અમદાવાદની શ્રી વલ્લભધામ હવેલીમાં પ્રાગટય મહોત્સવ...
જેતપુર : અમદાવાદ શ્રી વલ્લભધામ હવેલી, મણીનગરમાં શ્રી ગોકુલેશ પ્રભુ પ્રાગટય મહોત્સવ ઉજવાઇ રહ્યો છે તેનું મંગલદીપ પ્રાગટય થયું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમુદાય એકત્રીત થયો. આજે દ્વિતિય દિવસના કાર્યક્રમમાં શ્રી ગોકુલેશ પ્રભુ ગુણગાન ગવાયા હતા. આ તકે પુષ્ટિ સ્નેહ સમારંભ શ્રી વલ્લભધામ હવેલીમાં યોજાયો હતો જેનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવજનોએ લીધેલ છે. આ મંગલ પ્રસંગે મણીનગર વિસ્તારના નવા ચૂંટાયેલા મ્યુનિસિપલ કોર્પોરેટરો, સમાજના અગ્રણીઓ નામી અનામી વૈષ્ણવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હોવાનું જેતપુરના વૈષ્ણવજનોએ જણાવ્યું હતું.
(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતપુર )


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો