રાજકોટ તા.૧૨
આજથી બે મહિના પહેલા પડધરીની એક હોટેલમાંથી ચોરાયેલા રૂપિયા ૩૧ હજારના ૬ મોબાઈલના બનાવમાં હોટેલ સંચાલકે જામનગરના ગાંધીનગરના શખ્શ સામે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરને પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ પડધરીમાં ગીતાનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલ આઈ શ્રી ખોડિયાર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી ગઈ તારીખ ૧૪.૨.૨૦૧૮ ના રાત્રીન બારેક વાગ્યે રૂપિયા ૩૧ હજારના ૬ મોબાઈલ ચોરાઈ ગયાની ઘટના બની હતી.
દરમિયાન આ વાતમાં મોબાઈલ ટ્રેસિંગના આધારે જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં, સાંઇબાબા મંદિર પાછળ રહેતા તેજસ શાંતિલાલ પંડ્યાનું નામ શંકાના પરિઘમાં આવતા તેમને પકડી પાડી પોલીસે આકરી પૂછપરછ હાથ ધરતા ઉપરોકત ૬ મોબાઈલ આ યુવાને જ ઉપરોક્ત દિવસે હોટેલના ખુલ્લા મેદાનમાં સુતો હતો ત્યારે, હોટેલ માલિકની નજર ચૂકવી ઉઠાવી ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
આ બનાવની ગઈકાલે મયુર રણજીત ડોડીયા(રહે.વિજય પ્લોટ, ગોંડલ રોડ)એ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રોબેશનલ પીએસઆઈ એમ.જે.પરમારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો