જેતપુર શહેરમાં અનેક જગ્યાએ પંડાલોમાં
બિરાજેલા ગણનાયક ગજાનન
જેતપુર તા.17
'' મૈને આપ કે સાથ એક દો દિન નહિ પુરા મહિના (સાવન) બિતાયા, અબ મેં જા રહા હું, મેરે બચ્ચે કા ખયાલ રખના, દેવો કા દેવ-મહાદેવ'' સોશિયલ સાઈટમાં ફરતી આવી પોસ્ટની પૂર્ણતયા ઉજવણી અને સફળ ગણેસોત્સવ માટે આજે જેતપુરમાં સ્થપાયેલા અનેક પંડાલોમાં આજે વાજતે ગાજતે શિવ પુત્ર ગજાનનની અનેકવિધ પ્રતિમાઓના ધામધૂમથી સ્થાપનો થયા હતા.
જાણકારોના માટે જેતપુર શહેરમાં પ્રતિ વર્ષ મુખ્ય મોટા વિસ્તારો અને ચોક જેવી જગ્યાઓ અને રહેણાંક મકાનો સહીત 300 થી 400 જગ્યાએ ગણેશોત્સવ ઉજવાય છે.
ખાસ કરીને શહેરના દેસાઈવાડી વિસ્તારમાં વોંકળીના પુલ ઉપર સંકલ્પ ગ્રુપ દ્વારા, તે જ વિસ્તાર શાક માર્કેટ રોડ પર યમુના ગ્રુપ, શાંતિનગર શેરી નંબર - 1, કણકિયા પ્લોટમાં બગીચામાં, પંચશીલ સોસાઈટી, ધોરાજી રોડ, શુભાષ ચોક, જૂની પોલીસ લાઇન, ફૂલવાડી રામજી મંદિર રોડ, મોટા રાજ મહેલમાં, નવાગઢ, જનતા નગર, તાકુડીપરા, બાવાવાળાપરા, કોટડીયાવાડી, ચાંદની ચોક વિગેરે જગ્યાએ હજારો ભાવિકો દ્વારા ગણપતિની મોટી મોટી પ્રતિમાના સ્થાપનો કરી 10 દિવસ સુધી ગણેસોત્સવ ભાવપૂર્વક ઉજવાશે. દેસાઈવાડી વોંકળી પુલ ઉપર સ્થપાયેલ ગણપતિ વંદનાના આયોજક એવા સંકલ્પ ગ્રુપના કાર્યકરો શૈલેશ વઘાસીયા, કલ્પેશ જોશી, ચિરાગ ડોબરિયા, ભાવેશ માથુકીયા, હિતેશ સાવલિયા, રવિ વઘાસીયા, અંકિત અજુડિયા, પંકજ શેખડા, અંકિત ધાનાણી, ગૌત્તમ ગીણોયા, રાજુભાઈ કલાલ, અમિત વઘાસીયા, અતુલ મિસ્ત્રી, પરેશ રાવરાણી, વિપુલ પટેલ, હરેશ સખીયા, દીપક નારિયા, કપિલ વડાલીયા વિગેરે ગણેસોતસવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો