આજે તાલુકા યુવક મહોત્સવ કાર્યક્રમ માટે એન્ટ્રી કરાવવી
બાકી રહેતા નાગરિકોને પણ નવા મતદારોના અરજી ફોર્મ તથા હક્ક દાવા અને વાંધા અરજી કરવા અનુરોધમતદાર સુધારણા યાદી ઝૂંબેશ શરૂ છે. રવિવારે દરેક મતદાન મથકો પર નામ ઉમેરવા, કમી કરાવવા, વિગતોમાં સુધારા-વધારા કરાવવા અને સ્થળાંતરિત મતદારોના સરનામામાં ફેરફાર માટે અલગ-અલગ પ્રકારના ફોર્મ ભરવાની કામગીરી શરૂ હોય જાહેર જનતા પોતાના નામ અંગે જરૂરી કાર્યવાહી રજાના દિવસે, રવિવારે પણ કરી શકે છે.
અમરેલી તા. ૨૦ ઓક્ટોબર,૨૦૧૧ ગુરૂવાર તા.૨૩/૧૦/૨૦૧૧ને રવિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે તાલુકા યુવક મહોત્સવ કાર્યક્રમ યોજાનાર છે. શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા, શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ-અમરેલી ખાતે યોજાનાર આ મહોત્સવમાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ, તા.૨૧મીને સાંજે ૬.૦૦ કલાક સુધીમાં કન્વીનરશ્રી ચતુરભાઇ ખૂંટનો સંપર્ક સાધી એન્ટ્રી કરવવાની રહેશે. આ માટે સંપર્ક નંબર ૨૩૨૩૨૧ થી ૨૬ છે, તેમ મામલતદારશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.
અમરેલી જિલ્લામાં મતદાર યાદી સુધારણા-૨૦૧૨ અન્વયે ૧૭,૯૮૬ થી પણ વધુ અરજી ફોર્મ મળ્યા
તા. ૨૩ ઓક્ટોબરને રવિવારના રોજ સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન મથકો પર મતદાર યાદી અંગે ખાસ ઝૂંબેશ
અમરેલી તા. ૨૦ ઓક્ટોબર,૨૦૧૧ ગુરૂવાર ભારતના ચૂંટણીપંચ દ્વારા રાજ્યની તમામ વિધાનસભા મતવિભાગની મતદારયાદીની સુધારણાના કાર્યક્રમ અન્વયે જે-તે વિસ્તારના મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવશે.
તા.૧લી ઓક્ટોબરથી હાથ ધરવામાં આવેલ આ ઝૂંબેશ દરમ્યાન અમરેલી જિલ્લામાં અલગ અલગ અંદાજે ૧૭,૯૮૬ થી પણ વધુ અરજી ફોર્મ મળ્યા છે. જેમાં ના મ દાખલ કરવાની અરજી માટે ફોર્મ નં. ૬ના ૧૩,૩૩૧, હક્ક-દાવા અને વાંધા અંગે અરજીના ફોર્મ નં.૭ના ૨,૮૮૨, ફોર્મ નં.૮ના ૧,૨૭૫ અને નોંધાયેલ નામોમાં સ્થળ ફેરબદલીના અરજી ફોર્મ નં. ૮ક ના ૪૯૮ ફોર્મ મળ્યા છે.
આ કામગીરી હજુ શરૂ છે ત્યારે બાકી રહેતા નાગરિકોને પણ આ રવિવારે તક સાંપડવાની છે. તા. ૨૩ ઓક્ટોબરને રવિવારના રોજ મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝૂંબેશના દિવસે સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી તા.૦૧/૦૧/૨૦૧૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતાં હોય તેવા નવા મતદારો ના અરજી ફોર્મ નં.૬ અને હક્ક દાવા અને વાંધા અરજીઓ પણ મતદાન મથકો પર સ્વીકારવામાં આવશે. વધુ વિગતો માટે હેલ્પલાઇન નં. ૦૨૭૯૨-૨૩૪૦૦૧ પર સંપર્ક કરવા કલેક્ટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.
કૃષિ, સહકારમંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાના પ્રવાસે
અમરેલી તા. ૨૦ ઓક્ટોબર,૨૦૧૧ ગુરૂવાર રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી આગામી તા. ૨૨ અને ૨૩ ઓક્ટોબર-૨૦૧૧ના રોજ અમરેલી જિલ્લાના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી તા.૨૨-૧૦-૧૧ના રોજ ૧૦-૦૦ અને ૧૧.૦૦ કલાકે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ની બેઠક તથા ૧૫.૦૦ કલાકે, પટેલ વાડી, હિરામોતી ચોક-અમરેલી ખાતે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ. અમરેલી તથા જેસીંગપરા શાખાના ખેડુત સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા.૨૩-૧૦-૨૦૧૧ના રોજ ૯.૦૦ કલાકે વાંકીયા, ૧૧.૦૦ કલાકે જાળીયા, ૧૫.૦૦ કલાકે મોટા આંકડિયા, ૧૭.૦૦ કલાકે ચિત્તલ ખાતે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ. અમરેલી તથા જેસીંગપરા શાખાના ખેડુત સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો