અનુયાયીઓ

મંગળવાર, 5 જૂન, 2012

જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે

વલસાડઃ
આગામી તા.૨૬/૬/૨૦૧૨ના રોજ જિલ્લા કલેકટર શ્રી એલ.સી.પટેલની અધ્યીક્ષતામાં
જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે.કલેકટર કચેરીના સભાખંડમાં યોજાનારી આ
બેઠકની ભાગ-૧ની બેઠક સવારે ૧૧:૦૦ કલાકે તથા ભાગ-૨ની બેઠક બપોરે કલાકે
યોજાશે. આ બેઠકમાં જિલ્લાની તમામ ખાતા/કચેરીના વડા અધિકારીશ્રીને નિયત
તારીખે, નિયત સમયે રૂબરૂ હાજર રહેવા નિવાસી અધિક કલેકટર શ્રી
પી.બી.બ્રહ્મભટ્ટ તરફથી જણાવાયું છે.

ભારતીય નૌસેનામાં જોડાઇને કારકીર્દી બનાવો
વલસાડઃ
આગામી તા. ૧૫/૬/૨૦૧૨ના રાવલે સ્ટેરડિયમ, કેમ્પ હનુમાન પાસે
કેન્ટોકનમેન્ટક અમદાવાદ ખાતે સવારે ૦૫:૦૦ કલાકે લશ્કરરી ભરતી મેળાનું
આયોજન કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત રાજય, દીવ, દમણ અને દાદરા
નગરહવેલીના કેન્દ્ર સાશિત પ્રદેશના રહેવાસીઓ ભાગ લઇ શકશે. સોલ્જેર
ટેકનીસિયન નર્સીંગ આસીસ્ટદન્ટલના પદ માટે આયોજીત આ ભરતી મેળામાં વિજ્ઞાન
પ્રવાહમાં ધો.૧૨ પાસ કે બી.એસ.સીની લાયકાત ધરાવતા, સાડા સત્તરથી
ત્રેવીસની વય મર્યાદા ધરાવતા, તેમજ ૭૭ થી ૮૨ સેમી છાતી અને ૧૬૭ સેમી
ઉંચાઇ તથા ૫૦ કિલોગ્રામ વજન ધરાવતા શારીરિક રીતે સક્ષમ ઉમેદવારો ભાગ લઇ
શકશે. ભાગ લેવા ઇચ્છુંક ઉમેદવારો શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્ર અને
ચાર પ્રામાણિત ઝેરોક્ષ નકલો સાથે સ્વ ખર્ચે ભરતી મેળામાં ઉપસ્થિલત થવાનું
રહેશે એમ, રોજગાર અધિકારી વલસાડ તરફથી જણાવાયું છે.

રાધાબા હાઇસ્કુંલ ધરમપુરનું આવેલું સો ટકા પરિણામ
વલસાડઃ
શ્રી ભારતીય શિક્ષણ સેવા ટ્રસ્ટન, ધરમપુર સ્ં ચાલિત રાધાબા શામલાલ પટેલ
વિદ્યાલય બિલપુડીનું ધો. ૧૦નું તાજેતરમાં જાહેર થયેલું પરિણામ સો ટકા
આવ્યુંસ છે. આ શાળાના ૪૬ વિદ્યાર્થીઓ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. ૪૬ પૈકી
એ-૧ ગ્રેડમાં ૧ વિદ્યાર્થી, એ-૨ ગ્રેડમાં ૨૮ વિદ્યાર્થીઓ, બી-૧ ગ્રેડમાં
૧૧ વિદ્યાર્થીઓ અને બી-૨ ગ્રેડમાં ૦૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
શાળાના ૪૦ વિદ્યાર્થીઓ ફર્સ્ટત કલાસ વીથ ડિસ્ટીં કશન સાથે પાસ થયા છે.
અન્ય વિદ્યાર્થીઓ પણ ફર્સ્ટછ કલાસ સાથે પાસ થતા શાળા પરિવાર તેમજ
વાલીઓમાં ખુશીની લહેર વ્યા૨પી જવા પામી છે. છેલ્લા આઠ વર્ષથી ૧૦૦ ટકા
પરિણામ પ્રાપ્ત કરી તાલુકા અને જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર
રહેવા બદલ શાળા પરિવારને ટ્રસ્ટીીશ્રીઓ તથા ગ્રામજનોએ શૈક્ષણિક સ્ટાલફ
તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાિ હોવાનું આચાર્યશ્રી રાધાબા શામલાલ
પટેલ વિદ્યાલય તરફથી જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: