પેઢલા નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત
જેતપુર તા.16
જેતપુરના પેઢલા નજીક આજે એક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું મુત થયાનું તાલુકા પોલીસ દફતરે નોંધાયું છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના પાંચપીપળા ગામના માધાભાઈ લાલજીભાઈ સુવાગીયા આજે સવારે તાલુકાના પેઢલા ગામ નજીક પોતાનું બાઈક લઈને નીકળ્યા ત્યારે પુરપાટ ઝડપે નીકળેલ જીજે 11 એચ 5595 ના ચાલકે માધાભાઈને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું.
બનાવની મૃતક માધાભાઈના ભાઈ ભૂપત ભાઈ લાલજીભાઈ સુવાગીયાની ફરિયાદ પરથી જેતપુર તાલુકા ફોજદાર ગોહિલે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરના રેશમડીગાલોળમાં જુગાર દરોડો
રોકડ 11 હાજર સાથે 7 તાસ્પ્રેમી પકડાયા
જેતપુર તા.16
ગઈ મોડી રાત્રીના જેતપુર તાલુકાના રેશમડીગાલોળ ગામે જેતપુર તાલુકા પોલીસે જુગાર દરોડો પાડી 7 શખ્શોને રોકડ રૂપિયા 11 હજાર સાથે પકડી પાડ્યા હતા.
મળતી વિગતો મુજબ તાલુકાના રેશમડીગાલોલ ગામે લાંબા સમય થયા રોજ રાત્રીના જુગાર રમાતો હોવાની બાતમી પરથી જેતપુર તાલુકા પોલીસના ફોજરદારો કરમટીયા અને ગોહિલે સ્ટાફને સાથે રાખી ગત રાત્રીના જુગાર દરોડો પાડતા કાંતિ વજુ, રસિક જગન્નાથ, મનસુખ રવજી, હમીર સોમાં, ભાવેશ રાવજી, વિપુલ અમરૂ, પુંજા લક્ષ્મણ, વી શખ્શો રોકડ રૂપિયા 11600/- સાથે પકડાઈ ગયા હતા.
ખીરસરાની પરિણીતાએ સાસરીયાઓના ત્રાસથી કેરોસીન પીધું
જેતપુર તા.16
જેતપુર તાલુકાના ખીરસરા ગામની પરિણીતા અલ્પાબેન રમેશભાઈ રાઠોડ એ પતિ ઉપરાંત સસરા, ભીખાભાઈ, સાસુ સવિતાબેન વિગેરે રસોઈ કરતા નાં આવડતી હોય, વિગેરે બાબતે છેલ્લા ત્રણ વર્ષ થયા શારીરિક માનશીક ત્રાસ આપતા હોય કંટાળી જઈ આજે પોતાના ઘરે કેરોસીન પી લેતા સારવાર માટે અલ્પાને દવાખાને ખસેડાઈ હતી. બનાવની ફરિયાદ પરથી તાલુકા પોલીસે પરિણીતાના સાસરિયાઓ સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો