અનુયાયીઓ

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2021

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોંચ કર્યુ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ ......



www.mmuy.gujarat.gov.in પોર્ટલ પરથી યોજનાની સંપૂર્ણ જાણકારી-લાભાર્થી પાત્રતા તેમજ સહભાગી બેંકોને ધિરાણ-સહાયની એપ્રૂવલની જાણકારી એટ વન કલીક મળશે

......

રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૪૮૫૪ જેટલા મહિલા જૂથોની 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે રચના થઇ 

......

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી શરૂ થયેલી 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં ગ્રામીણ ક્ષેત્રમાં પ૦ હજાર શહેરી ક્ષેત્રમાં 

પ૦ હજાર મળી ૧ લાખ મહિલા જૂથોને જૂથદીઠ રૂ. ૧ લાખની સહાય-ધિરાણ અપાશે 

......

પ્રત્યેક જૂથમાં ૧૦ બહેનો મળી રાજ્યની ૧૦ લાખ માતા-બહેનોને આત્મનિર્ભરતા-સ્વવલંબનના માર્ગે વાળવાની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા સાકાર થશે 

રાજ્ય સરકાર સાથે ૧૮૯ બેન્કો – નાણાં સંસ્થાઓએ યોજનામાં સહભાગીતાના MoU 

કર્યા છે 

......

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની માતૃશક્તિને આત્મનિર્ભરના માર્ગે વાળવા શરૂ કરેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની સંપૂર્ણ માહિતી-વિગતો પારદર્શી રીતે મળી રહે તેવા ઉદાત્ત ઉદ્દેશ્યથી આ યોજનાનું વેબ પોર્ટલ લોંચ કર્યુ હતું. 

રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની પ્રગતિ, લાભાર્થીઓની તેમજ સહભાગી બેંકો-નાણાંકીય સંસ્થાઓની વિસ્તૃત માહિતી સાથેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ આ વેળાએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ વેબ પોર્ટલ www.mmuy.gujarat.gov.in નું લોન્ચીંગ કર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્યમાં આ બહુહેતુક મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પ૦ હજાર અને શહેરી ક્ષેત્રોમાં પ૦ હજાર એમ ૧ લાખ મહિલા જૂથોની ૧૦ લાખ માતા-બહેનોને જૂથ દીઠ રૂ. ૧ લાખની સહાય પોતાના ગૃહ ઊદ્યોગ-નાના વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવે છે. 

જોઇન્ટ લાયાબીલીટી અર્નિગ એન્ડ સેવીંગ જૂથની રચના કરીને આવા મહિલા ગૃપને નેશનલાઇઝડ બેન્ક, ખાનગી બેંકો, સહકારી બેંકો અને વિવિધ ધિરાણ સંસ્થાઓ મારફત રૂ. ૧ લાખનું ધિરાણ અપાશે. 

મુખ્યમંત્રીશ્રીએ લોંચ કરેલા વેબ પોર્ટલ www.mmuy.gujarat.gov.in પરથી યોજનાની સંપૂર્ણ વિગતો, લાભાર્થીની પાત્રતા તેમજ જૂથની રચના થતાં જ ગ્રામીણસ્તરેથી તેની વિગતો પોર્ટલ પર ઉપલબ્ધ બનશે. 

આના પરિણામે યોજનામાં સહભાગી બેંકોને તેમના કાર્યક્ષેત્રના મહિલાજૂથોની વિગતો સીધી જ મળતી થવાથી લોન-સહાય એપ્રૂવલની પ્રક્રિયા ઝડપી બનશે અને પેપરલેસ ગર્વનન્સનો અભિગમ સાકાર થતાં બેંકો આ પોર્ટલ પરના સ્ટેટસના આધારે મહિલા જૂથોની લોન-ધિરાણ અંગેની પોતાની પ્રોસેસ શરૂ કરી દેશે. 

એટલું જ નહિ, જે-તે મહિલા જૂથના લાભાર્થી કે નોંધણીકારને પણ વેબ પોર્ટલ પરથી તેમની લોન-ધિરાણની સ્થિતીની જાણકારી મળી રહેશે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય વહિવટમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પેપરલેસ અને લેસ હ્યુમન ઇન્ટરફેઇસ કાર્ય વ્યવસ્થા વિકસાવવાની જે નેમ રાખી છે તેમાં આ પોર્ટલ નવું સિમાચિન્હ બનશે. 

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તા.૧૭મી સપ્ટેમ્બર-ર૦ર૦ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોવીના જન્મદિવસની રાજ્યની મહિલાશક્તિની આર્થિક ઉન્નતિની ભેટ રૂપે આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવેલો છે. આ યોજનાના સફળ અમલીકરણ માટે રાજ્ય સરકારે ૬પ અર્બન કો-ઓપરેટીવ બેન્ક તથા કુલ ૧ર૪ જેટલી સહકારી તેમજ અન્ય બેંક મળી ૧૮૯ સંસ્થાઓ સાથે MoU અત્યાર સુધી કરેલા છે. 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે રાજ્યભરમાં ૪૪૮પ૪ જેટલા જોઇન્ટ લાયાબિલીટી અર્નિગ એન્ડ સેવિંગ જૂથોની રચના થઇ ગઇ છે. 

આના પરિણામે રાજ્યની આવી ૪ લાખ ૪૮ હજાર માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે. 

સી.એમ-પીઆરઓ/અરૂણ... ..... 


જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે કુલ ૭૧૫૪ કવીન્ટલ જણસોના જથ્થાની આવક સાથે રૂપિયા ૩.૮૩ કરોડનુ ટર્ન ઓવર


૦૦૦૦૦

૩૭૦ કવીન્ટલ ઘઉં૨૨૦૦ કવીન્ટલ મગફળી અને ૪૨૦૦ કવીન્ટલ બી.ટીકપાસ

૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ -  રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહી છે.

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ઘઉં એન.પીટુકડા ૩૭૦ કવીન્ટલમગફળી જી-૨૦ ૨૨૦૦ કવીન્ટલબી.ટીકપાસ ૪૨૦૦ કવીન્ટલ  સહિત કુલ ૭૧૫૪ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક સાથે રૂા.૮૩ કરોડ કરોડનુ ટર્ન ઓવર થયું છે.

જેના વિવિધ જણસના લઘુત્તમ ૨૦ કીલોના રૂ૨૮૦ થી મહત્તમ રૂા૨૪૮૨ ઉપજયા હોવાનુ જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીશ્રી બળવંતભાઇ ચોહલીયાની યાદીમાં જણાવાયું છે.

યાજ્ઞિક                                                        ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦                                   સ.સં.-  ૨૧     

ધાણાના પાકમાં વૃદ્ધિ/ફૂલ સમયે મોલો રોગના નિયંત્રણ વૈજ્ઞાનિક સુચન

રાજકોટ -  ધાણાનું વાવેતર ધરાવતા ખેડુતોએ ધાણાના પાકમાં વૃદ્ધિ/ફૂલ સમયે મોલો રોગના નિયંત્રણ માટે  લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીંબોળીના મીંજનું  ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી  ૧૦  અને એસીફેટ ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. તેમજ રાખોડીનો ઉપદ્રવ  થાય તે માટે હેક્ઝાકોનાઝોલ ૧૫ મિલી દવા વારાફરતી ૧૦  લીટર પાણીમાં મિશ્ર કરીને  છંટકાવ કરવો તથા ધાણાને વધુ પડતું ખાતર અને પિયત આપવું નહિ જેથી વધુ વિકાસ થાય નહિ તેમ  તરઘડીયા સ્થિત સુકી ખેતી સંશોધન કેન્દ્ર ની યાદીમાં સુચન કરાયું છે.

ભાદર-૨ ડેમના ત્રણ દરવાજા આગામી તા. ૮મી જાન્યુઆરીના રોજ ૪.૫ ફુટ ખોલાશે


૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

હેઠવાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા ચેતવણી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ - ઘેડ વિસ્તારના ખેડૂતોની માંગણી મુજબ તા.૮ જાન્યુઆરીના રોજ સવારના ૧૦-૩૦ કલાકે ભાદર-૨ ડેમના ત્રણ દરવાજા ૪.૫૦ ફુટ ખોલવામાં આવશે અને ૧૭૯૯૨ કયુસેક પાણી છોડવામાં આવશે જેથી નીચાણવાળા ગામો સુપેડીભોળાછાડવાવદરભલગામડાના ગામલોકોને સાવચેત રહેવા મામલતદારશ્રી-ધોરાજીની યાદીમાં જણાવાયું છે.

“ડરવાથી નહીં પણ હિંમતપૂર્વક સામનો કરી યોગ્ય સારવાર લેવાથી કોરોના સામે જીત નિશ્ચિત”


-     કરમશીભાઇ શીયાણી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

જસદણના ૬૨ વર્ષીય ડાયાબીટીઝના દર્દી કરમશીભાઇએ કોરાનોને મ્હાત આપી હિંમત અને ધૈર્યનો પરિચય કરાવ્યો

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ- કોરોના મહામારીના સંક્રમણ સમયે કોરોના મહામારીથી બચાવ અને તેના અટકાવ માટે રાજય સરકાર અને આરોગ્ય વિભાગ અવિરત કામગીરી બજાવી રહયું છે. કોરોના ગ્રસ્ત દર્દીને ત્વરીત અને સઘન સારવાર મળી રહે તે માટે ખાસ કોરોનાલક્ષી સારવાર માટે અદ્યતન સાધનોથી સજ્જ હોસ્પીટલો સાથે ઘરઆંગણે પણ સારવાર અને દવાઓ પહોચતી કરવા ધન્વંતરી રથ અને સંજીવની રથ જેવી મોબાઇલ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવાઇ છે.

        કોરોનાથી ડર અનુભવતા અને ભયની લાગણી અનુભવતા લોકોને પોતાના સ્વાનુભવ બાદ શિખ આપતા જસદણના ૬૨ વર્ષીય કરમશીભાઇ ગીગાભાઇ શીયાણી ભારપૂર્વક જણાવે છે કે કોરોનાથી ડરવાથી નહીં પણ હિંમત પૂર્વક સામનો કરવાથી અને નિદાન થતાં જ ત્વરીત યોગ્ય સારવાર લેવાથી કોરોના સામે જીત નિશ્ચિત છે. તેમના પુત્ર શ્રી મહેશભાઇએ વધુ વિગતો આપતાં જણાવયું હતું કે તેમના પિતા કરમશીભાઇને સામાજીક પ્રસંગે હાજરી આપી ઘરે પરત આવ્યા બાદ બે-એક દિવસમાં જ શ્વાસમાં તકલીફ જેવું જણાતા નિદાન કરાવતાં કોરોના પોઝીટીવ હોવાની જાણ થઇ હતી. આ સાથે તેઓએ તુરતજ જસદણ ખાતે કાર્યરત હોસ્પીટલમાં દાખલ થઇ સતત ૧૨ દિવસ તજજ્ઞ ડોકટરો અને નર્સીંગ સ્ટાફની નિસ્વાર્થ સેવા અને સુશ્રૃષા થકી ફરી સ્વસ્થ બન્યા છે.

જસદણ ખાતેના આરોગ્ય કર્મીઓની અવરીત સેવા અને આરોગ્ય તંત્ર દ્વારા સતત ૨૪ કલાક ખડેપગે સારવાર માટે હાજર રહેતા કર્મયોગી સ્ટાફ અને સમયસર દવાઓઉકાળાઓચા-કોફીપૌષ્ટીક નાસ્તોફ્રુટ અને સ્વચ્છ અને પોષક તત્વોથી ભરપુર ભોજન જેવી સુવિધા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કાર્યરત સમગ્ર આરોગ્ય તંત્રના કર્મચારી પ્રત્યે સંતોષની લાગણી સાથે અભિનંદન પાઠવતા મહેશભાઈ તેમના પિતાશ્રી કરમશીભાઇને સ્વસ્થ બની સ્વગૃહે પરત આવ્યા બાબતે આરોગ્ય વિભાગના કર્મઠ કર્મચારીઓ પ્રત્યે આભાર દર્શાવતા અન્યોને કોરોનાના લક્ષણો દેખાય તો તુરત જ નિદાન કરાવી સારવાર લેવા અનુરોધ કરે છે. 

બુધવાર, 6 જાન્યુઆરી, 2021

લસણમાં થ્રીપ્સ અને પાન સુકારાના રોગ નિયંત્રણ માટે વૈજ્ઞાનિક ભલામણ


૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ -  લસણનું વાવેતર ધરાવતા ખેડૂતોએ પાકની વૃદ્ધિ-વિકાસ અવસ્થાએ જોવા મળતા  થ્રીપ્સના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીંબોળીના મીંજનું  ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી અને પ્રોફેનોફોસ ૨૦ મિલી અથવા લેમડા સાયહેલોથ્રીન ૧૪ મિલી દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી વારાફરતી છંટકાવ કરવો તેમજ  જરૂરિયાત મુજબ  પિયત આપવુંલસણના પાકમાં પાનની ટોચનો સુકારાના રોગ માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવોપિયત પાણી નિયંત્રિત આપવું તેમ ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ  યુનિવર્સીટીતરઘડીયાની યાદીમાં જણાવાયું છે.

સેનામાં ભરતી થવા ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન રજસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૧૮મી જાન્યુઆરી

 દેશ સેવા સાથે રોજગારીની ઉત્તમ તક


રાજકોટ : મદદનીશ નિયામકશ્રી (રોજગાર– રાજકોટની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના યુવાનો માટે રોજગારીની સાથે દેશની સેવા કરવાનો અવસર ભારતીય સેના લાવી રહી છેદેવભૂમિ દ્વારકા ખાતે આગામી તા૧ લી ફેબ્રુઆરી – ૨૦૨૧ થી તા૧૫ મી ફેબ્રુઆરી – ૨૦૨૧ સુધી આર્મી રીક્રુટીંગ ઓફિસર દ્વારા ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છેજેમાં સોલ્જર જનરલ ડયુટીસોલ્જર ટેકનીકલસોલ્જર કલાર્કસોલ્જર ટ્રેડમેનનર્સીંગ આસીસ્ટન્ટ વગેરે કક્ષામાં ભરતી કરવામાં આવનાર છે.

આ ભરતી રેલી માટે તા૧૦ મી ડીસેમ્બર – ૨૦૨૦ થી ઈન્ડીયન આર્મીની વેબસાઈટ www.joinindianarmy.nic.in ઉપર રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છેઆ રેલીમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ તા૧૮--૨૦૨૧ સુધીમાં ઉકત વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારો જ આ ભરતી રેલીમાં ભાગ લઈ શકશે જેને ધ્યાને લઈ ભારતીય સેનામાં જોડાવા માટેની રેલીમાં ઉપસ્થિત રહેવા ઈચ્છુક ઉમેદવારોને તાત્કાલિક ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

હેતલ દવે                              ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

જે.એલ.ઇ.એસ.જી. અંતર્ગત કાર્યરત ગૃપોને સહાય માટે આર.ડી.સી. બેંક અને ડી.આર.ડી.એ. વચ્ચે એમ.ઓ.યુ. કરાયા

 

૦૦૦૦૦૦૦૦૦૦૦

રૂા. ૬ કરોડ ૫૦ લાખની વગર વ્યાજની લોન ઉપલબ્ધ કરાવાશે

૦૦૦૦૦૦૦૦૦૦૦ 

રાજકોટ  : મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે તાજેતરમાં રાજકોટ જિલ્લાની રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ (RDC) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયા અને  નિયામકશ્રી જે.કે.પટેલ ઉપસ્થિત રહ્યા અને RDC તરફથી બેંકના સી.ઇ.ઓ. સખીયાએ ઉપસ્થિત રહી એમ.ઓ.યુ. કર્યા હતા.

આ એમ.ઓ.યુ. અન્વયે રાજકોટ જિલ્લાના લગભગ ૬૫૦ જેવા જોઇન્ટ લાયબીલીટી ઓફ અર્નિગ એન્ડ સેવીંગ ગ્રૃપ (JLESG) ને રૂ.  કરોડ ૫૦ લાખ જેવી રકમની વગર વ્યાજની લોનનો લાભ માર્ચ પહેલા આપવામાં આવશે તેમ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના પ્રોજેકટ ઓફીસરશ્રી બસીયાની યાદીમાં જણાવાયું છે.

ભાતીગળ હસ્તકલાના કુભ સમાન હસ્તકલા પર્વનો રાજકોટના રેસકોર્ષ મેદાનમાં પ્રારંભ


 ૦૦૦૦૦

હાથશાળભરતકામવાંસકામઇમીટેશન જવેલરીલેધરવર્ક સહિત વિવિધ હસ્તકલા કારીગીરીની બેનમુન વસ્તુઓનું પ્રદર્શન સહ વેંચાણ

૦૦૦૦૦

રાજકોટ : ભારતની પરંપરાગત  હસ્તકલા અને કારીગીરીએ વિશ્વવિખ્યાત છે. રાજયના અંતરીયાળ ગામોમાં વસતા આવા હસ્ત કલાના કારીગરોની કલાના જતન અને સંવર્ધન સાથે પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા ઇન્ડેક્ષ-સી કાર્યરત છે.

ઇન્ડેક્ષ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ જેનો હેતુ રાજયના અંતરીયાળ વિસ્તારમાં વસતા હાથશાળ, કુટીર અને ગ્રામોદ્યોગની હસ્તકલાની બેનમુન કૃતિઓનું સર્જન કરતા હસ્ત કલાકારોને તેમની કલાકૃતીઓના નિદર્શન અને વેંચાણ અર્થે સીધુ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનું તેમજ તેમની આવકમાં વધારો કરાવવાનું છે.

હાલની કોવિડ-૧૯ની મહામારીને કારણે રાજયના આવા હસ્તકલાકારોની આજીવિકાને માઠી અસર થયેલ છે. જેને પૂનઃ વેગવાન બનાવવાના ઉદેશથી રાજકોટના રેસકોર્ષ રોડ ગત તા. ૪ જાન્યુઆરીથી તા. ૧૩ જાન્યુઆરી (દિન-૧૦) સુધી ઇન્ડેક્ષ–સી દ્વારા હસ્તકલા પર્વ અને પ્રદર્શન સહ વેંચાણ હાટ યોજવામાં  આવેલ છે.

  રાજયના ૧૫૦થી વધુ વ્યક્તિગત કારીગરોસખીમંડળોસ્વૈચ્છીક સંસ્થાઓમંડળીઓ તથા સ્વસહાય જુથના કારીગરો દ્વારા તૈયાર થયેલ ભાતીગળ હાથશાળનીવાંસકામપેચવર્કલેધરવર્કઇમીટેશન જવેલરીઅકીકની વસ્તુઓમાટીકામની કલાકૃતીઓ જેવી વિવિધ કલાકૃતિઓના નિદર્શન અને ખરીદી અર્થે આ હસ્તકલા પર્વની મુલાકાત લેવા અને કારીગરોને પ્રોત્સાહિત કરવા રાજકોટની કલાપારખુ જનતાને ઇન્ડેક્ષ-સીના કાર્યવાહક નિયામકશ્રી ડી.એમ.શુકલ અને મેનજેર આર. આર. જાદવ દ્વારા અનુરોધ કરાયો છે.     

રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાએ ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સાથે ગૌ વિષયક વાર્તાલાપ કર્યો.


રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાએ ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન   ડો.વલ્લભભાઈ કથીરિયાએ સમગ્ર ભારતમાં ગૌશાળા-પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય, ગૌચરનું નવ નિર્માણ, પર્યાવરણાર્થે જનજાગરણ, ગૌપાલન, દેશીકૂળના ગૌ સંવર્ધનને પ્રોત્સાહન અને આ પગલાઓ થકી ખેડૂતોની આવક બમણી કરવાના શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવામાં સહાય આપવા સહિતના અનેક મુદા ઉપર વાત ચર્ચા કરેલ હતી.


 સાથો સાથ તા.૨૫,ફેબ્રુઆરી,૨૦૨૧ નાં રોજ રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા "રાષ્ટ્રીય કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા" લેવામાં આવનાર છે તે અંગે વિસ્તૃત માહિતી શ્રી સંબિત પાત્રાને આપેલ હતી. શ્રી સંબિત પાત્રાએ " ગૌ આધારીત અર્થ વ્યવસ્થા" નાં પૂન:નિર્માણ માં પોતાના શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી.

મંગળવાર, 5 જાન્યુઆરી, 2021

જેતલસર જં. ગુજરાત રેલવે પોલિસને બઢતીની ભેટ

 ગુજરાત રેલવે પોલીસ ફોર્સની સરાહનીય કામગીરી : સાત પોલીસ કર્મીને બઢતી આપી ઉત્સાહ વધાર્યો


જેતલસર તા, 5 (કુલદિપ જોશી)

    જેતલસર જંકશન ગુજરાત રેલવે પોલિસ ફોર્સમાં સાત પોલીસ કર્મીને આંતરિક બઢતી આપવામાં આવી હતી.જેમાં ઉપરી અધિકારી દ્વારા તેની સંપુર્ણ કામગીરીની તપાસ હાથ ધરતા સારી અને ગુણવત્તા યુક્ત લાગતા ભેટ સ્વરૂપે પોલીસ કર્મી ને બઢતી આપી તેની કામગીરીને વધાવી હતી.



   જેતલસર જં. ના ગુજરાત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. જી.પી.જાડેજા ને તારીખ ૩૦/૧૨/૨૦૨૦ ના રોજ રિપોર્ટ મળ્યો હતો જેમાં સાત જેટલા પોલીસ કર્મીની બઢતીનો ઓર્ડર મળ્યો હતો. જેમાં ફરજ માટે તલપાપડ થતા રઘુવીરસિંહ આર આરસીભાઈ, કનકસિંહ ઘનશ્યામસિંહ, વાલબાઈ બાવકુભાઈ ,પ્રવીણભાઈ અરવિંદભાઈ ,પરેશભાઇ ગોવિંદભાઇ ,ભરતભાઈ કરસનભાઈ , અને જુમાભાઈ આમજ ભાઈ એ બઢતી પત્ર સ્વીકારી પોતાની કામગીરીની શરૂઆત હોંશભેર કરી દીધી છે જેમાં તેના સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 
Attachments area

રવિવાર, 3 જાન્યુઆરી, 2021

જૂનાગઢ : પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું થયું સાર્થક

 


જુનાગઢ રેન્જનાાં ડી.આઇ.જી.પી.શ્રી મનીંદર પ્રતાપસસિંહ પવાર સાહબે તથા જુનાગઢ જીલ્લા પોલીસ અસિક્ષકશ્રી રસવ તેજા વાસમસેટ્ટી સાહબે દ્વારા સામાન્ય પ્રજાના લોકમાનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને" પોલીસ પ્રજાનો મીત્ર છે" એ સત્રુ સાથથક બનેતેવા પ્રજા કલ્યાણ તથા લોક ઉપયોગી 

કાયથવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારોને સચુ ના કરવામા આવેલ જે અનુસંધાને માંગરોળ 

ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.ડી.પુરોહિત સાહબે તથા માાંગરોળ સર્કલ પોલીસ ઇન્સ. 

એન.આઇ.રાઠોડ સાહબે ના માગથદર્થન હઠે ળ ચોરવાડ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ. કે.બી.લાલકાએ

ચોરવાડ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ સંકલન માં રહી ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તાર માં લગ્ન પ્રસંગ

વીડીયો શટુીંગનાંુકામ કરતા સદાંદપભાઇ ગોસવિંદભાઇ ચડુાસમા રહ.ેખોરાસા(ગીર) તા.માળીયા હાટીના વાળા

ડ્રોન કેમેરા DJI કાંપનીનાંુદક.રૂ. ૨,૦૦,૦૦૦/-વાળાથી સખુ રરુ ગામ સવસ્તારનાાં નેર્નલ હાઇવેરોડ ઉપર લગ્નની

જાનનું વીડીયો શટુીંગ દરમ્યાન અચાનક નેટવકથ સીગ્નલ સવક થવાના કારણેઆ ડ્રોન કેમેરા સીસ્ટમ મજુ બ

હોમ લન્ડીંગ  સક્રીય થયેલ અનેજે જગ્યાએથી શટુીંગ માટેઆ ડ્રોનનેફલાય કરવામા આવેલ તેજગ્યાએજ 

લેન્ડ થતુહોય જેથી આ ડ્રોન શટુીંગ માટેફલાય કરેલ જગ્યાએ નેટવકથ સવકનેકારણેલેન્ડ થયેલ હોય જેથી 

આ ડ્રોન લેવા માટે ડ્રોન કેમેરાના માલીક સાંદીપભાઇ મળુ જગ્યાએ જઇ તપાસ કરતા તયાાં આ ડ્રોન કેમેરો

જોવામા આવેલ નહી જેથી આ સંદીપભાઇએ ચોરવાડ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા ચોરવાડ પોલીસ 

સ્ટેર્નના હડે કોન્સટેબલ પી.એસ.કરમટા તથા પો.કોન્સ.બી.કે.મોરી તથા વી.એસ.ચોપડાનાએ તાતકાલીક 

તપાસ કરી આજુબાજુના સી.સી.ટી.વી.ફુટેજ નું અવલોકન કરી જેમા જાણવા મળેલ કેરોડ ઉપરથી પસાર થતા 

એક અજાણ્યા બાઇક ચાલક જે વંથલી તાલકુાનાઘંધુ સર ગામના રહીશ માલદેભાઇ દેવશીભાઇ ઓડેદરા

વાળાઓ હોય જેઓનેઆ બાબતેસમજ કરતા તેણેજણાવેલ કેમનેવેરાવળ જતી વખતેરોડ પરથી મળેલ

હતો મેળવી મળુ માલીક સંદીપભાઇ ગોવીંદભાઇ ચડુાસમાનેપરત સોંપી આપેલ

આમ વીડીઓ શટુીંગનો વ્યવસાય કરતા સાંદીપભાઇ ગોવીંદભાઇ ચડુાસમાએ કી.રૂ.૨,૦૦,૦૦૦/- (બે

લાખ) જેવી મોટી રકમના પોતાના વ્યવસાયનું સાિન પરત મળતા ભાવ વીભોર થઇ ચોરવાડ પોલીસનો 

આભાર વ્યકત કરેલ અનેચોરવાડ પોલીસેસેવાનુંઉ તર દાયીતય નીભાવી પોલીસ પ્રજાનો મીત્ર છેએ સાર્થક કરી બતાવ્યું


આ કામગીરીમા ચોરવાડ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ.કે.બી.લાલકા તથા પોલીસ હેડ કોન્સ. પી.એસ.કરમટા તથા બી.એન.ચાવડા તથા પો.કોન્સ.બી.કે.મોરી તથા વી.એસ.ચોપડા તથા દેવાભાઇ લખમણભાઇ તથા દીનેર્ભાઇ અરજણભાઇ તથા સવજયભાઇ નારણભાઇ તથા સખુ દેવભાઇ ભીમાભાઇ તથા ડ્રા. પોલીસ હડે કોન્સ.ભરતભાઇ નાજાભાઇ નાઓ સહિત સારી કામગીરી બજાવી હતી.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા 

માળીયા હાટીના

મો.9825518418

મો.7575863292    

✒️✒️✒️ ✒️✒️✒️

કે.એસ.પી.સી.ના પ્રમુખપદે હસુભાઈ દવેની નિમણુંક

માનદ્ મંત્રી પદે  ડી.જી.પંચમીયા

રાજકોટ : સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલની 61'મી વાર્ષિક સાધારણ સભા અને ગર્વનીંગ બોડીની મીટીંગ કાઉન્સીલના પ્રમુખ  હસુભાઈ દવૅના અષ્પક્ષ સ્થાને તાજેતરમાં મળેલા હતી. મીટીંગના પ્રારં મે થી માસુભાઈ વંને ઉપસ્થિત બધા સભ્યોને આવકારેલ હતા. કાઉ-સીલના ટ્રેનિંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેનશ્રી દિપક્રમાઈ સચદે નૈ સને ૨૦૧૯ ર૦ના વર્ષ દરમ્યાન કાઉન્સીલ દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓનો વિસ્તૃત અહેવાલ આપતા જણાવેલ હતું કે આ વર્ષે ઉત્પાદકતા સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ

આ મીટીંગમાં ૨૦૨૦-૨૧ ના વર્ષના હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવતા જેમાં પ્રમુખપદે. માં હસુભાઈ દવે (પૂર્વ રાષ્ટ્રીય નૃધ્યક્ષ, ભારતીય મઝદૂર સંઘ તથા વાઈસ ચેરમેન, મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ,અમદાવાદ), ઉપપ્રમુખ પદે  મૌલેશભાઈ ઉકાણી (મેનેજીંગ ડીરેકટર, બાન લેબ્સ (પ્રા.)બી., રાજકોટ),  હિરાભાઈ માણેક (રાજકોટ લોહાણા વિદ્યાશી બોડીંગ હાઉસ ), માનદ્દમંકી પદે થી ડી.જી. પંચમીયા (ઈન્ડસ્ટ્રીયલ સેફટી કન્સલ્ટન્ટ રાજકોટ), કોષાધ્યકા તરીકે શ્રી રામભાઈ બરછા (અશોક મેટલ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ) તથા ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન પદે શ્રી દીપકભાઈ રામદે ચુટાયેલ હતા,

માનદ કોષાધ્યાક્ષ રામભાઈ  બરછાટી., ટી.પી.સી ચૅરમૅન થી દિપકભાઈ સચદે, ગર્વરનીંગ  બોડીના સભ્યો  ડો.જયોતિન્દ્ર જાની, ભરતભાઈ કુદકીયા,દિલપામાઈ | કાકર વિ.એમ. ચાવડા, વિ.એમ. કામવીરા.પરેશ ગોસાઈ,ડો.પીપી. કોટક, સોનલબેન ગોહેલ, કિરીટભાઈ વોરા,ધનશ્યામભાઈ ઢોલરીયા વિગેરે હાજર રહ્યા હતા.

રાજકોટ: વોર્ડ નં.૮ માં પેવીંગ બ્લોકના કામનું ખાતમુહુત કરાવતા પૂર્વ સ્ટેન્ડીગ ચેરમેન પુષ્કર પટેલ

રાજકોટ:રાજકોટ શહેરના વોર્ડ નં.૮ માં નાલંદા પાર્ક શેરી નં.૧માં પેવીંગ બ્લોકના કામનું ખાતમુર્હત પૂર્વ સ્ટેન્ડીગ ચેરમેન અને કોર્પોરેટર પુષ્કર પટેલના હસ્તે કરવામાં આવેલ હતું. ભારતીય જનતા પાર્ટીનું સુત્ર “જયા માનવી ત્યા સુવિધા' ને ચરિતાર્થ કરીને સદરહુ સોસાયટીના વિકાસના કામનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે, વોર્ડપ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ ઉપપ્રમુખ કીરણબેન માકડીયા, વોર્ડ પ્રમુખ અશ્વીન પાંભર,વોર્ડમહામંત્રી તેજશ જોષી, પૂર્વ કોર્પોરેટર વીજયાબેન વાછાણી તેમજ જયેન્દ્રસિંહ સરવૈયા,વિગેરે હાજર રહ્યાં હતા.

રાજકોટ : ધનસુખ ભંડેરી પેજપ્રમુખ બન્યા


રાજકોટ :રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પેજપ્રમુખનું આઈ કાર્ડ અર્પણ કરી ધનસુખ ભંડેરીને સન્માનિત કરાયા...ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીને રાજકોટ મહાનગરના વોર્ડ નં.૮ના બુથ નં.૫, પાના નં.૫૦ ના પેજપ્રમુખ તરીકે પોતાની પેજસમિતિ સબમીટ કરી હતી અને કાર્યકર્તા તરીકેના દાયિત્વને નિભાવ્યું હતું ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્ય વિજય રૂપાણીએ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની ઉપસ્થિતિમાં ધનસુખ ભંડેરીને પેજપ્રમુખનું આઈ કાર્ડ અર્પણ કરી તેમને સન્માનિત ર્યા હતા.

શનિવાર, 2 જાન્યુઆરી, 2021

ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની રચના થઈ: શ્રી હેમલભાઈ ભટ્ટની પ્રમુખ પદે પસંદગી

 ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની રચના થઈ: શ્રી હેમલભાઈ ભટ્ટની પ્રમુખ પદે પસંદગી 

( દિપક જોષી દ્વારા..)...

{ પત્રકારો લોક પ્રશ્નોને વાચા આપવાની સાથે લોક સુખાકારી સેવાકીય કાર્યોમાં પણ મદદરૂપ બની લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરે: શ્રી લાભુભાઈ કાત્રોડીયા }


{ તાલાલા, વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ગીર ગઢડા, સહિત ગીર સોમનાથ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો. }


ગુજરાતના 22 જિલ્લામાં પત્રકારોનું સંગીત અને કાર્યદક્ષ સંગઠન ધરાવતા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા સંગઠન ની અગત્યની બેઠક સોમનાથ ભગવાનના સાનિધ્યમાં ગુજરાત પ્રદેશ એકતા પત્રકાર સંગઠનના પ્રમુખ શ્રી લાભુભાઇ કાત્રોડીયા ના અધ્યક્ષ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ગીરવાનસિહ સરવૈયા સ્થાને મળી હતી‌.આ બેઠકમાં તાલાલા,વેરાવળ, સુત્રાપાડા,ઉના, કોડીનાર, ગીર ગઢડા સહિત ગીર સોમનાથ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો.




બેઠકમાં ઉપસ્થિત પત્રકારોને સંબોધન કરતાં પત્રકાર સંગઠન ના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઇ કાત્રોડિયા એ જણાવ્યું હતું કે પત્રકાર એકતા સંગઠન ગુજરાત રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 22 જિલ્લાના તાલુકા માં સંગીન અને કાર્યદક્ષ સંગઠનની રચના કરવામાં આવેલ છે. આ સંગઠનમાં જોડાયેલ પત્રકારો રાજ્યના 22 જિલ્લામાં લોકોના પ્રાણ પ્રશ્નો સમસ્યા તથા સામાજિક કાર્યો માટે કામ કરે છે. આ સંગઠનમાં અત્યાર સુધીમાં લોકપ્રહરી તરીકે સમાજ ઉપયોગી કામગીરી કરતા પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા ના ૬ હજાર  પત્રકારો જોડાયા હતા. બાકી એક આદર્શ જિલ્લામાં આ સંગઠનની રચના ની‌ કામગીરી પુર્ણ થતા પત્રકાર સંગઠન સભ્યનું બળ દસ હજાર થશે.


લાભુભાઈ એ ઉમેર્યું હતું કે આજે પત્રકારો અનેક સમસ્યાનો સામનો કરી લોકોના પ્રાણ પ્રશ્નો- સમસ્યાને વાંચા આપી લોક પ્રહરી તરીકેની કામગીરી કરે છે. ત્યારે લોક પ્રશ્નોને ઉજાગર કરવા સાથે સાથે પત્રકારો લોક સુખાકારીના સેવાકીય કાર્યોમાં પણ મદદરૂપ બની લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો.


આ બેઠકમાં ઉપસ્થિત શ્રી રમેશભાઈ ખખ્ખર વેરાવળ, શ્રી સરદારસિંહ ચૌહાણ તાલાલા, દિનેશભાઈ જોશી કોડીનાર, શ્રી મહેન્દ્રભાઈ રાજા વેરાવળ, શ્રી ફારૂકભાઇ કાઝી ઉના, શ્રી રામજીભાઇ ચાવડા વેરાવળ, સહિતના ગીર સોમનાથ જિલ્લાના અગ્રીમ પત્રકારોએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન પત્રકાર એકતા સંગઠન મજબૂત બનાવવા ઉપયોગી સૂચનો કર્યા હતા. બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે વેરાવળના શ્રી હેમલભાઈ ભટ્ટ ની સર્વાનુમતે પસંદગી કરી હતી.

શુક્રવાર, 1 જાન્યુઆરી, 2021

સ્વ. અભયભાઈ ભારદ્રાજની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે રકતદાન કેમ્પમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા ઉપસ્થિત રહયાં.

 સ્વ. અભયભાઈ ભારદ્રાજની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે રકતદાન કેમ્પમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા ઉપસ્થિત રહયાં.




પટેલ વાડી, બેડીપરા, ભાવનગર રોડ ખાતે સ્વ.શ્રી અભયભાઈ ભારદ્રાજની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે  મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.  

જેમાં ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ ૧ર૮ વખત રકતદાન કરનાર ડો. વલ્લભભાઈ કથીરીયા ખાસ ઉપસ્થિત રહયાં હતા અને રકતદાતાઓને પ્રોત્સાહન પુરું પાડયું હતું. તેમજ રાજયસભાના સાંસદ સ્વ.અભયભાઈ ભારદ્રાજને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી.


રાજકોટ એઇમ્સ દ્વારા દેશના આરોગ્ય ક્ષેત્રના આંતરમાળખાને મજબૂત બનાવનાર વધુ એક કડી ઉમેરાઇ ગુજરાતની સાથે સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

૨૦૨૦ નું વર્ષ હેલ્થ ચેલેન્જીસનું વર્ષ હતું, ૨૦૨૧નું વર્ષ હેલ્થ સોલ્યુશનનું વર્ષ બની રહેશે.

ભારત ‘‘ફયુચર ઓફ હેલ્થ’’ અને ‘‘હેલ્થ ઓફ ફયુચર’’ બંને ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા જઈ રહયું છે.

આયુષ્માન ભારત યોજનાના દ્વારા ગરીબ દર્દીઓને રૂપિયા ૩૦ હજાર કરોડની થયેલી બચત

૦૦૦૦૦૦

એઇમ્સ એ રાજયના સ્વાસ્થ્ય ક્ષેત્રે પાયાનો પથ્થર બની રહેશે

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત

૦૦૦૦૦૦

:: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ::


એઇમ્સના નિર્માણ દ્વારા રાજયમાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરાઇ

મેડિકલ ટુરીઝમ અને રોજગારીના સર્જનમાં એઇમ્સ નિમિત્ત બનશે

બે દાયકામાં ૩૧ મેડિકલ કોલેજ અને ૬૦૦૦ થી વધુ મેડિકલ સીટ ઉપલબ્ધ બનાવનાર ગુજરાત દેશનું અગ્રિમ રાજય

૦૦૦૦૦૦

વડાપ્રધાનશ્રીના હસ્તે અંદાજીત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર 

રાજકોટ એઇમ્સનું ઈ- ખાતમુહૂર્ત કરાયું

૦૦૦૦૦૦

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત મંત્રીગણ સર્વશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજીભાઇ બાવળિયા, જયેશભાઇ રાદડિયા, કિશોરભાઇ કાનાણીની પ્રેરક ઉપસ્થિતિ

૦૦૦૦૦૦

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડો. હર્ષવર્ધનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

૦૦૦૦૦૦ 


રાજકોટ  : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટ ખાતે નિર્માણ થનાર એઇમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે આજે રાજકોટ એઇમ્સના શિલારોપણ દ્વારા દેશના આરોગ્ય ક્ષેત્રના આંતર માળખાને મજબૂત બનાવનાર વધુ એક કડી ઉમેરાઇ છે, જેના કારણે ગુજરાતની સાથે સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે.

વડાપ્રધાનશ્રીએ ૨૦૨૦નું વર્ષ હેલ્થ ચેલેન્જીસનું વર્ષ ગણાવતાં કહયું હતું, કે ગત વર્ષના પડકારો સામે  ૨૦૨૧નું વર્ષ હેલ્થ સોલ્યુશનનું વર્ષ બની રહેશે. આરોગ્ય ક્ષેત્રે નક્કર કામગીરી દ્વારા આજે ભારત ‘‘ફયુચર ઓફ હેલ્થ’’ અને ‘‘હેલ્થ ઓફ ફયુચર’’ બંને ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા જઈ રહયું છે. 














વડાપ્રધાનશ્રી મોદીએ કોરોના યોધ્ધાઓના સમર્પણને બિરદાવતાં કહયું હતું કે, કોરોનાના કપરા સમયમાં દેશની જનતાએ એક થઇને કોરોના સામે આપેલી લડતના પરિણામે આપણે કોરોના સામે મજબૂત બની લડી શક્યા છીએ. આ સમયમાં એક કરોડથી વધુ કોરોના સંક્રમિતોની સફળ સારવાર દ્વારા ભારતે સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે આરોગ્ય ક્ષેત્રમાં દેશનું સ્થાન વિશ્વ અગ્રિમ હરોળનું છે.  

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ગરીબ મા - બાપ તેમના બાળકોની જીંદગીમાં કર્જ ન આવે તે માટે બિમાર હોવા છતાં પણ આર્થિક સંકડામણના કારણે દર્દ ભોગવીને તેમનો ઈલાજ કરાવતા ન હતા. તેવા ગરિબ પરિવારો માટે સરકારનું આયુષ્માન ભારત યોજના રૂપી સુરક્ષા કવચ આજે આશિર્વાદરૂપ બન્યુ છે.  આ યોજનાથી અત્યાર સુધીમાં દોઢ કરોડ જેટલા ગરીબ દર્દીઓ રૂપિયા ૫ લાખ સુધીની આરોગ્ય સારવાર નિશુલ્ક કરાવી શક્યા છે. જેના કારણે તેમની રૂ. ૩૦ હજાર કરોડ જેટલી માતબર રકમ બચાવી શક્યા છે. આ ઉપરાંત દેશભરમાં ફેલાયેલ ૭ હજારથી વધુ જનઔષધિ કેન્દ્રોના કારણે આવા દર્દીઓની રૂ. ૩૬૦૦ કરોડથી વધુ રકમની બચત થઇ છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પોષણ  યોજના, વગેરે થકી માતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.  


















તબીબી શિક્ષણ ક્ષેત્રે ‘‘મિશન મોડ’’માં કાર્ય થઇ રહયું છે. તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ પ્રત્યેક રાજયમાં એક એઇમ્સ અને ત્રણ લોકસભા દીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવાની કેન્દ્ર સરકારની નેમ વ્યક્ત કરી હતી. 

આજે જયારે બીમારીઓ વૈશ્વિક બની રહી છે, તેવા સમયે આરોગ્ય સમસ્યાઓનું નિરાકરણ પણ વૈશ્વિક બને, તેવી આશા વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીશ્રીએ ‘‘ફીટ ઇન્ડીયા અભિયાન’’ માં દેશના  તમામ નાગરિકોને જોડાવા અનુરોધ કર્યો હતો. તેમણે કોરોના રસીકરણ માટેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે, તેમ જણાવી સમગ્ર દેશના નાગરિકોને એક થઇ રસીકરણના કાર્યમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

:: રાજયપાલશ્રી ::

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના સ્વાસ્થ્ય માટે એઇમ્સ એ પાયાનો પથ્થર બની રહેશે, તેમ જણાવી આ સંસ્થા ઝડપથી વિકસિત બની લોકોની અહર્નિશ સેવામાં સમર્પિત બનશે, તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કહયું હતુ ગુજરાતના લોકોને નર્મદાના નીરથી જેટલો આનંદ થયો હતો, તેટલો જ આનંદ આ સંસ્થા શરૂ થવાથી થશે. આ સંસ્થાના નિર્માણથી લોકોની આરોગ્ય સુખાકારીની સાથે રોજગારીનું સર્જન પણ થશે. 

આજે સમગ્ર દેશ વિકાસની દિશામાં આગળ વધી રહયો છે. તેમ જણાવતાં રાજયપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીની કર્તવ્યનિષ્ઠા અને વિકાસવાદના વિચારોના પરિણામે આજે ભારત સમગ્ર દુનિયામાં વિકાસ ક્ષેત્રે અગ્રેસર બની રહયો છે. પહેલું સુખ તે નિરોગી કાયા તે વિચારને ચરિતાર્થ કરવા વડાપ્રધાનશ્રીએ આયુષ્માન ભારત યોજના દ્વારા દેશના પ્રત્યેક વ્યક્તિના આરોગ્ય સુખાકારીનું કાર્ય કર્યું છે.

: મુખ્યમંત્રીશ્રી ::

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે, ગુજરાતના લોકોને ગંભીર બિમારીના સમયમાં આરોગ્ય ઉચ્ચ સારવાર માટે ગુજરાત બહાર જવું ન પડે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીના પરિણામે ગુજરાતને એઈમ્સ પ્રાપ્ત થઈ છે. આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી સુવિધા આપનાર આ સંસ્થાનું રાજકોટમાં નિર્માણ થવાથી ગુજરાતના લોકોને આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચત્તમ સુપર સ્પેશ્યાલીટી સેવા હવે ઘરઆંગણે મળી રહેશે. એઇમ્સ એ રાજયની આરોગ્યલક્ષી સુવિધાના ક્ષેત્રે યશકલગી સાબિત થશે 

ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સવલતો આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ  મોદીના સુનિયોજિત આયોજનના ભાગરૂપે દેશભરમાં અમલી બનાવાયેલી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની ટૂંકી વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, ૧૯૫૬ થી ગુજરાતને અન્યાય થતો હતો. જેના કારણે ભૂતકાળમાં એઈમ્સ તથા મેડીકલ કોલેજો જેવી સવલતો ગુજરાતને મળી નહોતી. પરંતુ વડાપ્રધાનશ્રીના વિઝનના કારણે આજે ગુજરાતને એઈમ્સ તેમજ ૩૦ જેટલી મેડિકલ કોલેજો પ્રાપ્ત થઈ છે. 















મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના પ્રત્યેક જિલ્લા દીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવાની રાજય સરકારની કટીબધ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બે દાયકા પહેલાં રાજયમાં માત્ર ૯ મેડીકલ કોલેજ અને ૧૦૦૦ જેટલી બેઠકો ઉપલબ્ધ હતી. જયારે આજે ગુજરાતમાં ૩૦થી  વધુ મેડીકલ કોલેજો અને ૬૦૦૦ થી વધુ બેઠકો ઉપલબ્ધ બની છે.  ગુજરાત આજે મેડીકલ હબ બનવા જઇ રહ્યું છે. એઇમ્સના કારણે ગુજરાતમાં મેડીકલ ટુરીઝમ વધશે અને નવી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. 

નાયબ મુખ્યમંત્રીશ્રી

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે વિકાસની ગતી અવીરત રહી છે હાલમાં જ ગોધરા, નવસારી, મોરબી, રાજપીપળા જેવા જિલ્લાઓમાં પણ મેડીકલ કોલેજોને મંજુરી મળી છે. આ ઉપરાંત મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલો પણ હાલ ગુજરાતમાં કાર્યરત છે. તેવા સમયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટને  એઇમ્સ ફાળવીને ગુજરાતને ભુતકાળમાં એઇમ્સ બાબતે થયેલા અન્યાયને  દૂર કર્યો છે, જેનો લાભ ગુજરાત તેમજ ગુજરાત બહારના લોકોને મળશે. એઇમ્સમાં સુપર સ્પેશીયાલિસ્ટ સારવાર ઉપલબ્ધ બનશે, અને અહીંના નાગરિકોને ઘરઆંગણે આરોગ્યની ઉચ્ચ સવલતો મળી રહેશે.

આ પ્રસંગે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના અધ્યક્ષ ડો.પી.કે.દવેએ વર્ચ્યુઅલ સ્વાગત પ્રવચન કર્યું હતુ. જ્યારે સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટ ખાતે સાકાર થનારી દેશની ૨૧મી એઇમ્સના શિલાન્યાસ બદલ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો, અને આ સંસ્થા ગુજરાતભરના લોકો માટે આરોગ્યનું ધામ બનશે, તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટ્ય કરાયું હતું. કાર્યક્રમ સ્થળે આવતાં પહેલાં મહાનુભાવોએ એઇમ્સના ત્રિપરિમાણીય મોડેલનું નિદર્શન નિહાળ્યું હતું. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રીમોટ કંટ્રોલથી રાજકોટ ખાતે આકાર લેનારી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજયની આરોગ્ય વિભાગની કામગીરી અને એઇમ્સ હોસ્પિટલના નિર્માણને દર્શાવતી ડોકયુમેન્ટ્રીનું પ્રસારણ કરાયું હતું.  

 



આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, આરોગ્ય સચિવ ડો. જયંતી રવિ, વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, સંસદસભ્યશ્રી સી.આર.પાટીલ અને પુનમબેન માડમ, રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી કમલેશ મિરાણી અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિસીપલ કમિશ્નરશ્રી ઉદ્દીત અગ્રવાલ, ગ્રામ્ય પોલિસ અધિક્ષકશ્રી બલરામ મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પુજા બાવડા, પ્રાંત અધિકારીશ્રી વીરેન્દ્ર દેસાઇ, ડો. અમી યાજ્ઞિક, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીઓ, એઈમ્સના ડોક્ટર્સ તબીબી વિદ્યાશાખાના  છાત્રો વગેરે ઉપસ્થિત રહયા હતા.

000000

હેતલ દવે / સોનલબેન જોશીપુરા / યાજ્ઞિક/ રાજકુમાર

******