સદભાવ બ્લડ ડોનેટ ટ્રસ્ટ નવાગઢ દ્વારા
પોરબંદરના સાંસદ રાદડિયાની
નવમી વખત રકતતુલા કરાશે
જેતપુર તા.15
જેતપુર નવાગઢમાં અગાઉ 86 વખત સફળ રક્તદાન કેમ્પોના આયોજનો કરનાર સદભાવ બ્લડ ડોનેટ ટ્રસ્ટ નવાગઢ દ્વારા આગામી 27-9-2015 ના રોજ, પટેલ સમાજની વાડી નવાગઢ ખાતે સાંજે 6 : 00 કલાકે પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની નવમી વખત રક્ત, સાકર અને ધન તુલા કરવાનું આયોજન કરાયું હોવાનું ટ્રસ્ટ પ્રમુખ અનીલ કાછડિયા( જેતપુર પાલિકા સદસ્ય) જણાવે છે.
તેઓએ વધુમાં જણાવેલ કે તેઓના ટ્રસ્ટ દ્વારા ભૂતકાળમાં ચાંપરડાના મહંત મુક્તાનંદ બાપુ, જયેશભાઈ રાદડિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, ગોવિંદભાઈ રાણપરીયા, જસુબેન કોરાટ, લાલજીભાઈ સાવલિયા વિગેરેની રક્ત્તુલાના સફળ કેમ્પના આયોજનો થયા હતા. આગામી રક્તદાન કેમ્પમાં પણ રકતદાતાઓ રક્તદાન માટે ઉમટી પડે તેવી હાકલ કરાઈ છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો