જેતલસરમાં ધેનુંમાનસ કથાની પુર્ણાહુતી નિમિત્તે દીપમાળા યોજાઈ
જેતલસર તા.15
જેતલસરના ગાયત્રી નગરમાં શ્રી સુર્યમુખી હનુમાનજી મંદિરના પ્રાંગણમાં બિરાજમાન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રી ધેનું માનસ (ગૌ)કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.6 થી 13 સુધી શાસ્ત્રી હાર્દિક પંડ્યાના વ્યાસાસને ચાલેલી આ કથાના સાતેય દિવસો દરમિયાન રાત્રીના ધૂન, ભજન, કીર્તન અને લોકડાયરાના આયોજનોને ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં હાજરી આપી વધાવ્યા હતા. જેતપુરના અગ્રણી દાતાઓ બળવંતભાઈ ધામી, જગદીશભાઈ પાંભર, રાજકોટના મનહરલાલ વૃજલાલ ભટ્ટ (કોઠી કંપાઉંડ) સહીત જેતપુર બ્રહ્મસમાજના આગેવાનોએ, ગાયત્રીનગર વાસીઓ, સમસ્ત જેતલસરના ધર્મપ્રેમી પ્રજાજનો, ગાયત્રીનગર મહિલા સત્સંગ મંડળ, રાધેકૃષ્ણ મહિલા સત્સંગ મંડળ વિગેરે એ ડાયરાની મોજ માણી મંદિર માટે યથા શક્તિ નોંધપાત્ર ફાળા નોંધાવ્યા હતા. ભજનીકો કાળુભાઈ રાણીંગા, રાજુભાઈ કાપડી, પુનમબેન રાઠોડ, શાંતાબેન પરમાર, હાર્દિક પંડ્યા, કરિશ્મા દેશાણી, મનહર દેશાણી, કેશુભાઈ ઝાલા, ગીરધરબાપુ વિગેરી નિશ્વાર્થ ભાવે દેવાધિદેવના મંદિર નિર્માણ માટે પોત પોતાની ભજન, સાહિત્યની કળા પીરસી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખતજ ધેનુંમાનસ(ગૌ કથા) કથાનું જેતલસર ખાતે આયોજન કરનાર મુખ્ય યજમાન જીતુભાઈ જોશી, કુલદીપ જોશી સહીત જીતુભાઈ મકવાણા, તુલસીભાઈ તેજાણી, રવિ ભડલીયા, અજય તેજાણી વી કથા આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં કથા પુર્ણાહુતીના દિવસે ગાયત્રીનગરની ધર્મ પ્રેમી મહિલાઓએ ભવ્ય દીપમાળા યોજી ભોળાનાથ મહાદેવ અને હનુમાનજી મહારાજના દર્શનનો લાભ લીધો હતો તે દેખાય છે.
(ફોટો-સમાચાર : કશ્યપ જોશી જેતલસર-9974262812)


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો