અનુયાયીઓ

રવિવાર, 13 ડિસેમ્બર, 2015

ઘોડીપાસાના ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી ૧૫ પન્ટરો પકડાયા...

જેતપુરના ફૂલવાડી રામજી મંદિર રોડ વિસ્તારમાં ભાડાના મકાનમાં

ઘોડીપાસાના ચાલતા જુગારધામ પર

પોલીસ ત્રાટકી ૧૫ પન્ટરો પકડાયા...

રોકડ રૂ.૨૨૮૦૦, ૧૫ મોબાઈલ, ૪ બાઈક અને એક ઓટોરીક્ષા સહીત રૂ.૨૩૩૮૦૦

નો મુદામાલ કબજે કરતી પોલીસ..પ્રસંગ માટે રૂમ ભાડે રાખ્યો ને ચાલુ કર્યો જુગાર

 

જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના ફૂલવાડી રામજી મંદિર રોડ પર એક મકાનમાં ચાલતા ઘોડીપાસાના જુગાર પર ત્રાટકેલી શહેર પોલીસે ૧૫ શખ્શોને જુગારના સાધનો અને રૂપિયા ૨ લાખ ૩૩ હજાર ૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ફૂલવાડી રામજી મંદિર રોડ પર કોઈ પ્રસંગ સબબ મકાન ભાડે રાખી હાજી ઈસ્માઈલ જુનેજાએ બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર ચાલુ કર્યો હોવાની બાતમી મળતા પીઆઈ એન.કે.વ્યાસે ગત રાત્રીના ૧-૩૦ વાગ્યે સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા ત્યાં ઘોડીપાસાનો જુગાર રમતા ઈસ્માઈલ સહીત સમીર કાસમ(ગોંડલ દરવાજા), સલીમ વાળા(પાંજરાપોળ પાસે), રજા ગોરી(પાંજરાપોળ પાસે), કસમ અબુ(બાપુની વાડી), હનીફ કુરેશી(ફૂલવાડી), ઇમરાન મહમદ(રામજી મંદિર રોડ), હુસેન ઈસ્માઈલ(ફૂલવાડી), શહેઝાદ જુસબ(લાદી રોડ), આરીફ ગફાર(બાપુની વાડી), ઇકબાલ સીદીક(અંકુર પાછળ), હુસેન ઈસ્માઈલ અને યુસુફ ઈસ્માઈલ(બંને ફૂલવાડી), મહમદ ફારુક(પાંજરાપોળ પાસે) અને અસલમ ઈસ્માઈલ(ફૂલવાડી) એમ પંદર શખ્શો ઘોડીપાસા નંગ ૨, રોકડ રૂપિયા ૨૨૮૦૦/-, ૧૫ મોબાઈલ, ૪ બાઈક અને એક ઓટો રીક્ષા સાથે ઝડપાઈ ગયા હતા.

પીઆઈ વ્યાસે તમામ શખ્શો સામે જુગારધારાની કલમો મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

 

જેતપુરમાં ટ્રાફિક પોલીસની કડક કામગીરી

બેદરકાર વાહન ચાલકોને દંડ ફટકાર્યા !

જેતપુર તા.૧૨ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરમાં પીઆઈ એન.કે.વ્યાસના માર્ગદર્શન તળે ટ્રાફિક પોલીસમેનોએ કડક કામગીરી શરુ કરી છે. આજે વાહનવ્યવહાર સબબ બેદરકાર ચાલકોને રોકી હાજર દંડ ફટકાર્યા હોવાનું જાણવા મળે છે.

આ બાબતે ટ્રાફિક પોલીસમેન સુરુભા ઝાલાએ જણાવ્યું હતું કે આજે શીટ બેલ્ટના ૧૬, હેલ્મેટ વગરના ૧૦ ચાલકો, ચાલુ બાઈક ઉપર મોબાઈલ પર વાતો કરતા ૩ ચાલકો અને અન્ય આઠ જેટલા ચાલકો કે જેઓ પાસે લાઈસન્સ ના હોવા, ગાડીના કાગળો ના  હોવા તેવા આઠ જેટલા ચાલકોને ટ્રાફિક કાયદાના ભાગરૂપે સબક શીખવી તમામ પાસેથી રૂપિયા ૩૨૦૦/- હાજર દંડ વસુલાયો હતો. જયારે ૨ વાહનોને ડીટેઇન કરી તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ તકે પીઆઈ વ્યાસે જણાવેલ કે શહેરમાં હજુ પણ ટ્રાફિક કાયદાઓ પરત્વે બેદરકાર નાના મોટા વાહન ચાલકોને પકડવાની કામગીરી કડક બનાવાશે. ઘોંઘાટીયા હોર્ન વાળા ચાલકો અને ચાલુ ચાર ચક્રીય વાહનોમાં બેફામ સંગીત વગાડતા ચાલકોની ગાડીઓ આરટીઓના કાયદાઓ મુજબ પકડી પાડી સખ્ત કાર્યવાહી હાથ ધરાશે. તેઓએ એમ પણ જણાવેલ કે શહેર સગીર વયના બાળકો, છોકરા, છોકરીઓ બેફામ બાઈક ચલાવતા હોય, વાલીઓ પોતપોતાના બાળકોને સમજાવી વાહનો ચલાવવા ના આપે અન્યથા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


ટિપ્પણીઓ નથી: