LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 19 ડિસેમ્બર, 2015
અવસાન નોંધ :
અમદાવાદની શ્રી વલ્લભધામ હવેલીમાં પ્રાગટય મહોત્સવ...
શુક્રવાર, 18 ડિસેમ્બર, 2015
જેતપુરમાં આશપુરા એજ્યુ.ટ્રસ્ટ તેમજ ગ્રામ ટેક્નોલોજી દ્વાર લાભાર્થી બહેનોને કીટ વિતરણ..
જેતપુર તા.17
જેતપુરમાં આજે આશપુરા એજ્યુકેશન ટ્રસ્ટ અને ગ્રામ ટેકનોલોજી દ્વારા સ્ક્રીન પ્રિન્ટિંગ તેમજ લેમીનેશન કીટ વિતરણ કરતા જેતપુર પાલિકાના વોર્ડ નંબર 9 ના સદસ્ય અરવિંદભાઈ વણઝારા તથા ટ્રસ્ટના પ્રમુખ રીનાબેન ગાઉત્તમભાઈ દવે તથા જીગ્નેશ સૂચક તસ્વીરમાં દેખાય છે.
ફોટો : કશ્યપ જોશી જેતપુર
ગુરુવાર, 17 ડિસેમ્બર, 2015
જેતપુરમાં રવિવારે હૃદય રોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે...
જેતપુરમાં રવિવારે હૃદય રોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે..
જેતપુર તા.17 (કશ્યપ જોશી દ્વારા)
શહેરની જાણીતી સેવાકીય સંસ્થા સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા આગામી રવિવારને તા.20.12. ના રોજ જેતપુરના માજી ધારાસભ્ય સ્વ.રમણી કભાઈ પટેલની જન્મતિથી નિમિત્તે હૃદય રોગ સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરાયું છે.
જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ રાજકોટ અને રાહત સમિતિ જેતપુરના સહયોગ વચ્ચે અહીંના કણકિયા પ્લોટમાં આવેલ વણિક જ્ઞાત્તિની વાડી ખાતે સવારના 8:30 કલાકે, પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાના હસ્તે ઉદ્ઘાટિત થનાર આ કેમ્પમાં રાજકોટ, જેતપુરના ખ્યાતનામ તબીબો પોતપોતાની સેવાઓ આપશે. જેઓને બિરદાવવા શહેરના નામી અનામી ઉદ્યોગપતિઓ હાજર રહેશે તેવું સંસ્થાના પ્રમુખ વિનુભાઈ સિદ્ધપરા, પ્રોજેક્ટ ચેરમેન મનીષ પંડયા વિગેરેએ જણાવ્યું છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812
બુધવાર, 16 ડિસેમ્બર, 2015
સરદારજીને અને સ્વ.સવજીભીની પ્રતિમાઓને હારતોરા કરી, રેલી યોજી જેતપુરમાં પાટીદારોએ હાર્દિક સહિતનાઓએ છોડવા અને કોંગ્રેસે ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા મામલતદારને આપેલા આવેદનો
જેતપુરમાં પાટીદારોએ હાર્દિક સહિતનાઓએ છોડવા અને કોંગ્રેસે
ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા મામલતદારને આપેલા આવેદનો
જેતપુર તા.૧૬ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં આજે પાટીદાર અનામત અંદોલન સમિતિએ હાર્દિક પટેલ સહિતના આગેવાનોને તાકીદે જેલમુક્ત કરવા અને કોંગ્રેસે ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા અહીના મામલતદારને આવેદનો આપ્યા હતા.
પાટીદાર અનામત આંદોલનના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનોએ સૌર પ્રથમ અહીના જુનાગઢ રોડ પર સરદાર પટેલની અને સ્થાનિક ધારાસભ્ય સ્વ.સવજીભાઈ કોરાટની પ્રતિમાને હારતોરા કરી, સુત્રોચ્ચાર કરી, રેલી યોજી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.
મામલતદાર કચરીએ પહોચેલા પાટીદાર આગેવાનોએ સુપરત કરેલા આવેદનમાં જણાવ્યું હતું કે અનામત આંદોલન દરમિયાન પોલીસ તંત્રએ હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણીયા અને નીલેશ એરવાડીયા સામે લગાવેલ રાજદ્રોહના આરોપો પરત ખેંચી આમાંના જે પણ આગેવાનો જેલમાં હોય તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરાવો અન્યથા આગામી તા.૨૧/૧૨/૨૦૧૫ થી પાટીદાર અનામત આંદોલન સમિતિ પુનઃ ગામડે ગામડે અને શહેરે શહેર અનશન આંદોલન છેડશે.
જ્યારે જગદીશભાઈ પાંભરની આગેવાની તળે કોંગી કાર્યકરો અને આગેવાનોએ મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખેતીપ્રધાન દેશ ભારતના ખેડૂતો અત્યારે બીચારવાસ્થામાં પટકાઈ જવા પાછળ ઘણા કારણો છે, જેમાં મુખ્યત્વે કપાસ જેવા ખેત્પાકોના અપૂરતા ભાવો, પાક વિમાની રકમ ના મળવી, અપૂરતો વીજ અને પાણી પુરવઠો, પુર હોનારતમાં વ્યાપક નુકશાની અને વન્ય પ્રાણીઓનો ત્રાસ. આ તમામ પ્રશ્નો તાકીદે મિટાવી સરકારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ જગતાત આલમને મદદ કરવી જોઈએ.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર
જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં ચોરીના વધેલા બનાવોને નાથવા રાત્રી પેટ્રોલિંગ સધન બનાવવા મહિલાઓની પોલીસને રજુઆતો...
જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં
ચોરીના વધેલા બનાવોને નાથવા રાત્રી પેટ્રોલિંગ સધન
બનાવવા મહિલાઓની પોલીસને રજુઆતો...
જેતપુર તા.૧૬
જેતપુરના જુના પાંચ પીપળા રોડ પરતની પચાસેક મહિલાઓ આજે જેતપુર શહેર પોલીસ મથકે દોડી આવી તેઓના વિસ્તારમાં માઝા મુકેલી તસ્કરીને નાથવા રાત્રી રોન કડક બનાવાય તેવી માંગ દોહરાવી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ૧૫ જેટલી નાની મોટી ચોરીઓ થઇ હોય તેમજ એક પણ ચોરીના પોલીસને સગડ મળ્યા ના હોય ભયભીત બનેલ મહિલાવર્ગ આજે મોટી સંખ્યામાં શહેર પોલીસ મથકે દોડી આવી, તેઓના વિસ્તારમાં દિનપ્રતિદિન વધતા જતા ચોરીના બનાવોને અટકાવવા રાત્રી પેટ્રોલિંગ વધુ પ્રબળ બનાવવાની માંગ દોહરાવી હતી.
આ સમયે શહેર પોલીસના પીએસઆઈ ચૌહાણ, જાડેજા તથા સ્ટાફના કમલેશભાઈ રાવલ વિગેરેએ ઉક્ત લાત્તોની મહિલાઓની માંગ સ્વીકારી આજ્થીજ પેટ્રોલિંગ અસરકારક બનાવવાન અને આ માટે હોમગાર્ડ જવાનોને પણ લત્તામાં ફરીને વ્હીસલ વગાડી રાત્રી રોન કરવા સુચના આપવાની ખાતરી આપી હતી.
ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતપુર
Fwd: જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ કર્યો વિરોધ
જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ
દિલ્હીના સીએમ કાર્યાલયમાં થયેલી તપાસનો કરાયો વિરોધ...
જેતપુર તા.16
દિલ્હીમાં કેજરીવાલ સરકારના કાર્યાલયમાં થયેલી સીબીઆઇ તપાસનો વિરોધ વ્યક્ત કરવા આજે જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વર્તમાન કેન્દ્ર સરકારની નીતિને વખોડી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમ આદમીના કાર્યકરોએ આક્ષેપો કર્યા હતા કે દેશમાં અનેક પ્રકારનાં મસમોટા કૌભાંડો આંચરાયા છે પણ, કેન્દ્ર સરકાર આવા ગોટાળા બહાર લાવવામાં કે તે અંગે તપાસ કરાવવાનો બદલે દિલ્હીના સીએમ કેજરીવાલ પાછળ પડી હોય, આ વાત લોકશાહી વિરોધી ગણાવી શકાય.
ફોટો લાઈન : કશ્યપ જોશી જેતપુર
સોમવાર, 14 ડિસેમ્બર, 2015
રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાંચે નાશતા ફરતા ખૂનના આરોપીને પકડ્યો
વચગાળાના જામીન મેળવ્યા બાદ પુનઃ હાજર થયોજ નહિ !
રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાંચે નાશતા
ફરતા ખૂનના આરોપીને પકડ્યો
જેતપુર તા.૧૪ (કશ્યપ જોશી દ્વારા)
ખૂન કેશમાં બે વર્ષથી નાસતા ફરતા ભાણવડ પોલીસ સ્ટેશનના ખૂનના આરોપીને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે આજે જેતપુર પંથકમાં તેમના જ ઘરેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બાબતે વિગતો આપતા રાજકોટ એલસીબીના જમાદાર ભુરાભાઈ માલીવાડને એલસીબીના પોકો નારણભાઈ આહિરે બાતમી આપી હતી કે, ભાણવડ પોલીસ સ્ટેશનના ગુના રજી.નંબર ૧૮/૧૩ આઈપીસી કલમ ૩૦૨, ૩૨૩ નો આરોપી દેવીપુજક જેન્તી ઝવેર સોલંકી(રહે. જેપુર, છાપરવાડી ડેમ નજીક, તાલુકો જેતપુર) વાળો હાઈકોર્ટના હુકમથી તા.૨૦/૧૧/૧૪ ના રોજ બે અઠવાડિયાના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો.
દરમીયાન મુદત પૂરી થવા છતાં જેન્તીએ હાજર થવાને બદલે નાસતો ફરતો હતો. જેની એલસીબીના નારણભાઈ આહિરને બાતમી મળતા આજે નારણભાઈએ પોતાના ફોજદાર ઉનડકટને જાણ કરતા જમાદાર ભુરાભાઈએ જેન્તીને તેમના જ ઉપરોક્ત સ્થળે આવેલા ઘરે છાપો મારી પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(ભુરાભાઈ માલીવાડ જમાદાર નો મોબાઈલ નંબર ૯૮૨૫૯ ૯૬૭૧૩
કશ્યપ જે. જોશી જેતપુર
અવસાન નોંધ : જેતપુર : ૧૪-૧૨-૨૦૧૫
જેતપુરમાં ગીરનાર ટ્રાન્સપોર્ટની લોડિંગ ગાડીમાંથી રૂપિયા 11 લાખથી વધુના પાર્સલોની ચોરી થતા ચકચાર.. પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ !
જેતપુરમાં ગીરનાર ટ્રાન્સપોર્ટની લોડિંગ ગાડીમાંથી
રૂપિયા 11 લાખથી વધુના પાર્સલોની ચોરી
થતા ચકચાર.. પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ !
જેતપુર તા.૧૪ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં શનિવારની રાત્રીએ રબારીકા રોડ પર આબેલ એક ટ્રાન્સપોર્ટની લોડિંગ કરેલી ગાડીમાંથી કોઈ હારામખોર તત્વો રૂપિયા 11 લાખથી વધુના સાડી પાર્સલો સહિતના દાગીના ચોરી જતા ટ્રાન્સપોર્ટ આલમમાં ભય સાથે ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ અહીના રબારીકા રોડ પર ગીરનાર લોજીસ્ટીક પ્રાઈવેટ લીમીટેડ નામના ટ્રાન્સપોર્ટમાં શનિવારની રાત્રીએ લોડીંગ કરેલી મેટાડોરને રવિવારની સવારે શાપર વેરાવળ ખાતે ક્રોસિંગ સેન્ટર ખાતે મોકલવાની હતી.
જીજે ૧ બી.વી.૧૯૮૮ નંબરની જમ્બો આઈસર ગાડીમાં શનિવારે રાત્રે ટ્રાન્સપોર્ટ બુકિંગ મેનેજર પંડિતે લોડીંગ કરાવી, ટ્રાન્સપોર્ટ ઓફીસ સામે રાબેતા મુજબ આ લોડેડ વાહનને પાર્ક કરાવી પોતાના ધોરાજી રોડ સ્થિત ભાડાના ઘરે ચાલ્યા ગયેલા.
દરમિયાન રવિવારે સવારના કોઈ મજૂરે આ ટ્રાન્સપોર્ટના મેનેજરને ફોન દ્વારા જાણ કરી હતી કે તમારી ગાડીની તાલપત્રી તૂટી ગયેલી જોવા મળતી હોય, કોઈ પાર્સલ ચોરાયા હોવાનું લાગે છે. આવી જાણ થતાજ ટ્રાન્સપોર્ટ મેનેજર ક્રિષ્નકુમાર પંડિત પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસે પહોચી તપાસ કરતા તેમાંથી પાર્સલો ચોરાયા હોવાની શંકા જણાઈ હતી.
બીજીબાજુ પોલીસને જાણ કરી આ આયસર મેટાડોરમાં ભરેલ તમામ પાર્સલો ખાલી કરીને ટ્રાન્સપોર્ટના ચલાન સાથે મેળવાતા ગાડીમાંથી આશરે ૬૮ થી ૭૦ બિલ્ટીઓના (રસીદોના) કુલ ૭૩ દાગીના ચોરાયાનું માલુમ પડ્યું હતું. જેમાં ૬૫ સાડીના પાર્સલ, ૩ ઓટો પાર્ટ્સ અને ૩ કાસ્ટિંગ (લોખંડની મશીનરી)નો સમાવેશ થતો હોવાનું તેમજ આ તમામ દાગીનાની કુલ કીમત રૂપિયા ૧૧,૩૫,૬૬૮-૦૦ થતી હોવાનું ટ્રાન્સપોર્ટરનું કહેવું છે.
આ બાબતે ટ્રાન્સપોર્ટનું બુકિંગ કામકાજ સાંભળતા ક્રિશ્નકુમાર ચિરંજીત શર્મા-પંડિતજી નામમાં મેનેજરે શહેર પોલીસમાં જાણ કરતા પીઆઇ એન.કે.વ્યાસે ઘટના સ્થળે દોડી જઈ વિશેષ પૂછપરછ આદરી હતી. તેઓનું કહેવું છે કે આ ઘટનામાં કોઈ જાણભેદુ લાગે છે. પણ સંબંધિત ટ્રાન્સપોર્ટર ચોરી થયેલા દાગીનાના વજૂદવાળા પાકા બિલ રજુ કરશે તો પોલીસ ફરિયાદ નોંધાશે તેવું પોલીસ કહે છે.
પોલીસની નજર સીસીકેમના ફૂટેજ પર !
જેતપુર: જેતપુર શહેર પોલીસના પીઆઈ એન.કે.વ્યાસે જણાવેલ કે ગીરનાર ટ્રાન્સપોર્ટની બુકિંગ ઓફિસની બાજુમાંજ કૈલાશ ટ્રાન્સપોર્ટની ઓફીસ આવેલી છે. જેમાં સીસી કેમેરાની સુવિધા છે. આ સીસી કેમના ફૂટેજ મેળવી તસ્કરોનો તાગ મેળવવા કવાયત આદરાઈ છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે પણ બનાવવાળી જગ્યાએ વિજીટ કરી તસ્કરોને શોધવાના પ્રયાસો કર્યા હોવાનું જાણવા મળે છે. ટ્રાન્સપોર્ટ આલમમાં એક એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે જેતપુરમાં ચાલતા અને ચલાવાતા ૮૦ થી ૧૫૦ જેટલા ટ્રાન્સપોર્ટ જગતની આવી ચોરીની પ્રથમ ઘટના ગણાવાઈ રહી છે. કારણ દરેક ટ્રાન્સપોર્ટની લોડીંગ ટ્રકો રાત્રીના કામકાજ આટોપાયા બાદ સવાર સુધી પોત પોતાની ઓફિસો સામે પડી જ રહેતી હોય છે. અને આમ ગાડીમાંથી રાત્રીના ચોરી થવાનો પ્રથમ પ્રયાસ હોય, પોલીસ ફરિયાદ નોધાયા બાદ સધન તપાસ કરી તસ્કરોને જેર કરે તેવી માંગ ઉઠી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
રવિવાર, 13 ડિસેમ્બર, 2015
ઘોડીપાસાના ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી ૧૫ પન્ટરો પકડાયા...
જેતપુરના ફૂલવાડી રામજી મંદિર રોડ વિસ્તારમાં ભાડાના મકાનમાં
ઘોડીપાસાના ચાલતા જુગારધામ પર
પોલીસ ત્રાટકી ૧૫ પન્ટરો પકડાયા...
રોકડ રૂ.૨૨૮૦૦, ૧૫ મોબાઈલ, ૪ બાઈક અને એક ઓટોરીક્ષા સહીત રૂ.૨૩૩૮૦૦
નો મુદામાલ કબજે કરતી પોલીસ..પ્રસંગ માટે રૂમ ભાડે રાખ્યો ને ચાલુ કર્યો જુગાર
જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના ફૂલવાડી રામજી મંદિર રોડ પર એક મકાનમાં ચાલતા ઘોડીપાસાના જુગાર પર ત્રાટકેલી શહેર પોલીસે ૧૫ શખ્શોને જુગારના સાધનો અને રૂપિયા ૨ લાખ ૩૩ હજાર ૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના ફૂલવાડી રામજી મંદિર રોડ પર કોઈ પ્રસંગ સબબ મકાન ભાડે રાખી હાજી ઈસ્માઈલ જુનેજાએ બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર ચાલુ કર્યો હોવાની બાતમી મળતા પીઆઈ એન.કે.વ્યાસે ગત રાત્રીના ૧-૩૦ વાગ્યે સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા ત્યાં ઘોડીપાસાનો જુગાર રમતા ઈસ્માઈલ સહીત સમીર કાસમ(ગોંડલ દરવાજા), સલીમ વાળા(પાંજરાપોળ પાસે), રજા ગોરી(પાંજરાપોળ પાસે), કસમ અબુ(બાપુની વાડી), હનીફ કુરેશી(ફૂલવાડી), ઇમરાન મહમદ(રામજી મંદિર રોડ), હુસેન ઈસ્માઈલ(ફૂલવાડી), શહેઝાદ જુસબ(લાદી રોડ), આરીફ ગફાર(બાપુની વાડી), ઇકબાલ સીદીક(અંકુર પાછળ), હુસેન ઈસ્માઈલ અને યુસુફ ઈસ્માઈલ(બંને ફૂલવાડી), મહમદ ફારુક(પાંજરાપોળ પાસે) અને અસલમ ઈસ્માઈલ(ફૂલવાડી) એમ પંદર શખ્શો ઘોડીપાસા નંગ ૨, રોકડ રૂપિયા ૨૨૮૦૦/-, ૧૫ મોબાઈલ, ૪ બાઈક અને એક ઓટો રીક્ષા સાથે ઝડપાઈ ગયા હતા.
પીઆઈ વ્યાસે તમામ શખ્શો સામે જુગારધારાની કલમો મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરમાં ટ્રાફિક પોલીસની કડક કામગીરી
બેદરકાર વાહન ચાલકોને દંડ ફટકાર્યા !
જેતપુર તા.૧૨ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર શહેરમાં પીઆઈ એન.કે.વ્યાસના માર્ગદર્શન તળે ટ્રાફિક પોલીસમેનોએ કડક કામગીરી શરુ કરી છે. આજે વાહનવ્યવહાર સબબ બેદરકાર ચાલકોને રોકી હાજર દંડ ફટકાર્યા હોવાનું જાણવા મળે છે.
આ બાબતે ટ્રાફિક પોલીસમેન સુરુભા ઝાલાએ જણાવ્યું હતું કે આજે શીટ બેલ્ટના ૧૬, હેલ્મેટ વગરના ૧૦ ચાલકો, ચાલુ બાઈક ઉપર મોબાઈલ પર વાતો કરતા ૩ ચાલકો અને અન્ય આઠ જેટલા ચાલકો કે જેઓ પાસે લાઈસન્સ ના હોવા, ગાડીના કાગળો ના હોવા તેવા આઠ જેટલા ચાલકોને ટ્રાફિક કાયદાના ભાગરૂપે સબક શીખવી તમામ પાસેથી રૂપિયા ૩૨૦૦/- હાજર દંડ વસુલાયો હતો. જયારે ૨ વાહનોને ડીટેઇન કરી તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ તકે પીઆઈ વ્યાસે જણાવેલ કે શહેરમાં હજુ પણ ટ્રાફિક કાયદાઓ પરત્વે બેદરકાર નાના મોટા વાહન ચાલકોને પકડવાની કામગીરી કડક બનાવાશે. ઘોંઘાટીયા હોર્ન વાળા ચાલકો અને ચાલુ ચાર ચક્રીય વાહનોમાં બેફામ સંગીત વગાડતા ચાલકોની ગાડીઓ આરટીઓના કાયદાઓ મુજબ પકડી પાડી સખ્ત કાર્યવાહી હાથ ધરાશે. તેઓએ એમ પણ જણાવેલ કે શહેર સગીર વયના બાળકો, છોકરા, છોકરીઓ બેફામ બાઈક ચલાવતા હોય, વાલીઓ પોતપોતાના બાળકોને સમજાવી વાહનો ચલાવવા ના આપે અન્યથા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
શનિવાર, 12 ડિસેમ્બર, 2015
જેતપુર અડવાણ રૂટની બસ બસસ્ટેન્ડમાં ૧૦ મિનીટ મોડી આવતા વિદ્યાર્થીઓએ બસ રોકો અંદોલન છેડી દીધું !
નવાગઢમાં મામાને ત્યાં અભ્યાસાર્થે આવેલ કિશોરને ભાદર કેનાલ ગળી ગઈ ! કરુણ મોત
પુરવઠાના ગોદામમાંથી બારોબાર પગ કરી ગયેલ ઘઉંનો ૧.૩૨ લાખનો જથ્થો પકડાયો....
JETPUR AVSAAN NONDH KASHYAP JOSHI 9974262812
શુક્રવાર, 11 ડિસેમ્બર, 2015
કશ્યપ જોશી જેતપુર જેતલસર ના વિવિધ વર્તમાન
જેતપુરમાં આડેધડ કરાતા વીજ કંપનીના સમારકામ બાબતે 'આપ'ની સંબંધિતોને રજુઆતો
જેતપુર તા.૧૧ (કશ્યપ જોશી)
જેતપુર શહેરમાં લાંબા સમય થયા ઠેર ઠેર પીજીવીસીએલ દ્વારા જુના પોલ દુર કરી નવા પોલ ઉભા કરવાની તેમજ જરૂરી સમારકામની કાર્યવાહી ચાલી રહી છે. પણ આ કામગીરીમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જતીન દેગડા સહિતના આગેવાનોએ સ્થાનિક વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને રજુઆતો કરી યોગ્ય કરવાની માંગણી કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે જેતપુર શહેરમાં ઘણી જગ્યાએ શેરી ગલીઓ સાંકડી હોય, આવા વિસ્તારોમાં ચાલતી વીજ સમારકામની કામગીરી જે તે વિસ્તારના ટ્રાફિકમાં અડચણરૂપ બને તેવી છે. અમુક જાહેર રસ્તાઓ પર ઉભા કરાયેલા વીજપોલની ફરતે કાંટાળી વાડ બનાવાયી હોય, આવી જગ્યાઓનો લાભ લઈને ફેરિયાઓ કાયમી અડીંગો જમા થઈને ટ્રાફિક સમસ્યા ઉભી કરશે.
મુખ્ય જાહેર રસ્તાઓ પર પસાર થતી ૧૧ કેવી લાઈન નીચે ગાર્ડ(પ્રોટેક્શન લાઈન) પણ રાખવામાં આવી ના હોય, હેવી લાઈન તૂટવાનો ભય અને કોઈ મોટા અકસ્માતમાં કોઈના ભોગ લેવાવાની પ્રજામાં દહેશત ફેલાઈ છે. શહેરની મેઈન બઝારમાં તો કરોળિયાના ઝાળાની માફક ઇલેક્ટ્રિક દોરડા લટકતા હોય, તાકીદે આવા વીજ વાયરો વ્યવસ્થિત કરવા જોઈએ.
વડાપ્રધાનનું સ્વપ્ન સ્માર્ટ સીટીનું હોય, વીજકંપનીના ગાઈડલાઈન મુજબ જુનું હટાવીને નવું મરામત કાર્ય હાથ ધરાઈ તેવું 'આપના' આગેવાનોનું કહેવું છે.
((કશ્યપ જોશી- જેતપુર )
રક્તદાન :
સને ૨૦૧૨ થી પ્રતિવર્ષ યોજાતા આવતા રક્તદાન કેમ્પની પ્રણાલીને આ વર્ષે પણ ચાલુ રાખીને આજે જેતપુરમાં એચડીએફસી બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી - જેતપુર)
દરજી સમાજના ૧૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા
જેતપુર : શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ જેતપુર દ્વારા જુનાગઢ ખાતે સનાતન ધર્મશાળામાં ૮ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હોવાનું સંસ્થાના આયોજકો અને લગ્નોત્સવને સફળ બનાવનારા રસિકભાઈ ચૌહાણ, કિરીટભાઈ ગોહેલ, અનુભાઈ સરવૈયા, અમૃતભાઈ મકવાણા, મયુર સરવૈયા, નવીનભાઈ ગોહેલ વેગેરે જણાવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )
સફાઈ અભિયાન :
જેતલસર: પંથકના ડેડરવા ગામે ગામના સરપંચ સહિતના સમસ્ત ગ્રામજનોએ સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધાર્યું હોવાનું ભોલાભાઈ અને કિશન બોરીસાણીયાએ જણાવ્યું હતું. (ફોટો : કશ્યપ જોશી-જેતલસર)
પીપળવામાં બળદની સારવાર કરતા ગૌસેવકો
જેતલસર: પંથકના પીપળવા ગામે લાંબા સમય થયા નિરાધાર રખડતા એક બળદને શીગડામાં કેન્સર જેવી ગંભીર બીમારી લાગી હતી. આ કણસતા બળદ અંગે વાત મળતા સ્થાનિક કામધેનું ગૌ રક્ષક ગ્રુપના આગેવાનોએ બળદના શીગડામાં(કામોઈનું) ઓપરેશન કરવાની સરાહનીય સેવા કરી હતી.
(ફોટો : કશ્યપ જોશી જેતલસર)
મહિનાની પ્રતિ અગિયારસે ગૌસેવકો દ્વારા ખોળનું વિતરણ
જેતલસર: કામધેનું ગૌ રક્ષક ગ્રુપ જેતલસરના યુવાનો ગોપાલ ડોબરિયા, સતીશ ગોંડલિયા, કિશોર પરમાર વિગેરે દ્વારા મહિનાની પ્રતિ અગિયારસના દિવસે ગામ ઉપરાંત જેતપુર શહેરમાં રખડતા રેઢીયાર પશુઓને ખોળ ખવડાવવાની સરાહનીય સેવા કરવામાં આવે છે. (કશ્યપ જોશી-જેતલસર)
રેશમડીમાં ખેડૂત શિબિર યોજાઈ
જેતપુર: જમીન સુધારણા,જમીન જાળવણી અને જમીનને લગતા પ્રશ્નોની ચર્ચાઓ અને ઉકેલ માટે તાજેતરમાં જેતપુરના રેશમડી ગાલોળ ગામે એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )
JETPUR NA VIVIDH VARTMAAN HITESH SAVALIYA JETPU R
જેતપુરમાં આડેધડ કરાતા વીજ કંપનીના સમારકામ બાબતે 'આપ'ની સંબંધિતોને રજુઆતો
જેતપુર તા.૧૧ (કશ્યપ જોશી)
જેતપુર શહેરમાં લાંબા સમય થયા ઠેર ઠેર પીજીવીસીએલ દ્વારા જુના પોલ દુર કરી નવા પોલ ઉભા કરવાની તેમજ જરૂરી સમારકામની કાર્યવાહી ચાલી રહી છે. પણ આ કામગીરીમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જતીન દેગડા સહિતના આગેવાનોએ સ્થાનિક વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને રજુઆતો કરી યોગ્ય કરવાની માંગણી કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે જેતપુર શહેરમાં ઘણી જગ્યાએ શેરી ગલીઓ સાંકડી હોય, આવા વિસ્તારોમાં ચાલતી વીજ સમારકામની કામગીરી જે તે વિસ્તારના ટ્રાફિકમાં અડચણરૂપ બને તેવી છે. અમુક જાહેર રસ્તાઓ પર ઉભા કરાયેલા વીજપોલની ફરતે કાંટાળી વાડ બનાવાયી હોય, આવી જગ્યાઓનો લાભ લઈને ફેરિયાઓ કાયમી અડીંગો જમા થઈને ટ્રાફિક સમસ્યા ઉભી કરશે.
મુખ્ય જાહેર રસ્તાઓ પર પસાર થતી ૧૧ કેવી લાઈન નીચે ગાર્ડ(પ્રોટેક્શન લાઈન) પણ રાખવામાં આવી ના હોય, હેવી લાઈન તૂટવાનો ભય અને કોઈ મોટા અકસ્માતમાં કોઈના ભોગ લેવાવાની પ્રજામાં દહેશત ફેલાઈ છે. શહેરની મેઈન બઝારમાં તો કરોળિયાના ઝાળાની માફક ઇલેક્ટ્રિક દોરડા લટકતા હોય, તાકીદે આવા વીજ વાયરો વ્યવસ્થિત કરવા જોઈએ.
