જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે રવી આંબલીયાની વરણી
જેતપુર તા.17
તાજેતરમાં જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની નવી કારોબારીની થયેલી વરણીઓમાં પ્રમુખ તરીકે રવીભાઈ આંબલીયાની વરણી કરાઈ હતી.
મળતી વિગતો મુજબ તાજેતરમાં જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની સને 2015 થી 2018 સુધીની નવી કારોબારીની રચના માટે બેઠક મળી હતી. જેમાં પ્રમુખ તરીકે રવિભાઈ જે. આંબલીયા, વસંતભાઈ પટેલ(ઉપપ્રમુખ), છગનભાઈ ઉસદડીયા(ઉપપ્રમુખ) તથા સેક્રેટરી તરીકે હરેશભાઈ ગઢિયાની વરણીઓ કરાઈ હતી. જ્યારે આમંત્રિત સભ્યો તરીકે રાજુભાઈ પટેલ, બળવંતભાઈ ધામી, પ્રવીણ નંદાણિયા, જયંતીભાઈ રામોલીયા, હંસરાજભાઈ ખાચરીયા તથા બીપીનભાઈ ઠુંમરની વરણી કરવામાં આવી હોવાનું નવા પ્રમુખ રવિ આંબલીયા જણાવે છે. અત્રે એ નોંધનીય છે કે જેતપુર ચેમ્બરના નવા વરાયેલા પ્રમુખ રવિભાઈ શહેરમાં અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ખોડલધામ ટ્રસ્ટ - જેતપુરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તો એક મોટા ગજાના કારખાનેદાર-ઉદ્યોગપતિ તરીકે દેશ વિદેશમાં, આફ્રિકન કન્ટ્રીમાં વ્યવસાય ક્ષેત્રે ઘરોબો ધરાવી રહ્યા હોય, તેઓની ચેમ્બર પ્રમુખ તરીકે નિમણુક થતાજ તેઓને સૌ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આવકાર્યા છે.
આ મેટર રવિભાઈના ફોટો સાથે લેવા વિનંતી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો