જેતપુરમાં આજે ખાંટ સમાજના સમૂહ લગ્ન
જેતપુર તા.9
જેતપુરમાં આજે તા.10 મંગળવારે સમસ્ત ખાંટ રાજપૂત સમાજના સમુહલગ્ન યોજાશે.
અહીના ધારેશ્વર વિસ્તારમાં પંપની સામે યોજાનાર આ સમૂહલગ્નમાં 14 દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે.
ગળથ બરવાળા ગામે ભાગવત સપ્તાહ
રક્તદાન કેમ્પ યોજાયા
જેતપુર તા.9
તાજેતરમાં ગળથ બરવાળા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ તેમજ રક્તદાન કેમ્પ યોજાયા હતા. શાસ્ત્રી રાજેન્દ્રભાઈ જાનીના વ્યાસાસને યોજાયેલી કથા શ્રવણનો સાતેય દિવસ ભાવિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ગામના દરબાર શ્રી મામ્કુભાઈ ડેરૈયા તેમજ પટેલ સમાજના જાદવભાઈ સેલાડીયા સહિતના ગ્રામજનોએ કથાના આયોજનને સફળ બનાવવા જાહેમત ઉઠાવેલ, જેતપુરના સુજીતભાઈ જીલુભાઈ વાંકના સંગીન પ્રયાસો વચ્ચે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 73 સીસી રક્ત એકત્ર થયું હતું.
જેતપુરમાં ધો.12 સા.પ્ર.ની
બેઠક વ્યવસ્થામાં ફેરફાર
જેતપુર : રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી ની યાદી મુજબ આગામી ધો.12 ની સામાન્ય પ્રવાહની લેવાનાર પરીક્ષામાં જેતપુર (039) કેન્દ્રમાં બિલ્ડીંગ નંબર 3 બ્લોક નં 23 થી 34 કુલ બ્લોક 12 પહેલા શ્રીજી વિનય મંદિર, અમરનગર રોડ, જેતપુરને ફાળવેલ, જેમાં ફેરફાર કરીને લાયન્સ હાઈસ્કુલ (આલ્ફા ઈંગ્લીશ સ્કુલ ) અમરનગર રોડ જેતપુરમાં ફાળવાયેલ હોય સંબંધિત શિક્ષકો તથા વાલીઓ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવા અનુરોધ કરાયો છે.
બાવાપીપળીયા દુષ્કર્મ કેસના
તહોમતદારનો જામીન પર છુટકારો
જેતપુર તા.9
જેતપુર તાલુકાના જેતલસર પંથકના બાવાપીપળીયા ગામની એક યુવતી પર તે જ ગામના અનીલ પ્રેમજી નામના યુવાને દુષ્કર્મ આચર્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે તહોમતદારને જે તે વખતે પકડીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલેનો હુકમ કરેલ હતો.
દરમિયાન શહેરના ધારાશાસ્ત્રી જનકભાઈ પટેલે આજે અનિલને જામીન પર છોડાવવા અરજી સાથે દલીલો કરતા કોર્ટે શરતી જામીન ઉપર અનિલને છોડી મુક્યો હતો.
જેતપુરમાંથી પરપ્રાંતીય સગીરાનું અપહરણ
જેતપુર તા.9
આજથી એક મહિના પહેલા એક પરપ્રાંતીય સગીરાના અપહરણની ગઈ કાલે જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ થતા સીપીઆઈ રાવતે તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ અહીના અમરનગર રોડ ઉપર આવેલા આશા પ્લાસ્ટિક નામના કારખાનામાં મજુરીકામ કરતા મદનલાલસિંગ ભીમસિંગ વૈઢા ની 14 વર્ષ 9 માસની પુત્રી ને તે જ કારખાનામાં કામ કરતો ભીખો ઠાકોર (રહે.સેલાણા, તા.રાધનપુર) લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીપીઆઈ કે.આર.રાવતે તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર - 9974262812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો