સદ્ભાવના મિશન
જિલ્લા અભિયાનઃ નવસારી
સૌનો સાથ, સૌનો વિકાસ પ્રદર્શન ખુલ્લુ મૂક્તા મુખ્યમંત્રીઃ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સદ્ભાવના મિશન જિલ્લા અભિયાનનાં નવસારીનાં કાર્યક્રમપૂર્વે ગુજરાત સરકારની પંચશક્તિ આધારિત સૌનો સાથ, સૌનો વિકાસ પ્રદર્શનને ખુલ્લું મુક્ી તેને રસપૂર્વક નિહાળ્યું હતું. તેમજ ગુજરાતની વિકાસગાથાઓ પ્રગટ કરતી પુસ્તિકાઓ તેમજ મુખ્યમંત્રીશ્રીની કાર્યશૈલી તેમજ જીવનશૈલીને પ્રતિબિંબિત કરતી વિવિધ લેખકો દ્વારા લખાયેલી પુસ્તિકાઓનાં પુસ્તક પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.
માહિતી વિભાગ દ્વારા છેલ્લા દાયકામાં જળશક્તિ, ઊર્જાશક્તિ, જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ ક્ષેત્રે વિવિધ સરકારી વિભાગો દ્વારા હાંસલ કરવામાં આવેલા ઉચ્ચત્તમ લક્ષ્યાંકોને પ્રતિબિંબિત કરતા આ પ્રદર્શનમાં અબાલવૃધ્ધ સૌને રસ પડે તેવી સરળ ભાષામાં સુંદર ચિત્રોના માધ્યમ થકી ગુજરાતની વિકાસયાત્રાને વણી લેવામાં આવી છે.
આ સંકુલમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તેમજ નવસારી જિલ્લાના વિવિધ સ્વયંસેવી સંગઠનો, શૈક્ષણિક વિભાગો તથા સરકારી કચેરીઓ દ્વારા નયનાકર્ષક પ્રદર્શની અત્રે ગોઠવવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ લગભગ ૩૦ મિનિટ સુધી ફરીને ભારે રસપૂર્વક સમગ્ર પ્રદર્શન નિહાળ્યુ હતું.
ગુજરાત સરકારના માહિતી વિભાગ વતી દક્ષિણ તથા મધ્ય ગુજરાત ઝોનના સંયુક્ત માહિતી નિયામક શ્રી સેસિલ ક્રિસ્ટીએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો