અનુયાયીઓ

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015

ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા-વિરાટ પુસ્તક મેળાનું આયોજન

તા.24-9 થી 28-9 દરમિયાન જેતપુરના કોટડીયા વાડીમાં આવેલા
ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા-વિરાટ પુસ્તક મેળાનું આયોજન 
કથા સ્થળે રોજ સવારના 9 થી સાંજના 8-30 સુધી ચિકિત્સા કેમ્પ પણ યોજાશે    
જેતપુર તા.17
જેતપુર શહેરના કોટડીયાવાડીમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિ પીઠ-ગાયત્રી મંદિર ખાતે આગામી તા.24 થી 28-9 એમ પાંચ દિવસ સુધી શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા અને વિરાટ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાબતે માહિતી આપતા ગાયત્રી શક્તિ પીઠના અનન્ય પરિજન કાન્તીભાઈ કરસાળાએ જણાવેલ કે યુગ ઋષિ પં. શ્રી રામ શર્મા આચાર્યજીના મતાનુસાર આજની સમસ્ત સમસ્યાઓનું એકમાત્ર કારણ મનુષ્યના વિચાર-ચિંતનનું દૂષિત  થઈ જવું છે. દરેક સમસ્યાની જડ દુર્બુદ્ધિ જ છે. જો મૂળ કારણને સુધારવામાં ન આવે તો સુધારના બધા જ પ્રયત્નો જડ સુકાતા વૃક્ષના પાનને પાણી પાવા જેવી મૂર્ખામી સિદ્ધ થશે. આ પ્રવર્તમાન ૫રિસ્થિતિને સતયુગ જેવા વાતાવરણમાં બદલવા માટે એક માત્ર ઉપાય આજ છે કે ખરાબ વિચાર (દુર્બુદ્ધિ) ના સ્થાને શ્રેષ્ઠ વિચાર (સદ બુદ્ધિ) ની સ્થા૫ના કરવામાં આવે. આજે આ જ્ઞાન ગંગાના અવતરણ માટે ભાગીરથી પ્રયત્નો કરવાના હેતુથી અવતારી સત્તાએ જનમાનસમાં ગ્રસિત આસુરી વિચારોનો નાશ કરી શ્રેષ્ઠ વિચારોની સ્થા૫ના કરવા માટે પ્રવર્તમાન વિકટ સમસ્યાઓના સમાધાન હેતુની એક આગવી વિચારધારા રૂપે સચોટ માર્ગદર્શન કરતા ૧૯ માં પુરાણની એવી શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથાનું જેતપુરના ગાયત્રી મંદિર ખાતે આયોજન થયું છે. 
કથાના વક્તા તરીકે પ્રજ્ઞા પુત્રી પાયલબેન ૫ટેલ (ભાયલીવાળા-વડોદરા) બિરાજી પાંચ દિવસ સુધી બપોરે 2-30 થી 6-30 સુધી પોતાની આગવી શૈલીથી કથાનું રસપાન કરાવશે. જયારે તમામ પ્રકારના જુના હઠીલા રાગોની સારવાર કરાવવા નિઃશુલ્ક એકયુપ્રેસર ચિકિત્સા કૅમ્પના  આયોજનમાં  એકયુપ્રેસર  શ્રી રમેશભાઈ ત્રિવેદી (જામનગરવાળા) પોતાની સેવા આપશે. આ સિવાય અને યુગ પુરુષના સાહિત્ય સર્જનના મહાસાગરમાં મનુષ્ય જીવનની સઘળી સમસ્યાઓના સમાધાન માટે વિપુલ સદ સાહિત્ય જેવું કે મનુષ્ય જીવનને દેવતા, ઘર ૫રિવારને સ્વર્ગ, સમાજને સભ્ય, સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવી શકે એવા ૩૦૦૦ થી ૫ણ વધારે પુસ્તકો લખનાર પં. શ્રી રામ શર્મા આચાર્યજી રચિત વિરાટ સાહિત્યના દર્શન કરાવતો વિરાટ પુસ્તક મેળો જેમાં, પુસ્તક પ્રેમીઓ  ઇચ્છિત સાહિત્યના પુસ્તકો (બ્રહ્મભોજ યોજના અંતર્ગત) પુસ્તકની છાપેલી કિંમતથી ૫૦ ટકાના ભાવથી ખરીદી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સૂક્ષ્મ ગુરુસત્તાના સ્વયં હસ્તાક્ષર ધરાવતી આ દિવ્ય પ્રજ્ઞા પુરાણ કથાના સંગીતમય રસપાન સહિતના  ત્રિવિધ કાર્યક્રમનો લાભ લેવા માટે ગાયત્રી પરિવારના ગાંડુભાઈ સાવલિયા, બી.બી.ભીમજીયાણી , પ્રવીણભાઈ રાવરાણી વિગેરે એ ધર્મ પ્રેમી જનતાને અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

ટિપ્પણીઓ નથી: