જેતપુરમાં લોહાણા સમાજના
પરિચય સમારોહનું આયોજન
જેતપુર તા.17
આગામી 25 મી ઓક્ટોબરના રોજ જેતપુર ખાતે લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવક-યુવતીના પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોડવા ઈચ્છતા યુવક-યુવતીઓના વાલીઓએ 5 મી ઓક્ટોબર સુધીમાં પોત પોતાના ફોટા સાથે બાયોડેટા રજીસ્ટ્રેશન ફોર્મમાં ભરીને લોહાણા સમાજની વાડી, નવાગઢ રોડ ખાતે મોક્લી દેવાના રહેશે. વધુ માહિતી માટે લોહાણા સમાજ જેતપુરના આગેવાનો મુકેશભાઈ ગણાત્રા(પ્રો.ચેરમેન-98258 52453), દીપકભાઈ ઉનડકટ(94291 56291), અનિલભાઈ કોટેચા, બી.બી.ભીમજીયાણી, જમનભાઈ પોપટ, નરેન્દ્રભાઈ તન્ના વિગેરેનો સંપર્ક કરવા શાંતિલાલ માધવાણીએ અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો