અનેક ગરીબો ઉપર આભ ને નીચે ધરતી જેવી હાલતમાં પટકાતા હાલ પૂરતા બચ્યા !
સાંસદ રાદડિયાની દરમિયાનગીરીથી રેલ્વે હદની દબાણ હટાવ ઝુંબેશ અટકી !
જેતલસરતા.14
જેતપુરમાં આજે રેલ્વે એન્ક્રોંચમેન્ટ, એટલેકે રેલ્વેની હદમાં થયેલા દબાણને દુર કરવાની ઝુંબેશ શરુ થયાની ગણતરીની મીનીટોમાં જ સાંસદ વીઠ્ઠલભાઈ રાદડિયાની દરમિયાનગીરીથી અટકી જતા અનેક ગરીબ અને મધ્યમવર્ગી લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.
રેલસુત્રોના વર્તુળોના વિગતો આપવાના નનૈયા વચ્ચે મેળવાયેલી વિગતો મુજબ આજે જેતપુરના ભાદરના બેઠા પુલ પાસે, સામા કાંઠા વિસ્તારમાં વેસ્ટર્ન રેલ્વેની હદમાં થયેલી વ્યાપક પેશકદમીને દુર કરવા રેલ્વેના એન્જી.વિભાગના સોનારા(ગોંડલ) તથા પાંડે(વીરપુર) એમ બંને અધિકારીઓ આરપીએફના મોટા કાફલા સાથે રેલવેના ગેંગમેન સહિતના કર્મીઓને લઈને મારતે ઘોડે જેતપુર દોડી આવ્યા હતા.
અને ભાદર સામા કાંઠા વિસ્તાર નજીકથી પસાર થતી રેલ્વે લાઈન અને પુલ પાસે વર્ષો થયા ખડકાઈ ગયેલા દબાણો દુર કરવાની વીજળીક કામગીરી શરુ કરી હતી. પણ આ બારાની જાણ થતાજ રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના પિતા અને પોરબંદરના સાંસદ વીઠ્ઠલભાઈ રાદડિયા ઘટના સ્થળે દોડી જઈ, બાજી સંભાળતા, પેશકદમી દુર કરવા માંગતા રેલ્વેના સંબંધીતોને ડેલીએ હાથ દઈને પાછા ફરવા જેવી નોબત સહવી પડી હતી.
જોકે અચાનક આવેલા ઓડકાર જેવા ખોંખારા વચ્ચે રેલબાબુઓએ જણાવેલ કે આજ નહિ તો કાલ, દબાણ જોવા મળશે કે સાબિત થશે તો રેલતંત્ર હટાવ્યા વગર નહિ રહે તે પાક્કું છે. આ બાબતે જે હોય તે પણ કાંડા બળિયા નેતા વીઠ્ઠલભાઈ ની દરમિયાનગીરી થી અનેક ગરીબો તેમજ મધ્યમ વર્ગના લોકો ઉપર આભ અને નીચે જમીન તેમજ માવઠાની દારુણ હાલતમાં પટકાઈ જતા બચી જતા તમામે રાહત અને હાશકારાની લાગણી વ્યક્ત કરી હતી.
બોક્સ: ભાવનગરના રેલસુત્રો સાથે સાંસદની વાત..
જેતલસર: જેતપુરની આજની આ ઘટના બાબતે સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ જણાવેલ કે તેઓએ ભાવનગર સ્થિત વેસ્ટર્ન રેલવેના સંબંધિતો સાથે વાત કરી હતી કે રેલવેના સંબંધિતો તેમની(સાંસદની) સાથે પ્રથમ એક બેઠક યોજી, રેલ્વેની હદ નક્કી કરે, કારણ જ્યાં દબાણ હટાવવા તંત્ર આવ્યું ત્યાં રેલ પાટા ઊંચા છે, પુલ ઉંચો છે, વચ્ચેથી એક રોડ પસાર થાય છે છતાં રેલવેને દબાણ ક્યાં નડે છે ? શુકામ નડે છે ? ઈ તો ચોખવટ કરો !!
કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર - 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો