પ્રસ્થા ન કરાવતા કલેક્ટવરઃ
સૂરતઃ
વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત ઇકોલોજી કમીશન અને ગુજરાત પ્રદુષણ
નિયંત્રણ બોર્ડ, સૂરતનાં સંયુક્તપ ઉપક્રમે આજે 'વિશ્વ પર્યાવરણ દિન'
નિમિત્તે શારદાયત સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિના સંદેશા સાથે એક સાયકલ રેલી
નિકળી હતી. આ રેલીને જિલ્લા કલેક્ટર શ્રી એ.જે.શાહે લીલી ઝંડી બતાવી
પ્રસ્થાિન કરાવી હતી. આ રેલીમાં પાંડેસરા જીઆઈડીસી વિસ્તાેરની વિવિધ
કંપનીઓ ઉપરાંત હજીરા સ્થિ ત એસ્સાપર અને કૃભકો કંપનીએ સહયોગ આપ્યોં હતો.
આ ઉપરાંત બીગ એફએમ રેડીયો દ્વારા રેલીની સાથે સાથે ''કાપડની થેલી અપનાવો,
પર્યાવરણ બચાવો''ના સૂત્ર સાથે સંદેશ આપવામાં આવ્યોા હતો.
આ પ્રસંગે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરના અગ્રણીઓ ઉપરાંત મોટી
સંખ્યાેમાં યુવાનોએ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સૂરત
જીપીસીબીના રીઝનલ ઓફિસર શ્રી એ.જી.પટેલ, ગુજરાત ઈકોલોજી કમિશનના
પ્રોજેક્ટ. મેનેજરશ્રી મનીષ દોહરા સહિત અગ્રણીઓ ઉપસ્થિપત રહ્યાં હતાં.
કુદરતી આપત્તિઓ સમયે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ આધુનિક ઉપકરણોનું નિદર્શનઃ
સૂરતઃ
નેશનલ ડિઝાસ્ટઓર રીસ્પોલન્સ ફોર્સ, નવી દિલ્હીરના નિર્દેશાનુસાર
ગાંધીનગર સ્થિ.ત ૬ બટાલીયન રાષ્ટ્રી ય આપદા મોસન બલની ટીમ ૧૨ દ્વારા સૂરત
શહેરના વિવિધ વોર્ડમાં કુદરતી આપત્તિઓ સમયે ઉપયોગમાં આવતા વિવિધ ઉપકરણો
વિશે શહેરના વિવિધ વોર્ડોમાં જનજાગૃતતા અભિયાનનું નિદર્શન યોજવામાં આવી
રહ્યું છે.
આપદા પ્રબંધનની આ ટીમ દ્વારા કુદરતી આપત્તિઓ જેવી કે પૂર, ભુકંપ, આગ,
ટ્રેન દુર્ઘટના સમયે જાનમાલની રક્ષા માટે ઉપયોગમાં આવતા આધુનિક ઉપકરણો
જેવા કે, બોટ, પાણી નિકાલની વ્યટવસ્થા , જનરેટર, કટીંગ મશીન જેવા
સાધનોથી સજ્જ ટીમ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં નિદર્શન યોજીને લોકોને આ
ઉપકરણો કેવી રીતે કાર્ય કરે છે તેની વિગતોની સમજ આપવામાં આવી રહી છે. આ
નિદર્શનમાં આપત્તિઓમાં ધાયલ વ્યકકિતઓને બચાવની રીત, પ્રાથમિક સારવાર,
સી.પી.આર તથા હોસ્પિજટલ સુધી ઝડપથી પહોંચાડવાની રીતની પણ જાણકારી અપાય
છે. સૂરત જિલ્લામાં આસિસ્ટડન્ટસ કમાન્ડી ગ ગંભીરસિંહ નેગીના નેતૃત્વપમાં
શહેરના વિસ્તાપરોમાં આ નિદર્શન કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, સૂરત શહેરમાં ૨૦૦૬માં આવેલા ભયંકર પૂરના સમયે આજ ટીમ
દ્વારા શહેરમાં બચાવ-રાહતની કામગીરી કરવામાં આવી હતી.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આદર્શ નિવાસી ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહની
શાળામાં પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈઃ
સૂરતઃ
અનુસૂચિત જાતિ કલ્યાીણ યોજના હેઠળ સૂરતના સરથાણા ખાતે ધો.૯ થી ૧૨ની આદર્શ
નિવાસી શાળા કાર્યરત છે. વર્તમાન વર્ષથી ધો.૧૧માં વિજ્ઞાન પ્રવાહ એ
સ્ટ્રીળમ શરૂ કરવામાં આવી છે. ઉચી ગુણવત્તાવાળા અનુસૂચિત જાતિના બાળકોને
સારૂ શિક્ષણ આપવાના હેતુસર વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન, પુસ્ત કો, ગણવેશ,
છાત્રવાસ જેવી તમામ સગવડો વિનામૂલ્યેિ પુરી પાડવામાં આવે છે. આ નિવાસી
શાળામાં છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ૫૦ ટકા ગુણ હોય તેમજ અનુ.જાતિ પૈકી
અતિપછાત જાતિના વિદ્યાર્થીઓના ૪૫ ટકા હોય તેઓને પ્રવેશ માટે આવક
મર્યાદાનું ધોરણ નથી. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ જિલ્લા પછાતવર્ગ કલ્યાેણ
અધિકારીની કચેરી, સી-બ્લોરક, ૬ઠ્ઠો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સૂરત અથવા
આદર્શ નિવાસી શાળા, સરથાણા ખાતે નિયત નમૂનાની અરજી ફોર્મ મેળવી લઈ
તા.૨૦મી જુન સુધીમાં રજુ કરવા જણાવાયું છે.
૭મીએ કાર્યક્રમ સલાહકાર સમિતિની બેઠકઃ
સૂરતઃ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સૂરત દ્વારા કાર્યક્રમ સલાહકાર સમિતિની
બેઠકનું આયોજન તા. ૭મીના રોજ સવારે ૧૧:૦૦થી સાંજે ૫:૦૦ વાગ્યાિ સુધી
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સૂરત નવિનચંદ્ર મફતલાલ ઉદ્યાન રોડ,
સ્વજપ્ન૫ સૃષ્ટિવ એપાર્ટમેન્ટલ પાસે, ભેસ્તાીન ખાતે કરવામાં આવ્યુંત છે.
જેમાં વર્ષ ૨૦૧૨-૧૩ માટે તાલીમ -કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો