સદ્ભાવના મિશન
જિલ્લા અભિયાનઃ નવસારી
બધા જ સંપ્રદાયોના વડાઓએ મુખ્યમંત્રીશ્રીને આશીર્વાદ આપ્યા
અનશનના આરંભ પૂર્વે વિનમ્રભાવે જનતા જનાર્દનનું ઉષ્માભર્યું અભિવાદન કરતા નરેન્દ્રભાઇ મોદીઃ
· મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સદ્ભાવના મિશન - જિલ્લા અભિયાનના અનશનનો નવસારીમાં પ્રારંભ કરતા પૂર્વે જનતા જનાર્દન અને બધા જ ધર્મો-સંપ્રદાયોના વડાઓ અને સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
· અનશન સભાકક્ષમાં આજે સવારે પ્રવેશતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિનમ્રભાવે સૌનું અભિવાદન કર્યું હતું.
· નવસારી જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને તમામ તાલુકા પંચાયતોએ ભાવભીનું અભિવાદન કર્યું, તો નવસારી જિલ્લાના કેટલાંય ગામોના એકેએક પરિવારો તેમનું અભિવાદન કરવા ઊમટી પડયા.
· મિશન મંડપના પ્રવેશદ્વારે મુખ્યમંત્રીશ્રીનું આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલે પરંપરાગત વનવાસી નૃત્યોની રમઝટ વચ્ચે અનોખું સ્વાગત કર્યું. સવારના ૯ઃ૩૦ કલાકે મિશન મંડપમાં આવી પહોંચેલા મુખ્યમંત્રીશ્રી સીધા જ પ્રદર્શન ખંડમાં ગયા હતા, અને વિકાસશીલ ગુજરાત પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો.
· રાષ્ટ્રીય પદાધિકારીઓ ધર્મેન્દ્ર પ્રધાન અને સુષ્માબેન બાડી સદ્ભાવના મિશનમાં જોડાવા છેક ઓરીસ્સાથી નવસારી આવ્યા.
· સમાજના વિવિધ વર્ગો-સંપ્રદાયોના હજ્જારો શુભેચ્છકોએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છોનો ઢગ ખડકી દઇને સોડમભર્યું અભિવાદન કર્યું. તમામ ધર્મ સંપ્રદાયના વડાઓએ તેમના મિશનની સફળતાના આશીર્વાદ આપ્યા.
· ગુજરાતના નકશામાં ગરવી ગુજરાતનું લખાણ ધરાવતા અને રક્તદાતા બનવાની પ્રેરણા આપતા તથા સૌનો સાથ, સૌનો વિકાસનો સંદેશ આપતાં સદ્ભાવના ધ્વજની પતાકાઓ લહેરાવીને મુખ્યમંત્રીશ્રીને આવકારવામાં આવ્યા.
· બિલિમોરાથી ૧૦૮ યુવક/યુવતિઓ તથા ર૦ સ્વયંસેવકો ધોમધખતા તાપમાં બિલિમોરાથી નવસારી સુધીનું ૩૦ કિલોમીટરનું અંતર ચાલીને મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા.
· મહાનુભાવોના પ્રવચનોમાં આવતા ગુજરાતની પ્રગતિના ઊલ્લેખને જનમેદની દ્વારા વારંવાર વંદે માતરમ્.., ભારત માતા કી જય.., જય જય ગરવી ગુજરાત..ના નારા સાથે વધાવાયા.
· મુખ્યમંત્રીશ્રીના પ્રવચનને સભામંડપમાં ઉપસ્થિત હકડેઠઠ જનમેદની શાંતિપૂર્ણ રીતે સાંભળતી હતી. બેસવાની જગ્યા ન મળતા, ઊભા પણ લોકો પ્રવચનને માણવા તલપાપડ હતા. પ્રવચન દરમિયાન સતત તાળીઓ તથા હર્ષનાદો વડે મેદનીએ તેમને વધાવી લીધા હતા.
· મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે રીતે ગુજરાતની સેવા કરી રાજ્યને નંબર વન રાજ્ય બનાવ્યું છે. તે જ રીતે દેશનું નેતૃત્વ સંભાળી હિન્દુસ્તાનને દુનિયાનો નંબર વન દેશ બનાવો એવી લાગણી બિલિમોરાથી નવસારી સુધી કુલ ૩૦ કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરનાર ૧૦૮ પદયાત્રીઓના લીડર એવા શ્રી સનમભાઇ પટેલે વ્યક્ત કરી હતી.
· લોકગાયિકા ફરીદા મીરે મુખ્યમંત્રીશ્રીના સદ્ભાવના મિશનને સૂર અને સંગીતમય પીઠબળ આપતા મિશન મંચ પરથી ભજનો અને દેશભક્તિ ગીતની રસલ્હાણ વહાવી હતી.
· મુખ્યમંત્રીશ્રીના એક દાયકાના શાસનકાળ દરમિયાન નવસારી જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવતી માહિતી વિભાગ સંકલિત સીડી બતાવવામાં આવી હતી.
· ઉપવાસી મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છા પાઠવવા લાગણીશીલ લોકપ્રવાહ સતત વહેતો રહેતો હતો. લોકોએ પુષ્પમાળાઓ અને પ્રેમના પતીક જેવી વિવિધ ભેટો દ્વારા મુખ્યમંત્રીશ્રી પ્રત્યેની શુભકામના પ્રગટ કરી હતી.
· છેલ્લા દાયકામાં પોતાના ગામના થયેલા અદ્ભુત વિકાસનું ઋણ ચુકવવા નવસારી જિલ્લાનું સમગ્ર એરૂ ગામ મુખ્યમંત્રીને મળવા તથા તેમને નજદીકથી નિહાળવા ઉમટી પડયું હતું.
· મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સદ્ભાવના મિશનના મંચ પરથી નવસારી હાઇસ્કૂલની વિઘાર્થિનીએ બેટી બચાવોની હૃદયસ્પર્શી અપીલ કરવાની સાથે, તંત્રના બેટી વધાવો આંદોલનની સામાજિક અસરકારકતાને બિરદાવી હતી.
· બિલિમોરામાં વસતા શીખ સમુદાયે વિવિધ સમાજોની સાથે મુખ્યમંત્રીશ્રીનું પવિત્ર કિરપાણ અને તલવારની ભેટ આપીને ભાવસભર અભિવાદન કર્યું હતું.
· નવસારીના માધ્યમ જગતના અગ્રણી ગૌતમભાઇ મહેતાએ પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રીશ્રીને અર્વાચીન નર્મદનું બિરૂદ આપ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો