ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(IGI)થી યાત્રા કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જેના લીધે તેને દુનિયાના ટોપ 20 વ્યસ્ત એરપોર્ટની લિસ્ટમાં જગ્યા મળી છે. યાત્રીઓની સંખ્યાના મામલામાં તેણે ન્યૂ યોર્કના જ્હોન એફ કેનેડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને પાછળ છોડી દીધું છે. એરપોર્ટ કાઉન્સીલ ઈન્ટરનેશનલ(ACI)ની 2017ના રિપોર્ટ પ્રમાણે સૌથી વ્યસ્ત એરપોર્ટની લિસ્ટમાં ભારતનું IGI 16મા સ્થાને છે. કાઉન્સીલના કહેવા પ્રમાણે કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નાઈ એ એરપોર્ટમાં સામેલ છે જેમાં ગયા વર્ષની સરખામણીએ યાત્રીઓની સંખ્યામાં સારો વધારો થયો છે.
ACI દુનિયાના એરપોર્ટનો વ્યાપાર સંઘ છે, જેણે વર્ષ 2017મા દુનિયાભરના 1202 એરપોર્ટના ડેટાને ભેગા કર્યા હતા, જેમાં ભારત અને ચીનમાં સતત પેસેન્જર ટ્રાફિક વધતો જોવા મળી રહ્યો છે. ACIએ કહ્યું છે કે, જે રીતે ઓછા સમયમાં ભારતમાં ઉડ્ડયન માર્કેટ વધી રહ્યું છે તેના પરથી નક્કી છે કે આવનારા વર્ષોમાં તે દુનિયાનું સૌથી મોટું ઉડ્ડયન માર્કેટ બની જશે.
ACIએ પૂર્વાનુમાન લગાવ્યું છે કે આવનારા સમયમાં પેસેન્જર ટ્રાફિકના મામલે ચીન અને અમેરિકા પછી ભારત દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું ઉડ્ડયન માર્કેટ બની જશે. ACI એરપોર્ટ 2016મા 22મા સ્થાન પર હતું, જે 6 ક્રમ આગળ જઈને 16મા ક્રમે પહોંચ્યું છે. પેસેન્જર ટ્રાફિકના મામલે દિલ્હી દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, જેમાં દર વર્ષે 14.1%થી યાત્રીઓની સંખ્યા વધી રહી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો