જેતપુરનો ગોંદરા વિસ્તાર ગંદકીમાં ગરક
માજી પાલિકા પ્રમુખની ફરિયાદ ધ્યાને લેવાશે ?
જેતપુર તા.14
જેતપુરના ગોંદરા વિસ્તારમાં લાંબા સમય થયા સાફ સફાઈ થઇ ના હોય આ વિસ્તારની પ્રજા વતી માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ પાલિકા તંત્ર કિન્નાખોરી દાખવતું હોવાનો આક્ષેપ કર્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકા પ્રમુખ પદેથી મુદ્દત પૂરી થતા પાલિકા સદસ્ય બની ગયેલા રમાબેને આજે સ્થાનિક પત્રકારોને વિગતો આપી હતી શહેરના ગોંદરા વિસ્તારમાં લાંબા સમય થયા સાફ સફાઈ થતી ના હોય અને ગંદકીના ખડકાયેલા ગંજથી ભયંકર રોગચાળો ફેલાઈ તેવી દહેશત વર્તાઈ રહે છે.
તેઓ કહે છે કે નવા પાલિકા પ્રમુખ જાણી જોઇને રાજકીય કિન્નાખોરી દાખવી રહ્યા છે. અને એટલેજ ગોંદરા વિસ્તારમાં હાર્વે ઘાટ વિસ્તારમાં ગંદકીયુક્ત ઉકરડા ખદબદી રહ્યા છે. પરિણામે અમુક શહેરોમાં પુનઃ પગ પેસારો કરનાર ડેન્ગ્યું રોગનો અજગર ભરડો લેવાય તેવી લત્તાવાસીઓમાં દહેશત ફેલાઈ છે.
આ સિવાય ખીરસરા રોડ પર પણ ગંદકી એ માઝા મૂકી હોવાની પ્રજા ફરિયાદો ઉઠી છે. જેતપુર પાલિકાના માજી પ્રમુખ રમાબેને ખુલ્લો આક્ષેપ કરતા જણાવેલ જ્યારથી તેઓ પ્રમુખ પદેથી ઉતર્યા છે ત્યારથી તેઓના વિસ્તારમાં વિકાસના કામો પર બ્રેક મરાવીને સંબંધિતો તેમને હેરાન પરેશાન કરે છે. ત્યારે સંબંધિતો આવું ઓરમાયું વર્તન અને રાજકીય કિન્નાખોરી રાખવાનું બંધ કરાય તેવી મહિલા સદસ્ય રમાબેને માંગ કરી છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો