જેતપુરના જુનાગઢ રોડ પર સુઝુકી શોરૂમના
તાળા તોડી રૂ.1.93 લાખ રોકડની ચોરી..
જેતપુર તા.20
જેતપુર શહેરના જુનાગઢ રોડ પર એક વાહનના શોરૂમના તાળા તોડી કોઈ તસ્કરો રૂપિયા 1.93 લાખ ઉઠાવી ગયાની શહેર દફતરે ફરિયાદ નોંધાતા પોલીસે ગુના શોધક સ્વાન અને ફોરેન્સિક લેબો.સુત્રોની મદદ મંગાઈ હોવાનું જાણવા મળે છે.
બનાવની મળતી વિગતો મુજબ તા.18-7-15 થી 20-7-15 દરમિયાન અષાઢી બીજ અને રવિવારને હિસાબે બંધ રહેલા જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ સુઝુકી મોટર સાઈકલ શો રૂમની પાછળ આવેલ સર્વિસ સેન્ટરમાં પ્રવેશી, શોરૂમના તાળા તોડી કોઈ નિશાચરો રૂપિયા 193305-00 રોકડ ઉઠાંતરી કરી ગયા હતા.
બનાવની સંજય કાળા સોલંકી(રહે.જોનપુર, તાલુકો કેશોદ)ની ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર ગોહિલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે એ નોંધનીય છે કે જેતપુર શહેર પોલીસ સ્ટેશનનો જ્યારે પણ સંપર્ક કરાય છે ત્યારે ફરજ પરના પીએસઓ ને બદલે કોઈ અન્ય પોલીસમેન ફોન ઉઠાવતા હોય શાંતિ છે શાંતિ છે તેવા સ્થાનિક પત્રકારોને જવાબ મળતા હોવાનો અહી કચવાટ પેદા થયો છે. આજે પણ આવી મોટી ચોરી શહેર પોલીસ દફતરે બપોરના નોંધાઈ ગઈ હોવા છતાં 5-30 કલાકે શહેર પોલીસનો ફોન ઉઠાવનાર પોલીસમેને શાંતિની કેસેટ વગાડી હોવાની પત્રકારોની ફરિયાદ છે.
અત્રે એ પણ નોંધનીય છે કે અગાઉ આ પ્રશ્ને જ રાજકોટ જીલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ કરી ત્યારે સ્થાનીક પીઆઈ ગોહિલે આ બાબતે કડક સૂચનાઓ આપી હતી કે પત્રકારોને સાચી અને નિયમિત વિગતો આપતા રહો. પણ આ બધું થોડો સમય જ ચાલ્યું હોય, પીઆઈ ગોહિલે પુનઃ કડક થવાની જરૂર હોવાનું પત્રકારો જણાવે છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો