જેતપુરના સરધારપુર ગામના ખેડૂતનો ભોગ લેતી આર્થિક ભીંસ !
જેતપુર તા.14
તાલુકાના સરધારપુર ગામે રહેતા ચુનીલાલ વલ્લભભાઈ પટોળીયા (ઉ.વ.45)એ ગઈ કાલે પોતાની વાડીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પટેલ સમાજમાં શોક ફેલાયો છે. પોલીસના પ્રાથમિક તારણમાં ચુનીભાઈ લાંબા સમય થયા આર્થિક ખેંચ અનુભવતા હોય, કાયમી છુટકારા માટે આવું પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.
ઝેરી મધમાખીનો ડંખ સ્ટેશનવાવડીના આધેડ માટે જીવલેણ નીવડ્યો !
જેતપુર તા.14
તાલુકાના સ્ટેશન વાવડીના આહીર ઘુસાભાઈ લાખાભાઈ ભેડા(ઉ.વ.49) ગઈકાલે મિત્રની વાડીએ બાઈક ઉપર જતા હતા ત્યારે રસ્તે ઉડતી ઝેરી માખીઓ ઘુસાભાઈ ને ચોટી જઈ ડંખ મારતા તેમને કાળી બળતરા સાથે પરિવારજનો દવાખાને લઇ જતા હતા. પણ આ આધેડ માટે ઝેરી માખીઓનો ડંખ જીવલેણ નીવડ્યો હોય તેમ તેનું રસ્તામાંજ મોત થતા તેમની ડેડબોડીને પીએમ માટે હોસ્પીટલે ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબોની જાણ પરથી પોલીસે ધોરણસરની વિધિ હાથ ધરી હતી.
કશ્યપ જોશી જેતપુર 9974262812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો