જેતપુરમાં સિંધી સમાજનો ચાલીસમો ઉત્સવ સંપન્ન
વાજતે ગાજતે શોભા યાત્રા નીકળી, નદીમાં વિસર્જન
જેતપુર તા.14
છેલ્લા 40 દિવસ થયા જેતપુરમાં સિંધી સમાજ દ્વારા ઉજવાતા આવતા ચાલીસમો ઉત્સવની આજે ધામધુમથી પુર્ણાહુતી નિમિત્તે શહેરમાં શોભાયાત્રા કઢાઈ હતી.
આ અંગે મળતી વિગતો મુજબ પ્રતિ વર્ષ પવિત્ર શ્રાવણ મહિના પહેલા 10 દિવસથી શરુ થઈને સતત 40 દિવસ થયા શહેરના સિંધી સમાજ દ્વારા અહીના લાદી રોડ અને નાના ચોક ખાતે આવેલ શ્રી ઝૂલેલાલ ભગવાનના મંદિર ખાતે ઉજવાતા આવતા 40મો ઉત્સવની આજે પુર્ણાહુતી નિમિત્તે ઝૂલેલાલ ભગવાનના ફ્લોટ સાથે સિંધી સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરો તેમજ મહિલા વર્ગે ધૂન-કીર્તન કરતા કરતા 13 મી વિશાળ શોભાયાત્રા મંદિરેથી યોજી હતી. જે શહેરના તમામ રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં જેતપુર નગર પાલિકાના દંડક અશોક મંગલાણી સહિતના નાના મોટા આગેવાનો જોડાયા હતા.પત્રકાર દિલીપભાઈ તનવાણીના જણાવ્યા અનુસાર આ શોભાયાત્રાનું અહીની ભાદર નદીમાં વિસર્જન કરાયા બાદ મંદિર ખાતે 40 દિવસ થયા વ્રત કરતા બેહેનો અને ઉત્સાહી યુવા સેવા મંડળના કાર્યકરો સામુહિક પ્રસાદ લીધો હતો.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
----------------------------------------

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો