અનુયાયીઓ

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011

રાજયકક્ષાની શાળાકીય અં.-૧૯ બેઇઝબોલ સ્‍પર્ધા તા.૨૨મીએ યોજાશે,દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા અંગે સલામતી માર્ગદર્શક સુચનો


રાજયકક્ષાની શાળાકીય અં.-૧૯ બેઇઝબોલ સ્‍પર્ધા તા.૨૨મીએ યોજાશે
રમતગમત યુવા સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજીત અને જિલ્‍લા રમતગમત અધિકારીની કચેરી જામનગર દ્વારા રાજયકક્ષાની શાળાકીય અં.-૧૯ બેઇઝબોલ ભાઇઓ બહેનોની સ્‍પર્ધા તા.૨૨/૧૦/૧૧ ના બપોરે ૩.૩૦ કલાકે ડીસીસી હાઇસ્‍કુલ, જામનગર ખાતે યોજાશે. સ્‍પર્ધાના ઉદઘાટક તરીકે રાજયના ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી પ્રો. વસુબહેન ત્રિવેદીના,  અધ્‍યક્ષસ્‍થાને ધારાસભ્‍યશ્રી આર.સી. ફળદુ અને અતિથિ વિશેષ તરીકે ધારાસભ્‍યશ્રી લાલજીભાઇ ત્રિવેદી, મેયર શ્રીમતી અમીબેન પરીખ અને પરસોતમભાઇ ભોજાણી ઉપસ્‍થિત રહેશે. તેમ જિલ્‍લા રમતગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.
દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા અંગે સલામતી માર્ગદર્શક સુચનો
·         લાયસન્‍સ ધરાવતી દુકાનેથી જ ફટકડા ખરીદો
·         સળગતી વસ્‍તુથી દૂર રહો
·         ફટાકડા ફોડવા રમતના મેદાન, ખેતરો જેવી ખુલ્‍લી જગ્‍યા પસંદ કરો
·         ફટાકડા ફોડતી વખતે તમારી જાતને સલામત અંતરે દૂર રાખો
·         ઉપયોગમાં લીધેલા ફટાકડાઓને પાણી ભરેલી ડોલમાં નાખો
·         દાઝી જવાની સ્‍થિતિમાં ઉપયોગમાં લઇ શકાય તે માટે પાણી ભરેલી ડોલ અને ધાબળો તૈયાર રાખો
·         આગ સામે મહતમ સલામતી માટે જાડા અને સુતરાઉ કપડા પહેરો
·         કપડા આગ પકડી લે તો થોભી જાઓ, જમીન ઉપર આડા સુઇ જઇ આળોટો
·         આગ ઓલવાતી ન હોય તો અસરગ્રસ્‍તને ધાબળાથી આગ ઓલવાય નહી ત્‍યાં સુધી લપેટી રાખો
·         ઇજાગ્રસ્‍તને બળતરા બંધ ન થાય ત્‍યાં સુધી પાણી રેડવાનું ચાલુ રાખો
·         યોગ્‍ય તબીબી સારવાર માટે બને તેટલો ઝડપથી ડોકટરનો સંપર્ક સાધો
·         જરૂર જણાય તો ફાયર બ્રિગેડનો ફોન નં૧૦૧ અને એમ્‍બ્‍યુલન્‍સ માટે ફોન નં. ૧૦૨ ઉપર સંપર્ક સાધો
નિયત કરેલ સ્થળોની નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા દારૂખાનાથી આગના બનાવો તથા અકસ્માતો થવા ન પામે તે આશયથી ચાલુ સાલે દારૂખાના ઉપયોગ અને વપરાશ ઉપર નિયંત્રણ મુકવાનું જરૂરી જણાતા જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ અને જિલ્‍લા કલેકટરશ્રી સંદિપકુમારે જાહેરનામુ પ્રસિધ્ધ કરી તા.૨૫-૧૦-૨૦૧૧ થી તા. ૧૧-૧૧-૨૦૧૧ સુધી  નીચ જણાવેલ જામનગર જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં કોઇ પણ વ્‍યકિતી ઉંચે ચડી અગર દુર ફુટતું બલુન, એટમબોમ્બ, હવાઇ ચકરડી, રામબાણ, પ્રકારનું દારૂખાનું કે ફટાકડા ફોડવા કે વપરાશ કરવા, ફટાકડાના ઉત્‍પાદન અને વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.
જનતાની સલામતી ખાતર જામનગર જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં આવેલ જાહેર સ્‍થળો, રહેણાંક વિસ્‍તાર વિગેરે જાહેર વપરાશના સ્થળોએ તેમજ પેટ્રોલ પંપ, કે કેરોસીનના ગોદામ અને દુકાનની જગ્‍યાના પ૦ મીટરના વિસ્‍તારમાં  દારૂખાનું ફટાકડા ફોડવા પર મનાઇ ફરમાવી છે.
આ ઉપરાંત આ પ્રકારનું દારૂખાનું ફટાકડા રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડની રીફાઇનરી, એસ્‍સાર ઓઇલ લી., સિકકા તથા નાની ખાવડીમાં આવેલ ટેન્‍ક ફાર્મ તથા જેટી, કાનાલુસ નવાગામ, કાના છિકારી, ડેરા છિકારી રેલ્‍વે ટર્મીનલ્‍સનો વિસ્‍તાર, પડાણા, મેઘપર તથા ઓખા ખાતે આવેલ ઇન્‍ડિયન ઓઇલ ટર્મીનલ વિસ્‍તારની ૫૦૦ મીટરની હદમાં ફોડવું નહી.
જાહેર કરવામાં આવેલ સાયલન્સ ઝોન હોસ્પિટલો, ન્‍યાયાલય, શૈક્ષણિક સંસ્‍થાઓ વિગેરેના ફરતે ૧૦૦ મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામાંનો ભંગ કરનાર શખ્સ શિક્ષાને પાત્ર થશે.

ટિપ્પણીઓ નથી: