અનુયાયીઓ

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011

અકસ્‍માતો નિવારવા જાહેર સ્‍થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ,...સાહસ-શૌર્ય, તબીબી અને સેવા/જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્‍ટ સિધ્‍ધિ મેળવનારને એવોર્ડથી નવાજાશે.


અકસ્‍માતો નિવારવા જાહેર સ્‍થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
પોરબંદર તા.૨૦ -.. પોરબંદર જીલ્‍લામાં ધાર્મિક તહેવારો તથા દિવાળીના તહેવારો તેમજ અન્‍ય પ્રસંગોએ લોકો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવામાં આવે છે.જેના કારણે  આગ લાગવાના કે જાહેર જનતા/રાહદારીઓના દાઝવાના બનાવો કે અકસ્‍માતો થવાનો પુરો સંભવ છે. આથી જીલ્‍લામાં કોઇપણ વ્‍યકિત કે તેની મિલ્‍કતને નુકશાન કે તેને શારીરિક ઇજાઓ/જાનહાનિ ન થાય તે હેતૂથી કોઇપણ પ્રસંગે જાહેર રસ્‍તાઓ ઉપર/શેરીઓમાં/ગલીઓમાં વિસ્‍તારોમાં ફટાકડા ફોડવા પર તા. ૨૫/૧૦/૧૧ થી તા. ૧૦/૧૧/૨૦૧૧ સુધી પ્રતિબંધાત્‍મક આદેશો જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી ગિરીશ શાહ દ્વારા હોદ્દાની રૂએ જાહેર કરાયેલ છે. આ આદેશોનું ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
સાહસ-શૌર્ય, તબીબી અને સેવા/જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્‍ટ સિધ્‍ધિ મેળવનારને એવોર્ડથી નવાજાશે.
પોરબંદર તા.૨૦ -. માનવ સમાજ સેવાના ઉદેશથી સાહસ-શૌર્ય, તબીબી અને સેવા જાહેર સુખાકારી ક્ષેત્રોમાં નોંધપાત્ર સેવાની કામગીરી કરી વિશિષ્‍ટ સિધ્‍ધિ હાંસલ કરી હોય તેવા ગુજરાત રાજયના કોઇપણ નાગરિકને પ્રતિવર્ષ સરકારશ્રી દ્વારા સન્‍માન કરી એવોર્ડ એનાયત કરવામાં  આવે છે.
તા. ૧-૧-૨૦૧૦ થી તા.૩૧-૧૨-૨૦૧૦ દરમ્‍યાન ઉકત કોઇ ક્ષેત્રમાં  જે કોઇ વ્‍યકિતએ વિશિષ્‍ટ કામ કરેલ હોય તેઓ આ એવોર્ડ માટે અરજી કરવાને પાત્ર છે.આ અંગેનું અરજીપત્ર જીલ્‍લા રમત ગમત અધિકારીની કચેરી અથવા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, બ્‍લોક નં.૧૧ ત્રીજો માળ, ડો.જીવરાજ મહેતા ભવન ગાંધીનગરનો સંપર્ક કરવો. અરજદારોએ સંપૂર્ણ વિગતો સાથે નિયત અરજીપત્રકો તા. ૩૦-૧૦-૨૦૧૧ સુધીમાં સંબંધિત જીલ્‍લા રમતગમત અધિકારી કચેરીને મોકલી આપવા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
અવાજનું પ્રદૂષણ ફેલાવવા પર જાહેર પ્રતિબંધ
પોરબંદર તા.૨૦ઃ- નામદાર સુપ્રિમ કોર્ટના આદેશાનુંસાર દિવાળી કે  અન્‍ય તહેવારો/પ્રસંગોએ ફટાકડા ફાયગર ક્રેકર્સ દ્વારા તથા લાઉડ સ્‍પીકર, જાહેર કાર્યક્રમો, એમ્‍પ્‍લીફાયર વિગેરેના કારણે હવામાં ફેલાતા અવાજના પ્રદુષણથી લોકોની તંદુરસ્‍તી જોખમાતી હોવાથી અવાજના પ્રદૂષણને નિયમનમાં રાખવું જરૂરી છે. જે માટે અવાજ મર્યાદાથી વધુ અવાજ કાઢતા ફટાકડાનું ઉત્‍પાદન કે વેંચાણ કરવા તેમજ હોસ્‍પીટલ, સ્‍કૂલ, શૈક્ષણિક સંસ્‍થાઓ, ન્‍યાયાલય, ધાર્મિક સ્‍થળો તથા સાયલન્‍સ ઝોન તરીકે જાહેર થયેલા વિસ્‍તારની ૧૦૦ મીટરની ત્રિજયામાં રાત્રીના ૧૦ થી સવારના ૬ વાગ્‍યા સુધી તા.૨૫/૧૦/૨૦૧૧થી તા.૧૦/૧૧/૨૦૧૧ સુધી તથા અન્ય તહેવારો કે પ્રસંગો દરમિયાન ફટાકડા ફોડવા પર જાહેર પ્રતિબંધ છે. જેનું જાહેર જનતાએ ચૂસ્‍તપણે અમલ કરવા જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દ્વારા જણાવાયેલ છે.  

ટિપ્પણીઓ નથી: