અનામત મુદ્દે જેતલસરમાં મહિલા સહીત 500 ગ્રામજનોએ થાળીઓ વગાડી, રેલી યોજી
રાજકીય આગેવાનોને પ્રવેશવા પ્રતિબંધ
ફરમાવતા બેનર્સ લગાવ્યા !!
જેતલસર તા.17
ગઈકાલે રાત્રીના જેતલસર ગામમાં પાટીદાર મહિલાઓએ થાળીઓ વગાડી, આખા ગામમાં રેલી યોજી કોઈ પણ પ્રકારના પ્રલોભનો આપવા ગામમાં કોઈ રાજકીય આગેવાનોએ પ્રવેશવું નહિ તેવી ચેતવણી દર્શાવતા બેનર્સ લગાડવાનો કાર્યક્રમ રજુ કરતા અજાણ્યા ગ્રામજનોમાં અચરજ ફેલાયું હતું.
મળતી વિગતો મુજબ બુધવારની રાત્રીએ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર તુષાર ખાચરીયા સહિતના જેતપુરના આગેવાનોએ જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ગામની મોટાભાગની પાટીદાર મહિલાઓસું પ્રથમ અહીના પાદર ખાતે આવેલ ગૌશાળાની જગ્યા પાસે ભેગી થઈને ગજબની થાળીઓ વગાડી વાતાવરણમાં ગરમાવો લાવી દીધો હતો. જોકે આ પહેલા ગામના 25-30 ટાબરીયાઓએ થાળીઓ લઈને વગાડતા વગાડતા દોડા દોડી કરી આખા ગામને ભેગા કરવાનો નવતર પ્રયોગ કરતા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો એકઠા થઇ ગયા હતા.
ગૌશાળાએથી છેક બસસ્ટેન્ડ સુધી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતી મહિલાઓ થાળી વગાડતા વગાડતા એવી ચીમકીઓ દોહરાવી હતી કે ભાજપ કોંગ્રેસના કોઈ પણ આગેવાનોએ મત માંગવા કે અન્ય કોઈ અપીલ માટે ગામમાં પ્રવેશવું નહિ, અને કોઈ આવશે તો પછી ગામની કોઈ જવાબદારી રહેશે નહિ...એટલુજ નહિ આવી ચીમકી દોહરાવતા બેનર્સ ઠેર ઠેર લગાડી આક્રમક મુડના દર્શન કરાવ્યા હતા. પ્રસ્તુત તસવીરોમાં રાજકીય આગેવાનોને ગામમા પ્રવેશવું નહિ તેવી ચેતવણી ધર્શાવતા બેનાર્ષ સાથે ગામની મહિલાઓ અને પુરુષો દેખાય છે.
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર જેતપુર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો