મુખ્યઓમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આવતીકાલ બુધવારે તા.૬-૬-૨૦૧ર (૬
ઠ્ઠી જૂન-ર૦૧ર)ના રોજ આકાશમાં સૂર્યોદયથી સવારે સાડા દશ સુધી શુક્રના
સંક્રમણની વિરલ ઘટના નિહાળવા જનતા જનાર્દનને હાર્દિક અપીલ કરી છે
મુખ્ય૧મંત્રીશ્રીએ જણાવ્યું છે કે પૃથ્વીી અને સૂર્યની વચ્ચે૦ શુક્ર
જ્યારરે ભ્રમણ કરતો હોય છે ત્યા રે આપણે એને જોઇ શકીશું. ૬ જૂન,
સૂર્યોદયથી લઇને સવારે ૧૦-૩૦ વાગયા સુધી હિન્દુાસ્તનનાના કોઇપણ ખૂણેથી આ
ઘટના જોઇ શકાશે. આ ઘટનાનો ઉપયોગ ખગોળશાષાીઓ માટે એક સ્વનર્ણિમ અવસર હોય
છે. જેના દ્વારા પૃથ્વીક અને સૂર્યનું અંતર માપી શકાતું હોય છે. જેના
દ્વારા જે અંધશ્રધ્ધાનઓ છે એને મીટાવી શકાતી હોય છે. વિજ્ઞાનને જાણીએ,
ખગોળશાષાને જાણીએ, આ આખુંય બ્રહ્માણ કેવી રીતે ચાલે છે, કયાં ચાલે છે એ
સમજવા માટેનું એક સરસ મજાનો અવસર છે.
આપણે બધા સૂર્યગ્રહણથી પરિચિત છીએ, ચંદ્રગ્રહણથી પરિચિત છીએ પણ આપણા
નશીબમાં પહેલીવાર એવો મોકો આવ્યોગ છે અને એ મોકો છે શુક્રની મુલાકાત
કરવાનો. આ ઘટના ૧૦પ વર્ષ પછી બની રહી છે અને ભવિષ્યકમાં હવે પછી ૧૧પ થી
૧ર૧ વર્ષ પછી બનવાની છે અને સૂર્યની સાક્ષીએ શુક્રનું મિલન એક અનેરો અવસર
છે.
દુનિયામાં પહેલીવાર જ્યા રે ટેલિસ્કો પનું નિર્માણ થયું લગભગ ૧૬૦૦ની
શતાબ્દિામાં અને એ વખતે જેમ આજે શુક્રનો અવસર મળ્યોી છે, બુધનો અવસર
મળ્યોદ છે, સૂર્યની આગળથી બુધગ્રહ પસાર થતો હતો અને ત્યા,રે દુનિયામાં
પહેલીવાર આપણા સૂરતથી વિદેશના એક વૈજ્ઞાનિકે ટેલિસ્કો પ દ્વારા આ બુધના
ભ્રમણને નિહાળ્યુંે હતું. ઇતિહાસની એક મોટી ઘટના છે. જેમાં આપણા સૂરતને
ગૌરવ મળ્યુંહ છે. આપણા બધાય માટે તા. ૬-૬-ર૦૧ર ૬ઠ્ઠી જૂન, ર૦૧ર, બુધવાર
સૂર્યોદયથી સવારે ૧૦-૩૦ સુધી આ શુક્રને મળવાની મુલાકાત શુક્રને મળવાનો
અવસર આપણે અચૂક લઇએ જેના માટે આંખોની જે કાળજી લેવાની હોય એની સૂચનાઓ
આપણે સમજીએ. પરંતુ આ અનેરો અવસર જીવનનો છે એનો જરૂર લાભ લઇએ, એમ તેમણે
જણાવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો