રાજકોટ જિલ્લા કક્ષાના ટપાલ ટિકિટ પ્રદર્શનમાં ભાગ લેવા અનુરોધ
રાજકોટ તા. ૨૦ ઓકટોબર - રાજકોટ જિલ્લા કક્ષાનું ટપાલ ટિકિટ પ્રદર્શન આગામી તા.૧૯ થી તા.૨૧ નવેમ્બર દરમ્યાન રેસકોર્સ ખાતે આવેલી ડો. શ્યામાપ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી ખાતે યોજાશે.
આ પ્રદર્શનમાં ભાગ લેવા માગતા ઉમેદવારોએ પોતાનો સંગ્રહ (A-4) એ-ફોર સાઇઝના ગ્રાફશીટમાં રજૂ કરવાનો રહેશે. ૯૮ સે.મી. X ૧૨૦ સે.મી.ની એક ફ્રેમની ફી ૧૦૦ રૂ. રાખવામાં આવી છે. એક ફ્રેમમાં એ-ફોર સાઇઝની સોળ શીટ પ્રદર્શિત કરી શકાશે. આમ ંત્રિતો(બિન-હરીફ), જુનિયર ગુપ(હરીફ) અને સીનિયર ગુપ(હરીફ) વિભાગમાં યોજાનારા આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે થીમેટિક કે વિષયવાર ગૃપ રાખવામાં આવેલ નથી. આ અંગેના એન્ટ્રીફોર્મ નજીકની પોસ્ટ-ઓફિસ અથવા સીનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીઝ, રાજકોટ ડિવિઝન, રાજકોટ ખાતેથી મળી શકશે, જે ભરીને ૩૦ ઓકટોબર સુધીમાં પરત કરવાના રહેશે.
રાજકોટ શહેરમાં મીઠાઇ-ફરસાણામાં સ્વૈચ્છિક ભાવ નિયમન
રાજકોટ તા. ૨૦ ઓકટોબર –જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, રાજકોટના અધ્યક્ષ સ્થાને ફરસાણ તથા માવાની મીઠાઇના સ્વૈચ્છિક ભાવ નિયમન માટે રાજકોટ શહેરના ફરસાણ તથા મીઠાઇના વેપારી એસોસીયેશનના પ્રતિ નિધિ ઓની તથા વેપારીઓની બેઠક યોજાઇ હતી, જેમાં ખાદ્યતેલના તથા અન્ય ચીજવસ્તુઓના ભાવોમાં થયેલ ઘટાડો લક્ષમાં લઇ સ્વૈચ્છિક રીતે ગ્રાહકોના હિતમાં ફરસાણ તથા મીઠાઇના ભાવોમાં ઘટાડો કરવા ચર્ચા વીચારણા કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપ ફરસાણના વેપારીઓએ (ગરમ) ગાંઠીયાના એક કિલોના ભાવો રૂ. ૧૬૦પ્રતિ કિલોથી ઘટાડીને રુ. ૧૪૦ અને ફરસાણના ભાવ પ્રતિ કિલોએ રૂ. ૧૨૦મૌથી ઘટાડીને રૂ.૧૦૦ લેવા સહમત થયેલ છે. અને માવાની મીઠાઇના ભાવો પ્રતિ કિલો રુ. ૨૧૦ થી ર૬૦ વાળી મીઠાઇના ભાવમાં રૂ. ર૦ પ્રતિ કિલો ધટાડેલ ભાવ મુજબ વેચાણ કરવા માટે અમલવારી કરવાની ખાતરી આપવામાં આવેલ છે જે-તે વિસ્તારમાં બનતા ફરસાણ તથા ચેવડામાં હાલના બજાર ભાવથી પ્રતિ કિલો રુ. ર૦ ઘટાડો કરવાનો રહેશે. આ બાબતની જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણવાયું છે.
ઇલેકટ્રીકલ સુપરવાઇઝર/વાયરમેનની પરીક્ષાના ઉમેદવારો જોગ
રાજકોટ તા. ૨૦ ઓકટોબર – અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ કેન્દ્રો ખાતે બીજી અને ત્રીજી નવેમ્બરે ઇલેકટ્રીકલ સુપરવાઇઝર પરીક્ષા અને અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, પાટણ ,જૂનાગઢ, વલસાડ અને ભુજ કેન્દ્રો ખાતે ૩૧ ઓકટોબરે અને પહેલી નવેમ્બરે ઇલેકટ્રીકલ વાયરમેનની લેખિત અને મૌખિક પરીક્ષા યોજાશે. ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના નિયંત્રણ હેઠળ આવેલ સચિવશ્રી, લાઇસન્સીંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા યોજાનારી આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને તેમના બેઠક નંબરવાળા રોલ કાર્ડ રવાના કરવામાં આવી રહયા છે. પરીક્ષામાં પ્રવેશપાત્ર ઉમેદવારોના નામ અને રોલ નંબરની યાદી www.ceiced.gujarat.gov.in વેબસાઇટ પરથી પણ જોઇ શકાશે. જે ઉમેદવારોને રોલકાર્ડ ન મળે તેમણે ઉપર જણાવેલ પરીક્ષાસ્થળોએ આવેલ વિદ્યુત નિરીક્ષકશ્રી/સહાયક વિદ્યુત નિરીક્ષકશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો