અનુયાયીઓ

બુધવાર, 9 ડિસેમ્બર, 2015

KASHYAP JOSHI JETALSAR કરામત આંગળાની !

કરામત આંગળાની !

બાપ, એક આસન એનું (હનુમાનજીનું) રાખો, રામ કથા ઔર જામશે ! બસ આવાજ રામરસને સમસ્ત પામર માનવીની દુનિયાને પીરસનાર પૂજ્ય મોરારીબાપુ આજે જગ વિખ્યાત છે. આ રાષ્ટ્રીય સંતે આદીકાળની રામાયણ અને તેના પાત્રો શ્રી રામચંદ્રજી ભગવાન, વિગેરે ચરિત્રોની જે સમજ આપી ધર્મ અને કર્મની દિશા બતાવી તે ખરેખર મહાન હોવાનું સૌએ સ્વીકારવું પડે ! પણ આવા રાષ્ટ્રીય સંતને પોતાના આંગળાની કરામતથી રેતી દ્વારા ધરતી પર રંગોળી ઉપસાવનાર જેતપુરના રહીશ અને ફાઈન આર્ટનો અભ્યાસ કરતો હાર્દિક ચાવડાએ  શહેરીજનોમાં સરાહના પાત્ર બન્યો છે. હાર્દિકે જણાવેલ કે, કલાકાર જેમ પોતાની કલાને પીરસી અન્યોને કોઈ પણ વિષયની શીખ આપે છે તેમ પોતે પણ સત્ય, પ્રેમ અને કરુણાને વાસ્ત્વીકતમાં ફેરવી દેનાર રાષ્ટ્રીય સંતને રેતીની રંગોળી દ્વારા રજુ કર્યા છે. જે તસ્વીરમાં દેખાય છે.

(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતલસર )



ટિપ્પણીઓ નથી: