LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015
ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પરની રોશની 7 દિવસ થયા ગાયબ ! દલિતો ખફા
ગટરકામ અધૂરું છોડીને ગયેલું પાલિકા તંત્ર 15 દિવસ થયા ફરક્યું ના હોય શાળાના બાળકો હેરાન પરેશાન
જેતપુરમાં લોહાણા સમાજના પરિચય સમારોહનું આયોજન
વોંકળીમાં ખદબદતી ગંદકીથી પ્રજા ત્રસ્ત સફાઈ માટે કોઈ ફરકતું ના હોવાની રાવ
મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2015
જેતલસર થી જેતપુર સુધીના બિસ્માર રોડને રીપેર કરવા માંગ
અટકેલા વિકાસના કામો અને સમસ્યાઓથી ઘેરાયેલ જેતપુર શહેરને ઉગારવા પાલિકા સદસ્યની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
પોરબંદરના સાંસદ રાદડિયાની નવમી વખત રકતતુલા કરાશે
12 હજાર રેશનકાર્ડમાં કાર્ડધારકોના તોછડાઈભર્યા નામો લખાતા સાંકરોળાના સરપંચ સહીત ગ્રામજનોનું મામલતદારને આવેદન
પોલીસ કર્મચારીઓ પર નજર
વડોદરા : શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર મોટાભાગે ચોરી, લૂંટ કે ધાડ જેવા બનાવો મોડીરાતે જ બનતાં હોય છે. પોલીસ અસરકાર પેટ્રોલીંગ નહીં કરતી હોવાથી ઘણીવાર તસ્કરો અને લૂંટારૂઓ ખેલ પાડવામાં સફળ થતાં હોય છે. પરંતુ હવે પોલીસ કર્મચારીઓ નાઈટ પેટ્રોલીંગમાં પોલ નહીં મારી શકે. કારણ કે, પોલીસ કર્મીઓની પોલને પકડી પાડે, તેવી ઈ-બીટ પેટ્રોલીંગ સિસ્ટમ પોલીસ તંત્રએ વસાવી છે. દરેક એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં ક્યુ.આર.કોડ આવે છે. આ કોડનો ઉપયોગ કરી ક્યુ.આર. કોડ પ્લેટ બનાવવામાં આવી છે. જેને ઈ-બીટ પેટ્રોલીંગ સિસ્ટમમાં નામ આપવામાં આવ્યું છે. આ ક્યુ.આર.કોડ પ્લેટ પોલીસ સ્ટેશન દીઠ નક્કી કરેલા ૧૦ પોઈન્ટો પર લાગશેે. નાઈટ પેટ્રોલીંગ કરનાર પોલીસ કર્મચારી આખી સોસાયટીમાં ફરે તે માટે પ્લેટ છેલ્લા મકાન પાસે લગાવાશે. આ પ્લેટ પર પોલીસ કર્મી પોતાની પાસેનો એન્ડ્રોઈડ ફોન મુકશે, એટલે તરત જ મોબાઈલ ફોનના ડેટા કેપ્ચર કરી લેશે. ત્યારબાદ પોલીસ કર્મીએ મોબાઈલ ફોનમાં પોતાનો ફોટો પાડવો પડશે, જે સોફ્ટવેર થકી સીધો જ પોલીસ સ્ટેશનમાં મુકેલા સર્વરમાં જતો રહેશે. તેથી નાઈટ ડયુડીમાં હાજર પોલીસ કર્મચારીઓએ તેમને ફાળવેલા પોઈન્ટો પર દર કલાકે જવું પડશે. જો, નહીં જાય તો આ ઈ-બીટ સિસ્ટમ તેમની ચાડી ખાશે. આ સિસ્ટમ એવી પણ ખાસિયત છે કે, પોલીસ કર્મચારી કોઈ ઝાડ નીચે પોલીસ વાન પાર્ક કરીને લાંબી તાણી દે અને હોમગાર્ડના જવાનને મોબાઈલ ફોન આપી પોઈન્ટો ચેક કરવા મોકલશે તો પણ ઝડપાઈ જશે. બીજા દિવસે સવારે પી.આઈ. પોલીસ સ્ટેશનમાં આવશે ત્યારે તેમને હાર્ડ કોપી મળી જશે. જેમાં નાઈટ ડયુડીમાં હાજર પોલીસ કર્મચારીઓના નામ અને તેમણે ક્યો પોઈન્ટ કેટલા વાગે ચેક કર્યો હતો.? તેની માહિતી આવી જશે. આ સિસ્ટમથી નાઈટ ડયુટીમાં પોલીસ પોલ નહીં મારી શકે. ૨૧મી સદીના ટેકનોલોજીના યુગમાં પોલીસ તંભ પણ હાઈટેક બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. વાયરલેસની જેમ ઈ-બીટ સિસ્ટમ માટે દરેક પોલીસ સ્ટેશન દીઠ ઓછામાં ઓછા ૫ થી ૬ એન્ડ્રોઈડ ફોન સુરક્ષા સેતુ અંતર્ગત ખરીદશે. આજે પોલીસ અધિકારીઓની હાજરીમાં ઈ-બીટ સિસ્ટમ બનાવનાર કંપની દ્વારા પ્રતાપનગર હેડ ક્વોર્ટર ખાતે ડેમો રાખવામાં આવ્યો હતો, તેમ જોઈન્ટ પોલીસ કમિશનર ડી.જે.પટેલે જણાવ્યું હતું. (Courtesy : Sandesh)
પી.ટી.આઇ ના નવા ચેરમેન
નવી દિલ્હી: 'મુંબઈ સમાચાર'ના ડાયરેક્ટર શ્રી હોરમસજી એન. કામા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (પીટીઆઇ)ના ચેરમેનપદે અને 'મલયાલા મનોરમા'ના ડાયરેક્ટર શ્રી રિયાદ મેથ્યુ પીટીઆઇના વાઇસ ચેરમેન તરીકે સોમવારે સર્વાનુમતે ચૂંટાયા હતા. શ્રી હોરમસજી કામા જાગરણ પ્રકાશનના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મહેન્દ્ર મોહન ગુપ્તાના અનુગામી બન્યા છે. શ્રી મેથ્યુ વાઇસ ચેરમેનપદે તેમના અનુગામી બન્યા છે. અત્રે કંપનીની યોજાયેલી ૬૭મી એન્યુઅલ જનરલ મીટિંગ બાદ યોજાયેલી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગમાં આ ચૂંટણી યોજાઇ હતી. શ્રી કામાએ ઈન્ડિયન ન્યૂઝપેપર્સ સોસાયટી (આઇએનએસ)ના પ્રમુખ તરીકે બે મુદત સુધી સેવા આપી છે અને હાલમાં તેઓ રીડરશિપ સ્ટડીઝ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન છે. આ ઉપરાંત ઓડિટ બ્યુરો ઓફ સરક્યુલેશન (એબીસી)ના તથા કાઉન્સિલ ઓફ ફેર બિઝનેસ પ્રેક્ટિસીસના બોર્ડમાં પણ સેવા આપી રહ્યા છે. આ અગાઉ તેમણે પ્રેસ કાઉન્સિલના સભ્યપદે બે મુદતથી સેવા આપી હતી અને તેઓ ગયા વર્ષે ફરીથી એમાં નિમાયા હતા. શ્રી મેથ્યુ મલયાલા મનોરમાના સિનિયર આસિસ્ટન્ટ એડિટર પણ છે અને 'વીક' પણ સંભાળે છે. 'વીક' ભારતનું એક અગ્રગણ્ય ન્યૂઝ મેગેઝિન છે. તેઓએ યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડમાંથી જર્નલિઝમમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત વૉશિંગ્ટન ખાતે એસોસિએટેડ પ્રેસ (એપી)ના સંવાદદાતા તરીકે પણ તેમણે કામગીરી બજાવી છે. શ્રી કામા, શ્રી મેથ્યુ અને શ્રી ગુપ્તા ઉપરાંત પીટીઆઇ બોર્ડના સભ્યોમાં શ્રી કે. એન. શાંત કુમાર (ડેક્કન હેરલ્ડ), શ્રી વિવેક ગોએન્કા (ઈન્ડિયન એક્સપ્રેસ), શ્રી વિનીત જૈન (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા), શ્રી અવીક કુમાર સરકાર (આનંદ બઝાર પત્રિકા), શ્રી એન. રવિ (ધ હિન્દુ), શ્રી એમ. પી. વીરેન્દ્ર કુમાર (માતૃભૂમિ), શ્રી સંજોય નારાયણ (હિન્દુસ્તાન ટાઈમ્સ), શ્રી વિજય કુમાર ચોપરા (હિન્દ સમાચાર) અને શ્રી આર. લક્ષ્મીપતિ (દિનામલાર)નો સમાવેશ થાય છે. આ અગાઉ શેરહોલ્ડરોને સંબોધતાં શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે પીટીઆઇની ન્યૂઝ સર્વિસ અને ફોટો સર્વિસે વર્ષ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. વ્યાપક રીતે ફેલાયેલ પીટીઆઇના ફોરેન કોરોસપોન્ડેન્ટ્સ નેટવર્કનું એજન્સીમાં મોટું યોગદાન રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. વેજ બોર્ડ એવૉર્ડની પીટીઆઇ ઉપર ગયા વર્ષે થયેલી વિપરીત અસરની પણ તેમણે યાદ દેવડાવી હતી તથા એનો બોજ સતત ચાલુ જ રહેલો છે. અલબત્ત, પરિસ્થિતિમાં નજીવો સુધારો થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. (Courtesy : Mumbai Samachar)
જેતલસરમાં ધેનુંમાનસ કથાની પુર્ણાહુતી નિમિત્તે દીપમાળા યોજાઈ
સોમવાર, 14 સપ્ટેમ્બર, 2015
જેતપુરના ભીડભંજન રોડ પરની યુરીનલ વાહનચાલકો સહીત સૌ માટે માથાના દુઃખાવા સમાન !
જેતપુર કોંગ્રેસના માઈનોરીટી વિભાગમાં ચેરમેન નિમાયા
જેતપુરનો ગોંદરા વિસ્તાર ગંદકીમાં ગરક માજી પાલિકા પ્રમુખની ફરિયાદ ધ્યાને લેવાશે ?
જેતપુરનો ગોંદરા વિસ્તાર ગંદકીમાં ગરક
માજી પાલિકા પ્રમુખની ફરિયાદ ધ્યાને લેવાશે ?
જેતપુર તા.14
જેતપુરના ગોંદરા વિસ્તારમાં લાંબા સમય થયા સાફ સફાઈ થઇ ના હોય આ વિસ્તારની પ્રજા વતી માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ પાલિકા તંત્ર કિન્નાખોરી દાખવતું હોવાનો આક્ષેપ કર્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકા પ્રમુખ પદેથી મુદ્દત પૂરી થતા પાલિકા સદસ્ય બની ગયેલા રમાબેને આજે સ્થાનિક પત્રકારોને વિગતો આપી હતી શહેરના ગોંદરા વિસ્તારમાં લાંબા સમય થયા સાફ સફાઈ થતી ના હોય અને ગંદકીના ખડકાયેલા ગંજથી ભયંકર રોગચાળો ફેલાઈ તેવી દહેશત વર્તાઈ રહે છે.
તેઓ કહે છે કે નવા પાલિકા પ્રમુખ જાણી જોઇને રાજકીય કિન્નાખોરી દાખવી રહ્યા છે. અને એટલેજ ગોંદરા વિસ્તારમાં હાર્વે ઘાટ વિસ્તારમાં ગંદકીયુક્ત ઉકરડા ખદબદી રહ્યા છે. પરિણામે અમુક શહેરોમાં પુનઃ પગ પેસારો કરનાર ડેન્ગ્યું રોગનો અજગર ભરડો લેવાય તેવી લત્તાવાસીઓમાં દહેશત ફેલાઈ છે.
આ સિવાય ખીરસરા રોડ પર પણ ગંદકી એ માઝા મૂકી હોવાની પ્રજા ફરિયાદો ઉઠી છે. જેતપુર પાલિકાના માજી પ્રમુખ રમાબેને ખુલ્લો આક્ષેપ કરતા જણાવેલ જ્યારથી તેઓ પ્રમુખ પદેથી ઉતર્યા છે ત્યારથી તેઓના વિસ્તારમાં વિકાસના કામો પર બ્રેક મરાવીને સંબંધિતો તેમને હેરાન પરેશાન કરે છે. ત્યારે સંબંધિતો આવું ઓરમાયું વર્તન અને રાજકીય કિન્નાખોરી રાખવાનું બંધ કરાય તેવી મહિલા સદસ્ય રમાબેને માંગ કરી છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર



































