અનુયાયીઓ

બુધવાર, 9 ડિસેમ્બર, 2015

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડતા ૧૫ નવદંપતીઓ

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના યોજાયેલ

સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં

પગલા પાડતા ૧૫ નવદંપતીઓ

મંત્રોચ્ચાર વચ્ચે ૪ બટુકોએ પણ ધારણ કરી નવી યજ્ઞોપવીત 

જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના પ્રખ્યાત શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મસમાજના સમૂહલગ્નોત્સવ અને સમૂહ યજ્ઞોપવિતનું આયોજન થયું હતું. મંદિરના મહંત શ્રી કમલનાથજી બાપુના વરદ હસ્તે સુભારંભ પામેલ તેમજ પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, માજી રાજ્ય મંત્રી જસુબેન કોરાટ, શ્યામલભાઈ મેહતા(અમરેલી), જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખ કાળુભાઈ જોશી, પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણભાઈ વ્યાસ, મોભી વી.આઈ.પંડ્યા, માજી પ્રમુખો  કમલેશભાઈ પંડયા અને હરેશભાઈ પંડયા, વાડિયા બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ મહેતા, સંજયભાઈ મહેતા, જેતપુર માર્કેટ યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, નાયબ મામલતદાર નીખીલ મહેતા સહીત જુનાગઢ, જેતપુર, ઉપલેટા, અમરેલી, રાજકોટ, ધોરાજી, પોરબંદર વિગેરે શહેરોન બ્રહ્મ અગ્રણીઓ, દાતાઓની હાજરીમાં યોજાયેલ આ સમૂહલગ્નોત્સવમાં ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડી પોત પોતાના જીવનની બીજી ઇનિગ્સ ચાલુ કરી હતી તો ૪ બટુકોએ યજ્ઞોપવીત(જનોઈ) ધારણ કરી હતી. લગ્નોત્સવને સફળ બનાવવા પ્રમુખ, મંત્રી હિતેશ રાવલ, આશિષ પંડ્યા, સહાયકો ઉપેન્દ્રભાઈ વ્યાસ, જીગ્નેશભાઈ જોશી, ગીરીશભાઈ ઠાકર, સમાજના મહિલા મંડળના નીતાબેન મહેતા સહિતના મહિલા કાર્યકરો વિગેરે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસંગોચિત બોલતા વિઠ્ઠલભાઈ રાદડિયા, જસુબેન કોરાટ અને દિનેશ ભુવાએ જણાવેલ કે, આ લગ્નોત્સવ ભુદેવોનો છે. જેમાં જોડાયેલા નવદંપતીઓને અમો આશીર્વાદ ના આપી શકીએ, અમારે ભુદેવોના આશીર્વાદની જરૂર છે કે જેથી અમો સફળ થઇ શકીએ. મંદિરના મહંત કમલનાથજીબાપુએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર સમૂહલગ્નોત્સવ દરમિયાન દાતાઓ અને અગ્રણીઓ ઉપરાંત કારોબારી સદસ્યોના સત્કાર અને પ્રવચનનો દોરી સંચાર ધારાશાસ્ત્રી દીપકભાઈ વ્યાસ, હિતેશ રાવલે સંભાળ્યો હતો.

(ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર )


ટિપ્પણીઓ નથી: