અનુયાયીઓ

ગુરુવાર, 30 જુલાઈ, 2015

જેતપુરના પીઠડીયા ગામે દિવંગત સેવાભાવીના માનમાં પ્રાર્થનાસભા, વૃક્ષારોપણ, બટુક ભોજન યોજાયા

જેતપુરના પીઠડીયા ગામે દિવંગત સેવાભાવીના માનમાં 
પ્રાર્થનાસભા, વૃક્ષારોપણ, બટુક ભોજન યોજાયા 
જેતપુર તા.30
જેતપુર તાલુકાના પીઠડીયા ગામના વૃજલાલભાઈ પટેલ નામના સેવાભાવીનું તાજેતરમાં અમદાવાદ ખાતે અવસાન થયું હતું. આ સેવાભાવી આત્માના માનમાં પીઠડીયામાં આવેલ શ્રી ખોડિયાર માતાજીના મંદિર ખાતે સદગતના મિત્રો ધીરુભાઈ ગોંડલિયા સહિતના ગ્રામજનો અને સરપંચ છગનભાઈ ગોંડલિયા, સહકારી મંડળીના પ્રમુખ ધીરુભાઈ વી દ્વારા પ્રાર્થનાસભા યોજાયેલ, જેમાં સેવાભાવીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. આ સિવાય સેવાભાવીની સ્મૃતિરૂપે 20 વૃક્ષોનું રોપણ અને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ એવું પણ જણાવેલ કે સેવાભાવી પિતા વૃજલાલભાઈની માદરે વતન એવા ગામ પીઠડીયામાં યોજાયેલા ઉપરોક્ત ત્રિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા પુત્ર તારક પટેલ અમેરિકાથી ખાસ પીઠડીયા આવી હાજર રહ્યો હતો.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 99742 62812

બુધવાર, 29 જુલાઈ, 2015

જેતપુરમાં ઠેકઠેકાણે ચાલતી-ચલાવાતી રૂપકડી સ્કીમોમાં લુંટાતા શહેરીજનો

જેતપુરમાં ઠેકઠેકાણે ચાલતી-ચલાવાતી રૂપકડી સ્કીમોમાં લુંટાતા શહેરીજનો
જેતપુરમાં આવી સ્કીમોના સંચાલકો કે સ્કીમો ઉપર કોઈ નિયંત્રણ નથી, બધાને મળી જતું હોય, સૌ મુક, બધીર અને સુરદાસોની ભૂમિકામાં ??!

જેતલસર(જેતપુર)તા,29
જેતપુર શહેરમાં અનેક જગ્યાએ ચાલતી અને ચલાવતી અનેકવિધ લોભામણી સ્કીમોમાં શહેરીજનો રીતસરના લુંટાતા અને છેતરાતા હોય લાગતા વળગતા સત્તાધીસોએ આવા સ્કીમ સંચાલકોને કાયદાનું ભાન કરાવવું જોઈએ તેવું છેતરાયેલા ગ્રાહકોમાં માંગ થઇ છે.
આ બાબતે શહેરીજનોમાં ચર્ચાતી વિગતો મુજબ જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં અમુક કાયદેશર સ્કીમ સંચાલકોને બાદ કરતા અમુક સ્કીમ સંચાલકોએ તો તેઓની ટીકીટોમાં બ્રાન્ડ વગરના ટીવી, કેમેરા, કોમ્પ્યુટર, વોશિંગ મશીન, વિગેરે વસ્તુઓ ટીકીટમાં એવી પ્રિન્ટ કરાવી છે કે લોકો આવી આકર્ષક ટીકીટો તને તેમાંના ફોટો જોતાજ અંજાઈ જઈ સભ્યપદ નોંધાવવા દોડી રહ્યા છે. પણ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે તેવી કહાવતો આવી સ્કીમોમાં સાબિત થતી હોય જેતપુરના મામલતદાર, સેલ્સટેક્સ ડીપાર્ટમેન્ટ, પોલીસ તંત્ર વેગેરે લાગતા વળગતા સત્તાધીસોએ આવા સ્કીમ સંચાલકોને કાયદાનું ભાન કરાવવું જોઈએ તેવું ગ્રાહકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેતપુરના એક ગ્રાહકે તો ત્યાં સુધી કહ્યું કે પોતાને એક બ્રાન્ડેડ કેમેરો ઇનામમાં લાગ્યો છે, સંચાલકો કહે છે કે આ કંપની બંધ થઇ ગઈ છે, રોકડા પૈસા લઈલો, પણ કેમેરાના પૈસા આપવા બાબતે પણ સ્કીમ સંચાલકો પડતર ભાવ એટલેકે ગ્રાહકને નુકશાન જાય તેવું વળતર આપતા હોય, ગ્રાહકોમાં બોકાસો બોલી રહ્યો છે. તો એક ગ્રાહકે થોડા સમય પહેલાજ કાયદાની બીક બતાવતા અમુક સ્કીમ સંચાલકો રીતસરના ગ્રાહકના ઘુટણિએ પડી જઈ ગ્રાહકે માંગ્યા મુજબનું લેપટોપ લઇ દેવું પડ્યું હોવાની ઘટના પણ અહી બની હતી. કહેવાનું તાત્પર્ય એ કે જેતપુરમાં બધાને બધું મળી જતું હોય સંબંધિતો મુક, બધીર સુરદાસોની ભૂમિકામાં રાચતા હોવાનો ગ્રાહકોનો આક્ષેપ છે. 

બોક્સ: કોઈ ફરિયાદ કરે તો કાર્યવાહી થાય !
જેતપુર : જેતપુર શહેરમાં આવી ચાલતી અને ચલાવાતી સ્કીમોના જાણકારો કહે છે કે તેઓ કોઈને તેઓની ટીકીટો લેવા કંકોત્રી નથી લખતા, સરળ હપ્તે ઘરેલું ચીજો લેવા સ્કીમો બનાવાતી હોય છે, ગ્રાહકો આવી સ્કીમો સાથે જોડાય ત્યારે ટિકિટમાં તમામ પ્રકારના નિયમો અને બંધનો આલેખાયેલા હોય છે. ગ્રાહક આ બધું સ્વીકારીને સ્કીમમાં જોડાતો હોય છે, પછી પાછળથી કોઈ વાંધા વચકાઓ કાઢે તો સ્કીમ સંચાલકો શું કરે ? પણ આમ છતાં કોઈ ગ્રાહક પોતે છેતરાયો હોવાની ગ્રાહક સુરક્ષામાં પોલીસ, મામલતદાર, ડેપ્યુટી કલેકટર, કલેકટર, કે સેલ્સટેક્સ તંત્રને ફરિયાદો કરે તો કાયદો કાયદાનું કામ કર્યા વગર  ના રહે એ વાત પણ સ્કીમ સંચાલકોએ ભૂલવી નાં જોઈએ તેવું શાણા ગ્રાહકો જણાવે છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



મંગળવાર, 28 જુલાઈ, 2015

જેતપુરમાં આખો દિવસ દરમિયાન 17 મીમી

જેતપુરમાં આખો દિવસ દરમિયાન 17 મીમી 
જેતપુરમાં આજે આખો દિવસ ઝરમર ઝરમર 17 મીમી વરસાદ  પડ્યો હતો. જયારે તાલુકાના વીરપુર જલારામ, થાનાગાલોલ, જેતલસર, નવી જૂની સાંકળી, અકાળા, પીપળવા, ડેડરવા, ટીંબડી, રૂપાવટી, બાવાપીપળીયા, ભાટ્ગામ, જેતલસર જંકશન, પેઢ્લા, મેવાસા, બોરડી સમઢીયાળા, દેવકી ગાલોલ, ખારચિયા(સેન્જલીયા), ખારચિયા(વાંકુના), ભેડા પીપળીયા વિગેરે ગામોમાં પણ આજે આખો દિવસ વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલો મળ્યા હતા.
એક મળતી વિગતો ભાદર નદી કાંઠે વસતા કાયદેસર-ગેરકાયદેસર રહેણાંક મકાનો બાંધી રહેતા લોકોને વરસાદી માહોલ જોઇને સલામત સ્થળોએ ખસી જવા જેતપુરના લાગતા વળગતા સત્તાધીશોએ રીક્ષા દ્વારા માઈકથી જાહેરાત કરી છે. ખાસ કરીને આ બાબતે ભાદર નદી કાંઠે વસેલા ગોંડલ દરવાજા અને ગોંદરા વિસ્તારના માણસોએ સજાગ રહેવા તંત્રની અપીલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812


સોમવાર, 27 જુલાઈ, 2015

જેતપુરમાં કાલે ઇન્કમટેક્સ માર્ગદર્શન સેમીનાર યોજાશે


જેતપુરમાં કાલે ઇન્કમટેક્સ 
માર્ગદર્શન સેમીનાર યોજાશે
જેતપુર તા.27
જેતપુરમાં બુધવાર ને  તા.29.7. ના રોજ અહીના જુનાગઢ રોડ પર આવેલ રોટરી હોલ ખાતે ઇન્કમટેક્સના માર્ગદર્શન માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ આઈટી, જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો., ચેમ્બર ઓફ કોમર્સ તથા જેતપુર ટેક્સ પ્રેક્ટીશ્નરના સયુંકત ઉપક્રમે બપોરના 3-00 વાગ્યે યોજાનાર આ સેમિનારમાં સિઆઇટી રેંજ-1 ના એડીશનલ કમિશ્નર સીનોઈ ઇન્કમટેક્સ બાબતે વિસ્તૃત માહિતી પીરસનાર હોય શહેર તથા તાલુકાના વેપારીઓ હાજર રહેવા આયોજક સંસ્થાઓએ અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

જેતપુર શહેર અને પંથકમાં 2 ઇંચ

જેતપુર શહેર અને પંથકમાં 2 ઇંચ 
જેતપુર તા.27
જેતપુર શહેર અને પંથકના જેતલસર સહિતના ગામોમાં ગઈ રાત્રીથી ધીમી ધારે શરુ થયેલ વરસાદે 2 ઇંચ જેટલું પાણી વરસાવ્યાની વિગતો મળી રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુર શહેરમાં ધીમી ધારે આખી રાત વરસાદ વરસતા 1.5 ઇંચ વરસાદ થયાનું સરકારી તંત્રોના ચોપડે નોંધાયું છે. જયારે સોમવારના સવારથી સાંજ સુધી 15 મીમી ઝરમર વરસાદ વરસ્યો હતો. આ સિવાય ભાદર ડેમની સપાટી હાલ 30.60 ફૂટ પર પહોચી છે. ડેમ વિસ્તારમાં નહીવત વરસાદ પડ્યો હતો. જયારે ભાદર ઈરીગેશન ક્રાઈટ અરિયામાં આવતો સાંકરોલી ડેમ આજે તેની 25.20 ફૂટ સપાટી વટાવીને છલકી ગયો હોવાનું જેતપુર સ્થિત ભાદર ઈરીગેશનસુત્રોએ જણાવ્યું હતું.
તાલુકાના જેતલસરમાં ગઈ રાતથી આજે સાંજ સુધીમાં દોઢ ઇંચ, અમરનગરમાં અઢી થી ત્રણ ઇંચ વરસાદ પડયાના અહેવાલો મળ્યા હતા.

જેતપુરમાં શરાબ-બીયર ભરેલી રેઢી કાર મળી !
રવિવારની મોડી રાત્રીના જેતપુરમાંથી વિલાયતી શરાબ અને બીયરના જથ્થા સાથે એક કાર પોલીસને મળી આવતા પોલીસે કાર માલિકની શોધખોળ આદરી છે.
મળતી વિગતો મુજબ ગઈ કાલે રાત્રીના જેતપુર શહેર પોલીસનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો ત્યારે અહીના તાકુડી પર વિસ્તારમાં આવેલ મહાદેવના મંદિર પાસે બંધ પડેલી જીજે 10 એફ 721 નંબરની શંકાસ્પદ કારને તપાસાતા તેમાંથી વિલાયતી શરાબની 228 બોટલ્સ અને બીયરના 48 ટીન મળી આવ્યા હતા. પોલીસે શરાબ-બીયર અને કાર મળી કુલ રૂપિયા 1.13 લાખનો મુદામાલ કબજે લઇ, કાર માલિકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

ગુજરાતમાં "બેનની" અને દિલ્હીમાં "ભાઈની" સરકારને ચાબખા મારતા કોંગ્રેસના આગેવાનો !! પ્રજા સમજી જાય !

જેતપુરમાં યોજાયેલ કોંગ્રેસના સશક્તિકારણ સંમેલનમાં 
ગુજરાતમાં "બેનની" અને દિલ્હીમાં "ભાઈની" સરકારને 
ચાબખા મારતા કોંગ્રેસના આગેવાનો !! પ્રજા સમજી જાય !
જેતપુર તા.27 (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે જેતપુર ખાતે મળેલા કોંગ્રેસના સશક્તિકારણ સંમેલન દરમિયાન ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યોએ ગુજરાત અને દિલ્હી સરકાર પર વરસાદની જેમ ચાબખારૂપી તૂટી પડી ઉપસ્થિત લોકોને સમજાવ્યા હતા કે હજુ બહુ મોડું નથી થયું, કમળને રામ રામ કરી પંજાને સાથ દેવા માંડો !!
આ બાબતે મળતી વિગતો મુજબ રવિવારે અહીની પ્રખ્યાત ધાર્મિક જગ્યા ખાખામઢી હનુમાનજી મંદિર ખાતે  કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ પાંભરના ખરી જહેમત વચ્ચે મળેલ સશક્તિકરણ સંમેલનમાં કોંગી કાર્યકરો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. વરસતા વરસાદ વચ્ચે પણ તાલુકાના ગામડાઓમાંથી જેતપુર દોડી આવેલા આગેવાનો, કાર્યકરોએ વર્તમાન ભાજપ સરકારની રીતિનીતિ પરત્વે ગજબનો રોષ ઠાલવ્યો હતો.
જેતપુરના જગાભાઇની હાકલ અને અનુરોધથી અહી દોડી આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, જવાહર ચાવડા, સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી રાઘવજીભાઈ પટેલ, માજી સાંસદ કુંવરજીભાઈ બાવળિયા, રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશ ચોવટિયા, સ્થાનિક કોંગી આગેવાનો સહેનાઝ્બેન બાબી, નીલેશ પંડયા, ચેતના પારધી , શારદા વેગડા વિગેરે પ્રસંગોચિત વકતવ્યોમાં વર્તમાન સરકારની જાટકણી કાઢી હતી. 
ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 100 દિવસમાં કાળું નાણું ભારતમાં  લાવવાની વાતોના વડા કરનાર  વર્તમાન સરકાર આ બાબતે આજે 420 દિવસેય  ફીફા ખાંડે છે. રાજકોટના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવેલ કે નરેન્દ્ર મોદી જેવા ભાઈને દેશની મોટી ગાદી પર બેસાનાર ગુજરાતની પ્રજાને એવી આશા હતી કે તકલીફ પડશે તો ભાઈ આવશે, પણ આ ભાઈને અમેરિકા જવાનું બહુ ગમતું હોય, પીડાતી પ્રજાને ક્યાંથી મળવા આવે ?
અમરેલી પૂરપીડીતોનો કોઈએ ભાવ ના પુંછતા રાજ્યગુરુએ આવું તીર છોડ્યું હતું..
માજી સાંસદ કુવરજી બાવળીયાએ ખેતીપ્રધાન દેશ ભારતના ખેડૂતોને હેરાન કરવામાં વર્તમાન સરકાર કોઈ કચાસ નાં રાખતી હોવાનો આક્ષેપ કર્યો હતો.  તો માણાવદરના જવાહર ચાવડાએ પોતાની તેજાબી શૈલીમાં જણાવેલ કે ખેડૂતોને વીજ કનેક્ષનો મેળવામાં ધોળે દિવસે તારા દેખાડતા સંબંધિતો હમણાં કોઈ ઉદ્યોગપતિ વીજ કનેકશનો માંગે તો યુધ્ધના ધોરણે આપી દેવાય છે ! આવો ભેદભાવ શુકામ ? તેવો સવાલ ઉઠાવી વર્તમાન સરકાર પર ચાબખા માર્યા હતા. 
બોક્સ: સેંકડો ભાજપીઓ કોંગ્રેસમાં જોડાયા !
જેતપુર: જેતપુર ખાતે કોંગ્રેસના સશક્તિકારણ સંમેલનને સફળ બનાવવામાં મહત્વનો ફાળો ભજવનાર રાજકોટ જીલ્લ કોંગ્રેસ ઉપપ્રમુખ અને જાણીતા દાતા જગદીશભાઈ પાંભરે જણાવેલ કે, વર્તમાન સરકારની નીતિરીતી પ્રજા હવે જાણી ગયી છે. હવે લોકોને છેતરવામાં રસ નથી, લોકોમાં એક એવો સ્વયંભુ જુવાળ ખડો થયો છે કે ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આ વાતની પુષ્ટિ રૂપે રાજકોટ જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ચંદુભાઈ શિંગાળા, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખના ભરથાર વિપુલ વૈષ્ણવ કે જેઓ નાની ઉમરથીજ ભાજપના ભગવામાં રંગાયેલ તેઓએ, જેતપુર તાલુકા ભાજપના આગેવાન પી.એલ.વસોયા, મંડલીક્પુર ના કિશોર પાદરીયા, કાળુભાઈ ગોહિલ સહીત મોટી સંખ્યામાં આગેવાનોએ ભાજપને તરછોડી કોંગ્રેસને અપનાવી લીધો હતો.  સંમેલનના પ્રમુખસ્થાન એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ગેરહાજરી બાબતે જગદીશ પાંભરે જણાવેલ કે નરમ ગરમ તબિયતને હિસાબે સોલંકી આવી શક્યા નહોતા..
બોક્સ:  ઓળખી લો આ સુટ, બુટ અને ટાય સજ્જ સરકારને !
જેતપુર: રાજકોટ જીલ્લા ભાજપના માજી મહામંત્રી ચંદુભાઈ શિંગાળાએ રોષભેર જણાવેલ કે ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી દેનારી વર્તમાન સરકાર શૂટ બુટ અને ટાયમાં સજ્જ છે, આ સરકાર ખેડૂતોની નહિ પણ માલેતુઝાર ઉદ્યોગપતિઓની છે, હું ખાતો નથી અને ખાવા દેતો નથી તે વાત માત્ર ને માત્ર ભ્રામક છે, લોભામણી વાતો કરના સરકારને પ્રજાની પડી નથી, અરે પ્રજા તો શું અમરેલીના ધારાસભ્ય કે જે વિધાનસભાના સદસ્ય છે અને દેશના વડાપ્રધાન માટે આવા સૌ મિત્રો સરકારના હાથ પગ કહેવાય છતાં, આવા ધારાસભ્યો છેક મરણ પથારી સુધીના આંદોલનો કરે તો ય તેની સામું નાં જોવાય તો આમાં બિચારી પ્રજા સામે કોણ જોવાનું ? તેઓએ કોંગ્રેસના એક વખાણ પણ દોહરાવ્યા હતા કે જયારે તેઓ ભાજપમાં હતા ત્યારે એક આંદોલનમાં રાજકોટમાં મનોહરસિંહ જાડેજા જેવી કોંગ્રેસની હસ્તીઓ ઉપવાસીઓની ખબર અંતર પુછવા આવતી, જયારે અમરેલીના ધારાસભ્ય એક વખત મોતના મુખમાં ધકેલાઈ જાય તે રીતે તાજેતરમાં પુર પીડિતો માટે આંદોલન છેડ્યું, પણ ભાજપનો કોઈ આગેવાન તેમની ખબર કાઢવા નાં ફરક્યો !! આવી સરકાર સાથે રહેવાની બદલે છેડો જ ફાડી નંખાય ! શાયદ આવી ભાવનાઓથી જ કોંગ્રેસમાં ભાજપના આગેવાનો જોડાઈ રહ્યા છે.
------------
ટૂંકમાં જેતપુર ખાતે યોજાયેલ કોંગ્રેસના સશક્તિકારણ સંમેલનમાં ગુજરાતમાં "બેનની" અને દિલ્હીમાં "ભાઈની" સરકાર પર ચાબખા મારવાની તક કોંગ્રેસના આવેવાનોએ ચુકી નહોતી તેવું કહેવું ઉચિત જણાય છે.

ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

શનિવાર, 25 જુલાઈ, 2015

અવસાન નોંધ : 25-7-2015 જેતપુર સરકારી સેવા 108 ના પાયલોટ દુર્ગેશભાઈના પિતાનું અવસાન

અવસાન નોંધ : 25-7-2015
જેતપુર સરકારી સેવા 108 ના પાયલોટ 
દુર્ગેશભાઈના પિતાનું અવસાન 

જેતપુર : વાસુદેવભાઈ રેવાચંદભાઈ મંગલાણી(ઉ.વ.79) તે રામદેવભાઈ તથા દુર્ગેશભાઈ(સરકારી એમ્બ્યુલન્સ 108 ના પાયલોટ)ના પિતા તેમજ મુલચંદભાઈ(વિશ્વામિત્ર વાળા) અને વિષ્ણુભાઈના મોટાભાઈ તા.25 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.27 ને સોમવારે, સાંજે 4 થી 6, સંત કંવરરામ મંદિર, લાદી રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812





અમરનગરમાં કાલે ઉર્ષ શરીફ

અમરનગરમાં કાલે ઉર્ષ શરીફ 
જેતપુર તા.25
જેતપુર તાલુકાના અમરનગર ગામે આવતીકાલ તા.27.7.2015 ને સોમવારના રોજ  હ.લાડ્માઈમાં દરગાહ શરીફ ખાતે જશ્ને ઉર્ષ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10 કલાકે સંદલ શરીફ, સાંજે 4 કલાકે મિલાદ શરીફ તથા સવારના 11 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ન્યાઝ તકસીમ કરવામાં આવનાર હોય, જેતપુર શહેર તેમજ તાલુકાના ગામોમાં વસતા મુસ્લિમબિરાદરોએ ઉર્ષનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

જેતપુરમાં આજે કોંગ્રેસનું સંમેલન

જેતપુરમાં આજે કોંગ્રેસનું સંમેલન

 જેતપુર તા.રપ : જેતપુરમાં કોંગ્રેસ  આજે તા.ર૬ને રવિવારે સવારે ૯ વાગ્યે સશકિતકરણ મહાસંમેલન  અહીના ખાખીમઢી હનુમાનજી મંદિર ખાતે   યોજાશે.
   ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીના અધ્‍યક્ષ સાથે યોજાનાર આ સંમેલનમાં દીપ પ્રાગટ્ય વિધિ સિધ્‍ધાર્થ પટેલના હસ્તે થશે.
ધારાસભ્‍ય રાઘવજી પટેલ, જવાહર ચાવડા, પરેશ ધાનાણી, જાવેદ પીરજાદા, તેજશ્રીબેન પટેલ, ઇન્‍દ્રનીલ રાજયગુરૂ, ભોળા પટેલ, હર્ષદ રીબડીયા, પુવ સાંસદ કુંવરજી બાવળીયા, રાજકોટ જીલ્લા કોંગી પ્રમુખ દિનેશ ચોવટીયા હાજર રહેનાર હોય,  આ સંમેલનમાં  ખેડુતો , વેપારીઓને હાજર રહેવા રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને જેતપુરના જાણીતા દાનવીર જગદીશભાઇ પાંભરે અનુરોધ કર્યો છે.

કશ્યપ જે. જોશી જેતપુર - જેતલસર 9974262812

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર

  કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 


શુક્રવાર, 24 જુલાઈ, 2015

વર્તમાન પાલિકા પ્રમુખની અંતિમ હાજરી વાળી જેતપુર નગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી

વર્તમાન પાલિકા પ્રમુખની અંતિમ હાજરી વાળી 
જેતપુર નગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી 
જેતપુર તા.24  (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ તરીકે રમાબેન મકવાણાની અંતિમ હાજરી વચ્ચે આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં બહાલી આપવા અર્થે રજુ થયેલા એજેન્ડામાં અનેક વિકાસના કામો સૂચવાયા હતા.
જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાના પ્રમુખ પદની અવધી આગામી 25-8.15 ના રોજ પૂર્ણ થાય છે. નવા પ્રમુખની દાવેદારી માટે અમુક ચોક્કસ સભ્યોએ રાજકીય કાવાદાવા શરુ કરી દીધા છે. જેની આર્થિક સ્થિતિ મજબુત સાબિત થશે તે પ્રમુખ પદે બિરાજશે..આવી અટકળો અને માન્યતાઓ વચ્ચે આજે જેતપુર નગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક મુખ્ય અધિકારી ભરતભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને મળી હતી. 

જેમાં પ્રમુખ સ્થાનેથી રજુ થયેલા એજેન્ડામાં સૂચવાયેલી બાબતોમાં હેડકલાર્કને રહેમરાહે નોકરી આપવાની બંધ થયેલી પ્રથાને પુનઃ ચાલુ કરવા, ભાદર ડેમ ખાતે 315 કેવી નું ટ્રાન્સફોર્મર ક્રેઇનની મદદથી ફેરવવાનું થતું હોય તેનો ચાર્જ રૂ.10 હજાર મંજુર કરવા,  ડેમ ખાતે 200 એચપી પંપ બેસાડવાના વધારાના ખર્ચના રૂપિયા 330350-00 મંજુર કરવા, વરસાદી પાણીને સમયાંતરે દુર કરવા 3 બ્રીધીંગ ઓપરેટીંગ સેટ ખરીદવા, પાલિકાની ફોર્સ ઇલેક્ટ્રિક જીપનું એન્જીન ખરાબ થતા તેનો રીપેરીંગ ખર્ચ મંજુર કરવા, 

વાયરમેન હેરાન્જાએ ઉપાડેલ રકમ  જમા લેવા અને અમદાવાદની કંપની પાસેની લેણી રકમ વસુલવા, ટ્રેકટરોના નવા ટાયરટ્યુબ લેવાનો ખર્ચ મંજુર કરવા, ધારેશ્વર ફિલ્ટર પ્લાન્ટના સ્ટાર્ટર ખરીદવા, પાણી ફીમાં વધારો કરવા, સફાઈ ટેક્સ વધારવા, ગટર સફાઈવેરો દાખલ કરવા, એક દીવાની કેશ સબબ વકીલને રોકવા, મેઘવાળ જ્ઞાતિના સ્મશાન ગૃહમાં તેમજ હિંદુ સ્મશાન ગૃહમાં સ્ટીલના અક્ષરો લખવાનો ખર્ચ મંજુર કરવા, 

હિંદુ સ્મશાન પાસેની રજવાડી દીવાલ, પ્રાર્થના હોલ, દેરડી રોડ વિસામા દીવાલ પાસે તકતી બનાવવા અપેક્ષાએ મંજુર કરેલ ખર્ચ બહાલ રાખવા, દેવ સમાધિ, દેવ સમાધિ પ્રેવેશ દ્વાર, ચબુતરો વિગેરેનો ખર્ચ મંજુર કરવા, હિંદુ સ્મશાનગૃહમાં ગેસની ભઠ્ઠી શરુ કરવાના કામે જુદા જુદા થયેલા ખર્ચ મંજુર કરવા, ધોરાજી રોડ પર ધરમવાડી વિસ્તારમાં જુનો થયેલ હેન્ડ પંપ બદલીને સબમર્શીબલ પંપ મુકવા, દીવાબત્તી કર વધારવા, જેતપુર બાયપાસ રોડ ઉપર ઓવરબ્રીજ બાંધવા, વાહનોની સર્વિસ કરવાનો ચાર્જ મંજુર કરવા, એલઈડી લાઈટ ફીટીંગમાં થયેલ જરૂરી ખર્ચ મંજુર કરવા, 

સ્થાપના દિન નિમિત્તે પાલિકા કચેરીને શણગારવાનો થયેલ ખર્ચ મંજુર કરવા, વધુ પડતા વીજ બીલને ધ્યાને રાખીને એલઈડી લાઈટ ફીટીંગ બાબતે યોગ્ય નીતિ ઘડવા, ડેમ પર ટ્રાન્સફોર્મર રીપેરીંગ ખર્ચ મંજુર કરવા, ઉજડ્પ્પા વિસ્તારમાં પાણીના ટાંકા નીચેની જર્જરિત સીડીના ટપ્પા તથા પારાપેટ રીપેરીંગ કરવાના ખર્ચને મંજુર કરવા વિગેર્રે બાબતો સૂચવાઈ છે.

બોક્સ: એજેન્ડામાં બે-ત્રણ ખાસ બાબતો સૂચવાઈ 
જેતપુર : નગર પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ શહેરના ચાંદની ચોક વિસ્તારને આઝાદીના લડવૈયા હેમુ કાલાણી વિસ્તાર તરીકે જાહેર કરવાનું સૂચવ્યું છે. જોકે આ બાબતે આ વિસ્તારના લોકોએ સોગંદનામાં દ્વારા જબરો વિરોધ કર્યાની ચર્ચા સાંભળવા મળી છે.  જયારે સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેર વિસ્તારમાં સીસી રોડ બનાવવાના હતા પણ ભારે વરસાદને કારણે અમરનગર રોડ ફિલ્ટર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ તેમજ ભાદર સામા કાંઠા વિસ્તારમાં જવાનો રોડ (ધાબી ) તૂટી ગઈ હોય, તેના ખર્ચના અનુક્રમે 7463000 તથા અને 4088000 ખર્ચ મંજુર કરવા માંગ દોહરાવી છે.

ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812

અવસાન નોંધ : 24-7-2015

અવસાન નોંધ : 24-7-2015
જેતપુર: મૂળ વડિયા,  હાલ જેતપુર નિવાસી બ્રહ્મક્ષત્રીય નાથાલાલ રૂગનાથ પડિયાના જમાઈ હરેશકુમાર કાન્તિલાલ આશરા(ઉ.વ.60) તા.21 ના રોજ અવસાન પામેલ છે. સાદડી તા.25 ને શનિવારે સાંજે 5 થી 6, બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી, ફૂલવાડી ભાદર રોડ જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

બુધવાર, 22 જુલાઈ, 2015

જેતપુર શહેર અને પંથકમાં ધીમી ધારે 1 ઇંચ વરસાદ, સાંકળીમાં 1.5 ઇંચ


જેતપુર શહેર અને પંથકમાં ધીમી ધારે 1 ઇંચ વરસાદ, સાંકળીમાં 1.5 ઇંચ  
જેતપુર તા.22
જેતપુર શહેર અને પંથકના જેતલસર સહીત ગામોમાં આજે બપોરે અઢી વાગ્યા થી ગાજવીજ સાથે ધીમી ધારે શરુ થયેલ વરસાદ સાંજના ચાર વાગ્યા સુધી ચાલુ રહેતા 1 ઇંચ વરસાદ પડ્યો હોવાનું ભાદર ઈરીગેશન સુત્રો જણાવે છે. લાંબા સમય પછી આજે વરસેલા વરસાદથી ખેડૂત આલમ ખુશીથી ઝૂમી ઉઠી હતી. ખેડૂતોએ જણાવેલ કે આજના વરસાદનું પાણી બરાબર જમીનમાં ઉતરશે અને ઉભેલા ખેત પાકોને સારો એવો ફાયદો કરાવશે.
તાલુકાના જેતલસર પંથકના ડેડરવા, ટીંબડી,  અકાળા, પીપળવા વી ગામોમાં પણ અડધાથી એક ઇંચ વરસાદ વરસાદ પડ્યાના અહેવાલો મળે છે. જયારે નવી-જૂની સાંકળી ગામોમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હોય, ઉભેલા પાકને જીવતદાન મળ્યું હોવાનું ખેડૂત યુવાન મુકેશ લશ્કરીએ જણાવ્યું હતું.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

અવસાન નોંધ :

અવસાન નોંધ :
જેતપુર: મૂળ મોટા ગુંદાળા, હાલ રાજકોટ નિવાસી દરજી ગુર્જર મચ્છુ કઠીયા બાબુભાઈ બચુભાઈ વાઘેલા(ઉ.વ.75) તે મીતેશભાઇ, કિશોરભાઈના પિતા, રાજેશભાઈ પ્રભુદાસભાઈ ચૌહાણ(બુધાભાઈ-જેતલસર જં.)ના સસરા તા.22 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.24 ને શુક્રવારે, સાંજે 4 થી 6, સહયોગ ગુરુકુળ પાછળ, ગુ.મ.ક.દરજી જ્ઞાતિની વાડી, રાજકોટ ખાતે રાખેલ છે.




કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



કોણે કહ્યું આગામી ૧૩ માસ સુધી લગ્નોના મૂહુર્તો નથી ? ..... | News Saurashtra-Kutch | Akilanews.com

કોણે કહ્યું આગામી ૧૩ માસ સુધી લગ્નોના મૂહુર્તો નથી ? ..... | News Saurashtra-Kutch | Akilanews.com

કોણે કહ્યું આગામી 13 માસ સુધી લગ્નોના મૂહુર્તો નથી ?!! જાવ..મોજ કરો..કર્મકાંડીઓ !! જેતલસર(જં.)ના યુવા જ્યોતિષીએ શાસ્ત્રોના પાનાં ફંફોસી શોધી કાઢ્યા શુભ લગ્નોના 27 મૂહુર્તો !!

કોણે કહ્યું આગામી 13 માસ સુધી લગ્નોના મૂહુર્તો નથી ?!! જાવ..મોજ કરો..કર્મકાંડીઓ !!
જેતલસર(જં.)ના યુવા જ્યોતિષીએ શાસ્ત્રોના પાનાં 
ફંફોસી શોધી કાઢ્યા શુભ લગ્નોના 27 મૂહુર્તો !!
(કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા.21
વર્તમાન જુલાઈ મહિના પછી આગામી તેર માસ સુધી સતત લગ્નોના કોઈ શુભ મૂહુર્તો નથી તેવી કર્મકાંડી બ્રાહ્મણોમાં થઇ રહેલી ચર્ચાઓ અને અટકળો  પૂર્ણવિરામ મૂકી જેતલસર જંકશનના યુવા જ્યોતિષી અને કર્મકાંડી ભૂદેવ હાર્દિક સુરેશભાઈ પંડયાએ ધાર્મિક ગ્રંથોસમા શાસ્ત્રોના પાનાં ફંફોસી શુભ લગ્નોના 27 મૂહુર્તો કાઢી આપતા ચિંતિત કર્મકાંડી ભૂદેવોએ રાજી થવા જેવી વિગતો મળી છે.

કર્મકાંડ અને જ્યોતિષ સાથે સંકળાયેલા, બીલખા આનંદ આશ્રમના આચાર્ય નીતિનભાઈ મહેતાના શિષ્ય તરીકે ત્રણ વર્ષ દમિયાન જ્યોતિષ, ભાગવત અને કર્મકાંડીનું બિરુદ મેળવનાર શાસ્ત્રી હાર્દિકભાઈ પંડ્યાએ કર્મકાંડી ભૂદેવો અને યજમાનોની ચિંતા દુર કરવા આપના શાસ્ત્રોસમા પ્રાચીન ગ્રંથો "મુહુર્ત ચિંતામણી",  "નિર્ણયસિંધુ" અને "જ્યોતિનિબંધ" એમ ત્રણેય ઉપયોગી પુસ્તકોમાંથી આગામી નવેમ્બર-15 થી માર્ચ 2016 દરમિયાન શુભ લગ્નોના 27 મૂહુર્તો શોધી કાઢી પોતાની મહેનત ભૂદેવો વચ્ચે મૂકી છે.

દરેક ભૂદેવોને ગળે ઉતરે તેવી અને પડકારીએ તોય કોઈ ના પાડી શકે નહિ તેવી અમુક બાબતો વર્ણવતા હાર્દિક પંડ્યાએ જણાવેલ કે અન્ય એક પ્રાચીન ગ્રંથ(શાસ્ત્ર) " પારાશર" ના મતે ગંગા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશોમાં સિંહસ્થ ગુરુ દરમિયાન વિવાહ થઇ શકે નહિ. પણ આપણે એટલેકે મુંબઈ, ગુજરાત, રાજસ્થાન ગંગા- ગોદાવરી વચ્ચે આવતા નથી.

મુહુર્તચિંતામણી નામના ગ્રંથમાં સિંહસ્થ ગુરુ માટેના ત્રણ અપવાદો આલેખાયા છે..જેમાં સિહાંસ ત્યજ્યો એટલે ગુરુના 13-20 થી 16-40 કળા સુધીનો સમય (14-9-2015 થી 30-9-2015), મઘા નક્ષત્ર અને પૂર્વા ફાલ્ગુનીનું પ્રથમ ચરણ તા.13-7-2015 થી 30-9-2015) સુધી સિંહસ્થ ગુરુ દરમિયાન મેષ સંક્રાંતિમાં વિવાહ કાર્ય થઇ શકે.(તા.14.4.16 થી 14.52016)..

સિંહસ્થ ગુરુ મઘા નક્ષત્રમાં હોય, કારતક માસ અને તુલા સંક્રાંતિ ચાલતી હોય તો લગ્ન કરી શકાય છે.(તા.12.11.2015 થી 16.11.2015 ).. જ્યાર્રે ગુરુ પુરવા ફાલ્ગુની નક્ષત્રમાં હોય ત્યારે પણ લગ્નો શુભ નીવડે છે. આવી વાતનો  ખોંખારો ખાઈ જેતલસર જંકશનના યુવા જ્યોતિષીએ સમગ્ર કર્મકાંડી આલમને અનુરોધ કરતા જણાવેલ છે કે બહુ ચિંતા નાં કરશો, લગ્નોના શુભ મૂહુર્તો યજમાનને આપવા માંડો, જાવ મોજ કરો બાપા !!

બોક્સ: ચિંતિત ભૂદેવોની ચિંતા દુર થશે ! 
જેતલસર: સાંપ્રત સમયમાં એવા અનેક ભુદેવોના પરિવારો સૌરાષ્ટ્ર ગુજરાતમાં વસે છે કે જેઓનું ગુજરાન માત્રને માત્ર કર્મકાંડ ઉપર નિર્ભર છે. આવા કર્મકાંડી ભૂદેવ પરિવારો એવી વાતથી ચિંતિત બન્યા હતા કે જુલાઈ-2015 પછી લગાતાર 13 મહિના સુધી કોઈ લગ્નોના શુભ મૂહુર્તો નાં હોય, આવકનો સ્ત્રોત ક્યાંથી ઉભો કરીશું ??  પણ ભૂદેવોની આવી ચિંતા જેતલસરના જ્યોતિષી હાર્દિકભાઈ પંડયાએ દુર કરી હોય તેવું જણાય છે.

બોક્સ: ક્યાં મહિનાની કઈ તારીખે શુભલગ્ન ?
જેતલસર: નવેમ્બર-2015 માં તા.24, 26 અને 27, ડીસેમ્બર-2015 માં તા.6, 7, 8, જાન્યુઆરી-2016 માં તા.17, 20, 21, 26, 30, 31, ફેબ્રુઆરી-2016 માં 1, 2, 4, 5, 13,16 અને તા.17 તેમજ માર્ચ-2016 માં તા.3, 5, 6 અને તા. 11.3. એમ તમામ 27 મૂહુર્તો લગ્નો માટે શુભ હોય, યજમાનોને મૂહુર્તો આપી દેવા તેમજ વિશેષ જાણકારી માટે 99740 49449 પર સંપર્ક કરવા હાર્દિક પંડયાનો અનુરોધ છે. 

ફોટો અને સમાચાર: કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 9974262812


મંગળવાર, 21 જુલાઈ, 2015

કોણે કહ્યું આગામી 13 માસ સુધી લગ્નોના મૂહુર્તો નથી ?!! જાવ..મોજ કરો..કર્મકાંડીઓ !! જેતલસર(જં.)ના યુવા જ્યોતિષીએ શાસ્ત્રોના પાનાં ફંફોસી શોધી કાઢ્યા શુભ લગ્નોના 27 મૂહુર્તો !!


કોણે કહ્યું આગામી 13 માસ સુધી લગ્નોના મૂહુર્તો નથી ?!! જાવ..મોજ કરો..કર્મકાંડીઓ !!
જેતલસર(જં.)ના યુવા જ્યોતિષીએ શાસ્ત્રોના પાનાં 
ફંફોસી શોધી કાઢ્યા શુભ લગ્નોના 27 મૂહુર્તો !!
(કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા.21
વર્તમાન જુલાઈ મહિના પછી આગામી તેર માસ સુધી સતત લગ્નોના કોઈ શુભ મૂહુર્તો નથી તેવી કર્મકાંડી બ્રાહ્મણોમાં થઇ રહેલી ચર્ચાઓ અને અટકળો  પૂર્ણવિરામ મૂકી જેતલસર જંકશનના યુવા જ્યોતિષી અને કર્મકાંડી ભૂદેવ હાર્દિક સુરેશભાઈ પંડયાએ ધાર્મિક ગ્રંથોસમા શાસ્ત્રોના પાનાં ફંફોસી શુભ લગ્નોના 27 મૂહુર્તો કાઢી આપતા ચિંતિત કર્મકાંડી ભૂદેવોએ રાજી થવા જેવી વિગતો મળી છે.

કર્મકાંડ અને જ્યોતિષ સાથે સંકળાયેલા, બીલખા આનંદ આશ્રમના આચાર્ય નીતિનભાઈ મહેતાના શિષ્ય તરીકે ત્રણ વર્ષ દમિયાન જ્યોતિષ, ભાગવત અને કર્મકાંડીનું બિરુદ મેળવનાર શાસ્ત્રી હાર્દિકભાઈ પંડ્યાએ કર્મકાંડી ભૂદેવો અને યજમાનોની ચિંતા દુર કરવા આપના શાસ્ત્રોસમા પ્રાચીન ગ્રંથો "મુહુર્ત ચિંતામણી",  "નિર્ણયસિંધુ" અને "જ્યોતિનિબંધ" એમ ત્રણેય ઉપયોગી પુસ્તકોમાંથી આગામી નવેમ્બર-15 થી માર્ચ 2016 દરમિયાન શુભ લગ્નોના 27 મૂહુર્તો શોધી કાઢી પોતાની મહેનત ભૂદેવો વચ્ચે મૂકી છે.

દરેક ભૂદેવોને ગળે ઉતરે તેવી અને પડકારીએ તોય કોઈ ના પાડી શકે નહિ તેવી અમુક બાબતો વર્ણવતા હાર્દિક પંડ્યાએ જણાવેલ કે અન્ય એક પ્રાચીન ગ્રંથ(શાસ્ત્ર) " પારાશર" ના મતે ગંગા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશોમાં સિંહસ્થ ગુરુ દરમિયાન વિવાહ થઇ શકે નહિ. પણ આપણે એટલેકે મુંબઈ, ગુજરાત, રાજસ્થાન ગંગા- ગોદાવરી વચ્ચે આવતા નથી.

મુહુર્તચિંતામણી નામના ગ્રંથમાં સિંહસ્થ ગુરુ માટેના ત્રણ અપવાદો આલેખાયા છે..જેમાં સિહાંસ ત્યજ્યો એટલે ગુરુના 13-20 થી 16-40 કળા સુધીનો સમય (14-9-2015 થી 30-9-2015), મઘા નક્ષત્ર અને પૂર્વા ફાલ્ગુનીનું પ્રથમ ચરણ તા.13-7-2015 થી 30-9-2015) સુધી સિંહસ્થ ગુરુ દરમિયાન મેષ સંક્રાંતિમાં વિવાહ કાર્ય થઇ શકે.(તા.14.4.16 થી 14.52016)..

સિંહસ્થ ગુરુ મઘા નક્ષત્રમાં હોય, કારતક માસ અને તુલા સંક્રાંતિ ચાલતી હોય તો લગ્ન કરી શકાય છે.(તા.12.11.2015 થી 16.11.2015 ).. જ્યાર્રે ગુરુ પુરવા ફાલ્ગુની નક્ષત્રમાં હોય ત્યારે પણ લગ્નો શુભ નીવડે છે. આવી વાતનો  ખોંખારો ખાઈ જેતલસર જંકશનના યુવા જ્યોતિષીએ સમગ્ર કર્મકાંડી આલમને અનુરોધ કરતા જણાવેલ છે કે બહુ ચિંતા નાં કરશો, લગ્નોના શુભ મૂહુર્તો યજમાનને આપવા માંડો, જાવ મોજ કરો બાપા !!

બોક્સ: ચિંતિત ભૂદેવોની ચિંતા દુર થશે ! 
જેતલસર: સાંપ્રત સમયમાં એવા અનેક ભુદેવોના પરિવારો સૌરાષ્ટ્ર ગુજરાતમાં વસે છે કે જેઓનું ગુજરાન માત્રને માત્ર કર્મકાંડ ઉપર નિર્ભર છે. આવા કર્મકાંડી ભૂદેવ પરિવારો એવી વાતથી ચિંતિત બન્યા હતા કે જુલાઈ-2015 પછી લગાતાર 13 મહિના સુધી કોઈ લગ્નોના શુભ મૂહુર્તો નાં હોય, આવકનો સ્ત્રોત ક્યાંથી ઉભો કરીશું ??  પણ ભૂદેવોની આવી ચિંતા જેતલસરના જ્યોતિષી હાર્દિકભાઈ પંડયાએ દુર કરી હોય તેવું જણાય છે.

બોક્સ: ક્યાં મહિનાની કઈ તારીખે શુભલગ્ન ?
જેતલસર: નવેમ્બર-2015 માં તા.24, 26 અને 27, ડીસેમ્બર-2015 માં તા.6, 7, 8, જાન્યુઆરી-2016 માં તા.17, 20, 21, 26, 30, 31, ફેબ્રુઆરી-2016 માં 1, 2, 4, 5, 13,16 અને તા.17 તેમજ માર્ચ-2016 માં તા.3, 5, 6 અને તા. 11.3. એમ તમામ 27 મૂહુર્તો લગ્નો માટે શુભ હોય, યજમાનોને મૂહુર્તો આપી દેવા તેમજ વિશેષ જાણકારી માટે 99740 49449 પર સંપર્ક કરવા હાર્દિક પંડયાનો અનુરોધ છે. 

ફોટો અને સમાચાર: કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 9974262812

જેતપુર નવાગઢ નગર પાલિકા 3.24 કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવશે..

એસટી બસ સ્ટેન્ડ મેઈન રોડ ઉપર 
જેતપુર નવાગઢ નગર પાલિકા 3.24 કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવશે..
જેતપુર તા.21    (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા આગામી ટૂંક દિવસોમાં અહીના બસસ્ટેન્ડ મેઈન રોડ ઉપર રૂપિયા 3.24 કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવનાર હોવાનું જાણવા મળે છે.
આ બાબતે વિગતો આપતા જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ જણાવેલ કે જેતપુરના અમરનગર રોડ ઉપર ફિલ્ટર પ્લાન્ટ પાસે ટાઉન હોલ બનાવવાનું આયોજન કરાયું હતું.
પણ જગ્યા બાબતે વિવાદ થતા કારોબારી સમિતિના ઠરાવ નંબર 28(ચેર)(1) તા.8-6-2015 થી નગર પાલિકાની માલિકીની જમીન કે જે કણકિયા પ્લોટમાં આવેલ સર્વે નં. 1 ના પ્લોટ પૈકીની આગળના ભાગે એસટી બસસ્ટેન્ડ મેઈન રોડ પર પ્રવેશવાળી જગ્યાએથી શરુ કરી 33 x 50 ચો.મીટરની જગ્યામાં ટાઉન હોલ બનાવવાની માંગણી રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, પાલિકાના મુખ્ય અધિકારી ભરતભાઈ વ્યાસ તેમજ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા દ્વારા  દોહરાવતા, રાજકોટ જીલ્લા કલેકટરએ સ્થળ ફેરફાર ગ્રાહ્ય રાખી, યુડીપી-78 ની વર્ષ 2013-14 ની ગ્રાન્ટ હેઠળ, તા.6-2-2014 ની જીલ્લા કક્ષાની તાંત્રિક સમિતિની બેઠક ટાઉન હોલ બનાવવા માટે રૂ.3 કરોડ, 23 લાખ, 57 હજાર 500 ની રકમની વહીવટી મંજુરી આપતા પાલિકા સુત્રો તેમજ વહીવટી કર્મચારી ગણમાં આનંદ ફેલાયો છે.
(કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812)



જેતપુર તાલુકાના પેઢલા ગામના સસ્પેન્ડ થયેલા સરપંચ દેવશીભાઈ મકવાણાને 
પેઢલાનું સરપંચ પદ પુનઃ સોંપવા હાઈકોર્ટનો આદેશ !!
કાનૂની લડત ચલાવી અગાઉના સરપંચે વર્તમાનમાં ચૂંટાયેલ નવા સરપંચને પાછા ઘરે બેસાડી દીધા !!
જેતપુર તા.21  (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના પેઢલા ગામના સસ્પેડેડ સરપંચ દેવશીભાઈ મકવાણાને પુનઃ પેઢલા ગામનુંજ સરપંચ પદ સોંપવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કરતા તાજેતરમાજ ચૂંટાયેલ નવા સરપંચ ભગવાનજીભાઈ જેઠવાને બેક ટુ હોમ થવાની સહવી પડેલી નોબત ટોક ઓફ ધી જેતપુર તાલુકા વિસ્તાર બની હોવાની વિગતો મળી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાના પેઢલા ગામના સરપચ દેવશીભાઈ ચનાભાઈ મકવાણા વિરુદ્ધ ગત 20-9-2014 ના રોજ અવિશ્વાસની દરખાસ્ત રજુ થઇ હતી. દરમિયાન જેતપુરના તાલુકા વિકાસ અધિકારીએ અવિશ્વાસના પ્રસ્તાવના નિર્ણય માટે બોલાવેલી બેઠકમાં સરપંચ દેવશીભાઈએ વાંધા રજુ કરતા, રાજકોટ જીલ્લા વિકાસ અધિકારીએ અવિશ્વાસ પ્રસ્તાવ નિર્ણય બેઠક બીજો હુકમ નાં થાય ત્યાં સુધી સ્થગિત કરી 
દીધી હતી. 

પરંતુ તા.26.12.14 ના રોજ જેતપુરના ટીડીઓએ બોલાવેલી બેઠકમાં ઉક્ત સરપંચ વિરુદ્ધ 2/3 બહુમતીથી ઠરાવ પસાર થઇ જતા દેવશીભાઈએ સરપંચ પદ ગુમાવ્યું હતું. પરંતુ પોતાની સાથે અન્યાય થયો હોવાનું માની, એક નિષ્ઠાવાન સરપંચના નાતે દેવશીભાઈ મકવાણાએ પસાર થયેલ અવિશ્વાસના પ્રસ્તાવની અમલવારી સામે પંચાયતીરાજના તમામ સ્તરેથી અપીલો, અરજીઓ કરી દાદ માંગી હતી. પણ કહેવાય છે કે વર્તમાન બ્યુરોક્રષીએ ન્યાયિક કોઈ નિર્ણયો નાં લેતા સરપચ મકવાણાએ ગુજરાત હાઈકોર્ટમાં 8646 નંબરથી સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન કરી હતી.

બીજીબાજુ આવી કાર્યવાહી દરમિયાન પેઢલા ગ્રામ પંચાયતની ચુંટણીની તા.17-5-2015 નક્કી થઇ ગઈ હતી. પણ હાઈકોર્ટે અરજદાર સરપંચને તા.16-5-2015 અથવા તે પહેલા ન્યાયિક નિર્ણય કરવાનો હુકમ કર્યો હતો. જે રાજકોટ જીલ્લા વિકાસ અધિકારીએ તા.16.5.2015 ના રોજ અરજદારની અપીલો રીજેક્ટ કરતો હુકમ કરતા સદરહુ હુકમને કોર્ટમાં પડકારાયો હતો. પણ ત્યાં સુધીમાં સરપંચ પદની ચુંટણી યોજાઈ જતા પેઢલા ગામના નવા સરપચ તરીકે ભગવાનજીભાઈ રામજીભાઈ જેઠવા સત્તારૂઢ થઇ જતા નવા સરપંચની ટેકેદાર છાવણીમાં રાજીપો છવાયો હતો.

ભલે નવા સરપંચ પેઢલા પંચાયતની ખુરશી ઉપર બેઠા, પણ રાજ તો હું જ કરીશ અને જીત તો સત્યની જ થશે તેવા મનોમન નિશ્ચય સાથે 
સસ્પેન્ડેડ સરપંચ દેવશીભાઈ મકવાણાએ રાજકોટ જીલ્લા વિકાસ અધિકારીના નિર્ણયને પણ હાઈકોર્ટમાં પડકારી 9019/2015 થી સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન દ્વારા રીટ દાખલ કરી હતી.  જે રીટના ચાલેલા કેઈસ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અરદાર દેવશીભાઈ મકવાણા તરફે ચુકાદો આપી તેઓને પુનઃ પેઢલા ગામના સરપંચપદે મૂળ સ્થિતિમાં પ્રસ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો.

જેતપુરના ટીડીઓ શું કહે છે ?
જેતપુર : ગુજરાત હાઈકોર્ટે સસ્પેન્ડ થયેલ પેઢલાના સરપંચ દેવશીભાઈ મકવાણાને પુનઃ સરપચ પદે  બેસાડવાનો હુકમ કર્યો છે. તે બાબતે આપે શું કર્યું ? નવા સરપંચ ભગવાનજીભાઈ જેઠવાએ પોતાનો સરપંચ તરીકેનો ચાર્જ છોડ્યો કે નહિ ? વિગેરે સવાલોના જવાબો આપતા જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ જણાવેલ કે હાઈકોર્ટના હુકમની નકલ તેઓ દ્વારા તા.17.7.2015 ના રોજ રજીસ્ટર દ્વારા નવા સરપંચ ભગવાનજીભાઈને મોકલી દેવાઈ છે. તેમની સરપંચ તરીકેની સત્તા હાલ પૂરી થઇ ગઈ છે. તે સત્તા છોડે કે નાં છોડે, તેમનું કઈ ચાલે નહિ, કાયદેસર રીતે હવે પેઢલા ગામના સરપંચ દેવશીભાઈ ચનાભાઈ મકવાણા છે, બીજું કોઈ નહિ !!!

આ સાથે સરપંચ દેવશીભાઈ મકવાણાનો ફોટો પણ મોકલેલ છે.

(કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812)


સોમવાર, 20 જુલાઈ, 2015

જેતપુરના જુનાગઢ રોડ પર સુઝુકી શોરૂમના તાળા તોડી રૂ.1.93 લાખ રોકડની ચોરી..

જેતપુરના જુનાગઢ રોડ પર સુઝુકી શોરૂમના
તાળા તોડી રૂ.1.93 લાખ રોકડની ચોરી.. 
જેતપુર તા.20
જેતપુર શહેરના જુનાગઢ રોડ પર એક વાહનના શોરૂમના તાળા તોડી કોઈ તસ્કરો રૂપિયા 1.93 લાખ ઉઠાવી ગયાની શહેર દફતરે ફરિયાદ નોંધાતા પોલીસે ગુના શોધક સ્વાન અને ફોરેન્સિક લેબો.સુત્રોની મદદ મંગાઈ હોવાનું જાણવા મળે છે.

બનાવની મળતી વિગતો મુજબ તા.18-7-15 થી 20-7-15 દરમિયાન અષાઢી બીજ અને રવિવારને હિસાબે બંધ રહેલા જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ સુઝુકી મોટર સાઈકલ શો રૂમની પાછળ આવેલ સર્વિસ સેન્ટરમાં પ્રવેશી, શોરૂમના તાળા તોડી કોઈ નિશાચરો રૂપિયા 193305-00 રોકડ ઉઠાંતરી કરી ગયા હતા.
બનાવની સંજય કાળા સોલંકી(રહે.જોનપુર, તાલુકો કેશોદ)ની ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર ગોહિલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે એ નોંધનીય છે કે જેતપુર શહેર પોલીસ સ્ટેશનનો જ્યારે પણ સંપર્ક કરાય છે ત્યારે ફરજ પરના પીએસઓ ને બદલે કોઈ અન્ય પોલીસમેન ફોન ઉઠાવતા હોય શાંતિ છે શાંતિ છે તેવા સ્થાનિક પત્રકારોને જવાબ મળતા હોવાનો અહી કચવાટ પેદા થયો છે. આજે પણ આવી મોટી ચોરી શહેર પોલીસ દફતરે બપોરના નોંધાઈ ગઈ હોવા છતાં 5-30 કલાકે શહેર પોલીસનો ફોન ઉઠાવનાર પોલીસમેને શાંતિની કેસેટ વગાડી હોવાની પત્રકારોની ફરિયાદ છે.

અત્રે એ પણ નોંધનીય છે કે અગાઉ આ પ્રશ્ને જ રાજકોટ જીલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ કરી ત્યારે સ્થાનીક પીઆઈ ગોહિલે આ બાબતે કડક સૂચનાઓ આપી હતી કે પત્રકારોને સાચી અને નિયમિત વિગતો આપતા રહો. પણ આ બધું થોડો સમય જ ચાલ્યું હોય, પીઆઈ ગોહિલે પુનઃ કડક થવાની જરૂર હોવાનું પત્રકારો જણાવે છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812


શુક્રવાર, 17 જુલાઈ, 2015

વીરપુરની કિશોરીનું દાઝી જતા મોત, વિરપુરના યુવાને ઝેરી પી લેતા ગંભીર

વીરપુરની કિશોરીનું દાઝી જતા મોત 
જેતપુર તા.17
જેતપુરના વીરપુર(જલારામ)ના જુના દલિત વાસમાં રહેતી પારૂબેન ચાવડા નામની 16 વર્ષની કિશોરી આજે પોતાના ઘરે અગ્મ્યોકારણોસર દાઝી જઈને મોત પામતા તેણીની ડેડબોડી પીએમ માટે  આરોગ્ય કેન્દ્રમાં લવાઈ હતી. જ્યાં ફરાઝ પરના તબીબની જાણ પરથી વીરપુર પોલીસે ધોરણ કાર્યવાહી હાથ ધરી છે.

વિરપુરના  યુવાને ઝેરી પી લેતા ગંભીર 
જેતપુર તા.17
વિરપુરના એક યુવાને ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર માટે વીરપુરથી રાજકોટ ખાસેદાયોહોવાનું વીરપુર પોલીસ જણાવે છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિરપુરના જલારામનગરમાં રહેતા ઉમેશ બચું ચુડાસમા ઉ.વ.23 એ કોઈ અગ્મ્યો કારણોસર તેમના ઘરે ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર વીરપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું વીરપુર પોલીસ જણાવે છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812


જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે રવી આંબલીયાની વરણી

જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે રવી આંબલીયાની વરણી 
જેતપુર તા.17
તાજેતરમાં જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની નવી કારોબારીની થયેલી વરણીઓમાં પ્રમુખ તરીકે રવીભાઈ આંબલીયાની વરણી કરાઈ હતી.
મળતી વિગતો મુજબ તાજેતરમાં જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની સને 2015 થી 2018 સુધીની નવી કારોબારીની રચના માટે બેઠક મળી હતી. જેમાં પ્રમુખ તરીકે રવિભાઈ જે. આંબલીયા, વસંતભાઈ પટેલ(ઉપપ્રમુખ), છગનભાઈ ઉસદડીયા(ઉપપ્રમુખ) તથા સેક્રેટરી તરીકે હરેશભાઈ ગઢિયાની વરણીઓ કરાઈ હતી. જ્યારે આમંત્રિત સભ્યો તરીકે રાજુભાઈ પટેલ, બળવંતભાઈ ધામી, પ્રવીણ નંદાણિયા, જયંતીભાઈ રામોલીયા, હંસરાજભાઈ ખાચરીયા તથા બીપીનભાઈ ઠુંમરની વરણી કરવામાં આવી હોવાનું નવા પ્રમુખ રવિ આંબલીયા જણાવે છે. અત્રે એ નોંધનીય છે કે જેતપુર ચેમ્બરના નવા વરાયેલા પ્રમુખ રવિભાઈ શહેરમાં અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ખોડલધામ ટ્રસ્ટ - જેતપુરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તો એક મોટા ગજાના કારખાનેદાર-ઉદ્યોગપતિ તરીકે દેશ વિદેશમાં, આફ્રિકન કન્ટ્રીમાં વ્યવસાય ક્ષેત્રે ઘરોબો ધરાવી રહ્યા હોય, તેઓની ચેમ્બર પ્રમુખ તરીકે નિમણુક થતાજ તેઓને સૌ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આવકાર્યા છે.

આ મેટર રવિભાઈના ફોટો સાથે લેવા વિનંતી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

જેતપુરમાં ગાયત્રી મંદિરે અધિક માસની ઉત્સાહભેર ઉજવણી, 56 ભોગ ભોગ ધરાયો

જેતપુરમાં ગાયત્રી મંદિરે અધિક માસની 
ઉત્સાહભેર ઉજવણી, 56 ભોગ ભોગ ધરાયો 
જેતપુર તા.17
જેતપુરના કોટડીયા વાડી વિસ્તારમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના પ્રાંગણમાં લત્તાના ભાવનાશીલ, ધાર્મિક બહેનો-ગોપીઓ દ્વારા અધિક માસ દરમિયાન આખો મહિનો પુરુષોત્તમ પ્રભુની સ્થાપના કરી પૂજન, અર્ચન, સત્સંગ ભક્તિભાવથી કરવામાં આવેલ.અધિક માસના અંતિમ દિવસે પુરુષોત્તમ ભગવાનને છપ્પન ભોગ ધરાવીને ગોપીઓએ પુણ્યનું ભાથું બાંધ્યું હોવાનું ગાયત્રી પરિજન બી.બી.ભીમજીયાણી અને ગાંડુભાઈ સાવલીયાએ જણાવ્યું હતું..
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર શહેર-તાલુકા દ્વારા કાલે સરસ્વતિ સત્કાર-નોટબુક વિતરણ થશે

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર શહેર-તાલુકા દ્વારા 
કાલે સરસ્વતિ સત્કાર-નોટબુક વિતરણ થશે 
જેતપુર તા.17            (કશ્યપ જોશી દ્વારા)                                                      
આવતીકાલ તા.19  રવીવારે જેતપુર ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને સત્કારવાના તેમજ નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના અર્થશાસ્ત્રી વિશારદ ડો.જયનારાયણ વ્યાસ, રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, માજી ધારાસભ્ય જસુબેન કોરત સહિતના મુખ્ય મહેમાનોની હાજરીમાં, અતિથી વિશેષ જસુમતીબેન ધીરજલાલ રાવલ, કાળુભાઈ જોશી(સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ), વી.આઈ.પંડ્યા, શૈલેશભાઈ દવે(જુનાગઢ), હર્ષદ ભાઈ મહેતા અને રાવલ, જીતુભાઈ મહેતા(રાજકોટ), અશ્વિનભાઈ મહેતા(વડિયા)વિગેરેની ઉપસ્થિતિ વચ્ચે જેતપુરના નાયબ મામલતદાર નીખીલ મહેતાના હસ્તે ઉદ્ઘાટિત થનાર આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકા વિસ્તારમાં વસતા બ્રહ્મસમાજના તેજસ્વી છાત્રોને પ્રોત્સાહક ઇનામોથી નવાજીને નોટબુક વિતરણ કરાશે..
શહેરના રામજી મંદિર રોડ પર આવેલ બ્રહ્મસમાજની વાડી ખાતે સાંજે 3 થી 6 દરમિયાન યોજાનાર આ બંને કાર્યક્રમોનો લાભ લેવા બ્રહ્મસમાજના ચીફ એડવાઈઝર વી.આઈ.પંડયા દ્વારા ભૂદેવોને અનુરોધ છે. તેમજ અ કાર્યક્રમોને સફળ બનાવવા પ્રો. ચેરમેન નરેન્દ્રભાઈ જાની, પ્રવીણભાઈ વ્યાસ, હિતેશ રાવલ, આશિષ પંડયા, ઉપેન્દ્ર વ્યાસ, કાળુભાઈ જોશી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર - 9974262812)





ગુરુવાર, 16 જુલાઈ, 2015

પેઢલા નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત

પેઢલા નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત 
જેતપુર તા.16
જેતપુરના પેઢલા નજીક આજે એક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું મુત થયાનું તાલુકા પોલીસ દફતરે નોંધાયું છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના પાંચપીપળા ગામના માધાભાઈ લાલજીભાઈ સુવાગીયા આજે સવારે તાલુકાના પેઢલા ગામ નજીક પોતાનું બાઈક લઈને નીકળ્યા ત્યારે પુરપાટ ઝડપે નીકળેલ જીજે 11 એચ 5595 ના ચાલકે માધાભાઈને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું.
બનાવની મૃતક માધાભાઈના ભાઈ ભૂપત ભાઈ લાલજીભાઈ સુવાગીયાની ફરિયાદ પરથી જેતપુર તાલુકા ફોજદાર ગોહિલે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરના રેશમડીગાલોળમાં જુગાર દરોડો 
રોકડ 11 હાજર સાથે 7 તાસ્પ્રેમી પકડાયા
જેતપુર તા.16
ગઈ મોડી રાત્રીના જેતપુર તાલુકાના રેશમડીગાલોળ ગામે જેતપુર તાલુકા પોલીસે જુગાર દરોડો પાડી 7 શખ્શોને રોકડ રૂપિયા 11 હજાર સાથે પકડી પાડ્યા હતા.
મળતી  વિગતો મુજબ તાલુકાના રેશમડીગાલોલ ગામે લાંબા સમય થયા રોજ રાત્રીના જુગાર રમાતો હોવાની બાતમી પરથી જેતપુર તાલુકા પોલીસના ફોજરદારો કરમટીયા અને ગોહિલે સ્ટાફને સાથે રાખી ગત રાત્રીના જુગાર દરોડો પાડતા કાંતિ વજુ, રસિક જગન્નાથ, મનસુખ રવજી, હમીર સોમાં, ભાવેશ રાવજી, વિપુલ અમરૂ, પુંજા લક્ષ્મણ, વી શખ્શો રોકડ રૂપિયા 11600/- સાથે પકડાઈ ગયા હતા.

ખીરસરાની પરિણીતાએ સાસરીયાઓના ત્રાસથી કેરોસીન પીધું 
જેતપુર તા.16
જેતપુર તાલુકાના ખીરસરા ગામની પરિણીતા અલ્પાબેન રમેશભાઈ રાઠોડ એ પતિ ઉપરાંત સસરા, ભીખાભાઈ, સાસુ સવિતાબેન વિગેરે રસોઈ કરતા નાં આવડતી હોય, વિગેરે બાબતે છેલ્લા ત્રણ વર્ષ થયા શારીરિક માનશીક ત્રાસ આપતા હોય કંટાળી જઈ આજે પોતાના ઘરે કેરોસીન પી લેતા સારવાર માટે અલ્પાને દવાખાને ખસેડાઈ હતી. બનાવની ફરિયાદ પરથી તાલુકા પોલીસે પરિણીતાના સાસરિયાઓ સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

બુધવાર, 15 જુલાઈ, 2015

નવાગઢની સગીરા પર દુસ્કર્મ આચરાયું

નવાગઢની સગીરા પર દુસ્કર્મ આચરાયું 
જેતપુર તા.15
નવાગઢની એક સગીરા પર છેલ્લા એક વરસ થયા દુષ્કર્મ આચરતું હોવાની આજે શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે ઢગાને પકડવા કવાયત આદરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતી એક દેવીપુજક સગીરાને ધાક ધમકીઓ આપી પડોશમાં જ રહેતો ધવલ બીજલ નામનો દેવીપુજક છેલ્લા 1 વર્ષ થયા દુષ્કર્મ આચરતો હોવાની સગીરાની આપવીતી સાંભળીને ઉકળી ઉઠેલી સગીરાની માતાએ આજે જેતપુર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફોજદાર ચૌહાણે ઢગા ધવલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812