અનુયાયીઓ

સોમવાર, 2 માર્ચ, 2015

જેતલસર જેતપુરના વિવિધ સમાચારો કશ્યપ જોશી-જેતલસર )




મંડલીક્પુર-સાંકળી બાઈપાસ રોડમાં સર્જાયેલા ખાડાથી વાહનચાલકો ત્રસ્ત 
જેતલસર તા.2
   જેતલસર નજીકના મંડલીકપૂર-સાંકળી બાઈપાસ રોડમાં પડી ગયેલા મોટા મોટા ખાડાથી વાહન ચાલકો ત્રાસી ગયા છે.
આ બાબતે સંજય રૈયાણી નામના યુવાને ફરિયાદ કરી છે કે મંડલીકપૂર-સાંકળી બાઈપાસ રોડ બન્યો તેને લાંબો સમય થયો નથી, છતાં આ રોડ ફાટી ગયો છે.
   તેમજ રોડ પરના મોટા ખાડાથી અકસ્માત સર્જાવાની દહેશત ઉભી થઇ રહી છે. કારણ રાત્રીના આ ખાડા દેખાતા ના હોય, નાના વાહન ચાલકો ભફાંગ કરતા ખાડામાં ફસાઈને ગબડી રહ્યા છે.
   સરકારી તંત્રે આ રોડ ઉપર ડામરના થીગડા માર્યા છે પણ આનાથી રોડ વધારે ખરાબ થયો હોય, સંબંધિતો આ રોડ ની તાકીદે હાલત સુધારે તેવી માંગ કરાઈ છે.

જેતલસરના રેલ્વે કર્મચારીને ભાવનગરમાં વિદાયમાન અપાયું 
જેતલસર તા.2
જેતલસર ગામના રહીશ  અને રેલ્વેમાં ગેઇટમેન તરીકે નોકરી કરતા ભીખુભાઈ શામજીભાઈ ડોબરિયા તાજેતરમાં વય મર્યાદાને કારણે નિવૃત થયા હતા. જેઓને ભાવનગર ખાતે ડી.આર.એમ. જ્યોતીપ્રકાશ પાંડે સહિતના રેલ અધિકારીઓની હાજરીમાં હારતોરા કરી, શાલ ઓઢાડી વિદાયમાન અપાયું હતું. (ફોટો લાઈન : કશ્યપ જોશી-જેતલસર )


સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના આગેવાનોનો મત..
સૌરાષ્ટ્રને વધુ એક વખત અન્યાયની પરંપરાનો અહેસાસ કરાવતું રેલવે બજેટ !
વર્ષોજૂની અમરેલી જીલ્લાની બ્રોડગેજ માંગણી જૈસે થે ! સૌરાષ્ટ્ર-અમરેલી જિલ્લાને ન્યાય અપાવવા ગુજરાત સ્થાપના દિન 1લી મે થી સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ છેડશે આંદોલન 

જેતપુર તા.2
તાજેતરમાં ભારત સરકારે રજુ કરેલા રેલ બજેટમાં સૌરાષ્ટ્ર સાથેના અન્યાયની પરંપરા ચાલુ રહી હોય, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ દિનેશ વિઠલાણી, મંત્રી ગુણવંત ધોરડા સહિતના આગેવાનોએ આ વાતનો રોષ વ્યક્ત કરી આગામી 1.5.2015 ને ગુજરાતના સ્થાપના દિવસથી આંદોલનાત્મક કાર્યક્રમો શરુ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ એ સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના આગેવાનોનું કહેવું છે કે રેલ્વે ભાડા યથાવત રાખ્યા તે વાત આવકાર્ય છે પણ નુર ભાડામાં 2 થી 10 ટકાનો વધારો સૌ માટે અસહ્ય બની રહેશે. અમરેલી જીલ્લાનું વડું મથક અમરેલી હોવા છતાં જીલ્લાભરની પ્રજા સાથે રેલ પ્રશાશને ઓરમાયું વર્તન દાખવ્યું હોય તેમ આ વર્ષના બજેટમાં અમરેલીની કોઈ વાત કે પ્રશ્ન નાં ફાળવાતા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ આ વાતનો વિરોધ વ્યક્ત કરી વખોડે છે.
તો સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની લાંબી માંગણી મુજબ સુરેન્દ્રનગર - વિરમગામ વચ્ચે રૂપિયા 80 કરોડ ફાળવતા આ વાતને આવકારી આ કામો તાકીદે શરુ કરવાની માંગ દોહરાવાઈ છે.
સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના મંત્રી ગુણવંતભાઈ ધોરડાએ એક આનંદ વ્યક્ત કરી જણાવેલ કે ઢસા-જેતલસર ગેઇજ પરિવર્તન કરવાની સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની લાંબા સમયની માંગણી સ્વીકારી  રેલ તંત્રે આ માટે રૂપિયા 80 કરોડ ફાળવતા એસ.વી.પી.ના આગેવાનોની મહેનત લેખે લાગી છે.

બોક્સ: સૌરાષ્ટ્રને આટલો ન્યાય આપો...
જેતપુર: સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ, વેરાવળ અને પોરબંદરને લાંબા અંતરની ટ્રેઇનો તાકીદે આપવાની માંગ સાથે દિનેશભાઈ  અને ગુણવંતભાઈ જણાવે છે કે 20 હજાર કિમીની નવી લાઈનો પાથરવાનો સરકારનો નિર્ણય આવકારદાયક છે. પણ 100-150 વર્ષ પહેલા રાજા રજવાડાઓમાં ચાલતી મોટાભાગની ટ્રેઇનો બંધ કરી દેવાઈ હોય, તે ચાલુ કરાય તો સૌરાષ્ટ્ર સાથેના અન્યાયની માત્રામાં થોડો ઘટાડો થશે.

બોક્સ: તો 1 લી મે  થી છેડાશે આંદોલન !
જેતપુર: સૈરાષ્ટ્ર તેમજ ખાસ કરીને અમરેલી જીલ્લા સાથે રેલ તંત્રનું ઓરમાયું વર્તન હોય, ન્યાય માટે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ દિનેશભાઈ વિઠ્ઠલાણી, મંત્રી ગુણવંતભાઈ ધોરડા(જેતપુર), યશવંત જનાણી(રાજકોટ), મહામંત્રી દિલશા શેખ(અમરેલી), સૌ.વી.પ.ના અમરેલીના પ્રમુખ ભીખુભાઈ અગ્રાવત, ડોલરભાઈ દવે(કુંકાવાવ) સહિતના આગેવાનો અને અગ્રણીઓએ ગુજરાત સ્થાપના દિવસ એટલેકે 1.5.2015 થી ઉગ્ર આંદોલનના મંડાણની ચીમકી ઉચ્ચારી છે.
કશ્યપ જોશી-જેતલસર )






ટિપ્પણીઓ નથી: