જેતપુરમાં આજે કોંગ્રેસનું સંમેલન
જેતપુર તા.રપ : જેતપુરમાં કોંગ્રેસ આજે તા.ર૬ને રવિવારે સવારે ૯ વાગ્યે સશકિતકરણ મહાસંમેલન અહીના ખાખીમઢી હનુમાનજી મંદિર ખાતે યોજાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સાથે યોજાનાર આ સંમેલનમાં દીપ પ્રાગટ્ય વિધિ સિધ્ધાર્થ પટેલના હસ્તે થશે.
ધારાસભ્ય રાઘવજી પટેલ, જવાહર ચાવડા, પરેશ ધાનાણી, જાવેદ પીરજાદા, તેજશ્રીબેન પટેલ, ઇન્દ્રનીલ રાજયગુરૂ, ભોળા પટેલ, હર્ષદ રીબડીયા, પુવ સાંસદ કુંવરજી બાવળીયા, રાજકોટ જીલ્લા કોંગી પ્રમુખ દિનેશ ચોવટીયા હાજર રહેનાર હોય, આ સંમેલનમાં ખેડુતો , વેપારીઓને હાજર રહેવા રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને જેતપુરના જાણીતા દાનવીર જગદીશભાઇ પાંભરે અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતપુર - જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો