ફાર્મહાઉસ સંચાલકને પગમાં ઈજા સાથે સારવારમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા
રાજકોટ તા.૧૧
પડધરીમાં એક ફાર્મહાઉસના માલિકને નજીવી બાબતે તે જ ગામના એક શખ્શે બોલેરો ગાડી તળે કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. પ્રોઢ હટી જતા તેમના પગમાં સામાન્ય ઈજાઓ થઇ હતી. પણ ફાર્મનો દરવાજો અને બે હોન્ડા ભાંગીને ભુક્કો થઇ ગયાની પોલીસમાં જાણ કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ પડધરીમાં રહેતા હિતેન્દ્રભાઈ તુલસીદાસભાઈ ભાલાળા નામના પ્રોઢે ભારત હોટેલ બાઈપાસ પાસે માધવ દર્શન નામનું ફાર્મ હાઉસ બનાવ્યું છે. તેમજ તેમાં ફાર્મ હાઉસ પાસે અન્નપુર્ણા નામનું ખાખરા બનાવવાનું કારખાનું ચાલતું હોય, આ કારખાનાના વાહનો રોજ જુદા જુદા અનાજના લોટના બાચકા લઈને આવજા-કરતા હોય છે.
આ વાતમાં ફરિયાદી હિતેન્દ્રભાઈને કોઈ વાંધો નહોતો. પણ વાહનોમાંથી અવારનાવર લોટના બાચકા પડી જતા હોય, રસ્તો ખરાબ થતો હોય, ખાખારાના કારખાનાસુત્રોએ આ બાબતે હિતેન્દ્રભાઈએ ટપાર્યા હતા.
પણ આ વાતને લઈને મયો કરશન રાજપૂત નામના શખ્સે ફાર્મહાઉસના માલિકને ફોન કરી, તને પતાવી દેવો છે તેવી ધમકી આપી બોલેરો કાર સાથે ફાર્મ હાઉસ પર ઘસી આવ્યો હતો.
અને ધમકીભર્યા સ્વરોમાં ઝગડો કરી, ફૂલ સ્પીડે બોલેરો ગાડી ચલાવી હિતેન્દ્રભાઈને કચડી મારવા પ્રયાસ કરતા હિતેન્દ્રભાઈ ખસી ગયા હતા અને બોલેરો નીચે ૨ હોન્ડા ભાંગીને ભુક્કો થઇ ગયા હતા.
આવા સમયે ગામના સરપંચ પણ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. પણ મયો ધમકી આપી નાશી છૂટ્યો હતો. આ બારાની પોલીસમાં જાણ કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમ એક ફાર્મ હાઉસના માલિકને બોલેરો નીચે કચડી મારવાના પ્રયાસથી જાણકારોમાં ચકચાર જાગી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો