અનુયાયીઓ

મંગળવાર, 5 જૂન, 2012

માહિતી ખાતું રાજકોટ ના વિવિઘ સમાચારો

નિર્મળ ગુજરાત યોજના હેઠળ શૌચાલય નિર્માણ તથા ઉકરડા અને ગંદા પાણીના
નિકાલની કાર્યવાહી કરાઇ.

રાજકોટ
રાજકોટ જિલ્લાામાં નિર્મળ ગુજરાત યોજના અન્વશયે કૂલ રૂ. ૨૪૧.૩૯ લાખના
ખર્ચે શૌચાલય બનાવવાની, ઉકરડા નિકાલની અને ઘરવપરાશી ગંદા પાણીના નિકાલની
કામગીરી કરવામાં આવી છે.
આ યોજનાં હેઠળ ચાલુ વર્ષે રૂ. ૮૦.૦૧ લાખના ખર્ચે ૬૭૮૯ શૌચાલયો બાંધવામાં
આવ્યા છે. તથા ૧૪ ગામોમાં રૂ. ૭૦ હજારના ખર્ચે ઉકરડા નિકાલની કાર્યવાહી
કરાઇ છે. એવી જ રીતે, ૫૭ ગામોમાં ઘરવપરાશના ગંદા પાણીના નિકાલ માટે કૂલ
રૂ. ૧૬૦.૬૮ લાખનો ખર્ચ કરાયો છે. આમ, રાજકોટ જિલ્લાામાં નિર્મળ ગુજરાતની
કાર્યવાહી અન્વટયે કૂલ રૂ. ૨૪૧.૩૯ લાખનો ખર્ચ કરાયો છે. તાજેતરમાં યોજાયલ
જિલ્લાન સુખાકારી સમિતિની બેઠકમાં આ વિગતો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી૮ના
નિયામકશ્રી વાગડીયાએ આપી હતી.

કોટડાસાંગાણી ખાતે શરૂ થયેલ Aનવી સરકારી વિનયન કોલેજ વિદ્યાર્થીઓને
પ્રવેશ મેળવવા અનુરોધ
રાજકોટ
કોટડાસાંગાણી ખાતે કુમાર શાળાના સંકુલમાં શરૂ થયેલ નવી સરકારી વિનયન
કોલેજમાં વિનયન(આર્ટસ) શાખાના વિદ્યાર્થીઓને પ્રવેશ લેવા માટે અનુરોધ
કરાયો છે. કોલેજમાં એફ.વાય.બી.એ. સેમેસ્ટથર-૧ માટે પ્રવેશ ફોર્મ વિતરણ
શરુ થયેલ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોટડાસાંગાણીની
ગવર્નમેન્ટ‍ આર્ટસ કોલેજને વહીવટી મંજૂરી આપવામાં આવી છે, તથા આ કોલેજને
મોડેલ કોલેજ તરીકે જાહેર કરવામાં આવી છે. ઉચ્ચી શૈક્ષણિક ડીગ્રી ધરાવતા
પ્રોફેસરો દ્વારા દ્રશ્યા-શ્રાવ્યે માધ્યરમથી આ કોલેજમાં શિક્ષણ આપવામાં
આવશે, જેમાં પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. આર્થિક રીતે પછાત,
અનુસૂચિત જનજાતિ અને લઘુમતીના વિદ્યાર્થીઓને નિયમ મુજબની શિષ્ય વૃત્તિર
આપવામાં આવશે. ભાઇઓની પ્રવેશ ફી રૂ. ૮૦૫.૦૦ અને બહેનોની પ્રવેશ ફી રૂ.
૨૦૫.૦૦ સત્ર દીઠ નિયત કરાઇ છે. આથી રાજકોટ જિલ્લાંના વિનયન(આર્ટસ)
વિભાગમાં પ્રવેશ મેળવવા ઇચ્છિતા છાત્રોને સત્વતરે ગવર્નમેન્ટિ આર્ટસ
કોલેજ, સરદાર ચોક, કુમાર શાળા સંકુલ, કોટડાસાંગાણીનો સંપર્ક સાધવા
કોલેજના પ્રિન્સિવપાલ ડો. વાય.વી.પાઠકની યાદીમાં જણાવાયું છે.

ધો-૧ થી ૧૦ના ૪૦ ટકા વિકલાંગતા ધરાવનારા બાળકોને અપંગ બાળગૃહમાં પ્રવેશ
આપવાની કાર્યવાહી શરૂ
વાલીઓને વિકલાંગતા સર્ટીફિકેટ અને શાળાનું સર્ટીફિકેટ સાથે અપંગ બાળગૃહનો
સંપર્ક કરવો
રાજકોટ
રાજકોટ સ્થિંત અપંગ બાળગૃહમાં ૪૦ ટકા વિકલાંગ બાળકોને પ્રવેશ આપવાની
કાર્યવાહી શરૂ કરાઇ છે. ગુજરાત રાજયના સમાજ સુરક્ષા ખાતા દ્વારા સંચાલિત
આ અપંગ બાળગૃહમાં વર્ષ ૨૦૧૨-૧૩માં પ્રવેશ આપવામાં આવે છે, પ્રવેશ મેળવવા
ઇચ્છલતા બાળકોના વાલીઓએ ૪૦ ટકા વિકલાંગતા ધરાવતા હોવાનું ડોકટરી
સર્ટીફિકેટ, છેલ્લે અભ્યા‍સ કરેલ શાળામાં પાસ થયા અંગેના સર્ટીફિકેટ અને
અપંગ બાળક સાથે ભક્તિનગર સ્ટેિશન રોડ (રાજકોટ) સ્થિકત અપંગ બાળગૃહનો
સંપર્ક કરવાનો રહેશે, તેમ સંસ્થા્ના અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.


જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સાયકલ રેલી યોજાઇ
જામનગરમાં આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગુજરાત ઇકોલોજી કમીશન તથા
પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સંયુકત ઉપક્રમે જનજાગૃતિ અર્થે સાયકલ રેલી
યોજવામાં આવી હતી. લાલબંગલા કલેકટર કચેરીએથી યોજાયેલ આ રેલીને મુખ્યગ વન
સંરક્ષક શ્રી આર. ડી. કમ્બોકજે લીલી ઝંડી બતાવી પ્રસ્થાતન કરાવ્યુત હતું.
આ રેલીમાં ફેકટરી એસોસિયેશન, ઇલેકટ્રો પ્લેલટીંગ એસોસિયેશન, હોમગાર્ડના
જવાનો, ફોરેસ્ટહ ગ્રીન ગાર્ડ, એન.સી.સી., નેચર કલબ તેમજ સ્પોાર્ટસ કલબના
સભ્યોઝ સહભાગી થયા હતાં. આ રેલીનું લાલબંગલા, સાતરસ્તાસ, ગુરૂદ્વારાથી
પરત લાલબંગલા આવી સમાપન થયુ હતું. આ પ્રસંગે જી.પી.સી.બીના પ્રાદેશિક
અધિકારીશ્રી મનોજ શુકલા, નાયબ વન સંરક્ષકશ્રી, શ્રી પરમાર, શ્રી ભાલોડી,
શ્રી ઠક્કર તથા ગુજરાત ઇકોલોજી કમિશનના વર્ષાબેન પરમાર ઉપસ્થિ ત રહયા
હતાં. રેલીને સફળ બનાવવા જી.પી.સી.બી.ના વૈજ્ઞાનિક શ્રી વિજય સોની તથા
તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

રોજગાર અધિકારીનો પ્રવાસ કાર્યક્રમ
મદદનીશ નિયામક, રોજગારની કચેરી, જામનગર દ્વારા જીલ્લાપના તાલુકા મથક ખાતે
યોજાતા પ્રવાસ કાર્યક્રમોમાં જૂન-૨૦૧૨માં નિચેની વિગતે પ્રવાસ યોજાનાર
છે. આ સ્થભળે નામ નોંધણી, રીન્યુ્અલ, વ્યનવસાય માર્ગદર્શન, સ્વનરોજગારી
માર્ગદર્શનની કામગીરી સવારે ૧૦-૩૦ કલાકે યોજાશે.
આ કેમ્પન તા. ૭ ના રોજ તાલુકા પંચાયત કચેરી, જામજોધપુર, તા.૧૧ ના રોજ
તાલુકા પંચાયત કચેરી, ધ્રોલ, તા. ૧૫ ના રોજ તાલુકા પંચાયત કચેરી
કાલાવડ(શીતલા), તા. ૧૯ ના રોજ નગર પંચાયત કચેરી, ખંભાળિયા, તા. ૨૧ ના રોજ
નગરપંચાયત કચેરી, દ્વારકા, તા. ૨૨ ના રોજ ટાઇમ ઓફીસ તાતા કેમીકલ્સી
મીઠાપુર, તા. ૨૬ ના રોજ તાલુકા પંચાયત કલ્યાંણપુર ખાતે યોજાશે તેમ મદદનીશ
નિયામક, રોજગાર, જામનગરની યાદીમાં જણાવાયું છે.

ધ્રોલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મતદાર યાદીની પ્રસિધ્ધિલ
ધ્રોલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યનવસ્થાસપક સમિતિની ચૂંટણી
માટે કામચલાઉ મતદારયાદીની પ્રસિધ્ધિુ કરવામાં આવી છે.. જેમાં દાવાવાંધા
રજૂ કરવા, છેલ્લીટ તા.૭/૬/૧૨, દાવા વાંધાના નિકાલની આખરી તા.૧૩/૬/૧૨,
મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિચ તા.૧૬/૬/૧૨ ના રોજ પ્રાંત અધિકારીની કચેરી
ધ્રોલ, તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની કચેરી ધ્રોલ અને જિલ્લાિ
રજીસ્ટ્રા રની કચેરી, જામનગર ખાતે થશે.

રાજય સરકાર ધ્વાારા હાલારના વિશિષ્ટ, કામગીરી કરનાર શ્રમયોગીઓને પારિતોષીક અપાશે
તા. ૩૦ જૂન સૃધિમાં અરજી મોકલી આપવી

જામનગર જિલ્લાશમાં કારખાનાધારા-૧૯૪૮ હેઠળ નોંધાયેલ કારખાનાઓમાં કાર્યરત
શ્રમયોગીઓએ પોતાની આત્મગસુઝથી ઉત્પાંદન, ઉત્પાગદકતા વધારવા ઓૈધોગિક શાંતી
જાળવવા, ડીઝાસ્ટ રમાં ત્વજરીત કામગીરી તેમજ શ્રમયોગીઓના કલ્યાીણ અર્થે
કરેલ વિશીષ્ટ કામગીરી માટે પારિતોષીક અપાશે. તેમ મદદનીશ નિયામક ઔધોગિક
સલામતી અને સ્વાયસ્ય્ણ શ્રી પી.બી. શાહે જણાવ્યુ. છે.
આ પારિતોષીકમાં રાજય શ્રમ રત્ન્, રાજય શ્રમ ભૂષણ, રાજય શ્રમવીર, રાજય
શ્રમશ્રી/શ્રમદેવી એવા એવા દરેક શ્રેણીમાં ચાર એમ કુલ ૧૬ રાજય શ્રમ
પારિતોષીક રૂ. ૨ લાખ ૨૦ હજાર, તેમજ રૂ. ૨૦ હજારના સ્મૃમતિ ચિન્હય આપવાની
યોજના રાજયકક્ષાએ અમલમાં છે. જેમાં જામનગર જિલ્લાપમાં આવેલ કારખાનાઓમાં
કામ કરતા અને આ યોજનાનો લાભ લેવા ઇચ્છ્તા શ્રમયોગીઓએ મદદનીશ નીયામકશ્રી
ઔધોગિક સલામતી અને સ્વાાસ્ય્ ક ની કચેરી સ્વીજટ હાઉસ ઇન્દીએરા માર્ગ,
હોટલ બંસી સામે,શિલ્પવ એપાર્ટમેન્ટ્ની પાછળ જામનગરને તા. ૩૦/૬/૧૨ સુધિમાં
ફોર્મ મેળવી તમામ વિગતો ભરી ૪ નકલમાં પરત કરવાનું રહશે.
આ પારિતોષીક ૨૦૧૦-૨૦૧૧ ના નાણાકીય વર્ષ દરમ્યાેન કરવામાં આવેલી વિશિષ્ટા
કામગીરીમાં શ્રમયોગીની કારખાના બહારની સામાજિક કે બીજી કામગીરી
દર્શાવવાની નથી. એક કરતા વધારે શ્રમયોગીએ સંયુકત રીતે કોઇ કામગીરી કરેલ
હોય તો તેઓ પણ સંયુકતપણે અરજી કરી શકે છે. ઔધોગિક વિવાદ અધિનીયમ-૧૯૪૭ ની
જોગવાઇ મુજબ કામદારની વ્યાણખ્યારમાં ગણાતી વ્યલકિત જ પારિતોષીક મેળવવા
માટેની અરજી કરવા લાયક ગણાશે. અને એ વ્યણકિત કારખાના ધારા-૧૯૪૮ હેઠળ
નોંધાયેલ કારખાનામાં કામ કરતી હોવી જોઇએ.
અત્રે ઉલ્લે ખનીય છે કે ગતવર્ષે આ યોજના અંતર્ગત રીલાયન્સઠ-૨, ટાટા-૨ અને
સીકકા થર્મલ પાવર સ્ટે્શનના એક એમ કુલ પાંચ શ્રમયોગીઓને પારિતોષીક એનાયત
કરાયા હતા.

કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યા માટે અરજી કરવાની સમય અને વય મર્યાદામાં ફેરફાર
અમરેલી
કલેક્ટર કચેરી-અમેલી ખાતે ૧૧ માસના કરાર આધારિત કાયદા અધિકારીની એક જગ્યા
ભરવામાં આવનાર છે. જેની વય મર્યાદા ૩૩ વર્ષને બદલે ૪૦ વર્ષ કરવામાં આવી
છે અને અરજી કરવાની મુદ્દતમાં વધારો કરી તા.૨૫ જુન રાખવામાં આવી છે. આ
ઉપરાંત આ અંગેની બોલીઓ, શરતો, બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની
વિગતો અને માહિતી કલેક્ટર કચેરી-અમરેલીના નોટિસ બોર્ડ પર અથવા ચિટનીશ
શાખામાં કચેરી સમય દરમ્યાનન જોઇ શકાશે, તેમ અધિક જિલ્લા
મેજીસ્ટ્રેનટ-અમરેલીની યાદીમાં જણાવાયુ છે.

રમતગમત ચેમ્પિાયન્સસ માટે શક્તિદૂત યોજના અંતર્ગત ભાગ લેવા ઇચ્છુ્ક
ખેલાડીઓએ તા.૩૦ જુન સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે
અમરેલી
શક્તિદૂત યોજના તળે રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને
ધ્યાાને લઇ તેમની જરૂરિયાતના ધોરણે (NEED BASE) રમતગમતની સંલગ્નિ સુવિધાઓ
પૂરી પાડીને ચેમ્પિયન્સ્ તરીકે તૈયાર કરવામાં આવે છે.
આ યોજના અંતર્ગત રમતવીરોને સ્કુયલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિૂયા દ્વારા
માન્ય્ રમતો, કોમનવેલ્થજ ગેમ્સન, એશિયન ગેમ્સ તથા આફ્રો એશિયન ગેમ્સ અને
ઓલમ્પિસક્સમાં સમાવિષ્ટિ રમતોને માન્યશ ગણવામાં આવશે. તા.૩૧ ડિસેમ્બેરને
ધ્યાયને લઇ ૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉંમર લક્ષમાં લેવામાં આવશે. વધુ ઉંમરના
કિસ્સામાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા તરીકે સરકારની મંજૂરીને
આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે. ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન
વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પણર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓને તેમની
સિધ્ધીના ધોરણે અગ્રતા આપવામાં આવશે. યોજના માટે પસદગી પામતા ખેલાડીની
અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધી ઓ ધ્યારને લેવામાં આવશે.
અરજદારે તા.૩૦ જુન-૨૦૧૨ રાત્રિના ૧૧.૫૯ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની
રહેશે. અરજીપત્રક તથા વિશેષ માહીતી www.sycd.gujarat.gov.in પરથી મળી
રહેશે. અરજદારે ઓનલાઇન અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરીને તેની પ્રિન્ટ
મેળવીને અરજીપત્રકમાં દર્શાવ્યા૨ પ્રમાણેની વિગતો મુજબના જરૂરી
પ્રમાણપત્રો, આધાર-પુરાવા સાથે સામેલ રાખીને અરજીપત્રક સંબંધિત જિલ્લાના
સીનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રંને તા.૧૫ જુલાઇ-૨૦૧૨ સુધીમાં
પહોંચાડવાના રહેશે. અધૂરી વિગતો તથા સમયમર્યાદા પૂર્ણ થયે મળેલ અરજીઓ
ધ્યાષને લેવામાં આવશે નહિ તેમ સ્પોચર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવશ્રીની
એક યાદીમાં જણાવાયુ છે.

ટિપ્પણીઓ નથી: