જેતલસર થી જેતપુર સુધીના બિસ્માર રોડને રીપેર કરવા માંગ
જેતલસર તા.15
જેતપુરથી જુનાગઢ જતો રોડ જેતલસર સુધી બિલકુલ બિસ્માર બન્યો હોય તાકીદે રીપેર કરવા માંગ ઉઠી છે.
આ અંગેની વિગતો મુજબ જેતપુર થી જુનાગઢ જતો રોડ જેતલસર સુધી ખખડધજ બન્યો હોય, વાહન ચાલકો ત્રાસી ગયા છે. આ વાત સરકારી તંત્ર જાણતું હોવા છતાં કોઈ કામગીરી હાથ ધરતું ના હોય વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેતપુર પાલિકાના સદસ્ય અરવિંદ વણઝારા જણાવે છે કે જેતપુર થી જેતલસર સુધીના જુનાગઢ રોડ પર કોલેજ, સ્વમીનાયારણ મંદિર, જલારામ મંદિર તેમજ શાળાઓ આવેલી હોય, ટ્રાફિક ખુબ રહેતો હોય જર્જરિત રોડથી સૌ કોઈ ત્રાસી ગયા છે. રોજ બરોજ અનેક અકસ્માતો બન્યા હો પણ બની ગયા છે. જાણકારોએ તો ત્યાં સુધી કહ્યું કે જેતલસર થી જેતપુર કે જેતપુરથી જેતલસર સુધીના રોડ પર જો કોઈ સગર્ભા મહિલાને લઇ જવાય તો રસ્તામાંજ પ્રસુતિની ઘટનાં બની જાય તેટલી હદે આ રોડ ખરાબ થયો છે. લાગતું વળગતું સરકારી તંત્ર તાત્કાલિક આ રોડ રીપેર કરાવે તે જરૂરી છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો