અનુયાયીઓ

બુધવાર, 11 એપ્રિલ, 2018

જસદણના કાસકોલીયા નજીક ટ્રેક્ટરમાંથી ઉથલી પડતા મહિલા સહીત ૨ ના મોત : અરેરાટી રાજકોટ તા.૧૧


આજથી બે દિવસ પહેલા જસદણ તાલુકાના કાસકોલિયા ગામ તરફ જવાના રસ્તે ટ્રેક્ટરમાંથી ઉથલી પડતા એક મહિલા અને એક કિશોરનું મોત થયું હતું. પોલીસે મેણીયા ગામના ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગતો મુજબ મેણીયા ગામનો ભરત શામા મેણીયા નામનો શખ્શ નંબર વગરનું ટ્રેક્ટર લઈને જતો હતો ત્યારે કાસકોલીયા ગામના રસ્તે, આંબરડી ગામ નજીક રોડ પર આવેલા એક બમ્પ ઠેકાડતા ટ્રેક્ટરમાં બેઠેલા ફરિયાદી નંદુબેન ધીરુભાઈ ભોજાભાઈ ભોજાણી(રહે.નવાગામ, જસદણ)ના દેરાણી મધુબેન ભરતભાઈ ભોજાણી તથા મધુબેનના દીકરા સુરેશભાઈનો દીકરો તનવીર એમ બંને ટ્રેક્ટરમાંથી ઉથલી પડતા અને બંને પર તે જ ટ્રેક્ટરના વ્હીલ ફરી વળતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. 
જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંનેના મોત થયાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ટ્રેક્ટર ચાલક ભરત સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ બનાવથી નવાગામમાં શોકનું મોજું ફેલાયું છે.

ટિપ્પણીઓ નથી: