જેતપુર પાલિકા તંત્ર જયારે કિન્નાખોરીની હદ વટાવે છે !??
ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પરની
રોશની 7 દિવસ થયા ગાયબ ! દલિતો ખફા
અગાઉના પાલિકા પ્રમુખ દલિત હતા, હવે તેઓ નથી એટલે વર્તમાન પ્રમુખે આવું કર્યું, બોલો લ્યો !?!?
જેતપુર તા. 17
'' હું દલિત સમાજની દીકરી છું, હું પહેલા જેતપુર નગર પાલિકાની પ્રમુખ હતી, હવે સદસ્યા છું, વર્તમાન પાલિકા પ્રમુખ મારી સામે રાજકીય દાવપેચ રમે ઈ સમજ્યા, પણ કિન્નાખોરીની પણ હદ હોવી જોઈએ ને ભાઈ !!'' આ શબ્દો જેતપુર નવાગઢ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ એટલા માટે ઉચ્ચાર્યા કે જેતપુર પાલિકા તંત્રે દલિતોના મસીહા અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પરની ઝગમગતી રોશની છેલ્લા 7 દિવસ થયા બંધ કરી દીધી છે !
આ અંગે વિગતો આપતા રમાબેને જણાવેલ કે શહેરના મહાત્મા ગાંધી રોડ પરના બગીચાના ખૂણે ઉભા કરાયેલ ડૉ. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ઉપર તેઓ જ્યારે પાલિકા પ્રમુખ હતા ત્યારે સુંદર રોશની(લાઈટો) ગોઠવી આ મહાન આત્માને સન્માન આપ્યું હતું. પણ તેઓનો સત્તાકાળ પૂરો થતા હવે પાલિકા પ્રમુખનું સુકાન અન્ય અનામત મહિલા સદસ્યાએ સંભાળ્યું છે.
જેતપુર પાલિકાના આ નવા પ્રમુખ તેઓના વિસ્તારના વિકાસના કામો બાબતે તો રાગદ્વેષ રાખી રહ્યા છે, કીન્ન્ખોરી બતાવી રહ્યા છે પણ એક દલિત હોવાના નાતે એક રાષ્ટ્રીય નેતા ડૉ. આંબેડકરના સ્ટેચ્યુ પરની અને આજુબાજુની રોશની છેલ્લાં 7 દિવસ થયા બંધ કરી દઈને જે કિન્નાખોરીની હદ વટાવી એ દલિત સમાજ સહન કરી શકે તેમ નથી..આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક ઘટતું કરાવી રાત્રીના અંધકારમાં ગરક થઇ જતી ડૉ. આંબેડકરની પ્રતિમા/સ્ટેચ્યુ પરની રોશની પુનઃ ઝળહળતી કરે તેવી રમાબેન મકવાણાએ માંગ કરી છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો