ોશની, ફાય૨ વિભાગનો સ્ટાફ કામગી૨ીમાં સાથે ૨હયો હતો. કાયદો વ્યવસ્થા જાળવવા વિજીલન્સ અધિકા૨ી ઝાલા સહિતની ટીમ પણ સ્થળ પ૨ હાજ૨ હતી.

રવિવારે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટનાં કેન્સર નિદાન કેન્દ્રનું ઉદઘાટન


રાજકોટ ખાતે છેલ્લા 20 વર્ષથી બાળકો અને મહિલાઓનાં ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છનાં કેન્સરનાં દર્દીઓ અને લોકો માટે અમદાવાદ સ્થિત ગુજરાતની આસ્થા ઓન્કોલોજી એસોસીએટસ હેલ્થ કેર ગ્લોબલ (એચસીજી) સાથે જોડાણ કરી આગામી તા.1પને રવિવારે વિનામુલ્યે કેન્સર નિદાન કેમ્પ અને કેન્સર અવરનેસ કેમ્પ ટ્રસ્ટના ચેરમેન અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા એચસીજીનાં કેન્સર સર્જન ડો.કોસ્તુરભાઇ પટેલનાં હસ્તે ઉદઘાટન થનાર છે.
આગામી 15મીને રવિવારે યોજાનાર કેન્સર અવરનેસ અને નિદાન કેમ્પ પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદનાં પ્રારંભમાં યાત્રાધામ બોર્ડનાં રાજુભાઇ ધ્રુવે પ્રાસંગીક ઉદબોધનમાં સૌનુ શાબ્દીક સ્વાગત કર્યા બાદ સંસ્થાના મેડીકલ પ્રોજેકટ કમિટિનાં ઇન્ચાર્જ અને મેયર ડો.જૈમનભાઇ ઉપાઘ્યાયે જણાવેલ કે શહેરના જરૂરીયાતમંદ  નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા 20 વર્ષથી કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટના ઉપક્રમે અનોખુ કદમ છે. છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઇ લેનાર રોગ કેન્સરને નાથવા માટે તથા તેની ચુંગાલમાંથી શહેરના પ્રજાજનોને બચાવવા માટે શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે.
રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એસોસીએટસ હેલ્થકેર ગ્લોબલ (એચસીજી)નાં સંયુકત ઉપક્રમે શરૂ થનારા આ પ્રોગ્રામ અંતર્ગત હવેથી દર મહિનાના બીજા અને ચોથા શનિવારે સવારના ભાગે પેશન્ટને ચેક કરી આપવામાં આવશે. આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે. પરિણામે તેમનો અમદાવાદ જવા આવવાનો ખર્ચ તથા સમય બચી જશે.


આ કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ ઝુંબેશની શરૂઆત 15 એપ્રિલ 2018 રવિવારથી થઇ જશે. જે અંતર્ગત શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ ‘કિલ્લોલ’, 1-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે 9 થી 11:30 વાગ્યા સુધીનો રહેશે. રજીસ્ટ્રેશન અથવા ફોનથી પણ કરાવી શકાશે તેમ જણાવ્યું હતું.
આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબો ડો.કૌસ્તુભભાઇ પટેલ, ડો.કલ્પનાબેન કોઠારી, ડો.દુષ્યંતભાઇ માંડલીક, ડો.પરીનભાઇ પટેલ, ડો.ભરતભાઇ પ્રજાપતિ તથા ડો.રશ્મિબેન શાહ સેવાઓ આપશે. જે અંતર્ગત મોં, ગળુ, જડબુ, બ્રેસ્ટ તથા ગર્ભાશય સહિત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામુલ્યે લાભ લેવા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો હતો.
સંસ્થાની આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓમાં ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ, પ્રવિણભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, શ્રીમતી રંજનબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી તથા અમિનેશભાઇ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ તમામ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે જુદી-જુદી કમીટીઓના મેમ્બર્સ કાર્યરત રહે છે. તેમ ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું.

આગામી 15 એપ્રિલ રવિવારે યોજાનારા નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટની મેડીકલ કમીટીના મેમ્બર્સ શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો.જૈમનભાઇ ઉપાઘ્યાય, ડો.નયનભાઇ શાહ, ડો.વિભાકરભાઇ વચ્છરાજાની, શ્રી દિવ્યેશભાઇ પટેલ તથા શ્રી બિપીનભાઇ વસા જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.2704પ4પ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું હતું.

સંસ્થાની આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓમાં ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, શ્રીમતી રંજનબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી તથા અમિનેશભાઇ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ તમામ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે જુદી-જુદી કમીટીઓના મેમ્બર્સ કાર્યરત રહે છે. તેમ ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું.

આગામી 1પ એપ્રિલ રવિવારે યોજાનારા નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટની મેડીકલ કમીટીના મેમ્બર્સ શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો.જૈમનભાઇ ઉપાઘ્યાય, ડો.નયનભાઇ શાહ, ડો.વિભાકરભાઇ વચ્છરાજાની, શ્રી દિવ્યેશભાઇ પટેલ તથા શ્રી બિપીનભાઇ વસા જહેમત ઉઠાવી રહ્યા છે.
વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.270454પ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું હતું.
કેમ્પનો લાભ કોણે લેવો જોઇએ?

પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને એચસીજી કેન્સર સેન્ટર અમદાવાદના ઉપક્રમે યોજાનાર નિદાન કેમ્પમાં ગળુ, જડબા, બેસ્ટ તથા ગર્ભાશયના તમામ પ્રકારનાં કેન્સર નિદાન સાથે અચાનક દેખા દેતા આ રોગને ઉગતો ડામવા માટે લેશમાત્ર આળસ કે બેદરકારી દાખવ્યા સિવાય નિદાન કરાવી લેલુ જોઇએ.
- લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ
- લાંબો સમય અવાજ બેસી જવો
- ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ
- ગળામાં સતત દુ:ખાવો ચાલુ રહેવો
- મોં ખોલવામાં કે જીભને હલાવવામાં તકલીફ થવી
- શરીરમાં કોઇપણ જગ્યાએ ગાંઠ હોવી
- સ્તનમાં ગાંઠ/સ્તનની ડીંટડીમાંથી લોહી પડવું
- લાંબા સમયથી ખાંસી હોવી, ગળફામ)ં લોહી નીકળવું
- માસિક સ્ત્રાવ વખતે વધુ પડતુ લોહી નીકળવું
- યોનીમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું
- ઝાડા પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર, મળ-મૂત્ર વાટે લોહી નીકળવું
- સમજી ન શકાય તેવો તાવ અને વજન ઘટવું. 

સાંસદ મોહનભાઈ કુંડારીયા કાલે ઢેબરચોકમાં ધરણા-ઉપવાસ કરશે



રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, ભરત બોઘરા, જયંતીભાઈ ઢોલની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા.12-4ના ગુરુવારે સવારે 10થી5 દરમ્યાન શહેરના ખાદીભવન સામે ઢેબરચોક ખાતે રાજકોટના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા દ્વારા કોંગ્રેસ દ્વારા સંસદીય કાર્યવાહી ખોરવવાની ઘટનાસામે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સંસદની કાર્યવાહી ન ચાલવા દઈને કોંગ્રેસે દેશની પ્રજાના પૈસા બરબાદ કર્યા છે. કોંગ્રેસે ફરી એકવાર તેની નકારાત્મક માનસીકતા છતી કરી છે તેની સામે ભાજપાના સાંસદોએ નૈતિકતા બતાવીને 23 દિવસનું વેતન ન લેવાનો નિર્ણય કર્યો છે ત્યારે દેશભરમાં ભાજપના તમામ સાંસદો, કાર્યકર્તાઓ, હોદેદારો, આગેવાનો પોતાના વિસ્તારમાં એક દિવસના ઉપવાસ કરી કોંગ્રેસની હિન માનસિકતાને લોકો સમક્ષ ખુલ્લી પાડશે ત્યારે શહેર ભાજપ દ્વારા આ ધરણા કાર્યક્રમમાં ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડે, ભાનુભાઈ મેતા, ભરત બોઘરા, જયંતિભાઈ ઢોલે જાહેર અનુરોધ કર્યો છે.

ગોંડલની સબજેલમાંથી મોબાઈલ પકડાયો આરોપી નાશી છૂટ્યો : ઓચિંતું ચેકિંગ થયું


રાજકોટ તા.૧૧ 
ગઈકાલે અમદાવાદ ખાતેથી ગોંડલ દોડી આવેલા જેલ ઝડતી સ્કવોડસુત્રોએ સબજેલમાંથી એક મોબાઈલ પકડી પાડ્યો હતો. જ્યાર આરોપી નાશી છૂટતા તેમની સામે ગોંડલ શહેર પોલીસમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવી હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે ગોંડલની સબ જેલમાં જેલર ગ્રુપ-૧, ઝડતી સ્કવોડ, પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરી,આમદાવાદ, ગુજરાત રાજ્યના ભરતસિંહ રાજાજી વાઘેલા પોતાના સ્ટાફ સાથે ગોંડલ દોડી આવી સબજેલમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરતા રાજાન પ્રહલાદ ચૌધરી નામના શખ્સ પાસેથ એક મોબાઈલ મળવા પામ્યો હતો. જ્યારે પ્રહલાદ પોલીસને ચકમો આપી નાશી છૂટ્યો હતો.
આ શખ્સ જેલનો કેદી હતો કે બહારનો ? તે મામલે તપાસ વચ્ચે ભરતસિંહ વાઘેલાએ ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૧૮૮ પ્રિઝન એક્ટ ૪૨, ૪૩, ૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ રાજન સામે ગુનો નોંધી તેમની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

પડધરી ગામે પ્રોઢને બોલેરો નીચે કચડી મારવા પ્રયાસ : બે હોન્ડા ભાંગીને ભુક્કો : ભારે ચકચાર


ફાર્મહાઉસ સંચાલકને પગમાં ઈજા સાથે સારવારમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા  
રાજકોટ તા.૧૧ 
પડધરીમાં એક ફાર્મહાઉસના માલિકને નજીવી બાબતે તે જ ગામના એક શખ્શે બોલેરો ગાડી તળે કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. પ્રોઢ હટી જતા તેમના પગમાં સામાન્ય ઈજાઓ થઇ હતી. પણ ફાર્મનો દરવાજો અને બે હોન્ડા ભાંગીને ભુક્કો થઇ ગયાની પોલીસમાં જાણ કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગતો મુજબ પડધરીમાં રહેતા હિતેન્દ્રભાઈ તુલસીદાસભાઈ ભાલાળા નામના પ્રોઢે  ભારત હોટેલ બાઈપાસ પાસે માધવ દર્શન નામનું ફાર્મ હાઉસ બનાવ્યું છે. તેમજ તેમાં ફાર્મ હાઉસ પાસે અન્નપુર્ણા નામનું ખાખરા બનાવવાનું કારખાનું ચાલતું હોય, આ કારખાનાના વાહનો રોજ જુદા જુદા અનાજના લોટના બાચકા લઈને આવજા-કરતા હોય છે.
આ વાતમાં ફરિયાદી હિતેન્દ્રભાઈને કોઈ વાંધો નહોતો. પણ વાહનોમાંથી અવારનાવર લોટના બાચકા પડી જતા હોય, રસ્તો ખરાબ થતો હોય, ખાખારાના કારખાનાસુત્રોએ આ બાબતે હિતેન્દ્રભાઈએ ટપાર્યા હતા.
પણ આ વાતને લઈને મયો કરશન રાજપૂત નામના શખ્સે ફાર્મહાઉસના માલિકને ફોન કરી, તને પતાવી દેવો છે તેવી ધમકી આપી બોલેરો કાર સાથે ફાર્મ હાઉસ પર ઘસી આવ્યો હતો.
અને ધમકીભર્યા સ્વરોમાં ઝગડો કરી, ફૂલ સ્પીડે બોલેરો ગાડી ચલાવી હિતેન્દ્રભાઈને કચડી મારવા પ્રયાસ કરતા હિતેન્દ્રભાઈ ખસી ગયા હતા અને બોલેરો નીચે ૨ હોન્ડા ભાંગીને ભુક્કો થઇ ગયા હતા.
આવા સમયે ગામના સરપંચ પણ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. પણ મયો ધમકી આપી નાશી છૂટ્યો હતો. આ બારાની પોલીસમાં જાણ કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
આમ એક ફાર્મ હાઉસના માલિકને બોલેરો નીચે કચડી મારવાના પ્રયાસથી જાણકારોમાં ચકચાર જાગી હતી. 

જસદણના કાસકોલીયા નજીક ટ્રેક્ટરમાંથી ઉથલી પડતા મહિલા સહીત ૨ ના મોત : અરેરાટી રાજકોટ તા.૧૧


આજથી બે દિવસ પહેલા જસદણ તાલુકાના કાસકોલિયા ગામ તરફ જવાના રસ્તે ટ્રેક્ટરમાંથી ઉથલી પડતા એક મહિલા અને એક કિશોરનું મોત થયું હતું. પોલીસે મેણીયા ગામના ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગતો મુજબ મેણીયા ગામનો ભરત શામા મેણીયા નામનો શખ્શ નંબર વગરનું ટ્રેક્ટર લઈને જતો હતો ત્યારે કાસકોલીયા ગામના રસ્તે, આંબરડી ગામ નજીક રોડ પર આવેલા એક બમ્પ ઠેકાડતા ટ્રેક્ટરમાં બેઠેલા ફરિયાદી નંદુબેન ધીરુભાઈ ભોજાભાઈ ભોજાણી(રહે.નવાગામ, જસદણ)ના દેરાણી મધુબેન ભરતભાઈ ભોજાણી તથા મધુબેનના દીકરા સુરેશભાઈનો દીકરો તનવીર એમ બંને ટ્રેક્ટરમાંથી ઉથલી પડતા અને બંને પર તે જ ટ્રેક્ટરના વ્હીલ ફરી વળતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. 
જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંનેના મોત થયાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ટ્રેક્ટર ચાલક ભરત સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ બનાવથી નવાગામમાં શોકનું મોજું ફેલાયું છે.

પડધરી બાયપાસ પાસે જીનીંગમાં આગથી ૫ કરોડનો ૧૦૦ ગાડી કપાસ બળીને ખાક


આગનું કારણ શોધવા તંત્રની કવાયત : કોઈ જાનહાની નહિ ! 
રાજકોટ તા.૧૧
આજે વહેલી સવારે પડધરી બાયપાસ પાસે એક જીનીંગના કારખાનામાં લાગ ભભૂકી ઉઠતા આશરે ૯૫ થી ૧૦૦ જેટલી ગાડીનો એટલેકે રૂપિયા પાંચેક કરોડનો કપાસ બળીને ભસ્મી ભૂત થઇ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગની જાણ પરથી રાજકોટ ખાતેથી ૩ ફાયર ફાયટર સ્ટાફે દોડી જઈને આગને કાબુમાં લઇ લીધી છે. છતાં અંદર ખાતે આગ પ્રજ્જ્વલ્લિત હોવાનું દેખાય છે.



બનાવમાં કોઈ જાનહાની નથી. રાજકોટના રહીશ અને પટેલ કોટન જીનીંગ કારખાનાના માલિક વસંતભાઈ જીણાભાઇ ગોટીની જાણ પરથી સંબંધિત સત્તાધીશોએ, સરકારી તંત્રોએ ઘટના સ્થળે દોડી જઈને આગનું કારણ જાણવા મથામણ ચાલુ કરી છે. 
મળતી વિગતો મુજબ રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા અને પડધરી બાયપાસ પાસે પટેલ કોટન નામનું જીનીંગનું કારખાનું ધરાવતા વસંતભાઈ જીણાભાઇ પટેલની માલિકીના ઉપરોક્ત સ્થળે આજે વહેલી સવારે ૩-૦૦ વાગ્યાથી ૪-૦૦ વાગ્યા દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા ત્યાં રાતવાસો કરતા માણસોએ વસંતભાઈને જાણ કરી બનાવ સ્થળે બોલાવ્યા હતા.
માલિકે સૌ પ્રથમ રાજકોટ ફાયર તંત્રને જાણ કરી કોટન કારખાને પહોચ્યા હતા. થોડી વારમાં આવી પહોચેલ રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટાફે પાણીનો સખત મારો ચલાવી આગને સંપૂર્ણ કાબુમાં લઇ લીધી છે. છતાં કપાસના ઢગલામાં અંદર ખાતે આગના લબકારા ચાલુ છે. આ બાબતે વસંતભાઈ ગોટીએ “સાંજસમાચાર”ને જણાવેલ કે, પોતાની જીનીંગ મિલમાં આશરે ૯૫ થી ૧૦૦ ગાડી(ટ્રક) જેટલો કપાસનો જથ્થો પડ્યો હતો. એક ગાડીની કીમત આશરે સાડા પાંચ લાખ ગણીએ તો આશરે પાંચેક કરોડનો કપાસ આગમાં બળીને ખાક થઇ ગયો હોવાની દહેશત સેવાઈ રહી છે.
બનાવની જાણ પરથી સંબંધિત સરકારી સુત્રોએ ઘટના સ્થળે દોડી જઈને આગનું કારણ જાણવા મથામણ શરુ કરી છે. બનાવ સમયે કોઈ જાનહાની થવા પામી નથી પણ માલિકને કરોડોનું નુકશાન સહવાની નોબત આવી હોવાની વાત નકારી શકાતી નથી.

મંગળવાર, 10 એપ્રિલ, 2018

સૌથી વ્યસ્ત એરપોર્ટના લિસ્ટમાં ભારતનું એરપોર્ટ 16મા સ્થાને



ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(IGI)થી યાત્રા કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જેના લીધે તેને દુનિયાના ટોપ 20 વ્યસ્ત એરપોર્ટની લિસ્ટમાં જગ્યા મળી છે. યાત્રીઓની સંખ્યાના મામલામાં તેણે ન્યૂ યોર્કના જ્હોન એફ કેનેડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને પાછળ છોડી દીધું છે. એરપોર્ટ કાઉન્સીલ ઈન્ટરનેશનલ(ACI)ની 2017ના રિપોર્ટ પ્રમાણે સૌથી વ્યસ્ત એરપોર્ટની લિસ્ટમાં ભારતનું IGI 16મા સ્થાને છે. કાઉન્સીલના કહેવા પ્રમાણે કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નાઈ એ એરપોર્ટમાં સામેલ છે જેમાં ગયા વર્ષની સરખામણીએ યાત્રીઓની સંખ્યામાં સારો વધારો થયો છે.

ACI દુનિયાના એરપોર્ટનો વ્યાપાર સંઘ છે, જેણે વર્ષ 2017મા દુનિયાભરના 1202 એરપોર્ટના ડેટાને ભેગા કર્યા હતા, જેમાં ભારત અને ચીનમાં સતત પેસેન્જર ટ્રાફિક વધતો જોવા મળી રહ્યો છે. ACIએ કહ્યું છે કે, જે રીતે ઓછા સમયમાં ભારતમાં ઉડ્ડયન માર્કેટ વધી રહ્યું છે તેના પરથી નક્કી છે કે આવનારા વર્ષોમાં તે દુનિયાનું સૌથી મોટું ઉડ્ડયન માર્કેટ બની જશે.

ACIએ પૂર્વાનુમાન લગાવ્યું છે કે આવનારા સમયમાં પેસેન્જર ટ્રાફિકના મામલે ચીન અને અમેરિકા પછી ભારત દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું ઉડ્ડયન માર્કેટ બની જશે. ACI એરપોર્ટ 2016મા 22મા સ્થાન પર હતું, જે 6 ક્રમ આગળ જઈને 16મા ક્રમે પહોંચ્યું છે. પેસેન્જર ટ્રાફિકના મામલે દિલ્હી દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, જેમાં દર વર્ષે 14.1%થી યાત્રીઓની સંખ્યા વધી રહી છે.

ગતવર્ષના ધો.12ના નાપાસ થયેલ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની હોલ ટીકીટ કાલે વિત૨ણ થશે


ગુજ૨ાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષ્ાણ બોર્ડ, ગાંધીનગ૨ની અખબા૨ યાદીમાં જણાવે છે કે, ઉ.મા.પ્ર. પ૨ીક્ષ્ાા વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટ૨ -૧ થી ૪ ની પ૨ીક્ષ્ાાના તમામ વિષ્ાયોમાં ઉપસ્થિત ૨હ્યા બાદ અનુતીર્ણ (એન.આઈ.) થયેલ તથા જુલાઈ ૨૦૧૭ અને તે પહેલાની જુલાઈ પૂ૨ક પ૨ીક્ષ્ાામાં અનુતીર્ણ (એન.આઈ.) થયેલ ઉમેદવા૨ોની ખાસ પ૨ીક્ષ્ાા એપ્રિલ-૨૦૧૮ ની હોલ-ટીકીટ વિત૨ણ જિલ્લાના વિત૨ણ સ્થળે તા.૧૨/૦૪/૨૦૧૮ ના ૨ોજ સવા૨ે ૧૧:૦૦ થી ૧૬:૦૦ કલાક દ૨મ્યાન વિત૨ણ થના૨ છે. તો ૨ાજયની ઉ.મા.શાળાના આચાયર્ર્ઓએ પોતાની શાળાની હોલ-ટીકીટ મુખત્યા૨ પત્ર ૨જુ ક૨ી મેળવી લેવાની ૨હેશે. નિયત ક૨ેલ વિત૨ણ કેન્ોની યાદી બોર્ડની વેબસાઈટ www.gseb.org  ઉપ૨ મૂક્વામાં આવેલ છે.

બ્રહ્મદેવ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નીમીતે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન

રાજકોટ તા.9
તા.18/4/2018ને બુધવારના રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના પૂર્વજ એવા ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ નિમિતે બ્રહ્મદેવ સમાજ, રાજકોટના યુવા અને મહિલા પાંખ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.13થી તા.17 સુધી ભવ્ય પંડાલ તેમજ રોજ સાંજે 8 કલાકે કિશાનપરા ચોક, રાજકોટ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તા.14ને શનિવારના રોજ 40 કલાકારો દ્વારા ભગવાન પરશુરામના જીવન ચારિત્ર પર જીવંત નાટક રજુ કરવામાં આવશે.
 ત્યારબાદ તા.15ને રવિવારના સાંજે 4 કલાકે વેદ માતા ગાયત્રીધામ, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી કિશાનપરા ચોક સુધી ઐતિહાસીક ભવ્ય બાઈક રેલીનું આયોજન રાખવામાં આવ્યું છે તેમજ રાત્રે 8 કલાકે કિશાનપરા ચોક ખાતે 1008 દિવડાની મહાઆરતી સુપ્રસિધ્ધ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ ધરાવતા મનોજભાઈ મહાઆરતી દ્વારા કરવામાં આવશે. રાત્રે 9 કલાકે મહાપ્રસાદનું રાખેલ છે. તા.16ના સોમવારના રોજ મહિલા પાંખ દ્વારા ડાંડીયા રાસ તા.17ના બહેનો દ્વારા રંગોળી તથા મહાઅન્નકુટ દર્શન તેમજ રાત્રે 9 કલાકે સંતવાણી ભરતભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.
 સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચીવ મીલનભાઈ શુકલ તથા ગુજરાત અધ્યક્ષ ભારતભાઈ જાની, યુવા ઉપપ્રમુખ વિરલભાઈ ભારદ્વાજ દ્વારા તથા ક્ધવીનર બંકીમભાઈ મહેતા, નિલેશભાઈ મહેતા તથા બ્રહ્મદેવ સમાજના ખજાનચી લલીતભાઈ ઘાંધીયા તથા બ્રહ્મદેવ સમાજના તમામ યુવા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

આટકોટની સીમમાં જૂની બોલાચાલી મુદ્દે પ્રૌઢ પર ૭ શખ્શોનો હુમલો : બંને હાથ-પગ ભાંગી નાખ્યા !

આટકોટની સીમમાં જૂની બોલાચાલી મુદ્દે પ્રૌઢ પર ૭ શખ્શોનો હુમલો : બંને હાથ-પગ ભાંગી નાખ્યા !
આટકોટ પોલીસે ૭ શખ્શો સામે રાયોટીંગનો ગુનો નોંધી તમામની ધરપકડ માટે શરુ કરી કવાયત 
રાજકોટ તા.૧૦ 
આટકોટ ગામની સીમમાં ગઈકાલે એક ભરવાડ પ્રૌઢ પર સાત શખ્શોએ જૂની બોલાચાલીનો ખાર રાખી હિચકારો હુમલો કરી, બેય હાથ અને બેય પગ ભાંગી નાખતા પ્રોઢને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે.
મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના ગુંદાળા જામ ગામે  રહેતા હમીરભાઈ ચોથાભાઇ ઝાપડા નામના ૫૦ વર્ષીય ભરવાડ પ્રોઢ ગઈકાલે આટકોટ ગામની સીમમાં જેશાભાઈ હિરપરાના ખેતરમાં હતા ત્યારે ગુંદાળાના ૭ સખ્શોએ ઇકો કારમાં ઘસી આવી 
ધોકા વડે આડેધડ હુમલો કરી હમીરભાઈના બંને હાથ અને બંને પગ ભાંગી નાખ્યા હતા. ફરિયાદી હમીરભાઈએ આટકોટ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી વીસ દિવસ પહેલા લાખા ભવાન ઝાપડા સાથે બોલાચાલી થઇ હોય, તે વાતનો ખાર રાખી ગઈકાલે લાખા ભવાન, બીમ પોપટ ઝાપડા, ભાયા મખા ઝાપડા, અનીલ મૂળા ઝાપડા, મૂળા કાના ઝાપડા, મખા ચના ઝાપડા અને મૈયા ભવાન ઝાપડા એમ સાતેય શખ્શોએ સૌ પ્રથમ હમીરભાઈની રીક્ષા ઉભી રખાવી હુમલો કરતા, હમીરભાઈ પોતાનો જીવ બચાવવા વાડી ખેતરમાં ભાગવા લાગ્યા હતા.
પણ હુમલાખોરોએ પાછળ દોડી આડેધડ ધોકા વડે ફટકારી હમીરભાઈ ઉપર જીવલેણ હુમલો કરી નાશી છૂટ્યા હતા. બીજીબાજુ બંને હાથ અને બંને પગમાં ફ્રેકચર જેવી ઈજાઓ સાથે હમીરભાઈને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. પોલીસે હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત હમીરભાઈના નિવેદન પરથી ઉપરોક્ત સાતેય શખ્શો સામે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭,૧૪૮, ૧૪૯, જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી હુમલાખોરોને પકડવા આટકોટ પોલીસના પીએસઆઈ એ.વી.જાડેજાએ તપાસ હાથ ધરી છે.
મોટી પાનેલીનો શખ્શ દેશી તમંચા સાથે ઝડપાયો 
ભાયાવદર પોલીસના પીએસઆઈ જે.યુ.ગોહિલે ગઈકાલે સાંજે મોટી પાનેલી ગામથી ઉપલેટા જતા રોડ પરથી સંજય વલ્લભ ફળદુ(રહે.આરાધના સોસાઈટી, મોટી પાનેલી)ને લોખંડના દેશી બનાવટના તમંચા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ફોજદાર ગોહિલે જણાવેલ કે રૂપિયા ૫ હજારની કિમતનું આ અગ્નિસસ્ત્ર શા માટે સાથે રાખીને સંજયભાઈ ફરતા હતા ? તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

જેતપુરની ખોડીયારધારમાં જુગાર દરોડો રોકડ ૧૦ હજાર સાથે ૭ તાસપ્રેમી ઝડપાયા


જસદણમાંથી જુગાર રમતા ૨ ઝડપાયા : જેતલસર નજીકથી દેશી દારૂ સાથે રીક્ષા ઝડપાઈ : ગોંડલનો શખ્શ ચોકીધાર પાસેથી દારૂની બોટલ સાથે પકડાયો : જેતપુરમાં હોન્ડામાં ધોકા ફટકારી નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ : વાસાવડમાં વરલી જુગાર 
રાજકોટ તા.૧૦ 
જેતપુર શહેર પોલીસે ગઈકાલે બપોરે ખોડિયાર ધાર નવાગઢ વિસ્તારમાં બાતમીના આધારે જુગાર દરોડો પાડી ૭ સખ્શોને રોકડ રૂપિયા ૧૦૨૭૦/- સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસને બાતમી મળી હતી કે નવાગઢના ખોડિયાર ધાર વિસ્તારમાં રોજ મોટાપાયે તીનપત્તીનો જુગાર રમાય છે. આવી બાતમી પરથી ગઈકાલે શહેર પોલીસના પીઆઈ રાણાની સુચનાથી જમાદાર એસ.એન.પરમારે સ્ટાફના લખુભા ગંભીરસિંહ રાઠોડ વિગેરે પોલીસ કાફલાને સાથે રાખી ખોડિયારધાર વિસ્તારમાં જુગાર દરોડો પાડતા ત્યાં જુગાર રમતા ૭ શખ્શો ઝડપાઈ ગયા હતા.
જેમાં સાગર વેલજી સાંગાણી, બહાદુર બચું ચાવડા(સરધારપુર), દિલીપ લાલજી કોળી, યોગેશ ઉર્ફે મન્નો ભીખુ ભાયાણી(સરધારપુર), કિશન ભીમજી માયાણી(જાગૃતીપરા), રણછોડ ગોકળ જીન્જુવાડીયા(બળદેવધાર) તથા મનસુખ વીરા પરમાર(સેન્ટફ્રાન્સીસ સ્કુલ પાસે)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા સમયે રોકડ ૧૦૨૭૦/- કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જસદણમાંથી જુગાર રમતા ૨ પકડાયા 
જસદણમાં ચંદ્રકાંત ટોકીઝની સામે, શહેનશાહ પીરની દરગાહની દીવાલ પાસે, ખુલ્લા પ્લોટમાંથી તીનપત્તીનો જુગાર રમતા ૨ ઇસમોને જમાદાર આર.એ.વાકાતરે રોકડ રૂપિયા ૩૪૨૦/- સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા શ્ખ્શોમાં સુરેશ ભનુ મકવાણા(જસદણ-વિંછીયા રોડ, બાપા સીતારામના ઓટા પાસે) તથા વીનું રામજી કોળી(વાજસુરપરા શેરી નંબર-૧)નો સમાવેશ થથો હોવાનું પોલીસ જણાવે છે.
જેતલસર નજીકથી દેશી દારૂ ઝડપાયો 
જેતપુર તાલુકા પોલીસ જમાદાર ભુરાભાઈ માલીવાડે ગઈકાલે જેતલસર નજીક, જુનાગઢ રોડ પરથી નીકળેલી જીજે ૦૩ ડબ્લ્યુ ૩૬૩ નંબરની અતુલ શક્તિ રીક્ષા રોકાવી હતી. રીક્ષા ચાલક રીક્ષા રેઢી મૂકી નાશી છૂટ્યો હતો. તપાસ દરમિયાન રીક્ષામાંથી રૂપિયા ૪૦૦૦ નો ૦૦ લીટર દેશી દારૂ પકડાવા પામ્યો હતો. પોલીસે રૂપિયા ૨૦ હજારની રીક્ષા પણ કબજે લઇ, રીક્ષા નંબરના આધારે રીક્ષા ચાલક-માલિકની શોધખોળ આદરી છે.
ગોંડલનો શખ્શ ચોકીધાર પાસેથી 
દારૂની બોટલ સાથે પકડાયો
ગોંડલમાં જેલચોક, ભોજપરામાં રહેતો રીક્ષા  ડ્રાઈવર ગૌરવ અરુણ જેઠવા કારડીયા રાજપૂત યુવાન ગઈકાલે સાંજે પોણા છ વાગ્યે પોતાની ઓટો રીક્ષા લઈને જુનાગઢ રોડ પર ચોકી ધાર પાસેથી નીકળ્યો ત્યારે તેને થોભાવી તપાસ કરાતા તેમની પાસેથી અંગ્રેજી દારૂની એક શીલપેક બોટલ મળી આવી હતી. આ સમયે પોલીસ જમાદાર ભુરાભાઈ માલીવાડે રૂપિયા ૧ લાખની રીક્ષા, રૂપિયા ૩ હજારનો મોબાઈલ અને ૩૦૦ રૂપિયાની દારૂની બોટલ કબજે કરી ગૌરવ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરમાં હોન્ડામાં ધોકા ફટકારી 
નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ 
જેતપુર શહેરમાં ખોડપરા, શેરી-૬ માં રહેતા દિનેશ રામજી ચાવડા નામના યુવાનના હોન્ડામાં લાકડાના ધોકા ફટકારી મુખ્તાર મુસાણી નામના શખ્શે હોન્ડામાં રૂપિયા ૧૦ હજારનું નુકશાન પહોચાડ્યાની  સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તા.૧.૪.ના રોજ લક્ષ્મીનગર, બાવાવાળાપરા વિસ્તારમાં બનેલી આ ઘટનાની વધુ તપાસ એ.એસ.આઈ.એન.વી.સોલંકીએ હાથ ધરી છે.
વાસાવડમાં વરલી જુગાર રમતો ઝડપાયો 
હરેશ શંભુ બાવળિયા-કોળી (રહે.ઈશ્વરભાઈ મીયાત્રાની વાડીએ) વાળા શખ્શને ગોંડલ તાલુકા પોલીસના એ.એસ.આઈ. ડી.એ.પાનસેરિયાએ વસાવડ બસસ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતો અને રમાડતો રોકડ રૂપિયા ૧૩૧૦/- સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખંભાળા-ઈશ્વરીયા વચ્ચે ટ્રેક્ટરે છકડો રિક્ષાને હડફેટે લેતા મહિલાનું મોત : ૭ ઘાયલ


વીરડા-વાજડી ગામેથી પિતૃકાર્ય કરી પરત ફરતા પડધરીના ચારણ-ગઢવી પરિવારને નડેલો અકસ્માત

રાજકોટ તા.૧૦ 
ગત રાત્રીના ખંભાળા-ઈશ્વરીયા વચ્ચે એક ટ્રેક્ટર ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્ત ૭ લોકોને નાની મોટી ઈજાઓની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.
મળતી વિગતો મુજબ જામનગર રોડ પર રેડિયો સ્ટેશન પાસે, બાઘીના પાટિયા પાસે પડધરી રહેતા ચારણ-ગઢવી પરિવારના ૮ સભ્યો ગઈકાલે વીરડા-વાજડી ગામેથી પિતૃકાર્ય પતાવી, છકડો રીક્ષામાં બેસી પરત ફરી રહ્યા હતા.
ત્યારે રાત્રીના આઠેક વાગ્યે એક ટ્રેક્ટર ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા બાળકો સહિતના ૮ ચારણ-ગઢવી પરિવારના સભ્યોને નાની મોટી ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જ્યાં ખીમીબેન ભોળાભાઈ વાલા-ચારણ-ગઢવી (ઉ.વ.૨૨) નું સારવાર દરમિયાન રાત્રીના બારેક વાગ્યાની આસપાસ મૃત્યુ થયું હતું. જ્યારે નારણ રાયદે વાલા(ઉ.વ.૧૪), મુલું હરદાસ વાલા(ઉ.વ.૧૪), બુદ્ધિબેન ખીમાભાઈ વાલા(ઉ.વ.૮), દેવાભાઈ ભોળાભાઈ વાલા(ઉ.વ.૦૨), દેવીબેન હરદાસભાઈ માલાણી(ઉ.વ.૧૬), ભીખાભાઈ રાયદેભાઈ વાલા(ઉ.વ.૧૫) તથા રાજશીભાઇ ગોવિંદભાઈ વાલા(ઉ.વ.૨૫) એમ તમામને ઈજાઓની સારવાર અપાઈ રહી છે.
પોલીસસુત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક મહિલાનું પિયરીયું લીલાખા(તા.ગોંડલ) છે. અને તેણી ઈજાગ્રસ્ત કિશોર ભીખાભાઈના ભાભી થાય છે. તેમજ મૃતક ખીમીબેનને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો છે. જે બંને બાળકોએ અચાનક માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
બનાવથી પડધરી અને લીલાખાના ચારણ-ગઢવી પરિવાર-સમાજમાં શોકનું મોજું ફેલાયું છે. સબંધિત પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પૂર્વ ઝોનના એસીપીની મિસિંગ ટીમે ૩ વર્ષ થયા નાસતા-ફરતા આરોપીને પકડી પાડ્યો


આંબાવાડીનો શખ્શ બી-ડીવીઝન પોલીસના અપહરણના ગુનામાં ભાગતો ફરતો'તો ! 
રાજકોટ તા.૧૦ 
બી-ડીવીઝન પોલીસમાં આજથી ત્રણેક વર્ષ પહેલા નોંધાયેલા એક અપહરણના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા એક આરોપીને ગઈકાલે એસીપી પૂર્વ ઝોન મિસિંગ ટીમના કાફલાએ પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ સને ૨૦૧૫ દરમિયાન બી ડીવીઝન પોલીસમાં આંબાવાડી સોસાયટીમાં રહેતા કાનજી ઉર્ફે કાનો રમેશભાઈ માનસુરીયા જાતે-કોળી સામે અપહરણનો ગુનો નોંધાયો હતો. ત્યારથી એટલેકે છેલ્લા ૩ વર્ષથી ભાગતા ફરતો કાનજી પોલીસને હાથ તાળી આપતો હતો.
પણ ગઈકાલે એસીપી પૂર્વ ઝોન  મિસિંગ ટીમના પ્રોબેશનલ ફોજદાર એમ.એમ.ઝાલા, જમાદાર જયુભા પરમાર અને મનીષભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે કાનજીને રાત્રીના પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ચુનારાવાડ ચોકમાંથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો


ડીસીબીએ વાહનચોરની હાથ ધરી પૂછપરછ 
રાજકોટ તા.૧૦ 
ભૂતકાળમાં દારૂ પીવાના, દારૂ વેંચવાના અને ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા રામનાથપરાના શખ્શને વધુ એક વખત ગઈકાલે ડીસીબીને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે ડીસીબી પોલીસ કાફલો ગુનેગારોને શોધવાની કવાયતમાં હતો ત્યારે જમાદાર ભરતભાઈ વનાણી, પુષ્પરાજસિંહ પરમાર અને યુવરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, રામનાથપરાનો વસીમ અશરફભાઈ મુલતાની નામનો શખ્શ એક ચોરાઉ બાઈક સાથે નીકળવાનો છે.
આવી બાતમી બાદ વોચમાં રહેલી ડીસીબી પોલીસ સ્ટાફે ચુનારાવાડ ચોકમાંથી પસાર થયેલા વસીમને બાઈક સાથે ઝડપી લઇ તપાસ કરતા તેમની પાસેથી પકડાયેલું બાઈક ચોરાયા અંગેની પ્રદ્યુમન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હોય, બાઈક ચોરીનો આ ગુનો ઉકેલાઈ ગયાનું ડીસીબીના પીઆઈ એચ.એમ.ગઢવી જણાવે છે.

મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલ આનંદનગરના શખ્શને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલાયો


રાજકોટ તા.૧૦ 
શહેરમાં મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલ આનંદનગરના એક શખ્શને ગઈકાલે ભક્તિનગર પોલીસે પાસા તળે પકડી પાડી અમદાવાદ જેલ હવાલે કર્યો હોવાની વિગતો મળી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ભક્તિનગર પોલીસ સ્ટાફ મારામારીના બનાવો સાથે સંકળાયેલા તત્વોની શોધખોળમાં હતા. આવા સમયે કોઠારિયા રોડ પર, આનંદનગર ક્વાટર્સમાં રહેતા અંકિત ઉર્ફે નાનો કાળીયો ઉર્ફે લાલો અશોક મગ્ન હાડા જાતે ખવાસ સામે પાસાનું વોરંટ ઇસ્યુ થતા તેમને પકડવા કવાયત આદરાઈ હતી.
આવા સમયે ભક્તિ નગર પોલીસના પીઆઈ ગઢવી, પીએસઆઈ ધાખડા સહિતના સ્ટાફે અંકિતને પકડી પાડી, પાસા વોરંટની બજવણી કરી તેમને અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો હોવાનું પોલીસ જણાવે છે.
જેતપુર-જસદણ-શાપરમાં જુગાર દરોડા
રૂ.૭૬૫૦ સાથે ૧૪ તાસપ્રેમી ઝડપાયા

રાજકોટ તા.૯
રાજકોટ જીલ્લા વિસ્તારમાં જેતપુર, જસદણ અને શાપર(વેરાવળ) પોલીસે જુગાર દરોડા પાડી કુલ ૧૪ તાસપ્રેમીને રોકડ રૂપિયા ૭૬૫૦/- સાથે ઝડપી લઇ ધોરણસરની
કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસે નવાગઢ ખાટકીવાસમાં આવેલ અનાજના ગોડાઉન પાછળ મોટાપાયે જુગાર રમાતો  હોવાની બાતમીના આધારે જુગાર દરોડો
પાડતા ત્યાંથી તીનપત્તીનો જુગાર રમતા ૫ શખ્શો રોકડ ૧૮૬૦/- સાથે પકડાઈ ગયા હતા.

Jજેમાં વાલજી દાના પરમાર, આમદ સુલેમાન મતવા, અશરફ ગફાર સૈયદ, ગફાર હુસેન ચૌહાણ, તથા ઇકબાલ જુસબ સુમાંરાનો સમાવેશ થાય છે. સરકાર તરફે
ચેતનભાઈ ઠાકોરે જુગારીઓ સામે ફરિયાદી બન્યા હતા જે બનાવની વધુ તપાસ જમાદાર એસ.એન.પરમારે હાથ ધરી છે.

જસદણ પોલીસે તાલુકાના વનાળા ગામે જુગાર દરોડો પાડી તીપત્તીનો જુગાર રમતા ૪ શખ્શોને રોકડ રૂપિયા ૩૨૯૦/- સાથે પકડી પાડ્યા હતા. જેમાં જશા નાગજી ખેતરીયા, વિનોદ પીઠા ગોહેલ, વિનોદ ખોડીદાસ બાવાજી, તથા લાખ પાલા ખેતરીયાનો સમાવેશ થાય છે. બનાવની વધુ તપાસ જસદણ પોલીસના પ્રોબેશનલ
એ.એસ.આઈ. જે.એસ.ઝાપડીયાએ હાથ ધરી છે.

જયારે ત્રીજા જુગાર દરોડામાં શાપર વેરાવળ પોલીસે શીતળા માતાજીના મંદિર પહેલા જાહેરમાં જુગાર રમતા ૫ સખ્શોને જુગાર રમતા રોકડ રૂપિયા ૨૫૦૦/-સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ જુગાર દરોડામાં પકડાયેલા તત્વોમાં અતુલ ભીખા મકવાણા(રહે.માંડાસણ, તા.જામજોધપુર), રાકેશ નુરજી નીનામા(શાપર), કાળું મનુ ડામોર(શાપર), ધનરાજ કાનજી

સોમવાર, 9 એપ્રિલ, 2018

રાજકોટ શહેરની શાળા નં.૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય

રાજકોટ શહેરની શાળા નં.૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય

શાળામાં અભ્યાસ કરતા બાળકોની વાંચન, ગણન અને લેખનની ક્ષમતા ચકાસી

રાજ્યની પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન કરી શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ગુણોત્સવની આઠમી શ્રૃખંલા અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે શહેરમાં શ્રમજીવી સોસાયટી સ્થિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં. ૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું. મેયર ડો. ઉપાધ્યાય ઉક્ત શાળામાં પહોંચી ગયા હતા અને પ્રથમ બાળકો સાથે સંવાદ સાધ્યો હતો. 


તેમણે જણાવ્યું કે પ્રવર્તમાન સમયના અગ્રગણ્ય અધિકારીઓ, પદાધિકારીઓ, તબીબો, વકીલો સહિતની વ્યક્તિ સરકારી પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરીને આગળ આવી છે. તેઓના ઘડતરમાં પ્રાથમિક શાળાઓની ભૂમિકા મહત્વની છે. ત્યારે, રાજ્ય સરકાર પણ સરકારી પ્રાથમિક શાળાઓ માટે કરોડો રૂપિયા ફાળવે અને તેમાં ગુણાત્મક પરિવર્તન આવે તે માટે સતત પ્રયત્નશીલ છે. વિશેષમાં મેયરશ્રીએ જણાવ્યું કે પાયાથી જ શિક્ષણ મજબુત થાય તે ખુબજ જરૂરી છે. અને આ માટે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ, બેટી બચાઓ બેટી પઢાઓ તેમજ ગુણોત્સવ જેવા કાર્યક્રમો આપી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ લાવેલ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ શિક્ષણને મજબુત કરવા તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થી પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે તેવા પગલાઓ લઈ રહેલ છે. આ અવસરે વિદ્યાર્થીઓને અત્યારથીજ અભ્યાસમાં ધ્યાન આપવા અને શિક્ષકોએ આ પાયાનું શિક્ષણ વધુ મજબુત બને અને ગુરૂની ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવે તે જરૂરી છે. મેયર શ્રીએ વધુમાં કહ્યું બાળકો કોઇ પણ પ્રકારના ખોટા વ્યસન ન કરે તે જરૂરી છે. કોઇ ખોટી સોબતમાં વ્યસન ના લાગી જાય તે બાબતની તકેદારી રાખવા તેમણે બાળકોને ટકોર કરી હતી. તેમણે બાળકો પાસે પાઠ વાંચન કરાવ્યું હતું. ગણિતના દાખલા ગણાવ્યા હતા અને લેખન પણ કરાવ્યું હતું. 

બાળકોને મુખપાઠ ઉપરાંત રાજકોટ શહેરને લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછ્યા હતા. જે બાળકોએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યા હતા. બાળકોની ક્ષમતા અંગે મેયરશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. શાળા નંબર ૬૫માં ૯૧ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે, મેયરશ્રીએ શિક્ષકોને સૂચન કર્યું હતું કે શાળામાં પ્રવેશપાત્ર બાળકોના વાલીઓનો સંપર્ક કરી, કોઇ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તેવું આયોજન કરવું જોઇએ.  આ વેળાએ શાળાના આચાર્યશ્રી, સીઆરસી શ્રી હિમંતભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકાનું વિમોચન કરતા પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકાનું વિમોચન કરતા પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામોના દસ્તાવેજીકરણ સમાન પુસ્તિકા વિકાસ વાટિકા સંદર્ભ ગ્રંથ તરીકે કામ આવે તેવું સંપાદન

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટ દ્વારા સંપાદિત પુસ્તિકા રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકા-૨૦૧૭નું પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિમોચન કર્યું હતું. તેમણે આ તકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકા પુસ્તિકા અભ્યાસુઓ માટે સંદર્ભ ગ્રંથ તરીકે ગરજ સારશે. રાજકોટમાં કાર્યરત રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિને વિકાસ વાટિકામાં આલેખવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વિકાસ કામોના પરિણામસ્વરૂપ આપેલા ગુણાત્મક પરિવર્તનના અહેવાલો સચિત્ર આપવામાં આવ્યા છે અને સરકારની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. 



આ વિકાસ વાટિકાનું સંપાદન કાર્ય પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. માહિતી પ્રદાન કરવામાં વિવિધ સરકારી કચેરીઓનો પણ સહયોગ સાંપડ્યો છે. ઉપરાંત, માહિતી ખાતાના કર્મયોગીઓએ ખૂબજ ચીવટ પૂર્વક આ પુસ્તિકાનું સંપાદન અને ભાષાદોષ શુદ્ધિકરણ કાર્ય કર્યું છે. આ વિમોચન વિવિધમાં પ્રભારી સચિવ શ્રી હારીત શુક્લા, કલેક્ટર શ્રી રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસૈયા, જિલ્લા પોલીસ વડા શ્રી અંતરીપ સુદ, નિવાસી અધિક કલેક્ટર શ્રી હર્ષદ વોરા, સંયુક્ત માહિતી નિયામક શ્રી કે. એ. કરમટા, સહાયક માહિતી નિયામક શ્રી જગદીશ ત્રિવેદી, મેનેજર શ્રી દર્શન ત્રિવેદી, ઓપરેટર શ્રી દિનેશ નાકરાણી તથા શ્રી અરવિંદ વેકરિયા અને શ્રી ભરત નિમાવત ઉપસ્થિત રહ્યા હતા.
  

૧૪ એપ્રિલ એટલે બાહોશ અને નીડર વક્તા અને બંધારણનાં ઘડવૈયા ડૉ.આંબેડકર સાહેબનો જન્મદિવસ

૧૪ એપ્રિલ એટલે બાહોશ અને નીડર વક્તા અને બંધારણનાં ઘડવૈયા ડૉ.આંબેડકર સાહેબનો જન્મદિવસ

ડો. બાબા સાહેબ આંબેડકર માત્ર દલીતોના જ નહીં પરંતુ સમાજનાં દરેક વર્ગનાં મસીહા હતા. સંવિધાનનાં શિલ્પી, મુલ્યનિષ્‍ઠ રાજપુરૂષ ઉપરાંત સંનિષ્‍ઠ સમાજ સુધારકે પ્રાંભેલા કાર્યોને પૂર્ણ કરીએ એ જ એમનું યથોચિત સન્માન થયુ ગણાશે

૧૪ એપ્રિલ ૧૧૯૦નાં તત્કાલીન રાષ્‍ટ્રપતિશ્રી વૈંકટરામનનાં કરકમલોથી ડો. આંબેડકરજીનાં ધર્મચારીણી ડો.સવિતાદેવીને રાષ્‍ટ્રનો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરી ડો. બાબા સાહેબનું રાષ્‍ટ્રમાં ઉચિત સન્માન થયુ. ભારતની સંસદમાં ૧૨ એપ્રિલ ૧૯૯૦નાં રોજ બાબા સાહેબનું તૈલ ચીત્ર પણ મુકવામાં આવ્યુ છે. ભારતનાં લોકો આપણાં બાબા સાહેબને બંધારણનાં ઘડવૈયા તરીકે પણ ઓળખે છે. ભારતનાં પદદલીતો એમનાં પોતાનાં મુક્તીદાતા માનીને યાદ કરે છે. વિદ્વાનોની દ્રષ્‍ટીએ ડો. આંબેડકર વિદ્યા પુરૂષ હતા, રાજનિજ્ઞોની દ્રષ્‍ટીએ તેઓ લોકશાહીનાં સાચા પ્રવાહક હતા, ચિંતકોની દ્રષ્‍ટીએ તે સમાજ સુધારક હતા તો ધાર્મિક જનોની દ્રષ્‍ટીએ તેઓ ધર્મ પુરૂષ હતા.

ડો. બાબા સાહેબ બહુરંગી પ્રતિભાનાં સ્‍વામી હતા. કુશળ ધારાશાસ્‍ત્રી, વિદ્વાન અધ્યાપક, સ્‍વતંત્ર વિચારક, મૈાલીક સર્જક, આજીવન સમાજ સુધારક, દ્રષ્‍ટીવાન શિક્ષણશાસ્‍ત્રી, નારી શોષણ મુક્તીનાં લડવૈયા, લડાયક મિજાજનાં વિદ્રોહી પુરૂષ હતા. દરેક લેખકે ગુણનાં સાગરને પોતાની દ્રષ્‍ટીએ અને પોતાનાં માપદંડોથી માપવાનો સમજવાનો પ્રયત્ન કર્યો છે. જેવી જેની દ્રષ્‍ટી તેવુ તેનું દર્શન  લાગ્યુ. આ મહામાનવનાં જીવનનું મુલ્યાંકન દરેકે ભલે પોતાનાં માપદંડથી કર્યુ હોય પણ એક વાત નિશ્વિત છે કે ડો. બાબા સાહેબ આંબેડકર આધુનિક ભારતનાં અને સાંપ્રત સમયનાં મહાપુરુષ હતા. ભારતનો આર્થીક સમાજીક અને ધાર્મિક અને રાજનૈતિક વિચારોનો અને ચળવળોનો ઇતિહાસ જ્યારે પણ લખાશે ત્યારે અનિવાર્યપણે અગ્રતાક્રમે બાબાસાહેબના નામોલ્લેખ  કરવો જ પડશે. કરોડો લોકોનાં જીવનમાં પ્રકાશપુંજ પાથરી દેનાર ભારતનાં મહાનસુપુતે સમયનાં વહેણને બદલી દીધુ હતુ. ડો. બાબાસાહેબ જે યુગે આ ધરા પર અવતર્યા તે યુગ પરીવર્તનનો હતો. ભારત સહિત સમગ્ર વિશ્વમાં પોતાની આઝાદી માટે લડત ચલાવતા હતા. મહારાષ્‍ટ્રનાં કોંકણ વિસ્‍તારમાં લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્‍ણ ગોખલે, બેરીસ્‍ટર સાવરકર જેવી મહાન હસ્‍તીઓ જે પ્રદેશે જન્મ ધારણ કરતી હોય તેવા રત્નાગીરી જીલ્લાનાં અમ્બવડે જેવા નાનકડા ગામનાં રહેવાસી દાદા માલોજીરાવ કે જે શકપાલ મહાર જાતીનાં આગેવાન હતા તેમનાં પુત્ર રામજીરાવનાં ૧૪માં સંતાનરત્નરૂપી ભીમરાવે જન્મ ધારણ કર્યો હતો. ફોઇ મીરાબાઇ એ લશ્કરી છાવણીમાં માતા ભીમાબાઇનાં લાડકોડ વચ્ચે ધાર્મિક પરીવારો સાથે ધાર્મિક ભજન કિર્તનનાં સંસ્‍કારનાં વારસા સાથે દાપોલી ગામમાં પ્રાથમિક શિક્ષણ સંપન્ન કર્યુ. ચતુર, બળવાન, અને સ્‍વાભિમાની ભીમરાવનાં અભ્યાસકાળે અશ્પૃશ્યતાનો તિરસ્‍કાર ભારોભાર સહન કર્યો. બાળપણથી જ અન્યાય, બુરાઇનો સામનો કરવાની પ્રકૃતિવાળા ભીમરાવ હમેંશા પોતાને સાચુ લાગે તેમ ડર વિના કહી દેવાની ઈચ્છાશક્તી ધરાવતા હતા. વિદ્યાભ્યાસની તીવ્ર ઝંખનાં સમજણશક્તિ વધતા અભ્યાસ પરત્વે ચિત્ત ખેંચાતા મન-ચિત્ત અભ્યાસમાં પરોવી દીધુ તેજસ્‍વીતા તો હતી. જ, તે સમયની અસ્પૃશ્યતાની અસરકારકતા  ભીમરાવનાં જીવનને સ્‍પર્શવામાં કઇં બાકી રાખ્યુ ના હતુ. આમ છતા ભીમરાવની અભ્યાસ પ્રત્યેની તલપે મક્કમ મનોબળને મહારાજ ગાયકવાડ ત્રીજાએ પચીસ રૂપીયાની છાત્રવૃતી આપીને બી.એ.ની પદવી સુધી પહોંચવા મદદ કરી હતી.ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે માતા ભીમાબાઈનું અવસાન થયું ભીમરાવ રામજી આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. તેઓ બાબાસાહેબ ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.

ભીમરાવે પ્રાથમિક કેળવણી મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી હતી. પિતાને મુંબઈમાં રહેવાનું થતાં હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન રમાબાઈ સાથે થયા. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવથા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ પિતા રામજી સક્પાલનું નિધન થતાં ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનું મૃત્યુના કારણે ભિમરાવને ખુબ જ દુ:ખ થયુ. આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક ગ્રામીણ બાળક વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પી.એચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો, અને સર્વોચ્ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા.

એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા ભીમરાવ રામજી આંબેડકર શરૂઆતના ગણ્યાગાંઠ્યા દલિત સ્નાતકોમાના એક હતા. તેમને તેમના કાયદાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટિ અને લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી. હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું . ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી હત

ડૉ.આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈની કુંખે ઇ.સ.૧૯૨૦માં બાળરત્ન યશવંતનો જન્મ થયો. ૧૯૨૩માં ડૉ.આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ ડૉક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ.આંબેડકર જર્મની ગયા, અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.

જુન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા.તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે સાયમન કમિશન ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ.આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા.મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો.તા.૨૩ ઓક્ટોબર ૧૯૨૮ મા ડૉ.આંબેડકર સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી.મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા,અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડૉ.આંબેડકર નું નામ દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.

ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ ની સાલ ઘણી જ અગત્યની છે. ૧૯૩૦ માં સાયમન કમિશન નો રીપોર્ટ બહાર પડ્યો અને બ્રિટીશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઇ પ્રાંતીય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા હતા. બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી.તા ૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું. આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના અનેક પ્રશ્નોની વિશદ(ઉંડાણપુર્વક) અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને ગ્રામીણ પછાત અને અશિક્ષીત લોકોનાં  રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી. ડૉ.આંબેડકરની રજુઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર ઊંડી અસર પડી. ડૉ.આંબેડકર એક બાહોશ અને નીડર વક્તા હોય કડવું પણ સત્ય બોલતા. ડૉ.આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા.

બાર કાઉન્સીલની ચુંટણીમાં રાજકોટના દિલીપ પટેલ પ્રથમ ક્રમે વિજેતા જાહેર

બાર કાઉન્સીલની ચુંટણીમાં રાજકોટના દિલીપ પટેલ પ્રથમ ક્રમે વિજેતા જાહેર
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં ત્રીજી વખત દિલીપભાઇની જીત: સતત બીજી ટર્મમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા
રાજકોટ,તા.૯
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ શનિવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો અને આજરોજ પ્રથમ પરિણામ જાહેર થયું છે. જેમાં પ્રથમ ક્રમે રાજકોટના દિલીપભાઈ પટેલ વિજેતા જાહેર થયા છે. દિલીપભાઈ પટેલ સતત બીજી ટર્મમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થતા તેમના સમર્થકો તથા રાજકોટના વકિલોમાં ખુશીની લહેર જોવા મળી છે. 
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ૨૫ સભ્યો માટેની ચુંટણીનું ગત તા.૨૮ માર્ચના રોજ મતદાન થયું હતું. ચુંટણીમાં ૯૯ ઉમેદવારોએ પોતાનું ભાવી અજમાવ્યું છે. જેમાં રાજકોટના પાંચ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. તા.૨૮ના ચુંટણી યોજાયા બાદ ગત શનિવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો. એકડા બગડાની આ અટપટી ચુંટણીમાં અંદાજીત ૧૦ થી ૧૨ દિવસ મતગણતરી પ્રક્રિયામાં થતા હોય છે ત્યારે આજરોજ સમીસાંજના બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં પ્રથમ પરિણામ જાહેર થયું છે.જેમાં રાજકોટના એડવોકેટ દિલીપભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો. 
એડવોકેટ દિલીપભાઈ પટેલ સતત ત્રીજી વખત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્યપદ પર ચુંટાઈ આવ્યા છે. તેઓ વર્ષ ૨૦૦૬માં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં સાતમાં ક્રમે ચુંટાયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૨માં તેઓ પ્રથમ ક્રમે ચુંટાયા હતા અને હવે વર્ષ ૨૦૧૮માં પણ સતત બીજી વખત તેઓ પ્રથમ ક્રમે ચુંટાયા છે. 
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં રાજકોટમાંથી પાંચ તથા સૌરાષ્ટ્રમાંથી ૧૦ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. જેમાં રાજકોટના પાંચ ઉમેદવારો પૈકી દિલીપભાઈ પટેલનો પ્રથમ ક્રમે ભવ્ય વિજય થતા રાજકોટના વકિલો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. રાજકોટમાં આ ઉપરાંત એડવોકેટ જીજ્ઞેશ જોષી, સિદ્ધરાજસિંહ જાડેજા, રાજેશ વોરા તથા જયંત પંડયાએ ઉમેદવારી નોંધાવી છે. આગામી દિવસોમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા એક બાદ એક પરીણામ જાહેર કરવામાં આવશે. ત્યારે રાજકોટના અન્ય ઉમેદવારોને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મોભેદાર સભ્યપદમાં સ્થાન મળે છે કે કેમ ? તેના પર રાજકોટના તથા સૌરાષ્ટ્રના વકીલો મીટ માંડીને બેઠા છે. 

સૌરાષ્ટ્રના શિક્ષણમાં જગતમાં કિડ્સ ગ્રેજ્યુએશન ડે સેલિબ્રેશન નવતર પ્રયાસ સંપન્ન

સૌરાષ્ટ્રના શિક્ષણમાં જગતમાં કિડ્સ ગ્રેજ્યુએશન
ડે સેલિબ્રેશન નવતર પ્રયાસ સંપન્ન

યુનિવર્સીટીઓની ફેકલ્ટીઓમાં ગ્રેજ્યુએટ થતા વયસ્થ વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારોહમાં ગ્રેજ્યુએટની ડિગ્રીઓ રાજ્યપાલના
નામે ભવ્ય સમારોહમાં એનાયત કરવામાં આવે જયારે સૌરાષ્ટ્રની નામાંકીત સીબીએસસી અફીલીયેડ ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ જેતપુરમાં
ઉપસ્ક્ષિત પેરેન્ટસ  અને પ્રિન્સીપાલશ્રીઓની હાજરીમાં કિન્ડરગાર્ટન એટલે કે કેજીમાં અભ્યાસ કરતાં ચારથી પાંચ વર્ષના ભૂલકાઓને
ગ્રેજ્યુએસન ડે સેલિબ્રેશનમાં પદવીદાન આપવામાં આવી.

આ સમારોહમાં વયસ્થ વિદ્યાર્થીઓને સેલિબ્રેશન જેવો માહોલ ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના કેમ્પસમાં "ટીની ટોટસ"ને ગાઉન અને કેપમાં સજ્જ થયેલા ભૂલકાઓને હાયર કેજીની ડિગ્રીઓને એનાયત કરવામાં આવી. આ પ્રસંગે ભારતીય સેનના નિવૃત મેજર સુમેરસિંહ બુગલીયાએ આ બાળકોને પદવી એનાયત કરતા જણાવેલ કે વીસ વર્ષ પછી ભારતનું ભવિષ્ય જેના હાથમાં છે, તેવા ભાવિ નાગરિકોએ ડિસીપ્લીનના અને વતનપરસ્થના પાઠની સાથે પર્સનલ ડેવેલોમેન્ટનું ધડતર કરવું પડશે. આ
નવતર પ્રયોગ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આયોજન કરવાનો શ્રેય ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના કેમ્પસના પ્રિ.પ્રાઈમારી પ્રિન્સીપાલ કુમારી અનિતા મેડમ અને તેમની
ટીમને આપી સીઈઓ હિતેશ પટેલએ પ્રિન્સીપાલશ્રીઓને અભિનંદન પાઠવ્યા. સંસ્થાના "ટીની ટોટસ"  અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત
પેરેન્સ વિદ્યાર્થીઓ સાથે કુમારી ખિયાના ભુવાના હસ્તે અધતન અમ્યુઝમેન્ટ પાર્ક ખુલ્લુમાં આવેલ તે બદલ સંસ્થાના મેનેજીંગ ડીરેક્ટર દિનેશભાઈ ભુવાએ ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના આ   "ફન વિથ લર્ન"  કન્સેપ્ટને ઉજાગર કરેલ હતો.




રાજકોટમાં ડબલ મર્ડર..

રાજકોટ ધીંગાણામાં ઇજાગ્રસ્ત વેજા ખીમાં ભરવાડનું પણ મોત
ઘટના ડબલ મર્ડરમાં ફેરવાઈ
3 આરોપીઓ કાર સાથે ગિરફ્તાર
ભરવાડ સમાજમાં શોક સાથે રોષ

રવિવાર, 8 એપ્રિલ, 2018

રાજકોટમાં ચોરાઉ હોન્ડા સાથે ઝડપાયો





TISARI AANKHગોંડલની ગોંડલી નદી માંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી...જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા...પોલીસ ધટના સ્થળ પર..ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડ અને સામાજિક કાર્યકર પ્રફુલ્લભાઈ રાજ્યગુરૂએ મૃતકની લાશને ગોંડલ સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડયા બાદ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ સૂદની સુચનાથી જેતપુર સીટી પી.આઈ  રાણાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે જેતપુર સીટી પો.સ્ટે.ના HC સંજયભાઈ પરમાર , PC ઘમભા જેઠવા , ભાવેશભાઈ ચાવડા , ચેતનભાઈ ઠાકોર , લખુભા રાઠોડ , દિવ્યેશભાઈ સુવા ,  નારણભાઈ પંપાણીયાને મળેલ હકિકત આઘારે જેતપુર નાજાવાળા ચોકડી પાસે યાજ્ઞીક સુભાસભાઈ અગ્રાવત તથા હર્ષદ ચંદુગીરી ગોસાઈ રે બંને પેઢલા તા.જેતપુર વાળા ને ઇગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ની બોટલ નંગ ૧૮ કુલ કી રુ ૫૪૦૦/- તેમજ મોસા કિ.રુ ૧૦,૦૦૦/- સાથે મળી કુલ રુપીયા ૧૫,૪૦૦ સાથે પકડાઈ ગયા હતા.

LOKCHARCHA NEWS AND STORY BY KASHYAP JOSHI (JOURNALIST): RAJKOTMA BHARVAD AADHEDNI HATYA

RAJKOTMA BHARVAD AADHEDNI HATYA

રાજકોટમાં આજે ઢોલરા ચોકડી પાસે ઘાસચારા મુદ્દે 2 ભરવાડ જૂથો વચ્ચેની બઘડાટીમાં એકની લોથ ઢળી ગઈ હતી. સ્થાનિક ફ્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે આ હત્યાના બનાવમાં ત્રણ શખ્સોની કાર સાથે ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુરુવાર, 22 ફેબ્રુઆરી, 2018

1 માર્ચથી  Paytm અને Freecharge જેવા મોબાઇલ વૉલેટ્સ યુઝર્સ મુકાશે મુશ્કેલીમાં !

મોબાઇલ વૉલેટ કંપનીઓને તેમના યુઝર્સના KYC સબમિટ કરાવવામાં નિષ્ફળ ?

મોદી સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા કેશલેશના અભિયાનને કારણે હવે Paytm, mobikwik, payumoney,  Freecharge વગેરે જેવા મોબાઇલ વૉલેટ્સ યંગસ્ટર્સની બેઝિક જરુરિયાત બની ગયા છે.

પરંતુ ‘રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા’એ દર્શાવેલી નોટીસ પ્રમાણે આ મોબાઇલ વૉલેટ્સની સામે સમસ્યા ઉભી થઈ છે. ગયા વર્ષે RBI એ તમામ મોબાઇલ વૉલેટ કંપનીઓને તેમના યુઝર્સના KYC સબમિટ કરાવવા માટે આદેશ કર્યો હતો, જેમાં દર મહિને  10 હજાર રૂપિયા કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરતા  યુઝર્સે તેમનું KYC આપવું ફરજિયાત છે, જેનામાટેની છેલ્લી ડેડલાઇન 28 ફેબ્રુઆરી, 2018 છે. પરંતુ સ્થિતિ એ છે કે મોબાઇલ વૉલેટ કંપનીઓએ RBIના આ આદેશનું પાલન કર્યું નથી.

KYC સબમિટ કરાવનારા યુઝર્સની સંખ્યા ફક્ત 9% જેટલી જ છે એટલે કે 91% યુઝર્સે પોતાનાં KYC સબમિટ કર્યાં નથી. જો RBI તેના KYC ની મુદ્દત નહીં લંબાવે તો 91% યુઝર્સ માટે મોબાઇલ વૉલેટના ઉપયોગ પર ભયંકર પાબંદી આવી જશે અને  તેઓ 10 હજાર રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન જ નહીં કરી શકે અને 10 હજારથી વધુ રકમ તેઓ મોબાઇલ વૉલેટમાં રાખી પણ નહીં શકે. એક રિપોર્ટ પ્રમાણે મોબાઇલ વૉલેટ્સ દ્વારા ડિસેમ્બર, 2017માં 12 હજાર કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. યૂઝર્સે KYC લિંક કરવા તેમના મોબાઇલ વૉલેટને આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે લિંક કરાવવાનું ફરજિયાત છે.
લક્ષ્મીજી અવતર્યા ! ચેતેશ્વર પુજારા ડેડી બન્યા !

દિલ્હી ક્રિકેટ રમતા ચેતેશ્વરને પરિવારજનોએ સમાચાર આપ્યા
" જલેબી ઉત્સવ" ઉજવવા ચેતેશ્વર દિલ્હીથી રાજકોટ આવવા રવાના

ભારતીય ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના લક્ષ્મીજી અવતર્યા છે.  ગુરુવારે સાંજના સમય પત્ની પૂજાએ પુત્રીને જન્મ આપ્યો. પૂજારા ક્રિકેટ રમવા માટે દિલ્હી હોઈ તેને પરિવારજનો દ્વારા ફોન પર આ ખબર આપવામાં આવી હતી. આવા શુભ સમાચાર સાંભળતાજ તે દિલ્હીથી રાજકોટ આવવા માટે રવાના થયો હતો.

ચેતેશ્વર પૂજારા રાજકોટ આવી માતા-પુત્રીને મળીને "જલેબી ઉત્સવ" આટોપી ફરી પાછો દિલ્હી જશે. સૌરાષ્ટ્રની ટીમ વિજય હઝારે ટ્રોફીની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે જેથી તેને ટીમ સાથે જોડાવું પડશે. માતા-પુત્રી બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 30 વર્ષીય પૂજારાએ 2013માં પૂજા પાબારી સાથે લગ્ન કર્યા હતા અને આ તેમનું પ્રથમ સંતાન છે. પુત્રીના આગમનથી પૂજારા પરિવાર સહિત તેના ફેન્સ ખુબ જ ખુશ છે અને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો છે.

સોમવાર, 9 ઑક્ટોબર, 2017

WILL WILL FINE WAY

ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને સસ્ક્રુત ભાશામા 
આપના અભ્યાસના પેપરો વ્યાજબી ભાવે
ટાઇપ કરી આપીશુ. આજે જ સમ્પર્ક કરો.
૯૧ ૫૭ ૮૧૨ ૮૧૨

સોમવાર, 18 સપ્ટેમ્બર, 2017

અંગ્રેજી ટાઈપિંગ વર્ક

આપની જરૂરિયાત મુજબનું ગુજરાતી, અંગ્રેજી ટાઈપિંગ વર્ક સંતોષકારક રીતે નિયમિત કરી આપીશું. અમારો સંપર્ક કરો. 91 57 812 812
kkumarjoshi@gmail.com 

Atul N. Chotai: candidate required for work

Atul N. Chotai: candidate required for work: કશ્યપભાઈ જે. જોશી જેતલસર - જેતપુરના પત્રકાર છે. જેઓ ન્યુઝ પેપરના કામકાજ જેમ કે ટાઈપીંગ - લખાણ - રિપોર્ટિંગ જેવી બાબતોના ૨૦ વર્ષના અનુભવી છે...

ગુરુવાર, 30 માર્ચ, 2017

જેતસરના પત્રકાર કશ્યપ જોશીનો આજે જન્મદિન..... | Birthday | Akilanews.com

જેતસરના પત્રકાર કશ્યપ જોશીનો આજે જન્મદિન..... | Birthday | Akilanews.com

પ્રેમલગ્ન કરનારા યુગલને હિંસા સામે રક્ષણ આપવાની રાજ્યની ફરજ : હાઇકોર્ટ...

પ્રેમલગ્ન કરનારા યુગલને હિંસા સામે રક્ષણ આપવાની રાજ્યની ફરજ : હાઇકોર્ટ...: પ્રેમલગ્ન કરનારા યુગલને હિંસા સામે રક્ષણ આપવાની રાજ્યની ફરજ : હાઇકોર્ટ.....

આ છે મુંબઇનું કલ્ચર?...

આ છે મુંબઇનું કલ્ચર?...: br /આ છે મુંબઇનું કલ્ચર?.....

શનિવાર, 11 માર્ચ, 2017

ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન ગોંડલ ડિવિઝનની જનરલ મિટિંગ કાલે રીબડામાં...

ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન ગોંડલ ડિવિઝનની જનરલ મિટિંગ કાલે રીબડામાં...: ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન ગોંડલ ડિવિઝનની જનરલ મિટિંગ કાલે રીબડામાં.....

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં હોલીકા દહનઃ સોમવારે ધુળેટી...

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં હોલીકા દહનઃ સોમવારે ધુળેટી...: કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં હોલીકા દહનઃ સોમવારે ધુળેટી.....

ગોંડલમાં પ દુકાનો તૂટતા - ચેઇનની ચીલઝડપ થતા વેપારીઓ રોષે ભરાયાઃ ચક્કાજામ કર્યો...

ગોંડલમાં પ દુકાનો તૂટતા - ચેઇનની ચીલઝડપ થતા વેપારીઓ રોષે ભરાયાઃ ચક્કાજામ કર્યો...: ગોંડલમાં પ દુકાનો તૂટતા - ચેઇનની ચીલઝડપ થતા વેપારીઓ રોષે ભરાયાઃ ચક્કાજામ કર્યો.....

ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2017

સાન્દીપની શ્રી હરિમંદિરે અન્નકુટ દર્શન કરતા કોકીલાબેન અંબાણી...

સાન્દીપની શ્રી હરિમંદિરે અન્નકુટ દર્શન કરતા કોકીલાબેન અંબાણી...: સાન્દીપની શ્રી હરિમંદિરે અન્નકુટ દર્શન કરતા કોકીલાબેન અંબાણી.....

પ્રત્યેક મનુષ્યમાં ઇશ્વરનો અંશ : પૂ. રમેશભાઇ ઓઝા...

પ્રત્યેક મનુષ્યમાં ઇશ્વરનો અંશ : પૂ. રમેશભાઇ ઓઝા...: પ્રત્યેક મનુષ્યમાં ઇશ્વરનો અંશ : પૂ. રમેશભાઇ ઓઝા.....

લ્યો કરો વાત ગાય મોબાઇલ ગળી ગઇ ...

લ્યો કરો વાત ગાય મોબાઇલ ગળી ગઇ ...: લ્યો કરો વાત!! ગાય મોબાઇલ ગળી ગઇ!!.....

મંગળવાર, 17 જાન્યુઆરી, 2017

ખોડલધામનાં મુખ્ય દાતા તરીકે ચમારડીના ગોપાલભાઇ વસ્તરપરા...

ખોડલધામનાં મુખ્ય દાતા તરીકે ચમારડીના ગોપાલભાઇ વસ્તરપરા...: ખોડલધામનાં મુખ્ય દાતા તરીકે ચમારડીના ગોપાલભાઇ વસ્તરપરા.....

જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન...

જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન...: જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન.....

'આપા ગીગાના ઓટલા'ની સેવા પ્રવૃત્તિઓ નિહાળી શ્રી પ્રેમગીરીજીબાપુએ આશિર્વાદ વરસાવ્યા...

'આપા ગીગાના ઓટલા'ની સેવા પ્રવૃત્તિઓ નિહાળી શ્રી પ્રેમગીરીજીબાપુએ આશિર્વાદ વરસાવ્યા...: 'આપા ગીગાના ઓટલા'ની સેવા પ્રવૃત્તિઓ નિહાળી શ્રી પ્રેમગીરીજીબાપુએ આશિર્વાદ વરસાવ્યા.....

કાગવડ શ્રી ખોડલધામ મંદિરનો અદ્ભૂત નજારો : રાજકોટ -ગોંડલ હાઇ-વે ઉપર કલાત્મક રંગાળી...

કાગવડ શ્રી ખોડલધામ મંદિરનો અદ્ભૂત નજારો : રાજકોટ -ગોંડલ હાઇ-વે ઉપર કલાત્મક રંગાળી...: કાગવડ શ્રી ખોડલધામ મંદિરનો અદ્ભૂત નજારો : રાજકોટ -ગોંડલ હાઇ-વે ઉપર કલાત્મક રંગાળી.....

મવડી ચોકડીએ શોભાયાત્રાની વચ્ચેથી વાહનો નીકળવા માંડ્યાઃ દસેક મિનીટ યાત્રા થંભી ગઇ...

મવડી ચોકડીએ શોભાયાત્રાની વચ્ચેથી વાહનો નીકળવા માંડ્યાઃ દસેક મિનીટ યાત્રા થંભી ગઇ...: મવડી ચોકડીએ શોભાયાત્રાની વચ્ચેથી વાહનો નીકળવા માંડ્યાઃ દસેક મિનીટ યાત્રા થંભી ગઇ.....

રાજકોટ- ગોંડલ હાઇ-વે ઉપર એક તરફ શોભાયાત્રા- બીજી તરફ વાહનવ્યવહાર...

રાજકોટ- ગોંડલ હાઇ-વે ઉપર એક તરફ શોભાયાત્રા- બીજી તરફ વાહનવ્યવહાર...: રાજકોટ- ગોંડલ હાઇ-વે ઉપર એક તરફ શોભાયાત્રા- બીજી તરફ વાહનવ્યવહાર.....

૪૦૦૦ મોટરકાર, ૧૦,૦૦૦ બાઇક માર્ગો પર ખોડિયાર માતાનો જયજયકાર...

૪૦૦૦ મોટરકાર, ૧૦,૦૦૦ બાઇક માર્ગો પર ખોડિયાર માતાનો જયજયકાર...: ૪૦૦૦ મોટરકાર, ૧૦,૦૦૦ બાઇક માર્ગો પર ખોડિયાર માતાનો જયજયકાર.....

ઐતિહાસિક ખોડલધામ મહોત્સવનો મંગલારંભ...

ઐતિહાસિક ખોડલધામ મહોત્સવનો મંગલારંભ...: ઐતિહાસિક ખોડલધામ મહોત્સવનો મંગલારંભ.....

સોમવાર, 16 જાન્યુઆરી, 2017

બગદાણામાં પૂ. બજરંગદાસબાપાની પૂણ્યતિથીઃ દોઢ લાખ ભાવિકો ઉમટ્યા...

બગદાણામાં પૂ. બજરંગદાસબાપાની પૂણ્યતિથીઃ દોઢ લાખ ભાવિકો ઉમટ્યા...: બગદાણામાં પૂ. બજરંગદાસબાપાની પૂણ્યતિથીઃ દોઢ લાખ ભાવિકો ઉમટ્યા.....

પોરબંદર સાન્દીપનીમાં ક્રિકેટ રમતા પૂ.રમેશભાઇ ઓઝા - પૂ. જેન્તીરામબાપા...

પોરબંદર સાન્દીપનીમાં ક્રિકેટ રમતા પૂ.રમેશભાઇ ઓઝા - પૂ. જેન્તીરામબાપા...: પોરબંદર સાન્દીપનીમાં ક્રિકેટ રમતા પૂ.રમેશભાઇ ઓઝા - પૂ. જેન્તીરામબાપા.....

ગોંડલના દેરડી (કુંભાજી) રૂદ્રાક્ષ વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી...

ગોંડલના દેરડી (કુંભાજી) રૂદ્રાક્ષ વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી...: ગોંડલના દેરડી (કુંભાજી) રૂદ્રાક્ષ વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી.....