વિરાણી બહેરા મુંગા શાળાની સુવર્ણ જયંતી પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘બધિર નાદ’
રાજકોટ તા. ૨૦ ઓકટોબર – છેલ્લા પાંચ દાયકાથી બધિર બાળકોને શિક્ષણ તેમજ વ્યાવસાયિક તાલીમ આપતી રાજકોટની જાણીતી સંસ્થા શ્રી અને શ્રીમતિ છગનલાલ શામજીભાઇ વીરાણી બહેરા મુંગા શાળા-ટ્રસ્ટના સુવર્ણ જયંતી વર્ષ ઉજવણી પ્રસંગે સંસ્થાના બાળકોનો તથા ગુજરાતની ચાર સંસ્થા નવસારી, ભાવનગર, હિંમતનગર તથા કછોલીની મૂક બધિર શાળાના બાળકોનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સહયોગથી યોજાયો હતો. સામાન્ય બાળકો પણ કદાચ ન કરી શકે તેવી સુંદર મજાની કૃતિઓ સ્ટેજ પર રજુ કરી બાળકોએ શ્રોતાગણના દિલ જીતી લીધા હતા. સંસ્થાના પાંચ વર્ષથી વીસ વર્ષ સુધીના બાળકોએ પોતાનામ ાં રહેલ ઇશ્વરીય શકિને આબેહુબ રજુ કરી હતી. આ પ્રસંગે રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટક, અગ્રણ્ય ઉદ્યોગપતિશ્રી વસંતભાઇ માંગરોળીયા, સંસ્થાના પ્રમુખશ્રી રજનીભાઇ જી. બાવીશી, માનદમંત્રી ડો. પ્રફુલભાઇ પી.દોશી, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રમુખશ્રી નીલેષભાઇ શેઠ, નાયબ પોલીસ કમિશ્નરશ્રી મયંકસિંહ ચાવડા, શ્રી પ્રશાંતભાઇ વોરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કારખાના ધારા હેઠળની લાયસન્સ રીન્યુઅલ અરજીઓ તા. ૩૧ સુધી સ્વીકારાશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો