અનુયાયીઓ

બુધવાર, 9 ડિસેમ્બર, 2015

પંદર વર્ષ પછી જેતપુર તાલુકા પંચાયતમાં વિજયી પંજા પાછળ પાટીદારોનો સિંહ ફાળો : જગાભાઇ

પંદર વર્ષ પછી જેતપુર તાલુકા પંચાયતમાં વિજયી 
પંજા પાછળ પાટીદારોનો સિંહ ફાળો : જગાભાઇ 
જેતપુર તાલુકા પંચાયતમાં અને જીલ્લા પંચાયતમાં લેઉવા પટેલ ઉમેદવારોને પ્રમુખ સ્થાને બેસાડો 

જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા પંચાયતની ૨૦ માંથી ૧૫ અને રાજકોટ જીલ્લા પંચાયતની ચારેય બેઠકો પર કબજો જમાવનાર કોંગ્રેસની સફળતા પાછળ પાટીદારોનો સિંહફાળો હોવાની વાત દોહરાવી અહીના દિગ્ગજ કોંગી આગેવાન જગદીશભાઈ પાંભરે જણાવ્‍યુ હતું.

તેમણે  એવું પણ જણાવેલ કે આ વિજય પટેલ સમાજનો છે. જીલ્લા પંચાયતના પ્રમુખ પડે કોણ બેસી શકે ? તેવા પ્રશ્નના ઉત્તરમાં આ આગેવાને જણાવેલ કે, જીલ્લા પંચાયતના પ્રમુખ પદે અને જેતપુર તાલુકા પંચાયત પડે લેઉવા પટેલ સમાજને જ સ્‍થાન આપવું જોઇએ. બાકી પાર્ટીનો નિર્ણય અંતિમ હોય છે ને પાર્ટી જે કોઇ ઉમેદવારને પ્રમુખ પદનું સુકાન સોંપે તે સર્વમાન્ય જ ગણવું પડે !
     અત્રે નોંધનીય છે કે જેતપુર પંથકમાં દોઢ દાયકા બાદ કોંગ્રેસને જીલ્લા પંચાયતને  ચારે-ચાર બેઠકો ઉપર  વિજય મેળવ્‍યો છે. આ પહેલા વિઠ્ઠલભાઇ રાદડીયા કોંગ્રેસમાં હતા ત્‍યારે કોંગ્રેસને ત્રણ બેઠકો (ત્‍યારે ત્રણ જ હતી) ઉપર વિજય મળ્‍યો હતો. ને આ વખતે ભાજપના રાજ્યમંત્રી, ધારાસભ્ય અને પોરબંદરના સાંસદ પણ ભાજપના જ હોવા છતાં ભાજપના ગઢમાં ગાબડા પાડી કોંગી આગેવાન જગદીશ પાંભરે હવે ઉચ્ચસ્તરીય રાજકીય મોવડી મંડળોમાં ઘેરા પડઘા પાડ્યા હોય, બીજી વખત ધારાસભામાં પુનઃ તાકાત કામે લગાડશે તે નક્કી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

ટિપ્પણીઓ નથી: