જેતપુરમાં ગાયત્રી મંદિરે અધિક માસની
ઉત્સાહભેર ઉજવણી, 56 ભોગ ભોગ ધરાયો
જેતપુર તા.17
જેતપુરના કોટડીયા વાડી વિસ્તારમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના પ્રાંગણમાં લત્તાના ભાવનાશીલ, ધાર્મિક બહેનો-ગોપીઓ દ્વારા અધિક માસ દરમિયાન આખો મહિનો પુરુષોત્તમ પ્રભુની સ્થાપના કરી પૂજન, અર્ચન, સત્સંગ ભક્તિભાવથી કરવામાં આવેલ.અધિક માસના અંતિમ દિવસે પુરુષોત્તમ ભગવાનને છપ્પન ભોગ ધરાવીને ગોપીઓએ પુણ્યનું ભાથું બાંધ્યું હોવાનું ગાયત્રી પરિજન બી.બી.ભીમજીયાણી અને ગાંડુભાઈ સાવલીયાએ જણાવ્યું હતું..
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો