અનુયાયીઓ

બુધવાર, 9 ડિસેમ્બર, 2015

જેતપુર ડાઈંગ એશોશીયેશન સહીત તમામ વ્યાપારી મંડળો દ્વારા આજે શહેર બંધ પળાશે

ઉદ્યોગપતિ પરના હુમલાના વિરોધમાં કરશે મૌન વિરોધ 
જેતપુર ડાઈંગ એશોશીયેશન સહીત તમામ 
વ્યાપારી મંડળો દ્વારા આજે શહેર બંધ પળાશે 
જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે જેતપુરના ઉદ્યોગપતિ ગુણવંતભાઈ આશરા પર એક મહિલા સહિતના શખ્શો દ્વારા કરાયેલ હિચકારા હુમલાના શાંત વિરોધ કરવા આજે તા.૧૦ નારોજ ડાઈંગ એશોશીયેશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપાયેલ શહેર બંધના એલાનને સંપૂર્ણ સફળ બનાવવા અનુરોધ કરાયો છે. 
મળતી વિગતો મુજબ અહીના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ અમુક સાડી કારખાનાની ચીમનીઓમાંથી નીકળતા ધુમાડા બંધ કરવા માજી સુધરી સભ્ય સાંજ્વાના પત્ની અને પુત્રએ બધા કારખાનેદારોને તાકીદ કરી હતી. અને આ સંદર્ભે  માજી સુધરાઈ સભ્ય સાંજ્વાએ મામલતદાર કચેરી સામે આંદોલન ચલાવેલ પણ આ પ્રશ્ને યોગ્ય કરાવવાની નાયબ મામલતદાર નીખીલ મહેતાની  ખાતરી બાદ ઉપવાસીએ આંદોલન સંકેલી લીધું હતું.

પણ ઉપવાસ અંદોલન સમેટી લીધાના ત્રીજા દિવસેજ ઉપવાસીના પત્ની-પુત્રે  ન્યુ ખટાઉ ટેક્સટાઈલ નામના સાડી એકમના માલિક ગુણવંતભાઈ લીલાધરભાઇ આશરા ઉપર ગઈ કાલે હિચકારો હુમલો કરતા આ ઉદ્યોગપતિને લોહીલુહાણ હાલતમાં પ્રથમ અહીની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યા હતા. પોલીસે માજી સુધરાઈ સભ્યના પત્ની અને પુત્ર સામે જરુરી ગુનો નોંધ્યો હતો.

જયારે સામા પક્ષે માજી સુધરાઈ સભ્યના પત્નીની ફરિયાદ પરથી પોલીસે ગાળો આપી ખરાબ વર્તન કરવા બદલ ઈજાગ્રસ્ત ઉદ્યોગપતિ સામે પણ ગુનો નોંધ્યો છે. જેતપુર ડાઈંગ એશોશીયેશનના રાજુભાઈ પટેલ અને ચેમ્બરસુત્રોએ ગઈકાલેજ હોસ્પિટલ ખાતે પત્રકારોને નિવેદનો આપતા જણાવેલ કે અમો ઉદ્યોગપતિઓ છીએ. જેતપુરનું ભલું કરવા માંગીએ છીએ. અમારે કોઈની સાથે બાધવું બોલવું નથી પણ જયારે એક ઉદ્યોગપતિ પર હુમલો થયો છે તેનો શાંતિપૂર્ણ વિરોધ કરવા જેતપુર બંધનું એલાન આપવામાં આવે છે. જેમાં શહેરની તમામ નામી અનામી સંસ્થાઓ, વ્યાપારી મંડળો જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 

ટિપ્પણીઓ નથી: