અનુયાયીઓ

મંગળવાર, 17 એપ્રિલ, 2012

ભાવનગરના યશવંતરાય નાટયગૃહનું રૂા.૩.૨૮ કરોડના ખર્ચે નવીનીકરણ થશે યશવંતરાય નાટયગૃહના નવીનીકરણ કામનો ખાતમુહૂર્તવિધિ સંપન્ન

ભાવનગરના યશવંતરાય નાટયગૃહનું રૂા.૩.૨૮ કરોડના ખર્ચે નવીનીકરણ થશે
યશવંતરાય નાટયગૃહના નવીનીકરણ કામનો ખાતમુહૂર્તવિધિ સંપન્ન

ભાવનગરના યશવંતરાય નાટયગૃહનું રૂા.૩.૨૮ કરોડના ખર્ચે નવીનીકરણ અર્થે
ખાતમુહૂર્તવિધિ કાર્યક્રમ રાજયસભાના સભ્‍યશ્રી મનસુખભાઇ માંડવીયાના વરદ
હસ્‍તે યોજાયો હતો.
કાર્યક્રમનું ખાતમુહૂર્તવિધિ કરી તથા તક્તિનું અનાવરણ કરી બોલતા
રાજયસભાના સભ્‍યશ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્‍યું હતું કે ભાવનગરની કલા‍
પ્રિય અને સંસ્‍કારી જનતાની માંગણીને યોગ્‍ય સ્‍વરૂપમાં વાચા આપી
ધારાસભ્‍યશ્રીમતી વિભાવરીબેન દવેએ જે પ્રયત્‍નો કરીને રૂા.૩.૨૮ કરોડના
ખર્ચે યશવંતરાય નાટયગૃહનું નવીનીકરણ થશે તેનાથી લોકહિતનું એક સુંદર કાર્ય
થશે. તેમ જણાવી તેમણે રાજય સરકાર દ્વારા થયેલ વિકાસલક્ષી કામોની સરાહના
કરી હતી. સંસદસભ્‍યશ્રી રાજેન્‍દ્રસિંહ રાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ
હતું. ધારાસભ્‍યશ્રીમતી વિભાવરીબેન દવેએ યશવંતરાય નાટયગૃહના નવીનીકરણનું
કામ સ્‍થાનિક એજન્‍સીને અપાયેલ છે, તેમ જણાવી વર્ક ઓર્ડરની મંજૂરી પછી આ
કામ છ માસમાં જ પૂર્ણ થશે તેવી ખાતરી ઉચ્‍ચારી હતી.
ઉલ્‍લેખનીય છે કે, યશવંતરાય નાટયગૃહમાં આ મુજબના નવીનીકરણના કામો થનાર
છે. હયાત ફલોરીંગ કાઢીને તેની જગ્‍યાએ વીટ્રીફાઇડ ફલોરીંગની કામગીરી,
બારી બારણાઓને બદલી ફુલી પેનલબારી તથા એલ્‍યુમીનીયમ ગ્‍લેઝ ડોરની
કામગીરી, નાટયગૃહના અંદરના ભાગે એકોસ્‍ટીક બોલ પેનલીંગ તથાફોલ્‍સ
સીલીંગની કામગીરી તથા બહારના ભાગે એપેક્ષ પેઇન્‍ટની કામગીરી, છતમાં રૂફ
ટોપ એસી તથા અતિ આધુનિક સાઉન્‍ડ સીસ્‍ટમની કામગીરી, આવન જાવન ઉપર
સી.સી.ટીવી, કેમેરાની વ્‍યવસ્‍થા, સમગ્ર નાટયગૃહમાં નવુ ઇલેકટ્રીફીકેશન
તથા સ્‍ટેજના લાઇટીંગની કામગીરી, ટીકીટબારી તથા જનરેટર રૂમ બનાવવું કામ,
ગ્રીનરૂમ તથા ટોઇલેટના રીનોવેશનનું કામ, નાટયગૃહના કેમ્‍પસમાં
લેન્‍ડસ્‍કેપીંગ તથા કમ્‍પાઉન્‍ડ વોલની કામગીરી મુખ્‍ય છે.
આ કાર્યક્રમમાં જિલ્‍લા ભાજપના પ્રમુખશ્રી બાબુભાઇ જેબલીયા, બાડાના
ચેરમેનશ્રી અમોહભાઇ શાહ, મહિલા અગ્રણી રેખાબેન ડુંગરાણી સહિત કલા પ્રિય
જનતા તેમજ પ્રિન્‍ટ મીડીયા તથા ઇલેકટ્રોનિકસ મિડીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત
રહયા હતા.
સ્‍વાગત પ્રવચન મેનેજરશ્રી એન.ડી.ચૌહાણે તથા આભાર દર્શન કાર્યપાલક
ઇજનેરશ્રી શાહે કર્યુ હતું.

ટિપ્પણીઓ નથી: