LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 14 માર્ચ, 2015
જેતપુરના સરધારપુર ગામના ખેડૂતનો ભોગ લેતી આર્થિક ભીંસ !
જેતલસરના વિપ્ર વૃદ્ધની માનવતા ! 5 હજાર રોકડ ભરેલું પર્સ માલિકને પરત કર્યું
ધો.5 ની બે છાત્રાઓને સ્કેલ-ધુમ્બા વતી માર મારતા ચકચાર !
જેતપુરના રેશમડીગાલોળ ગામે કાલથી ગૌ ભાગવત કથાનું આયોજન
જેતપુર તા.14
જેતપુર તાલુકાના રેશમડીગાલોળ ગામ ખાતે આવતીકાલ તા. 16.3 થી 19.3 એમ ચાર દિવસીય ગૌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત રેશમડીગાલોળના પ્રજાજનો તેમજ શ્રી કામધેનું ગૌ સેવા સમાજ દ્વારા આયોજિત આ કથાના વ્યાસાસને ડભોઈના વિશ્વ ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન બિરાજી પોતાની આગવી શૈલીથી કથાનું સૌને રસપાન કરાવશે. ગૌ શાળાના લાભાર્થે યોજાનાર આ કથા સ્થળે તા.18 ના રોજ રાત્રીના નારાયણ ઠાકોર, અલ્પા પટેલ, મનસુખભાઈ વિગેરે કલાકારોના લોકડાયરાનું પણ આયોજન કરાયું હોય, ધર્મપ્રેમી જનતાએ ગૌ ભાગવત કથા અને ડાયરાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812
શુક્રવાર, 13 માર્ચ, 2015
સાંસદ રાદડિયાની દરમિયાનગીરીથી રેલ્વે હદની દબાણ હટાવ ઝુંબેશ અટકી !
જેતલસર પંથકના નવી સાંકળી ગામે વીજટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતા ટીસી ખાક, ખેડૂતો ભારે હેરાન !
ગુરુવાર, 12 માર્ચ, 2015
ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજની સ્થાપનાઃ પ્રમુખ તરીકે પ્રભુલાલ ત્રિવેદી
સંગઠનને મજબુત બનાવવા તાલુકા અને જીલ્લા લેવલે જ્ઞાતીનાં યુવાનો અને મહિલાઓનાં સંગઠનો બનાવી હોદે્દારોની નિમણુક કરાશે
જેતપુર તા.12 સૌરાષ્ટ્ર-કચ્છનાં જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતાં ઔદિચ્ય સહષા ચિભડીયા બ્રહ્મસમાજ પરીવારનું સંગઠન મજબુત બનાવવા અને એક છત નીચે લાવવા માટે રાજકોટમાં શ્રી ઔદિચ્ય સહષા ચિભડીયા સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે. આ અંગેમળેલ મીટીંગમાં સંગઠનને વધુ બળવતર બનાવવા માટે હાલ શ્રી પ્રભુલાલ કે. ત્રિવેદીની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.
સાથે સાથે અમરેલીમાં ડી.જી. મહેતા ધારીમાં એડવોકેટ માધવરાય ભાનુશંકર જોષી, ખાંભામાં લલીતભાઇ મનસુખભાઇ ભટ્ટ, જુનાગઢમાં દિલીપભાઇ હરેન્દ્રભાઇ ભટ્ટ, જેતપુરમાં જીતેન્દ્રભાઇ જયસુખલાલ જોષી (પત્રકાર), કશ્યપ જયસુખલાલ જોશી (પત્રકાર) , રાજુલામાં ભરતભાઇ રાજયગુરૂ, બાબરામાં નિરંજનભાઇ ધીરજલાલ રાજયગુરૂ, ગોંડલમાં વસંતરાય ગીરજાશંકર ભટ્ટની નિમણુક કરવામાં આવેલ છે. ઉપરોકત મીટીંગમાં પ્રભુલાલભાઇ ત્રિવેદી, દિનેશભાઇ રાવલ, સુભાષભાઇ ઠાકર, અમુભાઇ ત્રિવેદી, હર્ષદભાઇ ઠાકર, ઉદયભાઇ ઠાકર, અશોકભાઇ જોષી, રાજુભાઇ જોષી, અરવિંદભાઇ રાવલ, કમલેશભાઇ ઠાકર, જયપ્રકાશભાઇ ભટ્ટ, દિનેશભાઇ ત્રિવેદી, અશ્વિનભાઇ દવે, ભાલચંદ્રભાઇ ત્રિવેદી, કિશોરભાઇ હરીલાલ ઠાકર, તથા કિશોરભાઇ એચ. જોષી હાજર રહેલ હતાં. સંગઠનના સભ્યપદ માટે પ્રભુલાલભાઇ કે. ત્રિવેદી,(મોઃ- ૯૩૭૪૧ ૨૭૭૭૯), કમલેશભાઇ ઠાકર (મોઃ- ૯૪૨૬૨ ૨૯૨૦૮)નો અથવા સંસ્થાના હંગામી કાર્યાલયનાં સરનામે- ૩૩૧, સદ્ ગુરૂ આર્કેડ, જીવન કોમ બેંક પાસે, ઢેબર રોડ (વન-વે), રાજકોટ ખાતે સાંજે ૬-૩૦ થી ૮-૦૦ વાગ્યા વચ્ચે રૂબરૂ સંપર્ક કરવો તેમ સંસ્થાની યાદી જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
9974262812
મંગળવાર, 10 માર્ચ, 2015
અવસાન નોંધ : 10-03-2015
પતિને 18 માસની સાદી કેદની સજા ફટકારતી જેતપુરની સેશન્સ કોર્ટ...
પતિને 18 માસની સાદી કેદની સજા ફટકારતી જેતપુરની સેશન્સ કોર્ટ...
દિયર તથા સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાયા, 21 મહિનામાંજ ચુકાદો આપી દેતી જેતપુરની કોર્ટ !!
જેતલસર તા.10
આજથી વીસેક મહિના પહેલા જેતપુરમાં પ્રજાપતિ પરિવારની એક પરિણીતાને દહેજ સંબંધી શારીરિક-માનશીક ત્રાસ આપી સાસરીયે મરવા મજબુર કરનાર પતિને આજે જેતપુરની સેશન્સ કોર્ટે 18 મહિનાની સાદી કેદ અને રૂપિયા 1000 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાએ જણાવ્યું હતું..
બનાવની મળતી વિગતો મુજબ જેતપુરમાં ભાદરના સામા કાંઠે વાસુકીદાદાના મંદિર વાળા વિસ્તારમાં રહેતી ઇલાબેન ધીરુભાઈ દેવળિયા નામની પ્રજાપતિ પરિણીતાને સાસરિયાઓ દહેજ સંબંધી મહેણાં-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય, ઇલાબેનને જીવવું મુશ્કેલ જણાતાં તેણીએ જેતપુર સ્થિત સાસરીયે ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર જેતપુર અપાવી ઇલાબેનને વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પીટલમાં ખસેડેલ..
જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બીજીબાજુ મૃતક મહિલાના પોરબંદર સ્થિત પિતા કુંભાર ભાણજીભાઈ દાનાભાઈ માવદીયા-પ્રજાપતિએ જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં.62/13 થી ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયા, દિયર અશોક નારણ દેવળિયા, તથા સસરા નારણ વીરજી દેવળિયા વિરુદ્ધ તા.17-5-2013 આઈપીસી કલમ 498(ક), 306, 313, 114 તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ 4,7 મુજબ ગુનો નોંધાવી પોતાની દીકરીને મરવા મજબુર કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવેલ..
આ ફરિયાદનો કેઈસ આજે જેતપુરની એડીશનલ સેશન્સ ડિસ્ટ્રીક્ટ જજ કે.એમ.દવેની કોર્ટમાં ચાલતા, સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાની ધારદાર દલીલોના અંતે જજ દવે એ ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયાને કસુરવાર માની 18 મહિનાની સાદી કેદ અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો. જયારે ઈલાના દિયર અને સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
બોક્સ: રૂ.2 લાખની માંગે ઈલાનો જીવ લીધો !!
જેતલસર : સરકારી વકીલ ડેન્ગરાએ જણાવેલ કે મૃતક પરિણીતાના પિતા ભાણજીભાઈ માવદીયાએ ધ્રાફા મુકામે જમીન વેંચતા મોટી રકમ જોઈ ગયેલો પતિ ધીરુએ રૂપિયા 2 લાખ પિયરિયેથી લાવવા ઈલા ઉપર સતત દબાણ અને માનસિક ત્રાસ શરુ કર્યો હતો. જે અસહ્ય બની જતા ઈલાને મરવા મજબુર થવું પડ્યું હતું. મૃતક મહિલાને એક પોલીયોગ્રસ્ત બાળક(સાસરીયે) પણ હોવાનું કોર્ટસુત્રોએ જણાવેલ.
કશ્યપકુમાર જે. જોશી જેતલસર-જેતપુર
99742 62812
સોમવાર, 9 માર્ચ, 2015
JETPURNA SAMACHARO KASHYAP JOSHI JETPUR JETALSAR
રવિવાર, 8 માર્ચ, 2015
: JETPURMATHI PAR PRAANTIY SAGIRANU APHARAN
Kashyap Joshi Jetpur
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: 08-Mar-2015 7:32 pm
Subject: JETPURMATHI PAR PRAANTIY SAGIRANU APHARAN
To: "edtrajkot" <edtrajkot@yahoo.com>
Cc: "kkumarjoshi" <kkumarjoshi@gmail.com>
KASHYAP JOSHI JETPUR
શનિવાર, 7 માર્ચ, 2015
જેતલસરમાં 15 વર્ષ બાદ ધુળેટીના દિવસે "રાં " નીકળ્યો ! ગ્રામજનોએ ઉદાર હાથે રૂ.26 હજાર ફાળો આપ્યો..
જેતલસરમાં 15 વર્ષ બાદ ધુળેટીના
દિવસે "રાં " નીકળ્યો !
ગ્રામજનોએ ઉદાર હાથે રૂ.26 હજાર ફાળો આપ્યો..
ફાળાની રકમ ગૌસેવા અને પક્ષીઓની ચણ માટે વપરાશે
(કશ્યપ જોશી) જેતલસર તા.7
જેતલસર ગામે ગઈકાલે ધુળેટીના દિવસે ગામના સરદાર ગ્રુપ અને કામધેનું ગૌ રક્ષક ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા 15 વર્ષ થયા બંધ થયેલ "રાં " કાઢવાનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાતા સમસ્ત ગામના લોકોએ ભારે મોજ માણી હતી.
જેતલસરમાં પ્રતિ ધુળેટીના દિવશે ગધેડા ઉપર ઉંધા મોઢે યુવાનને બેસાડી આખા ગામમાં ફેરવાતો. ગધેડા ઉપર બેસનાર યુવાનને વરરાજાનો દરજ્જો અપાતો, અને બીજો યુવાન તેમની દુલ્હનનો વેશ ધારણ કરી પગપાળા અથવાતો ગધેડા ઉપરજ ફેરવાતી. વર્ષો થયા સેવાના કામ માટે યોજાતા આવતા આ કાર્યક્રમ છેલ્લા 15 વર્ષ થયા બ્રેક લાગી ગઈ હતી.
પણ આ વર્ષે ગામમાં સેવાના કામો માટે સતત ખડે પગે રહેતા સરદાર ગ્રુપ અને કામધેનું ગૌ રક્ષક ગ્રુપના યુવાનોએ આ કાર્યક્રમ પુનઃ ચાલુ કર્યો હોય તેમ ધુળેટીના દિવસે સવારથીજ ડીજેના સથવારે, વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો ઉડાડતા ગોપાલ ભીખુભાઈ ડોબરિયા(કામધેનું ગૌ રક્ષક ગ્રુપ સંગઠન જેતપુર તાલુકા પ્રમુખ ) વરરાજાની ભૂમિકા અદા કરી દુલ્હન જશ્મીન ભુવા સાથે આખા ગામમાં નાચી, રાસ રમી, કોમેડી કરી, વર-વધુ તમારા દ્વારે આવ્યા છે, કૈક ચાંદલો, દક્ષિણા, પસ (ભરાવો) આપો, તમારા પૈસા ગૌસેવા અને પક્ષીઓની ચણ માટે વપરાશે તેવી અપીલ કરતા જેતલસરના લોકોએ ફૂલ નહિ તો ફૂલ પાંખડી રૂપે રૂપિયા 26000 ફાળો આપ્યો હતો.
સવારથી બપોર સુધી ચાલેલા આ કાર્યક્રમમાં વરરાજા અને લાડીને ઉત્સાહ પીરસવામાં મિલન રૈયાણી, કૃપેશ ડોબરિયા, મેહુલ પોલરા, કિશોર રૈયાણી, સાગર ભુવા, મુન્નો ભુવા, યોગેશ રૈયાણી, રોહિત ભુવા વી. યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
બોક્સ: કોણ 'રા' બને ? તેનું મહત્વ શું ?
જેતલસર: વરસમાં એક વખત, ધુળેટીના દિવસે યોજાતા આ કાર્યક્રમમાં ઉંધે ગધેડે બેસી રાં બનવા પાછળની માન્યતા બતાવતા ગામના બુજુર્ગો જણાવે છે કે જીવનમાં કોઈ શારીરિક કે માનશીક યાતનાઓના છુટકારા માટે યુવાનો '' રાં '' બને છે અને તેમની એક મનોકામના હોય છે કે સેવાના કામો માટે આવી રીતે પ્રજા વચ્ચે ફરીને, સૌને આનંદ પીરસીને ફાળો એકત્ર કરવામાં આવે છે. અને આવી શ્રદ્ધાથી '' રાં '' બનનારને ફાયદો, રાહત પણ થતી હોવાની વાત સમયાંતરે સાબિત થાય છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર 9974262812












