વડાપ્રધાનનું સ્વપ્ન સ્માર્ટ સીટીનું હોય, વીજકંપનીના ગાઈડલાઈન મુજબ જુનું હટાવીને નવું મરામત કાર્ય હાથ ધરાઈ તેવું 'આપના' આગેવાનોનું કહેવું છે.
((કશ્યપ જોશી- જેતપુર )
રક્તદાન :
સને ૨૦૧૨ થી પ્રતિવર્ષ યોજાતા આવતા રક્તદાન કેમ્પની પ્રણાલીને આ વર્ષે પણ ચાલુ રાખીને આજે જેતપુરમાં એચડીએફસી બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી - જેતપુર)
દરજી સમાજના ૧૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા
જેતપુર : શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ જેતપુર દ્વારા જુનાગઢ ખાતે સનાતન ધર્મશાળામાં ૮ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હોવાનું સંસ્થાના આયોજકો અને લગ્નોત્સવને સફળ બનાવનારા રસિકભાઈ ચૌહાણ, કિરીટભાઈ ગોહેલ, અનુભાઈ સરવૈયા, અમૃતભાઈ મકવાણા, મયુર સરવૈયા, નવીનભાઈ ગોહેલ વેગેરે જણાવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )
સફાઈ અભિયાન :
જેતલસર: પંથકના ડેડરવા ગામે ગામના સરપંચ સહિતના સમસ્ત ગ્રામજનોએ સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધાર્યું હોવાનું ભોલાભાઈ અને કિશન બોરીસાણીયાએ જણાવ્યું હતું. (ફોટો : કશ્યપ જોશી-જેતલસર)
પીપળવામાં બળદની સારવાર કરતા ગૌસેવકો
જેતલસર: પંથકના પીપળવા ગામે લાંબા સમય થયા નિરાધાર રખડતા એક બળદને શીગડામાં કેન્સર જેવી ગંભીર બીમારી લાગી હતી. આ કણસતા બળદ અંગે વાત મળતા સ્થાનિક કામધેનું ગૌ રક્ષક ગ્રુપના આગેવાનોએ બળદના શીગડામાં(કામોઈનું) ઓપરેશન કરવાની સરાહનીય સેવા કરી હતી.
(ફોટો : કશ્યપ જોશી જેતલસર)
મહિનાની પ્રતિ અગિયારસે ગૌસેવકો દ્વારા ખોળનું વિતરણ
જેતલસર: કામધેનું ગૌ રક્ષક ગ્રુપ જેતલસરના યુવાનો ગોપાલ ડોબરિયા, સતીશ ગોંડલિયા, કિશોર પરમાર વિગેરે દ્વારા મહિનાની પ્રતિ અગિયારસના દિવસે ગામ ઉપરાંત જેતપુર શહેરમાં રખડતા રેઢીયાર પશુઓને ખોળ ખવડાવવાની સરાહનીય સેવા કરવામાં આવે છે. (કશ્યપ જોશી-જેતલસર)
રેશમડીમાં ખેડૂત શિબિર યોજાઈ
જેતપુર: જમીન સુધારણા,જમીન જાળવણી અને જમીનને લગતા પ્રશ્નોની ચર્ચાઓ અને ઉકેલ માટે તાજેતરમાં જેતપુરના રેશમડી ગાલોળ ગામે એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )
બુધવાર, 9 ડિસેમ્બર, 2015
પંદર વર્ષ પછી જેતપુર તાલુકા પંચાયતમાં વિજયી પંજા પાછળ પાટીદારોનો સિંહ ફાળો : જગાભાઇ
જેતપુર ડાઈંગ એશોશીયેશન સહીત તમામ વ્યાપારી મંડળો દ્વારા આજે શહેર બંધ પળાશે
સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડતા ૧૫ નવદંપતીઓ
સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના યોજાયેલ
સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં
પગલા પાડતા ૧૫ નવદંપતીઓ
મંત્રોચ્ચાર વચ્ચે ૪ બટુકોએ પણ ધારણ કરી નવી યજ્ઞોપવીત
જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના પ્રખ્યાત શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મસમાજના સમૂહલગ્નોત્સવ અને સમૂહ યજ્ઞોપવિતનું આયોજન થયું હતું. મંદિરના મહંત શ્રી કમલનાથજી બાપુના વરદ હસ્તે સુભારંભ પામેલ તેમજ પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, માજી રાજ્ય મંત્રી જસુબેન કોરાટ, શ્યામલભાઈ મેહતા(અમરેલી), જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખ કાળુભાઈ જોશી, પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણભાઈ વ્યાસ, મોભી વી.આઈ.પંડ્યા, માજી પ્રમુખો કમલેશભાઈ પંડયા અને હરેશભાઈ પંડયા, વાડિયા બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ મહેતા, સંજયભાઈ મહેતા, જેતપુર માર્કેટ યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, નાયબ મામલતદાર નીખીલ મહેતા સહીત જુનાગઢ, જેતપુર, ઉપલેટા, અમરેલી, રાજકોટ, ધોરાજી, પોરબંદર વિગેરે શહેરોન બ્રહ્મ અગ્રણીઓ, દાતાઓની હાજરીમાં યોજાયેલ આ સમૂહલગ્નોત્સવમાં ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડી પોત પોતાના જીવનની બીજી ઇનિગ્સ ચાલુ કરી હતી તો ૪ બટુકોએ યજ્ઞોપવીત(જનોઈ) ધારણ કરી હતી. લગ્નોત્સવને સફળ બનાવવા પ્રમુખ, મંત્રી હિતેશ રાવલ, આશિષ પંડ્યા, સહાયકો ઉપેન્દ્રભાઈ વ્યાસ, જીગ્નેશભાઈ જોશી, ગીરીશભાઈ ઠાકર, સમાજના મહિલા મંડળના નીતાબેન મહેતા સહિતના મહિલા કાર્યકરો વિગેરે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસંગોચિત બોલતા વિઠ્ઠલભાઈ રાદડિયા, જસુબેન કોરાટ અને દિનેશ ભુવાએ જણાવેલ કે, આ લગ્નોત્સવ ભુદેવોનો છે. જેમાં જોડાયેલા નવદંપતીઓને અમો આશીર્વાદ ના આપી શકીએ, અમારે ભુદેવોના આશીર્વાદની જરૂર છે કે જેથી અમો સફળ થઇ શકીએ. મંદિરના મહંત કમલનાથજીબાપુએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર સમૂહલગ્નોત્સવ દરમિયાન દાતાઓ અને અગ્રણીઓ ઉપરાંત કારોબારી સદસ્યોના સત્કાર અને પ્રવચનનો દોરી સંચાર ધારાશાસ્ત્રી દીપકભાઈ વ્યાસ, હિતેશ રાવલે સંભાળ્યો હતો.
(ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર )
KASHYAP JOSHI JETALSAR કરામત આંગળાની !
કરામત આંગળાની !
બાપ, એક આસન એનું (હનુમાનજીનું) રાખો, રામ કથા ઔર જામશે ! બસ આવાજ રામરસને સમસ્ત પામર માનવીની દુનિયાને પીરસનાર પૂજ્ય મોરારીબાપુ આજે જગ વિખ્યાત છે. આ રાષ્ટ્રીય સંતે આદીકાળની રામાયણ અને તેના પાત્રો શ્રી રામચંદ્રજી ભગવાન, વિગેરે ચરિત્રોની જે સમજ આપી ધર્મ અને કર્મની દિશા બતાવી તે ખરેખર મહાન હોવાનું સૌએ સ્વીકારવું પડે ! પણ આવા રાષ્ટ્રીય સંતને પોતાના આંગળાની કરામતથી રેતી દ્વારા ધરતી પર રંગોળી ઉપસાવનાર જેતપુરના રહીશ અને ફાઈન આર્ટનો અભ્યાસ કરતો હાર્દિક ચાવડાએ શહેરીજનોમાં સરાહના પાત્ર બન્યો છે. હાર્દિકે જણાવેલ કે, કલાકાર જેમ પોતાની કલાને પીરસી અન્યોને કોઈ પણ વિષયની શીખ આપે છે તેમ પોતે પણ સત્ય, પ્રેમ અને કરુણાને વાસ્ત્વીકતમાં ફેરવી દેનાર રાષ્ટ્રીય સંતને રેતીની રંગોળી દ્વારા રજુ કર્યા છે. જે તસ્વીરમાં દેખાય છે.
(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતલસર )
ગુરુવાર, 3 ડિસેમ્બર, 2015
જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત પાછળ ખેડૂતોનો સિંહફાળો !!
મોંઘવારીના ત્રાસથી કંટાળીને મતદારોએ સરકાર સામે પરિવર્તનનું બ્યુગલ ફૂંકી દીધું !!
જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં
કોંગ્રેસની જીત પાછળ ખેડૂતોનો સિંહફાળો !!
પાટીદાર ફેક્ટરની કોઈ અસર નથી, ખેતપાકોના પોષણક્ષમ ભાવો વગર તરફડતા
ખેડૂતોએ સરકાર સામે વ્યક્ત કરેલ નારાજગી કોંગ્રેસ માટે જીતની બાજીમાં ફેરવાઈ !!
જેતપુર તા.૩
જેતપુર તાલુકા પંચાયતની ૨૦ માંથી ૧૫ બેઠકો અને જેતપુરની રાજકોટ જીલ્લા પંચાયતની ચારેય બેઠકો કબજે કરનાર કોંગ્રેસે આમ તો ભાજપના ઉમેદવારોની દશા બગાડી નાખી છે પણ એનો અર્થ એ નથી કે પાટીદાર ફેક્ટર કામ કરી ગયું છે.
જેતપુરની ચુંટણીઓમાં કમળને ખીલતા પહેલાજ સમૂળગું મૂરઝાવી દેવા પાછળ આપણા ખેતી પ્રધાન દેશના ખેડૂતોનું સંગઠન કામ કરી ગયું છે. કાળી મજુરી પછી પણ કપાસ જેવા ખેત પાકોના પોષણક્ષમ ભાવો અપાવવામાં નિષ્ફળ રહેલી વર્તમાન સરકાર સામે રોષ, અસંતોષની ભડકેલી ચીનગારીએ ખેડૂતોના માનસપટલ પર રીતસરનો બદલાવ લાવી દેતા ખેડૂતોએ આંખો મીચીને કોંગ્રેસના હાથને ધાર્યા બહારનો મજબુત કરી દેતા વિપક્ષ ભાજપ છાવણીમાં હવે ભારોભાર વસવસા વિષે કશું બચ્યું નથી.
જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના અભૂતપૂર્વ વિજય પાછળ બુદ્ધિજીવી મતદારો કહે છે કે પાટીદારોને અનામત આપવાની કોઈ રાજ્ય સરકારની સત્તા નથી..દેશના બંધારણમાં તાત્કાલિક ફેરફાર કરવો અશક્ય હોય અમોને પણ ખબર છે કે ભાજપ કે કોંગ્રેસ પાટીદારોને અનામત અપાવી શકે એ વાત તથ્યવિહોણી છે.
કોંગ્રેસે અમોને લાલચ આપી હોય કે પાટીદારોને અનામત અપાવી દઈશું તો આવી વાતનો ભ્રામક પ્રચાર કરનાર કોઈ પણ પક્ષ વિચારી લે કે કોંગ્રેસને જીતાડવા પાછળ માત્રને માત્ર મોટેભાગે ખેડૂતોનો હાથ અને સરકાર પ્રત્યેની ખેડૂતોની નારાજગી શિવાય કશું નથી. દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીનો રોષ મતદારો, ખેડૂતોએ સરકાર સામે ઠાલવી વિપક્ષી કોંગ્રેસને ખોબલે ખોબલે મતો આપ્યા છે.
અપવાદરૂપ કહીએ તો ઘણા ખેડૂતોએ કોંગ્રેસ પાટીદારોને અનામત અપાવી શકશે તેવું માની મતદાન કર્યું હોય તો આવા મતદારવર્ગ સામે કોઈ પણ ઉમેદવારને પસંદ ના કરી ઈવીએમ મશીનમાં નોટા બટનને દબાવનાર મતદારવર્ગ પણ ખાસ્સો નોંધાયો છે. સરકારી તંત્રોના મશીનમાં આ નોટાને મત આપનાર મતદારોનું કહેવું છે કે કોઈ પણ ઉમેદવાર ચૂંટાય કે ના ચૂંટાય ?! મતદારોને શું ફેર પડવાનો ? વિજેતા ઉમેદવાર કોઈ ગરીબોના અનાજથી ઘર નહિ ભરી દે અને હારેલો ઉમેદવાર કોઈના ઘરે લુંટ કરવા નથી જવાનો !!
આમ છતાં જેતપુર પંથકમાં કોંગ્રેસની જીત પાછળ કોંગીના કાંડા બળિયા નેતાઓની મહેનત પણ ખુબ કામ લાગી છે. ચુંટણી પહેલા ગામડાઓ ખુંદનાર જેતપુરના જગદીશભાઈ પાંભર જેવા કોંગી આગેવાનોએ જોરશોરથી પ્રવચનો કરેલા હતા કે "જોર જોરથી, વારંવાર અને ખોટું" જ બોલવામાં માહેર વર્તમાન સરકારના ભાઈ બહેનને જાકારો નહિ આપો તો ખેડૂતો પોતાની જણસોના યોગ્ય ભાવો મેળવવામાં આત્મહત્યાઓના માર્ગો અપનાવતા થઇ જશે અને તોય ઉચિત ભાવો તો નહિ જ મળે..
સરકારની બેધારી નીતિનો ઉગ્ર વિરોધ કરી રોષ ઠાલવતા અમુક મતદારો કહે છે કે જેતપુર પંથકમાં અગાઉ વરસાદે વેરેલી તારાજીનો ભોગ બનેલા, જળપ્રલયમાં ઘરબાર ગુમાવનાર અસરગ્રસ્તોની રીતસરની સરકારે મશ્કરી કરી ૨૫૦૦ રૂપરડી જેટલી સહાય કરી મદદ કર્યાનો ઓડકાર ખાતી હોય તો તે વાત અસરગ્રસ્તો માટે જમ્યા પછી આવતો ખાટો અને અણગમતા ઓડકાર સમાન "ઘચરકા" જેવો છે. આવા અસરગ્રસ્તોએ વર્તમાન સરકાર એટલેકે ભાજપને આગામી ૧૫-૨૦ વર્ષ સુધી એક પણ મત પણ મત ના આપવાના જાણે સોગંધ લીધા હોય તેનું પરિણામ ભાજપને સહવું પડ્યું છે.
જેતપુર શહેર અને પંથકના જે ગામો વરસાદી તારાજીના ભોગ બન્યા છે તે તમામ વિસ્તારો અને ગામોના મતદારોએ તો તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની જેમ આગામી ધારાસભા અને વિધાનસભાની ચુંટણીમાં પણ કોંગ્રેસને જ મતો આપી પરિવર્તનનો વાયરો ફૂંકવાનું ચાલુ જ રાખશે તેવું જણાવે છે.
જો કે અહી તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીઓ જીતનાર અમુક શાણા ઉમેદવારોએ તો ત્યાં સુધી કહ્યું કે ભાઈ, માત્ર તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં મેળવેલા વિજયથી કોંગ્રેસે હરખાવા જેવું નથી, કેન્દ્ર સરકારમાં ભાજપના મોદીભાઈ બેઠા છે ત્યાં સુધી વિકાસના કામો કરાવવા કે કઢાવવા ઈ કાચા ચણા ચાવવા જેવું સાબિત થશે. પણ જો મતદારોનો અત્યારનો મિજાજ આગામી ધારાસભા, વિધાનસભાની ચુંટણીઓ દરમિયાન પણ આવોને આવો રહે તો સમુળગી સરકારો બેશક ફરવા માંડે તેમાં શંકાને સ્થાન નથી.
૧૫૪૭ મતદારોએ નોટાને મત આપ્યો
જેતપુર : જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની તમામ બેઠકો પર ૧૫૪૭ થી વધુ મતદારોએ કોઈ ઉમેદવારને પસંદ કરવાને બદલે નોટાને મત આપતા આટલા મતો કોઈ ઉમેદવારને મળ્યા નહોતા. નોટાને મત આપનાર અમુક ધાર્મિક ભાવનાવાળા મતદારોનું કહેવું હતું કે, ઉમેદવાર સારો હોય કે ખરાબ મતદાન કરીએ તો મનોમન દુખ થયા કરે કે આપણે ક્યાંક પાપના ભાગીદાર તો નહિ બનીએ ને ? આવા દુખથી દુર થવા નોટા બટનને પ્રાધાન્ય આપ્યું છે તેમાં કઈ ખોટું નથી જણાતું !!
હવે કોંગ્રેસે શું કરવું પડશે ?
જેતપુર : તાલુકા-જીલ્લા પંચાયતની બેઠકો પર કારમી હારના કારણો શોધવામાં ભાજપ છાવણી આત્મમંથનમાં પડી છે ત્યારે જેતપુર તાલુકા પંચાયતની ૧૫ બેઠકો અને જીલ્લા પંચાયતની ચારેય બેઠકો કબજે કરનાર કોંગી ઉમેદવારોએ હવે રાત દિવસ એક કરી પ્રજા વિકાસના કામો કરવા પડશે, ખેડૂતોને પોત પોતાના કપાસ જેવા ખેત પાકોના યોગ્ય અને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સતત સરકાર ઉપરાંત સંબંધિતોને રજુઆતો કરવી પડશે. અનેક ગામડાઓની પ્રજા હજુ ધૂળિયા રોડ રસ્તા અને અપૂરતા પાણીની સમસ્યા વચ્ચે જીવે છે, તે પ્રશ્નો હલ કરવા પડશે. ચૂંટાયા પછી લાગતા વળગતા ગામડાઓમાં ના દેખાવું તે પ્રથાને દુર કરી પ્રજા સાથે કાયમી સંપર્કો કેળવવા પડશે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર

































