અનુયાયીઓ

બુધવાર, 11 એપ્રિલ, 2018

રવિવારે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટનાં કેન્સર નિદાન કેન્દ્રનું ઉદઘાટન


રાજકોટ ખાતે છેલ્લા 20 વર્ષથી બાળકો અને મહિલાઓનાં ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છનાં કેન્સરનાં દર્દીઓ અને લોકો માટે અમદાવાદ સ્થિત ગુજરાતની આસ્થા ઓન્કોલોજી એસોસીએટસ હેલ્થ કેર ગ્લોબલ (એચસીજી) સાથે જોડાણ કરી આગામી તા.1પને રવિવારે વિનામુલ્યે કેન્સર નિદાન કેમ્પ અને કેન્સર અવરનેસ કેમ્પ ટ્રસ્ટના ચેરમેન અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા એચસીજીનાં કેન્સર સર્જન ડો.કોસ્તુરભાઇ પટેલનાં હસ્તે ઉદઘાટન થનાર છે.
આગામી 15મીને રવિવારે યોજાનાર કેન્સર અવરનેસ અને નિદાન કેમ્પ પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદનાં પ્રારંભમાં યાત્રાધામ બોર્ડનાં રાજુભાઇ ધ્રુવે પ્રાસંગીક ઉદબોધનમાં સૌનુ શાબ્દીક સ્વાગત કર્યા બાદ સંસ્થાના મેડીકલ પ્રોજેકટ કમિટિનાં ઇન્ચાર્જ અને મેયર ડો.જૈમનભાઇ ઉપાઘ્યાયે જણાવેલ કે શહેરના જરૂરીયાતમંદ  નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા 20 વર્ષથી કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટના ઉપક્રમે અનોખુ કદમ છે. છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઇ લેનાર રોગ કેન્સરને નાથવા માટે તથા તેની ચુંગાલમાંથી શહેરના પ્રજાજનોને બચાવવા માટે શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે.
રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એસોસીએટસ હેલ્થકેર ગ્લોબલ (એચસીજી)નાં સંયુકત ઉપક્રમે શરૂ થનારા આ પ્રોગ્રામ અંતર્ગત હવેથી દર મહિનાના બીજા અને ચોથા શનિવારે સવારના ભાગે પેશન્ટને ચેક કરી આપવામાં આવશે. આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે. પરિણામે તેમનો અમદાવાદ જવા આવવાનો ખર્ચ તથા સમય બચી જશે.


આ કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ ઝુંબેશની શરૂઆત 15 એપ્રિલ 2018 રવિવારથી થઇ જશે. જે અંતર્ગત શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ ‘કિલ્લોલ’, 1-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે 9 થી 11:30 વાગ્યા સુધીનો રહેશે. રજીસ્ટ્રેશન અથવા ફોનથી પણ કરાવી શકાશે તેમ જણાવ્યું હતું.
આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબો ડો.કૌસ્તુભભાઇ પટેલ, ડો.કલ્પનાબેન કોઠારી, ડો.દુષ્યંતભાઇ માંડલીક, ડો.પરીનભાઇ પટેલ, ડો.ભરતભાઇ પ્રજાપતિ તથા ડો.રશ્મિબેન શાહ સેવાઓ આપશે. જે અંતર્ગત મોં, ગળુ, જડબુ, બ્રેસ્ટ તથા ગર્ભાશય સહિત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામુલ્યે લાભ લેવા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો હતો.
સંસ્થાની આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓમાં ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ, પ્રવિણભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, શ્રીમતી રંજનબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી તથા અમિનેશભાઇ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ તમામ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે જુદી-જુદી કમીટીઓના મેમ્બર્સ કાર્યરત રહે છે. તેમ ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું.

આગામી 15 એપ્રિલ રવિવારે યોજાનારા નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટની મેડીકલ કમીટીના મેમ્બર્સ શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો.જૈમનભાઇ ઉપાઘ્યાય, ડો.નયનભાઇ શાહ, ડો.વિભાકરભાઇ વચ્છરાજાની, શ્રી દિવ્યેશભાઇ પટેલ તથા શ્રી બિપીનભાઇ વસા જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.2704પ4પ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું હતું.

સંસ્થાની આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓમાં ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, શ્રીમતી રંજનબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી તથા અમિનેશભાઇ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ તમામ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે જુદી-જુદી કમીટીઓના મેમ્બર્સ કાર્યરત રહે છે. તેમ ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું.

આગામી 1પ એપ્રિલ રવિવારે યોજાનારા નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટની મેડીકલ કમીટીના મેમ્બર્સ શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો.જૈમનભાઇ ઉપાઘ્યાય, ડો.નયનભાઇ શાહ, ડો.વિભાકરભાઇ વચ્છરાજાની, શ્રી દિવ્યેશભાઇ પટેલ તથા શ્રી બિપીનભાઇ વસા જહેમત ઉઠાવી રહ્યા છે.
વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.270454પ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું હતું.
કેમ્પનો લાભ કોણે લેવો જોઇએ?

પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને એચસીજી કેન્સર સેન્ટર અમદાવાદના ઉપક્રમે યોજાનાર નિદાન કેમ્પમાં ગળુ, જડબા, બેસ્ટ તથા ગર્ભાશયના તમામ પ્રકારનાં કેન્સર નિદાન સાથે અચાનક દેખા દેતા આ રોગને ઉગતો ડામવા માટે લેશમાત્ર આળસ કે બેદરકારી દાખવ્યા સિવાય નિદાન કરાવી લેલુ જોઇએ.
- લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ
- લાંબો સમય અવાજ બેસી જવો
- ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ
- ગળામાં સતત દુ:ખાવો ચાલુ રહેવો
- મોં ખોલવામાં કે જીભને હલાવવામાં તકલીફ થવી
- શરીરમાં કોઇપણ જગ્યાએ ગાંઠ હોવી
- સ્તનમાં ગાંઠ/સ્તનની ડીંટડીમાંથી લોહી પડવું
- લાંબા સમયથી ખાંસી હોવી, ગળફામ)ં લોહી નીકળવું
- માસિક સ્ત્રાવ વખતે વધુ પડતુ લોહી નીકળવું
- યોનીમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું
- ઝાડા પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર, મળ-મૂત્ર વાટે લોહી નીકળવું
- સમજી ન શકાય તેવો તાવ અને વજન ઘટવું. 

ટિપ્પણીઓ નથી: